હોમ પેજ / શિક્ષણ / નીતિ અને યોજના / શિક્ષણને લગતી યોજનાઓ / વિકાસ યોજનાઓ / પ્રાથમિક શાળાઓમાં ઉ૫લા ધોરણો વધારવા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રાથમિક શાળાઓમાં ઉ૫લા ધોરણો વધારવા

પ્રાથમિક શાળાઓમાં ઉ૫લા ધોરણો વધારવા વિશેની માહિતી આપવામાં આવી છે

ઠરાવ :ગ્રામ્‍ય વિસ્‍તારમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને બાળાઓ ધોરણ-૪ પછી તેમના ગામમાં ધોરણ-૫ અને ઉપરના વર્ગ ન હોવાને કારણે અભ્‍યાસ છોડી દે છે. પરિણામે ૬ થી ૧૪ વર્ષ સુધીના બાળકોને ફરજીયાત અને મફત શિક્ષણ આપાવની બંધારણીય ફરજ વહન કરવામાં રાજ્ય સરકાર મુશ્‍કેલી અનુભવે છે. તેથી પ્રાથમિક શિક્ષણના સાર્વત્રીકરણનું ધ્‍યેય હાંસલ કરવા તથા બંધારણીય ફરજ પરિપૂણ કરવા ધોરણ ૪ સુધીની તમામ શાળાઓને તબક્કાવાર ધોરણ ૭ સુધીની શાળામાં ફેરવવાનો સરકારશ્રીનો આ યોજના ધ્‍વારા ધ્‍યેય છે. તેથી અગિયારમી પંચવર્ષીય યોજનામાં ૪૦૦૦ શાળાઓનું અપગ્રેડેશન કરવાનું લક્ષ્‍ય છે. તે પૈકી સને ૨૦૦૭-૦૮ ના વર્ષમાં કુલ ૮૦૦ શાળાઓનું (બિન આદિજાતિ વિસ્‍તારમાં ૩૦૦ શાળાઓ + આદિજાતિ વિસ્‍તારમાં ૫૦૦ શાળાઓ) અપગ્રેડેશન કરવા માટે ૮૦૦ વિદ્યા સહાયકોની કરવામાં આવેલી ફાળવણી અનુસાર ૮૦૦ વિદ્યા સહાયકોના પગાર પેટે (બાર માસના) સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં રૂ. ૨૪૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

સદરહુ યોજનાને વહીવટી મંજુરી આપવા છેવટ આમુખમાં દર્શાવેલ પત્રથી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી ધ્‍વારા કરાયેલ દરખાસ્‍ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. પુખ્‍ત વિચારણાને અંતે સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં સમાવિષ્‍ટ ઇડીએન-૬ હેઠળ પ્રાથમિક શાળાઓની કક્ષા ઉંચી લઇ જવાની નવી બાબતને નીચેની વિગતે અને નીચેની શરતોને આધીન આથી વહીવટી મંજુરી આપવામાં આવે છે.

અ.નં.

વિસ્‍તાર

રકમ

બિન આદિવાસી વિસ્‍તાર

૯૦ લાખ (અંકે રૂપિયા નેવું લાખ પુરા)

આદિવાસી વિસ્‍તાર

૧૫૦ લાખ (અંકે રૂપિયા એક સો પચાસ લાખ પુરા)

 

કુલઃ

૨૪૦ લાખ (અંકે રૂપિયા બે કરોડ ચાલીસ લાખ પુરા)

 

શરતો

  • સને ૨૦૦૮-૦૯ ના વર્ષની બજેટ જોગવાઇને આધિન રહીને નાણા વિભાગ ધ્‍વારા વખતો વખત ફાળવવામાં આવતી ગ્રાન્‍ટની મર્યાદામાં ખર્ચ કરવાનો રહેશે.
  • આ અંગેનું ખર્ચ સરકારશ્રી દ્વારા વખતો વખત નક્કી કરવામાં આવેલ જોગાવાઇઓને લાગુ પડતા ધારાધોરણોને આધિન નિયત પદ્ધતિથી કરવાનું રહેશે.
  • પ્રસ્તુણત કામ માટે પ્રવર્તમાન નિયમોને આધિન ચાલુ તથા આગામી નાણાકીય વર્ષમાં પર્યાપ્તક બજેટ જોગવાઇ કરાવી લેવાની રહેશે.
  • વિભાગે રજુ કરેલા અંદાજોની સક્ષમ કક્ષાએ ખરાઇ કરાવી લેવાની રહેશે.
  • આ મંજુરી અન્વજયે જો કોઇ પણ વસ્તુણની ખરીદી કરવાની હોય તો તે સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણો અને નિયમોનુસાર કરવાની રહેશે.
  • આ યોજના અંગેનું ખર્ચ તા. ૧-૪-૨૦૦૮ થી શરૂ કરવાનું રહેશે.
  • આ અંગેનો ખર્ચ શિક્ષણ વિભાગના સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં મુખ્યગ સદર ૨૨૦૨-સામાન્યન શિક્ષણ પેટા મુખ્યર સદર-૦૧ પ્રારંભિક શિક્ષણ – ગૌણ સદર – ૧૦૪-શિક્ષણ અને અન્યા સેવાઓની કક્ષા ઉંચી લઇ જવી પેટા સદર (૦૩) ઇડીએન-૬-પ્રાથમિક શાળા બાબત નં. (૩) પ્રાથમિક શાળાની કક્ષા ઉંચી લઇ જવી હેઠળ (૨૨૦૨-૦૧-૧૦૪-૦૩) તથા સામાજીક ન્યા.ય અને અધિકારીતા વિભાગના સને ૨૦૦૮-૦૯ ના અંદાજપત્રમાં – મુખ્ય  સદર-૨૨૦૨-સામાન્ય  શિક્ષણ-પેટા મુખ્યી સદર-૦૧-પ્રાથમિક શિક્ષણ-ગૌણ સદર-૭૯૬-આદિજાતિ વિસ્તાખર પેટા યોજના-પેટા સદર(૨૪) પ્રાથમિક શાળાઓની કક્ષા ઉંચી લાવવી બાબત નં. (૪) વધારાના પ્રાથમિક શિક્ષકો માટે શાળાઓની કક્ષા ઉંચી લાવવી (૨૨૦૨-૦૧-૭૯૬-૨૪) હેઠળ ઉધારવાનો રહેશે.
  • આ હુકમો આ વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ ઉપર નાણા વિભાગના તા. ૩-૩-૦૮ ની નોંધણી મળેલ અનુમતિ અન્વિયે રવાના કરવામાં આવે છે.

ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામ,

સ્ત્રોત: એમ. કે. પારેખ, સેકશન અધિકારી,  શિક્ષણ વિભાગ

3.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top