অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રતિભા સંવર્ધન કેન્દ્ર

પ્રતિભા સંવર્ધન કેન્દ્ર

ગુજરાત રાજયને રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રી ય કક્ષાએ વધુને વધુ મેડલ મળે તેવા ઉમદા હેતુસર પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કરવા સારૂ "પ્રતિભા સંવર્ધન કેન્દ્ર" શરૂ કરવા માટે સરકારશ્રી દ્વારા તા. ૩૦/૩/૨૦૧૧ના ઠરાવથી મંજુરી આપવામાં આવેલ છે.

ગુજરાત રાજયમાં અંતરીયાળ વિસ્તાતરમાં આદિવાસી પ્રજામાં પોતાની આગવી જીવન શૈલીને કાર્ય ખડતલ શરીર અને મજબુત મનોબળ ધરાવતા હોવાથી તેઓમાં રહેલી સુષુપ્તી શક્તિઓને રમતગમત ક્ષેત્રે યોગ્ય દિશા આપી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીઓય કક્ષાએ વધુ સારો દેખાવ કરી શકે તે માટે પ્રતિભા શોધ કસોટી દ્વારા આદિવાસી તેમજ અન્ય જનસમુદાયમાંથી યોગ્ય પ્રતિભા શોધને ઘનિષ્ઠ તાલીમ દ્વારા પસંદગી પામેલ વિવિધ પ્રતિભાશાળી ખેલાડીઓને નિવાસી તેમજ બિનનિવાસી તાલીમ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીને તેઓને રમતને અનુરૂપ ગણવેશ, પૌષ્ટિક આહાર, સ્ટા‍ઇપેન્ડ, વીમા કવચ, તબીબી સારવાર માટેની વિવિધ સુવિધા પુરી પાડીને આવા પ્રતિભાશાળી ખેલાડીઓને એકસલન્સ તરફ લઇ જવા. જેથી રમતગમતના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતને ગૌરવ પ્રદાન કરી શકે અને રમતગમતના વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરે તે હેતુ સભર તાલીમ યોજનાનું દર વર્ષે આયોજન કરવા વર્ષ- ૨૦૧૧-૧૨ ના અંદાજ પત્રમાં પ્રતિભા સંવર્ધન કેન્દ્ર માટે રૂ. ૧,૨૮,૨૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોડ અઠ્ઠાવીસ લાખ વીસ હજાર) ની નવી બાબતની તા. ૩૦/૩/૧૧ના ઠરાવથી વહીવટી મંજુરી આપવામાં આવેલ છે.

આર્ચરી અને વોલીબોલ રમત માટે બિન-નિવાસી તાલીમ (પ્રતિભા સંવર્ધન) કેન્દ્રો નીચે દર્શાવેલ સંસ્થાઓ ખાતે વર્ષ-૨૦૧૧-૧૨ થી શરૂ કરવામાં આવેલ છે.

ક્રમ સંસ્‍થા / શાળાનું નામ સરનામું રમત ખેલાડીઓની સંખ્‍યા કુલ
ભાઇઓ બહેનો
કે.જી. હાઇસ્‍કુલ અને શ્રીમતી આર.જે. ચૌધરી ઉ.મા. શાળા ચરાડા, જિ.ગાંધીનગર વોલીબોલ ૧૫ ૧૦ ૨૫
જે.આર.વાળા માધ્‍ય.શાળા, સરખડી, તા.કોડીનાર, જિ.જુનાગઢ
ફોન ૦૨૭૯૫-૨૮૨૩૫૩
વોલીબોલ ૨૫ ૨૫
શ્રીમતી એસ.બી.સોલંકી વિધા મંદિર, નસવાડી, જી.વડોદરા-
ફોન. ૦૨૬૬૧-૨૭૨૦૨૦
આર્ચરી ૧૦ ૧૫
કુલ ૬૫

સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate