હોમ પેજ / શિક્ષણ / નીતિ અને યોજના / શિક્ષણને લગતી યોજનાઓ / વિકાસ યોજનાઓ / ઉચ્ચતર પ્રા.શાળાઓમાં સ્વચ્છતા વિષયક સુવિધા
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉચ્ચતર પ્રા.શાળાઓમાં સ્વચ્છતા વિષયક સુવિધા

ઉચ્ચતર પ્રા.શાળાઓમાં સ્વચ્છતા વિષયક સુવિધા પુરી પાડવી.

દશમી ૫ચવર્ષીય યોજના અર્તગત રાજયમાં આવેલી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૫ થી ૭ ની કન્યાઓને શાળા સમય દરમ્યાન સેનીટેશનની સુવિધા ૫રી ૫ડવા માટે સદર યોજના ચાલુ કરવામાં આવેલ હતી.આ યોજનાની અમલવારી ના કારણે કન્યાઓના સ્થાયીકરણ ના દરમાં વધારો થવા ૫મેલ છે. વર્ષ ર૦૦૬-૦૭ સુધીમાં રાજયની તમામ પ્રાથમિક શાળાઓ ખાતે ઉકત સુવિધા ઉ૫લબ્ધ થઈ ગયેલ છે આમછતાં, નવી શરૂ થનાર શાળાઓ કે વિદ્યાર્થીઓની સંખ્યાને ઘ્યાને લેતાં ઉભી થનાર જરૂરિયાતને અનુલક્ષીને અગિયારમી ૫ચવર્ષીય યોજના હેઠળ ર૫૦૦ એકમ માટે રૂ. ૫૦૦.૦૦ લાખ તથા વર્ષ ર૦૦૮-૦૯ માં ૫૦૦ સેનીટેશન યુનિટ જે ૫કી ૧૫૦ આદિવાસી વિસ્તાર, અને ૩૫૦ બિન આદિજાતિ વિસ્તારની શાળાઓ ખાતે બાંધવા માટે રૂ. ૧૦૦.૦૦ લાખની જોગવાઈ સુચવવામાં આવેલ છે.

૨જયની ઉચ્ચત૨ પ્રાથમિક શાળાઓમાં કન્યાઓ માટે અલગથી સ્વચ્છતા વિષયક સુવિધા પુરિ યોજના હેઠળ શાળા સ્વચ્છતા સંકુલો ઉભા ક૨વામાં આવેલ છે. આ સંકુલો ની સાફ-સફાઈ સારૂ સદ૨ યોજના વર્ષ ૨૦૦૫-૦૬ થી અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ શાળાદીઠ આ૫વામાં આવતી રૂ. ૬૭૫/- ની સહાય અપુ૨તી જણાતી હોઈ શાળામાં ચાલતાં ધો૨ણોને ઘ્યાને ૨ાખીને ધો-૧ થી ૪ ની શાળા માટે રૂ. ૧૨૦૦ તથા ધો-૧ થી ૭ ની શાળાદીઠ રૂ. ૨૪૦૦/- લેખે સહાય આ૫વાનું અગિયા૨મી ૫ંચવર્ષીય યોજનાથી સુચવવામાં આવેલ છે. આ અનુસા૨ ૨જયની ૩૨૦૦૦ શાળાઓ માટે અગિયારમી ૫ચવર્ષીય યોજના હેઠળ રૂ. ૩૪૦૬.૬૫ લાખ તથા વર્ષ ર૦૦૮-૦૯ માં રૂ. ૬૮૧.૩૩ લાખની જોગવાઈ સુચવવામાં આવેલ છે.

સ્ત્રોત: શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top