હોમ પેજ / શિક્ષણ / જિલ્લાવાર માહિતી / નવસારી / સર્વ શિક્ષા અભિયાન (શિક્ષણ શાખા) નવસારી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સર્વ શિક્ષા અભિયાન (શિક્ષણ શાખા) નવસારી

સર્વ શિક્ષા અભિયાન (શિક્ષણ શાખા) નવસારી વિશેની માહિતી આપવામાં આવી છે

યોજનાનું નામ: શિક્ષક તાલીમ

સહાયતાની વિગત : ધોરણ ૧ થી ૮ ના તમામ શિક્ષકોને બ્લોક કક્ષાની અને ક્લસ્ટર કક્ષાની ગુણવત્તાલક્ષી શિક્ષક તાલીમ અપાય છે. આ તાલીમમાં શિક્ષકો ને વહીવટી  અને વિષયવસ્તુ આધારિત તાલીમ આપવામાં આવે છે.

કોને મળવાપાત્ર: જીલ્લાના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો  દરેક તાલુકામાં કાર્ય કરતા બી .આર.સી કો / સી. આર. સી.કો તથા બી.આર.પી ને આ તાલીમ મળવાપાત્ર છે.

જરૂરી દસ્તાવેજ: સરકાર માન્ય શાળાના શિક્ષક , કર્મચારીઓ તેમજ સરકારી શાળાના તથા સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણ સમિતિના કર્મચારી હોવા જોઈએ.

અમલીકરણ શાખા: નિકેતા બી દેસાઈ ,જીલ્લા ટીચર્સ ટ્રેનીંગ કો. ઓર્ડીનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, જુનાથાણા, જીલ્લા  શિક્ષણ સમિતિ, નવસારી.

યોજનાનું નામ: શાળા વિકાસ અને મરામત ગ્રાંટ

સહાયતાની વિગત : સરકારી શાળાના ધોરણ ૧ થી ૫ ની પ્રાથમિક શાળાને શાળાદીઠ ૧૨૦૦૦/- રૂ વાર્ષિક અને  ધોરણ ૧ થી  ૮ ની પ્રાથમિક શાળાને શાળાદીઠ ૨૭૦૦૦/-રૂ વાર્ષિક વન ટાઇમ ગ્રાંટ
આપવામાં આવે છે.

કોને મળવાપાત્ર: જીલ્લા પંચાયત  શિક્ષણ સમિતિ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓની એસ.એમ.સી ના ખાતામાં ગ્રાન્ટ આપવામાં આવે છે

જરૂરી દસ્તાવેજ: તમામ સરકાર માન્ય પ્રાથમિક શાળાઓને વર્ષમાં એક વખત આપવામાં આવે છે.

અમલીકરણ શાખા: નિકેતા બી દેસાઈ ,જીલ્લા ટીચર્સ ટ્રેનીંગ કો. ઓર્ડીનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, જુનાથાણા, જીલ્લા  શિક્ષણ સમિતિ, નવસારી.

યોજનાનું નામ: શાળા સ્વચ્છતા ગ્રાંટ

સહાયતાની વિગત: સરકારી શાળાના ધોરણ ૧ થી ૫ ની પ્રાથમિક શાળાને શાળાદીઠ ૧૨૦૦/- રૂ વાર્ષિક અને  ધોરણ ૧ થી  ૮ ની પ્રાથમિક શાળાને શાળાદીઠ ૨૪૦૦/- વાર્ષિક વન ટાઇમ ગ્રાંટ આપવામાં આવે છે.

કોને મળવાપાત્ર: જીલ્લા પંચાયત  શિક્ષણ સમિતિ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓની એસ.એમ.સી ના ખાતામાં સ્વચ્છ ભારત કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી ગ્રાંટ આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજ: તમામ સરકાર માન્ય પ્રાથમિક શાળાઓને વર્ષમાં એક વખત આપવામાં આવે છે.

અમલીકરણ શાખા: નિકેતા બી દેસાઈ ,જીલ્લા ટીચર્સ ટ્રેનીંગ કો. ઓર્ડીનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, જુનાથાણા, જીલ્લા  શિક્ષણ સમિતિ, નવસારી.

યોજનાનું નામ: શાળા પુસ્તકાલય ગ્રાંટ

સહાયતાની વિગત: સરકારી પ્રાથમિક શાળામાં જ્યાં ત્રણસો થી ઓછા બાળકો હોય તેવી શાળાને શાળા દીઠ વાર્ષિક રૂપિયા ૨૦૦૦/- તથા  જ્યાં ત્રણસો કે તેથી વધુ બાળકો હોય તેવી શાળાને શાળા દીઠ રૂપિયા ૫૦૦૦/- બાળકોનું ઈતર વાંચન સક્ષમ બને તે હેતુથી આ ગ્રાંટ આપવામાં આવે છે.

કોને મળવાપાત્ર: જીલ્લા પંચાયત  શિક્ષણ સમિતિ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓની એસ.એમ.સી ના ખાતામાં ગ્રાંટ આપવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજ: તમામ સરકાર માન્ય પ્રાથમિક શાળાઓને વર્ષમાં એક વખત આપવામાં આવે છે.

અમલીકરણ શાખા: નિકેતા બી દેસાઈ ,જીલ્લા ટીચર્સ ટ્રેનીંગ કો. ઓર્ડીનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, જુનાથાણા, જીલ્લા  શિક્ષણ સમિતિ, નવસારી.

યોજનાનું નામ: કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

સહાયતાની વિગત: નિવાસી હોસ્ટેલમાં રેહવાનું, જમવાનું, માસિક કન્યા દીઠ રૂપિયા ૧૦૦ સ્ટાઇપેંડ, વોકેશનલ તાલીમ , જરૂરી અભ્યાસિક સાધન સામગ્રી,રમત ગમત તાલીમ , કન્યાઓના સર્વાંગી વિકાસ તથા પ્રવાસ વગેરે કન્યાઓને લાભ મળે છે.

કોને મળવાપાત્ર:

  • ૧૦ વર્ષથી વધુ ઉંમરની શાળા બહારની ( કદીએ શાળાએ ના ગયેલી અને અધવચ્ચેથી શાળા છોડી  દીધેલ હોય તેવી) કન્યાઓ.
  • ૭૫% જેમાં એસ. સી , એસ. ટી , ઓ . બી. સી , માઈનોરીટી અને બી.પી.એલ . જૂથની કન્યાઓનો સમાવેશ.
  • જે કન્યા અનાથ હોય અથવા માતા કે પિતા બે માંથી એક જ હયાત હોય , કચરો વીણતી, ગંદકી સાફ કરતી , ઢોર ચરાવતી , જેના વાલી મજુરી અર્થે અન્ય સ્થળે સ્થાનાંતર કરતા હોય તેવી કન્યાઓ .
  • સીમ વિસ્તાર, વાડી વિસ્તાર, નેસ વિસ્તાર, જંગલ વિસ્તાર, ઝુંપડપટ્ટી, દરિયાકાંઠાના વિસ્તાર કે જ્યાં શાળા  હોય અથવા ધોરણ ૫ પછી આગળ અભ્યાસ અર્થે શાળા ઉપલબ્ધ ના હોય તેવા અતિ છેવાડાના દુર્ગમ વિસ્તારની કન્યાઓનો સમાવેશ કરવામાં આવે છે

જરૂરી દસ્તાવેજ: જન્મનો દાખલો , શાળાનું પ્રમાણપત્ર, અનાથ/સિંગલ પેરેન્ટ્સ અંગેનો દાખલો,બી.પી.એલ કાર્ડ હોવા જરૂરી છે.

અમલીકરણ શાખા: ઉમાબેન આર પટેલ ,જીલ્લા જેન્ડર કો.ઓર્ડીનેટર , સર્વ શિક્ષા અભિયાન કચેરી, જીલ્લા  શિક્ષણ સમિતિ, જુનાથાણા , નવસારી

યોજનાનું નામ: દિવ્યાંગ શિક્ષણ

સહાયતાની વિગત:  બાળકોને ટ્રાન્સપોર્ટ,એસ્કોર્ટ એલાઉન્સ , તેમજ સમાજ સુરક્ષા તરફથી મળતી સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ ૧ થી ૭ માં ૧૦૦૦ રૂપિયા અને ધોરણ ૮ માં ૧૫૦૦ રૂપિયા આપવામાં આવે છે. તેમજ સાધન સહાયના કેમ્પ કરી ને દિવ્યાંગ બાળકોને સાધનો આપવામાં આવે છે. તેમજ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરવામાં આવે છે.

કોને મળવાપાત્ર: જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં દિવ્યાંગ બાળકોને લાભ મળવાપાત્ર છે

જરૂરી દસ્તાવેજ: આ લાભ મેળવવા માટે દિવ્યાંગતાના પ્રમાણપત્રની ઝેરોક્ષ તેમજ જન્મનો દાખલો અને શાળાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

અમલીકરણ શાખા: ગીરીશકુમાર વી ચૌહાણ ,જીલ્લા આઈ ઈ ડી કો.ઓર્ડીનેટર સર્વ શિક્ષા અભિયાન કચેરી, જીલ્લા  શિક્ષણ સમિતિ, જુનાથાણા , નવસારી

યોજનાનું નામ: ટ્રાન્સપોર્ટ્રેશન યોજના

સહાયતાની વિગત: વિદ્યાર્થી દીઠ માસિક રૂ.૩૦૦/- લેખે ૧૦ માસ માટે ટ્રાન્સપોર્ટ્રેશન સહાય મળે છે

કોને મળવાપાત્ર: જે બાળક નું ઘર થી શાળા નું અંતર જો પ્રાયમરી શાળા માટે ૧ કિમી થી વધુ અને અપર પ્રાયમરી શાળા માટે ૩ કિમી થી વધુ અંતર હોય તેવા સરકારી પ્રાથમિક શાળામાં ભણતા બાળક ને લાભ મળે છે

જરૂરી દસ્તાવેજ: એસ.એમ સી તરફ થી દરખાસ્ત ફોર્મ, વાલીસંમતિ પત્રક, ડ્રાઈવરની વિગત,ગાડી અને લાયસન્સ ની વિગત સાથે શાળાએ દરખાસ્ત કરવાની થાય છે.

અમલીકરણ શાખા: શેખ સમીના એસ. જીલ્લા સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, જીલ્લા  શિક્ષણ સમિતિ, જુનાથાણા , નવસારી.

યોજનાનું નામ: સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ વર્ગ

સહાયતાની વિગત: ઓછામાં ઓછા ૫ અને વધુમાં વધુ ૨૦ બાળકો માટે અભ્યાસનો ખર્ચ એસ.એમ.સી. ને મળવાપાત્ર થાય છે.

કોને મળવાપાત્ર: જે બાળક સતત ગેરહાજર હોય તથા કદી શાળા એ ગયા ન હોય તેવા બાળકો ને સરકારી પ્રાથમિક શાળા માં સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ વર્ગનો  લાભ મળે.

જરૂરી દસ્તાવેજ: એસ.એમ .સી. તરફ થી વર્ગ અને  બાળકોની માહિતી, ,એસ એમ. સી.  ધ્વારા પસંદ કરાયેલ બાળમિત્રની વિગત, તેનું સોગંદનામું વગેરે વિગતો સાથે દરખાસ્ત કરવાની હોય છે.

અમલીકરણ શાખા: શેખ સમીના એસ. જીલ્લા સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, જીલ્લા  શિક્ષણ સમિતિ, જુનાથાણા , નવસારી.

યોજનાનું નામ: ટેન્ટ શાળા

સહાયતાની વિગત: ૨૦ બાળક દીઠ ૧ વર્ગ કરવાનો ખર્ચ સી .આર.સી/એસ.એમ.સી ને ૩ માસ માટે મળે છે. આ ટેન્ટ વાલીઓના કામ ના સ્થળે કરવામાં આવે છે.

કોને મળવાપાત્ર: રોજીરોટી અર્થે ગુજરાત અથવા ગુજરાત બહારના બીજા રાજ્યના વાલીઓના બાળકો માટે કામનાં સ્થળે લાભ મળે છે.

જરૂરી દસ્તાવેજ: એસ.એમ.સી તરફથી દરખાસ્ત ફોર્મ ,વાલી સંમતિપત્રક તથા માઈગ્રેશન કાર્ડ સાથે દરખાસ્ત કરવાની થાય છે.

અમલીકરણ શાખા: શેખ સમીના એસ. જીલ્લા સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, જીલ્લા  શિક્ષણ સમિતિ, જુનાથાણા , નવસારી.

યોજનાનું નામ: સિઝનલ હોસ્ટેલ

સહાયતાની વિગત: ઓછામાં ઓછા ૨૫  બાળકો દીઠ ૧ વર્ગ શરૂ થાય જેમાં બાળકોને રહેવા અને જમવા માટેની સુવિધા આપવામાં આવે છે.

કોને મળવાપાત્ર: જિલ્લામાંથી રોજી રોટી માટે જે વાલીઓ સ્થળાંતર કરે છે .તેમના બાળકો માટે ૬ માસ માટે ધો - ૧ થી ૮ ની સરકારી પ્રાથમિક શાળાની એસ.એમ.સી. ને  હોસ્ટેલ ચલાવવા ગ્રાંટ મળે છે.

જરૂરી દસ્તાવેજ:  દરખાસ્ત ફોર્મ, વાલીઓનું સંમતિપત્રક, માઈગ્રેશન કાર્ડ સાથે એસ.એમ.સી.  દ્વારા દરખાસ્ત કરવાની થાય છે

અમલીકરણ શાખા: શેખ સમીના એસ. જીલ્લા સ્પેશીયલ ટ્રેનીંગ પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર, સર્વ શિક્ષા અભિયાન કચેરી, જીલ્લા  શિક્ષણ સમિતિ, જુનાથાણા , નવસારી.

યોજનાનું નામ: જ્ઞાનકુંજ પ્રોજેક્ટ

સહાયતાની વિગત: ધોરણ ૧ થી ૮ ની સરકારી પ્રાથમિક શાળા ને  કોમ્પ્યુટર, પ્રોજેક્ટર, આઈ.આર. કેમેરા, ઈન્ટરએક્ટીવ વ્હાઇટ બોર્ડ આપવામાં આવે છે

કોને મળવાપાત્ર: જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા નગર પાલિકા શિક્ષણ સમિતિ હસ્તક ની તમામ પ્રા. શાળાઓને લાભ મળે છે

જરૂરી દસ્તાવેજ:   સરકારી શાળાઓની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા મુજબ પસંદગીથી આપવામાં આવે છે

અમલીકરણ શાખા: તુષાર આર પટેલ ,જિલ્લા એમ.આઈ.એસ,સર્વ શિક્ષા અભિયાન કચેરી, જીલ્લા  શિક્ષણ સમિતિ, જુનાથાણા , નવસારી.

યોજનાનું નામ: સ્માર્ટ શાળા

સહાયતાની વિગત: ધોરણ.૧થી ૮ની સરકારી પ્રાથમિક શાળાને લેપટોપ, પ્રોજેક્ટર, આઈ.આર.કેમેરા,ઈન્ટર એક્ટીવ વ્હાઇટ  બોર્ડ આપવામાં આવે છે

કોને મળવાપાત્ર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તથા નગર પાલિકા શિક્ષણ સમિતિ હસ્તક ની તમામ પ્રા. શાળાઓને મળે છે

જરૂરી દસ્તાવેજ:   સરકારી પ્રાથમિક શાળાના ગુણોત્સવ ગ્રેડ A+ માં આવેલ શાળાના નામાંકન અને ભૌતિક સુવિધા મુજબ જીલ્લાકક્ક્ષાએથી શાળાને સ્માર્ટશાળા તરીકે પસંદ કરવામાં આવે છે

અમલીકરણ શાખા: તુષાર આર પટેલ ,જિલ્લા એમ.આઈ.એસ,સર્વ શિક્ષા અભિયાન કચેરી, જીલ્લા  શિક્ષણ સમિતિ, જુનાથાણા , નવસારી.

સ્ત્રોત: સર્વ શિક્ષા અભિયાન (શિક્ષણ શાખા) નવસારી

2.88235294118
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top