વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળ અત્યાચાર

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 2007માં બાળ અત્યાચાર પર અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં અત્યાચાર અનેક પ્રકારના સામે આવ્યા. ખાસ કરીને 5થી 12 વર્ષની ઉંમરના બાળકોનો દૂરઉપયોગ અને શોષણ સૌથી વધારે જોવા મળ્યો. આ અત્યાચારમાં શારીરીક, જાતિય અને ભાવનાત્મક અત્યાચારનો સમાવેશ થાય છે.

શારીરિક અત્યાચાર

 1. દરેક ત્રણમાંથી 2 બાળકો પર શારીરિક અત્યાચાર થાય છે.
 2. 69 % બાળકોમાંથી 54.68% છોકરાઓ શારીરિક અત્યાચારનો ભોગ બને છે.
 3. 50%થી વધુ બાળકો એક યા બીજા રરૂપે શારીરિક અત્યાચારનો ભોગ બને છે.
 4. બાકીના બાળકો પર પરિવારની પરિસ્થિતિમાં અત્યાચાર થતો જોવા મળ્યો, જેમાં 88.6% બાળકો પર માતાપિતા દ્વારા અત્યાચાર થતો હતો.
 5. આંધ્રપ્રદેશ, આસામ, બિહાર અને દિલ્હીમાં અન્ય રાજયોની સરખામણીમાં તમામ પ્રકારના અત્યાચારનો દર સતત અને સૌથી વધારે નોંધાયો.
 6. 50.2% બાળકો સાતેય દિવસ કામ કરતાં હતા.

જાતિય અત્યાચાર

 1. 53.22% બાળકોને એક અથવા વધુ પ્રકારના જાતિય અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.
 2. આંધ્રપ્રદેશ,આસામ,બિહાર અને દિલ્હીમાં છોકરીઓ અને છોકરાઓ બંનેમાં જાતિય અત્યાચાર સૌથી વધુ ટકા નોંધાયો.
 3. 21.90% બાળકો સામેવાળાના લીધે અનેક પ્રકારના અત્યાચારનો ભોગ બનેલા નોંધાયા અને 50.76% અન્ય રુપમાં જાતિય અત્યાચાર.
 4. આસામ, આંધ્રપ્રદેશ, બિહાર અને દિલ્હીમાં શારીરિક અત્યાચારના સૌથી વધુ કિસ્સા નોંધાયા.

ભાવનાત્મક અત્યાચાર અને બાળકીઓની અવગણના

 1. દરેક બીજા બાળક ભાવનાત્મક અત્યાચારનો ભોગ બનેલો નોંધાયો.
 2. ભાવનાત્મક અત્યાચારના ભોગમાં છોકરા અને છોકરીઓની ટકાવારી એકસરખી જોવા મળી.
 3. 83% કિસ્સામાં માબાપ જ ભાવનાત્મક અત્યાચાર કરતા હતા.
 4. 48.4% છોકરીઓ ઈચ્છતી હતી કે તે કદાચ છોકરો હોત.
3.1935483871
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top