- રાજ્યકક્ષાની વ્યક્તિગત અને સાંધિક રમતોની સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર મહિલા ખેલાડીને, ટીમના સભ્યોને તથા ગુજરાતન રાજ્યનું પ્રતિનિધિત્વ કરીને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને વાર્ષિક રૂ. ૪૮૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- રાજ્યકક્ષાની વ્યક્તિગત અને સાંધિક રમતોની સ્પર્ધાઓમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને તેમજ ટીમના સભ્યોને વાર્ષિક રૂ. ૩૬૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.
- રાજ્યકક્ષાની વ્યક્તિગત રમતોની સ્પર્ધાઓમાં તૃતિય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીને તેમજ ટીમના સ્ભ્યોને વાર્ષિક રૂ. ર૪૦૦/-ની સ્કોલરશીપ મળવાપાત્ર છે.
સ્ત્રોત : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ.