অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત રાજય અભિલેખાગારની પ્રવૃત્તિઓ

ગુજરાત રાજય અભિલેખાગારની પ્રવૃત્તિઓ

તા. ર૧-૪-૮૧ના શિક્ષણ વિભાગના ઠરાવથી આર્કિવલ પોલીસી રેઝોલ્યુશન પસાર થયા બાદ આ ખાતાની કામગીરી સુદ્રઢ રીતે થાય તે માટે તેનું અમલીકરણ કરવામાં આવે છે. આના અનુસંધાનમાં હાલમાં ખાતા તરફથી નીચે પ્રમાણેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે.

આ ખાતાની મુખ્ય કામગીરી નીચે પ્રમાણે છે.

ક્રમ

ખાતાની મુખ્ય કામગીરી

કાયમી પ્રકારનું નોન કરન્ટ રેકર્ડ હસ્તગત કરવું.

તબદીલપાત્ર રેકર્ડની વૈજ્ઞાનિક ધોરણે સાચવણી, જાળવણી તથા તેના પરથી શોધ માધ્યમો તૈયાર કરવા

રાજય સરકારની કચેરીઓમાં સંગ્રહાયેલ નાશપાત્ર રેકર્ડનું મુલ્યાંકન કરી આકૉઇવલ રેકર્ડને બચાવી લેવું.

નાશપાત્ર રેકર્ડને નાશ કરવાની કામગીરી વધુ ઝડપી બનાવવી.

ઐતિહાસિક મહત્વનું આઝાદીની ચળવળને લગતું રેકર્ડ પ્રાપ્ત કરવું.

કાયમી પ્રકારના રેકર્ડમાંથી તેમજ ઐતિહાસિક રેકર્ડમાંથી લેખો, પ્રકાશનો બહાર પાડવા તથા કેટલોગ કાર્ડ તૈયાર કરવા.

ઐતિહાસિક સંશોધન માટે સ્કોલરો તથા જાહેર જનતાને બીનચાલુ દફતર તથા ખાનગી ન હોય તેવું રેકર્ડ સરકાર દ્વારા નકકી કરવામાં આવેલ નિયમોની મર્યાદામાં રહીને તપાસવા દેવું.

માંગણી પ્રમાણે જાહેર જનતાને સંગ્રહિત દફતરોમાંથી પ્રમાણિત નકલો આપવી.

માન્ય સંસ્થાના સ્કોલરોને સંશોધન માટે રેકર્ડનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવી.

૧૦

રાજયમાં રેકર્ડની કામગીરી ઝડપી બને તે માટે સરકારી કર્મચારીઓને રેકર્ડની કામગીરી માટે તાલીમવર્ગનું આયોજન કરવું.

૧૧

ખાનગી વ્યકિતઓ, સંસ્થાઓ પાસેથી ઐતિહાસિક રેકર્ડની મોજણી કરવી અને પ્રાપ્ત કરવું.

૧૨

સરકારી કચેરીઓના રેકર્ડરુમનું નીરીક્ષણ કરવું તેમજ આ કચેરીઓના નિવૃત્ત થતા રેકર્ડનું નિયત સમયે વર્ગીકરણ થાય તે જોવું.

૧૩

વિભાગ-ખાતાની રેકર્ડની વર્ગીકરણ યાદીઓ તૈયાર કરાવવી

૧૪

રાજય દફતર ભંડાર ખાતામાં તબદીલ થયેલ રેકર્ડમાંથી જયારે પણ સબંધિત કચેરી રેકર્ડ માંગે ત્યારે તે પુરુ પાડવું અને તે નિયત સમયે પરત લેવાની કામગીરી કરવી.

૧૫

રાજયમાં રેકર્ડની કામગીરી અંગે સભાનતા કેળવાય તેવા કાર્યક્રમો યોજવા.

૧૬

આઝાદીની લડતના લડવૈયા, અગ્રગણ્ય વ્યકિતઓ, સાહિત્યકારો, જુની રંગભૂમિના કલાકારો વગેરેના વકતવ્યો ધ્વનિમુદ્રિત કરવા.

૧૭

આર્કાઇઝ વિકની ઉજવણી કરવી, પ્રદર્શન, વાયુવાર્તાલાપ તેમજ તે અંગે સેમીનાર યોજવા.

૧૮

ભૂતપૂર્વ દેશી રાજયનાં રેકર્ડની વિગતો એકઠી કરવી, તેમજ મહત્વનું રેકર્ડ ખાતાના વહીવટી અંકુશ હેઠળ મુકવું તેમજ તેની સાચવણી તથા જાળવણીની કામગીરી કરવી.

૧૯

અલભ્ય પુસ્તકો ગ્રંથાલયમાં સંગ્રહિત કરવા અને સંશોધકોને પુરા પાડવા

૨૦

ગુજરાત રાજય બહાર સંગ્રહાયેલ ગુજરાતને લગતા રેકર્ડની વિગતો મેળવવી તેમજ રેકર્ડ રાજય દફતર ભંડાર ખાતામાં તબદીલ કરવાની કાર્યવાહી કરવી.

૨૧

રેકર્ડની કામગીરી માટે જુદી જુદી કમિટીઓ રચવી અને તેની કાર્યવાહી કરવી.

૨૨

રાજયમાં ખાનગી ટ્રસ્ટની લાયબ્રેરીઓમાં સંગ્રહાયેલ અલભ્ય પુસ્તકોની હસ્તપ્રતોની વિગતો એકઠી કરવી.

૨૩

ખાનગી-ટ્રસ્ટની આવી કામગીરી કરતી સંસ્થાઓને ભારત સરકારની ફાયનાન્સીયલ આસીસ્ટન્ટ સ્કીમની ગ્રાન્ટ પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન આપવું તેમજ તેઓને રેકર્ડ માટે વિવિધ સેવાઓ પુરી પાડવી.

૨૪

મહાનુભાવોની જન્ય જયંતિ ઉજવણી નિમિત્તે પ્રદર્શનનું આયોજન કરવું.

૨૫

વ્યકિત વિશેષ-ઘટના વિશેષ અંગે વિશેષાંક તૈયાર કરવો, ખાતાના સામયિકનું પ્રકાશન કરવું.

૨૬

ખાતાની તાબાની કચેરીઓ માટે આર્કાઇઝ ખાતાને અનુરુપ અદ્યતન મકાનો તૈયાર કરાવવા.

૨૭

રાજયની જુદી જુદી કચેરીઓમાં ઇન્સ્પેકશન ટીમો મોકલી તેઓની કચેરીના રેકર્ડને આર્કિવલ પોલીસી રેઝોલ્યુશનના અનુરુપ તૈયાર કરાવવું.

૨૮

ખાનગી ટ્રસ્ટની ખાતાને અનુરુપ કામગીરી કરતી સંસ્થાઓનાં કર્મચારીઓને તાલીમ આપવી.

સ્ત્રોત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate