વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શિક્ષણ ખાતા વિષે

ગુજરાત સરકારના શિક્ષણ ખાતા વિષે ની માહિતી આપવામાં આવી છે

પરિચય

ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (GCERT) એ રાજ્યકક્ષાની મુખ્ય‍ સંસ્થા છે જે પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યા્પ વધારવા કામ કરે છે.

૧૯૮૮ ની સાલ પહેલા તે ‘સ્ટેટ ઇન્સ્ટિટયુટ ઓફ એજ્યુકેશન ના નામે ઓળખાતી હતી. ૧૯૮૮ માં રાજ્યમાં શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે તેનું SCERT માં રૂપાંતર થયું. આ SCERT જે હવે GCERT છે. એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત શૈક્ષણિક સંસ્થા છે અને તે સંચાલકીય કમિટિ તથા કાર્યપાલક કમિટિ દ્વારા નિયંત્રિત છે.

૧૯૯૭ માં GCERT ને અમદાવાદ થી રાજધાની ગાંધીનગર ખાતે લઇ જવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ વિભાગે GCERT માટે સેકટર-૧૨ માં અલગ જમીન ફાળવી છે. આથી ૨૧ ઓગષ્ટ ૨૦૦૫ થી GCERT સેકટર-૧૨ માં નવી બંધાયેલી બિલ્ડિં ગ વિદ્યાભવન માં કાર્યાન્વિત છે. જ્યાં નવીન માળખાકીય સુવિધાઓ અને અદ્યતન સાધનો ઉપલબ્ધ છે.

GCERT નાં છત્ર હેઠળ હવે ૨૬ DIET જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડીસ્ટ્રીક્ટ ઇન્સ્ટિટયુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ) ૨૫ જિલ્લાંઓમાં કાર્યશીલ છે. આ સંસ્થા‍ઓ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સર્વિસ પહેલા તથા સર્વિસ દરમ્યાયન પ્રશિક્ષણ પૂરૂં પડે છે. આ સંસ્થાથઓમાં સાત શાખાઓ હોય છે. જેમ કે પ્રિ-સર્વિસ ટીચર એજ્યુકેશન (PSTE), વર્ક એકસપરિયન્સ (WE), ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનીટ (DRU), કરીક્યુલમ મટીરીયલ ડેવલપમેન્ટર એન્ડ ઇવેલ્યુએશન (CMDE), એજ્યુકેશનલ ટેકનોલોજી (ET) ઇન સર્વિસ ફીલ્ડ ઇન્ટ્રેકશન ઇનોવેશન કોઓર્ડીનેશન (IFIC) તથા પ્લા‍નીંગ એન્ડ મેનેજમેન્ટ (PM) આ DIET માં લાયકાત ધરાવતાં તથા અનુભવી શૈક્ષણિક અને સંચાલકીય કર્મચારીઓ હોય છે.

GCERT એ રાજ્યની શિક્ષણને લગતી નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનો લાગુ કરવા માટેની મુખ્ય સંસ્થા છે. તે બધી ટીચર એજ્યુકેશન સંસ્થાઓને સહાય અને માર્ગદર્શન પુરૂ પાડે છે. GCERT બિનસરકારી સંસ્થાઓ, વિષય નિષ્ણારતો, શિક્ષણવિદો ના સહયોગ સાથે કામ કરે છે અને રાજ્યના અંતરાલ જિલ્લાઓમાં બદલાવ લાવવા માટે પ્રયત્ન કરે છે. પ્રાથમિક શિક્ષણ, સર્વિસ પહેલાં અને સર્વિસ દરમ્યાન નું શિક્ષણ, રાષ્ટ્રમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ, શિક્ષણની પદ્ધતિઓ વિષે અદ્યતન પ્રવાહો તથા માહિતી ફેલાવે છે. નવિન વિષયો ને લક્ષમાં રાખીને ડિસ્ટન્સ એજ્યુકેશન ટ્રેનીંગના માધ્યમ તરીકે વ્યાપક ઉપયોગ, સામાજીક જાગૃતિના કાર્યક્રમો યોજવા અને પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમમાં સુધારો લાવે છે. રાજ્યનો શિક્ષણ વિભાગ પણ GCERT ની સલાહ લે છે. આ કાઉન્સીલ શાળા શિક્ષણની ગુણવત્તા સુધારવા કટીબદ્ધ છે. ખાસ કરીને પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં અભ્યાસક્રમનો વિકાસ, ભણવાની સામગ્રી અને મૂલ્યાંકકન પદ્ધતિનાં ક્ષેત્રમાં શૈક્ષણિક પડકારોના યોગ્ય ઉપાયો શોધવા માટે પ્રયત્ન કરે છે. GCERT એ સર્જનાત્મક રીતે ચોક થી સેટેલાઇટ સુધીની અનોખી યાત્રા કરી છે અને શૈક્ષણિક સુધારાનાં ક્ષેત્રે કઠીન પડકારો ઝીલ્યા છે.

મિશન

પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બાળ કેન્દ્રિઅત પ્રવૃત્તિ પર આધારિત ભારરહિત, આનંદદાયક ભણતરના તત્વો પ્રમાણે ગુણવત્તાસભર શિક્ષણ પુરૂ પાડવું.

સંસ્થાના હેતુઓઃ

 • શિક્ષણનાં દરેક સ્તઃર પર ગુણવત્તા સુધારવી.
 • રાજ્યભરમાં શાળા શિક્ષણના ક્ષેત્રમાં શૈક્ષણિક સંશોધન તથા પ્રશિક્ષણ સહાય આપવી.
 • ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગને પ્રાથમિક શિક્ષણનાં ક્ષેત્રમાં તેની નીતિઓ તથા મુખ્યર યોજનાઓ લાગુ કરવા માટે સહાય / સલાહ આપવી.
 • શૈક્ષણિક ઘટક તથા પદ્ધતિઓમાં જરૂરી બદલાવ લાવીને પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શૈક્ષણિક સહાય, માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડવા.
 • ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં બદલાવ લાવવા માટે DIET, CTE, IASE તથા GBTC જેવી સંસ્થાવઓને માર્ગદર્શન, શૈક્ષણિક સહાય અને સૂચનો પૂરા પાડવા.
 • શિક્ષણને લગતી નવી પદ્ધતિઓને વ્યાજપ વધારવા નાવિન્યગસભર કાર્યક્રમો યોજવા.
 • રાજ્યમાં શિક્ષણ વિભાગ હેઠળ CTE/IASE તથા બીજી સંસ્થાદઓને માર્ગદર્શન આપવું અને એમના કામપર દેખરેખ રાખવી.
 • CRC શિક્ષકો અને એને લગતી કચેરીઓની મુલાકાત લઇને શૈક્ષણિક સંસ્થાCઓને શૈક્ષણિક સહાય તથા માર્ગદર્શન પુરૂ પાડવું.
 • શૈક્ષણિક સાહિત્યક છાપવું.
 • બાળકોનાં સર્વાંગી વિકાસ માટે ગ્રામકક્ષાએ વિજ્ઞાનમેળા, બામેળા, રમતોત્સકવ જેવા કાર્યક્રમો યોજવા.

સંસ્થાના કાર્યો

 • શિક્ષણની બધી શાળાઓમાં સંશોધન કરવું, તેના માટે સહાય કરવી તથા તેનું સંકલન કરવું
 • પ્રાથમિક તથા માધ્ય મિક શિક્ષકો માટે સર્વિસ દરમ્યાકન તથા સર્વિસ પહેલાના પ્રશિક્ષણ કાર્યક્રમો યોજવા, ખાસ કરીને ૈચ્ચર કક્ષા એ.
 • DIET, CTE તથા IASE જેવી સસંસ્થાખઓ પર શૈક્ષણિક તથા સંચાલકીય નિયંત્રણ રાખવું.
 • PTTI અને જિલ્લા શૈક્ષણિક સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓ પર શૈક્ષણિક નિયંત્રણ રાખવું.
 • પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં સંશોધન નવિનીકરણ કેસનો અભ્યાકસ, પ્રયોગો અને પ્રોજેકટ યોજવા.
 • નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિકસાવવી અને શાળાઓને તેમના વિષે જાણ કરવી.
 • સંદર્ભ સામગ્રી, સહાયક સામગ્રી, પત્રિકાઓ અને ઇતર સાહિત્યલ તૈયાર કરીને છપાવવું, જેનાથી હેતુઓ સિદ્ધ થઇ શકશે.
 • DPEP કિશોરવસ્થાનું શિક્ષણ, વસ્તી શિક્ષણ, IEDC, IPTT – ITV ડિસ્ટPન્સર એજ્યુકેશન અને પર્યાવરણ શિક્ષણને લગતા કાર્યક્રમો લાગુ કરવા.
 • CRC, BRC શાળાઓ તથા તેને લગતી કચેરીઓ ની મુલાકાત લઇને શૈક્ષણિક સંસ્થાસઓને શિક્ષણને લગતી સહાય / માર્ગદર્શન પુરૂ પાડવું.
 • બદલતા સમય પ્રમાણે પ્રશિક્ષણ કૉલેજોનાં અભ્યાનસક્રમમાં સુધાર અને બદલાવ લાવવો.

નાણાકીય સહાયનો ચાર્ટ

જી.સી.ઇ.આર.ટી. નીચે દર્શાવ્યા મુજબ જુદી જુદી એજન્સી ઓ પાસેથી નાણાંકીય સહાય માગે છે.

પ્રોજેક્ટો માટેનું વાર્ષિક બજેટ

વાર્ષિક બજેટ:  વષઁ 2015-16

વિકાસનાં તબક્કા

 • ૧૯૬૨ – સ્ટેટ ઇન્ટિ ૩૧૦ ટયુટ ઓફ એજ્યુકેશન (SIE)
 • ૧૯૮૮ – SIE નું GCERT માં રૂપાંતર
 • ૧૯૯૮ – GCERT ની સોસાયટી રજીસ્ટ્રે શન ધારા ૧૮૬૦ હેઠળ નોંધણી
સ્ત્રોત: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, શિક્ષણ વિભાગ - ગુજરાત સરકાર
3.04444444444
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top