વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળ મજુરી નાબુદીની માર્ગદર્શિકા

બાળ મજુરી નાબુદીની માર્ગદર્શિકા બાળકોનાં અધિકારનાં રક્ષણ માટે રાષ્ટ્રીય પંચ (કમિશન)

બાળ મજુરી નાબુદીની માર્ગદર્શિકા

  • બાળમજુરી ( પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એકટ ) 1986 પ્રમાણે બાળમજુરને પંદર વ્યવસાયિક અને સત્તાવન પ્રક્રિયામાંથી અટકાવે છે.( ધ શેડયુલ પાર્ટ એ અને પાર્ટ બી ) મજુર વિભાગે ફરજીયાતપણે કેસ નોંધવો જોઇએ આવા માલિક ઉપર અને તેમને આ મુદ્દા પર ચેતવણી આપવી જોઇએ. આ બાબતની મોબાઇલ લેબર કોર્ટમાં વિસ્તાર પ્રમાણે રજુ કરવામાં આવે છે અને યોજના પ્રમાણે કાર્યના કેસ બનાવવામાં આવે છે જે ચોપડે નોંધાયેલા હોય.
  • બાળકોના કલ્યાણકારી કાયદામાં જુવેનાઇલ જસ્ટીશ એકટ 2006માં બાળકો માટે કાળજી, રક્ષણનો વિકાસ અને જેને ધુતકારવામાં આવે છે તેનો પુનઃવસવાટ, અપરાધી બાળક અને આ ક્ષેત્રને લગતા દરેક બાળ મજુરને આવરી લેવામાં આવે છે. સેકશન 2 (ડી) (આઇએ) સમાવે છે ‘કામ કરતો બાળક’ તેની વ્યાખ્યા ‘બાળકને જરૂર છે કાળજી અને રક્ષણની’ તેમાં સમાવેશ થાય છે. જેજે ધારા 2 (કે) બાળકની વ્યાખ્યા આપે છે “ જે વ્યકિત અઢાર વર્ષથી નીચેના હોય તે ” તેથી આ કાયદો ઘણો વિશાળ છે બાળ મજુરીના કાયદા કરતા. કારણ કે આ કાયદો બાળકોના રક્ષણ, કાળજી અને અઢાર વર્ષ સુધીના બાળકોને લગતી ઘણી બાબતો જેમાં બાળ મજુર એકટ જે ચૌદ વર્ષ સુધીના બાળકોની રોજગારી અટકાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જેજે કાયદો એવા બાળમજુરીના કાયદાને કવર કરે છે જે બાળમજુરી કાયદો નથી કરતુ.
  • બોન્ડેડ લેબર સિસ્ટમ એબોલીશન એકટ 1976 ફરજીયાતપણે માહિતી સભર ચોપડીનો અભ્યાસ કરવો જોઇએ બાળકોની રોજગારી બાબત માલિકો સામે એવુ જોવામાં આવ્યુ છે કે મોટાભાગના બાળકોનો લાભ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. આવા બાળકો સ્થળાંતરિત મજુર તરીકે મહદઅંશે કામ કરતા જોવા મળે છે. તકેદારી મંડળે કાયદા પ્રમાણે સક્રીય થઇને રેવન્યુ અને મજુર વિભાગને ફરજીયાતપણે કાયદાની અમલવારી કરવી જોઇએ. એવુ જોવામાં આવ્યુ છે કે આ કાયદા હેઠળ ઉમરનો કોઇ પ્રતિબંધ નથી કેસ ફાઇલ કરવા માટે અને પુરાવા માટે તેમજ કંઇપણ ફાયદો જે સંબંધિત માલિકને આપવામાં નહી આવે.
  • ઉપરાંત કોન્ટ્રાકટ લેબર ( રેગ્યુલેશન અને એબોલિશન ) એકટ 1970 જેમાં મહત્વનો માલિક સાબિતી આપી શકે છે જયારે બાળ મજુર કોન્ટ્રાકટર દ્વારા રાખવામાં આવ્યો હોય. આ કાર્ય સામાન્ય છે અને ઘણી કંપની દ્વારા કરવામાં આવે છે. અને તેઓ તેમની જવાબદારીમાંથી મુક્ત થતો હોય છે. આ કાયદો હોદ્દેદારની જવાબદારી અને તેની અસરકારકતા જે કંપની અને કોન્ટ્રાકટરને બાળમજુર રાખતા રોકે છે.

ઉપરના દરેક કાયદાઓ ભેગા મળીને બધા બાળકોને સમાવી લે છે. જેમાં ખેત મજુરી અને તેના જેવી કામગીરી કરતો મજુર વર્ગ અને તેમાં પણ વ્યકિત ગત અથવા સંગઠીત નો સમાવેશ સરકાર અને બીજા આનુસંગીક વ્યક્તિઓ દ્વારા માલિક સામે કાર્યવાહી કરવામાં થાય છે. કાયદાની ફરજીયાત અમલવારી કામ કરે છે માલિકને સબક શિખડાવવા માટે તે ફરજીયાતપણે સમજવુ જોઇએ. બાળકોને કામમાં ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તે સસ્તા મજુરનુ સાધન અને લાંબા સમય સુધી કામ કરવા દબાણ કરી શકાય છે. બાળકના હિતમાં કંઇ નથી હોતુ પરંતુ માલિકોની પડતર કિંમત ઘટાડવા બાળકોનો ઉપયોગ થાય છે. એ જ સમયે બધા પબ્લીક સેકટર સંસ્થામાં સરકાર હેઠળ આવતા તેમજ સરકાર દ્વારા ફંડ આપવામાં આવતી સંસ્થા સરકારી ઓફિસોમાં ફરજીયાત પણે કોડ ઓફ કન્ડકટ બધા કર્મચારીઓ માટે રજુ થવુ જોઇએ કે જેમાં બાળકોને સ્થાનિક કામ માટે ન રાખે અને બાળ મજુરને પ્રોત્સાહિત ન કરે કોઇ પણ કામની જગ્યાઓમાં. એનસીપીસીઆરે જીલ્લા કલેકટરને ખાસ યોજના આપીને ઉપરોક્ત બધા કાર્ય કરાવવામાં આવે છે.

સ્ત્રોત: પોર્ટલ કન્ટેન્ટ ટીમ

3.17391304348
Prakash Rathod Dec 16, 2014 11:25 AM

કચરો વિણવો એ બાળ મજુરી છે.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top