অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત મહેસુલ પંચની સત્તા મર્યાદામાં(જ્યુરીડીક્શન) રીવીઝન/અપીલ અરજી

ગુજરાત મહેસુલ પંચની સત્તા મર્યાદામાં(જ્યુરીડીક્શન) રીવીઝન/અપીલ અરજી

પ્રસ્તાવના

ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ જી.એન.આર.ડી. નંબર-૪૮૭૭/૩૩, તા.૦૧-૦૪-૧૯૩૭ થી તા.૦૧-૦૮-૧૯૩૯ થી અસ્તિત્વામાં આવેલ છે. અને ત્યારથી બી.આર.ટી એક્ટ-૧૯૩૯ અમલમાં આવ્યો શ્રી ગોવિંદ મડગાંવકર,આઈ.સી.એસ,(નિવૃત) જજ,મુંબઈ હાઈકોર્ટ,પ્રથમ અધ્યક્ષશ્રી તરીકે રેવન્યુ ડીપાર્ટમેન્ટના જાહેરનામા નંબર : ૪૮૭૭/૩૩ (અ) તા.૩૧-૦૭-૧૯૩૯ થી નિમણુંક પામ્યા, તે જ રીતે શ્રી દિવાન બહાદુર સી.એમ.ગાંધી,સુરત, નોન-ઓફીશીયલ મેમ્બર તરીકે નિમણુંક પામેલ અને ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલને સત્તાઓની સોંપણી કરવામાં આવી. ટ્રીબ્યુનલને અપીલ અરજીઓ તથા રીવીજન અરજીઓ પરત્વે નિર્ણય કરવાની સત્તાઓ આપેલી છે. સદર એક્ટની અનુસુચિમાં દર્શાવ્યા સિવાયના (૧) ધી મુંબઈ પબ્બીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦,(૩) ધી મુંબઈ લેન્ડ રેવન્યુ કોડ-૧૮૭૯ ની કલમ-૧૧૭-કેકે,(૪) ધી મુંબઈ સીટી લેન્ડ રેવન્યુ એક્ટ-૧૮૭૬, કલમ-૧૭ તથા જુદા-જુદા ટેન્યોર એબોલીશન એક્ટનો પણ આ ટ્રીબ્યુનલમાં સમાવેશ કરેલ છે.

જી.આર.આર.ડી નંબર ૧૫૫૮/૮૧૩૪૬/આર તા.૧૬-૦૫-૧૯૫૮ અન્વયે સદરહું એક્ટ "ધી બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ એક્ટ-૧૯૫૭” તરીકે તા.૦૧-૦૬-૧૯૫૮ થી ઓળખવામાં આવ્યો.

સદરહું એક્ટની સાથે સાથો સાથ બી.આર.ટી રૂલ્સ-૧૯૩૯ પણ અસ્તિત્વમાં આવેલ છે.

ઉક્ત એક્ટ તથા નિયમોમાં અત્રેની ટ્રીબ્યુનલના અધ્યક્ષશ્રી, સભ્યશ્રી, રજીસ્ટ્રારશ્રી તથા મદદનીશ રજીસ્ટ્રારશ્રીની,લાયકાત,નિમણુંક,ફરજો તથા સભ્યો નક્કી કરવામાં આવેલ છે. અને ત્યારથી આ ટ્રીબ્યુનલમાં રૂલ્સ ઓફ બીઝનેશમાં જણાવ્યા મુજબ દાખલ થતી અપીલ/રીવીજન અરજીઓ પરત્વે  પદ્ધતિ અનુસરી નિર્ણય કરવામાં આવે છે.

પંચના મુખ્ય કાર્યો

ગુજરાત મહેસુલ પંચની સત્તા મર્યાદામાં(જ્યુરીડીક્શન) માં આવતાં વિવિધ અધિનિયમો તથા તેની વિવિધ કલમો/પેટા કલમો હેઠળ ફેરતપાસણી/અપીલ અરજીઓ અરજદારશ્રી/સરકારશ્રી દ્રારા રજુ કરવામાં આવે છે. તે અધિનિયમો તથા તેની કલમો/પેટા કલમોની વિગતો નીચે મુજબ છે.

  • મુંબઈ ગણોત અને ખેત જમીન અધિનિયમ-૧૯૪૮
  • કલમ-૭૬ નીચે રીવીજન અરજી

કલમ- ૪,૧૪,૧૫,૨૫,૨૯,૩૧,૩૨ થી ૩૨-યુ,૪૩-એ,૬૩,૬૪,૭૪,૭૬,૭૬-એ, ૮૪,૮૪-એ,૮૪-બી,૮૪-સી,૮૪-ડી,૮૫-એ,૮૮-એ,૮૮-બી,૮૮-સી,૮૮-સીએ અને ૮૮-સીબી

  • ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા અધિનિયમ-૧૯૬૦
  • કલમ-૩૮ હેઠળ રીવીજન
  • કલમ-૨૦,૨૧,૨,૬,૮ અને ૯
  • કલમ-૩૬ હેઠળ અપીલ
  • કલમ-૩૫,૩૬,૩૭ અને ૩૮
  • ધી મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯
  • કલમ-૩૭(૨) અને ૭૯-એ (એ) હેઠળ અપીલ અરજી
  • કલમ : ૩૯-એ
  • ધી મુંબઈ પબ્લીક ટ્રસ્ટ એક્ટ-૧૯૫૦

કલમ-૩૬(૩) હેઠળ અપીલ અરજી

  • જાગીર નાબુદી એક્ટ
  • તાલુકદારી ટેન્યોર એબોલીશન એક્ટ
  • કચ્છ ટેનન્સી એક્ટ (કચ્છ અને વિદર્ભ એરીયા)
  • કચ્છ ઈનામ એબોલીશન એક્ટ
  • સૌરાષ્ટ લેન્ડ રીફોમ્સ એક્ટ
  • એસ્ટેટ એક્વીઝીશન એક્ટ
  • બારખલી એબોલીશન એક્ટ
  • સર્વાઈવીંગ એલેનેશન એબોલીશન એક્ટ
  • પટેલ વતન એબોલીશન એક્ટ
  • ગુજરાત પંચાયત અધિનિયમ - કલમ-૧૧૩
  • બોમ્બે રેવન્યુ ટ્રીબ્યુનલ એક્ટ-૧૯૫૭
  • કલમ-૧૭ હેઠળ રીવ્યુ અરજી
  • કલમ-૨૦ હેઠળ રીસ્ટોરેશન અરજી
  • કલમ-૨૪ અને ૨૫ હેઠળ એબેટમેન્ટ
  • કલમ-૨૮ હેઠળ પરચુરણ અરજી
  • ખાનગી જંગલ સંપાદન એક્ટ-૧૯૭૨
  • કલમ-૧૨ હેઠળ અપીલ અરજી

પ્રક્રિયા

જુદા કાયદાઓની કલમો હેઠળ રાજ્યના કલેક્ટરશ્રીઓ,નાયબ કલેક્ટરશ્રીઓ તથા અન્ય મહેસુલી અધિકારીઓ તેમજ ચેરીટી કમિશ્નરશ્રી/સંયુક્ત ચેરીટી કમિશ્નરશ્રી દ્રારા કરવમાં આવેલ હુકમોથી નારાજ થઈને જે તે અરજદાર દ્રારા અત્રે રૂલ્સ ઓફ બીઝનેસ અન્વયે પ્રાપ્ત થયેલા અધિકારો મુજબ રીવીજન/અપીલ અરજીઓ કરવામાં આવે છે. અને વાદગ્રસ્ત હુકમ સામે મનાઈ હુકમની પણ માંગણી કરવમાં આવે છે.

અત્રેની ટ્રીબ્યુનલમાં રીવીજન/અપીલ અરજી કરવાની સાથે નીચે મુજબના દસ્તાવેજોની જરૂરીયાત અચુક/અનિવાર્ય ગણાય.જેની માહિતી નીચે મુજબ છે.

  • રીવીઝન/અપીલ અરજી
  • જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરવામાં આવી હોય તે હુકમ અસલમાં અથવા હુકમની સંબંધિત કચેરીમાંથી સહી-સિક્કાવાળી મેળવેલ ખરી નકલ
  • જે હુકમ સામે સમયમર્યાદા બાદ રીવીઝન/અપીલ અરજી કરેલ હોય તો ડીલે કોન્ડોમ અરજી તથા તે અંગેનું સોગંધનામુ રજુ કરવું
  • જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરેલ હોય અને તે હુકમ સામે મનાઈ હુકમની માંગણી કરવામાં આવેલ હોય તો અલગથી મનાઈ અરજી રજુ કરવી.
  • જે હુકમ સામે રીવીઝન/અપીલ અરજી કરેલ હોય તો તેના સમર્થનમાં રજુ કરવા માંગતાં દસ્તાવેજી પુરાવાઓ યાદી સાથે રજુ કરવા.
  • એડવોક્ટશ્રી મારફત રીવીઝન/અપીલ અરજી રજુ કરવામાં આવે તો વકીલાત પત્ર
  • રીવીઝન/અપીલ અરજી કુલમુખત્યાર તરીકે કરવામાં આવેલ હોય તો કુલમુખત્યારનામાંની ખરી નકલ તેમજ સદરહું કુલમુખત્યારનામું હાલ અસ્તિત્વમાં છે તે અંગેનું સોગંધનામું રજુ કરવું.
  • પ્રતિવાદી તરીકે જેટલા પક્ષકાર હોય તેટલી રીવીજન/અપીલ અરજી તેમજ મનાઈ અરજી તેમજ વિલંબ અરજીની સાથે દસ્તાવેજી પુરાવા સહિતની વધારાની નકલો રજુ કરવી તેમજ સદર રીવીઝન/અપીલ અરજીના ત્રણ પેપરસેટ રજુ કરવાં.
  • અરજદારો દ્રારા વાદગ્રસ્ત હુકમ સામે કેવીયેટ અરજી પણ કરવામાં આવે છે. કેવીયેટ અરજી કરતી વખતે વાદગ્રસ્ત હુકમની ઝેરોક્ષ/ખરી નકલ, સામાવાળાને કેવીયેટની જાણ કર્યાનું રજીસ્ટર પોસ્ટ એડીની સ્લીપ તથા કેવીયેટ અરજી ઉપર રૂા.૫૦/- ની કોર્ટ ફી સ્ટેમ્પની આવશ્યકતા છે.
  • રીવીઝન/અપીલ અરજી રજુ થયાં બાદ અત્રેની ટ્રીબ્યુનલની જે તે રજીસ્ટ્રી શાખા દ્રારા જે તે કેસ પ્રમાણે સ્કૃટીની ફોર્મ ભરીને હેડક્લાર્ક તથા રજીસ્ટ્રાર દ્રારા જે તે એડમીશન કોર્ટના સભ્યશ્રી સમક્ષ રજુ કરવામાં આવે છે. અને સદર રીવીઝન/અપીલ અરજી તથા વિલંબ અરજી તથા મનાઈ અરજી ઉપર સભ્યશ્રી દ્રારા તે અરજીઓ પરત્વે પ્રાથમિક સુનાવણી રાખવા માટે હુકમ કરવામાં આવે છે. અને તે મુજબ જે તે રજીસ્ટ્રી શાખા દ્રારા નોટીસ કાઢી તે ઈસ્યુ કર્યાબાદ જે તે કેસ ફાઈલ સંબંધિત કોર્ટના બેંચ ક્લાર્કને સોંપવામાં આવે છે. ત્યારબાદ સંબંધિત સુનાવણીના દિવસે જે તે પક્ષકાર/એડવોકેટશ્રીને સાંભળીને તે પરત્વે રીવીઝન/અપીલ અરજી દાખલ કરવા અંગે તેમજ મનાઈ હુકમ આપવા અંગે હુકમ કરવામાં આવે છે. ત્યારબાદ તે કેસો જે તે સંબંધિત રજીસ્ટ્રીમાં ક્રમાનુસાર આખરી સુનાવણી રાખવા માટે પેન્ડીંગમાં મુકવામાં આવે છે. જે દરમ્યાન સંબંધિત નીચલી કોર્ટોનું રેકર્ડ પણ મેળવવામાં આવે છે.
  • રીવીઝન/અપીલ અરજીના નિર્ણય સંબંધે નીચે મુજબની કાર્યપધ્ધતિ અનુસરવામાં આવે છે.
  • માન.અધ્યક્ષશ્રીના આદેશાનુસાર વર્ષવાઈઝ કેસો અત્રેની ટ્રીબ્યુનલની જે તે કોર્ટોમાં ફાળવવામાં આવે છે.
  • સંબંધિત કોર્ટના બેંચ ક્લાર્ક દ્રારા રીવીઝન અપીલ અરજીના તમામ પક્ષકારોને તથા તેઓશ્રીના એડવોકેટને સુનાવણીની તારીખ,સમય તથા સ્થળની અગાઉથી નોટીસ દ્રારા જાણ કરવામાં આવે છે.
  • વાદગ્રસ્ત હુકમ સંબંધે નીચલી સંબંધિત તમામ કચેરીઓનું આવેલ રેકર્ડ તપાસવામાં આવે છે.
  • પક્ષકારોને પુરાવા રજુ કરવાની તક આપવામાં આવે છે.

ઉપર મુજબની કાર્યપધ્ધતિ અનુસાર, કાયદાનુસાર રીવીઝન/અપીલ અરજી સંબંધે નિર્ણય કરી હુકમ કરવામાં આવે છે. અને તેની લેખિત જાણ પક્ષકારોને કરવામાં આવે છે.

અત્રેથી કરવામાં આવેલ હુકમો સામે અત્રેની ટ્રીબ્યુનલમાં રિવ્યુ અરજી કરવાની જોગવાઈ છે.

  • અત્રેથી કરવામાં આવેલ હુકમો સામે નારાજ થયેલા પક્ષકારો અત્રે રિવ્યુ અરજી કરી શકે છે. અન્યથા નામ.ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન અરજી કરી દાદ મેળવી શકે છે.

સ્ત્રોત : ચૈતન્ય લીમ્બાચીયા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/8/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate