অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિકાસ કમિશનર કચેરીનું વહીવટી માળખું

  • વિકાસ કમિશ્નર
  • અધિક વિકાસ કમિશ્નર
  • અગ્ર રહસ્ય સચિવ (સ્ટેનો-ગ્રેડ-૧)
  • નાયબ વિકાસ કમિશ્નર
  • અગ્ર રહસ્ય સચિવ (અંગ્રેજી સ્ટેનો-ગ્રેડ-૧)
  • અધિક વિકાસ કમિશ્નર
  • અંગત મદદનીશ
  • નાયબ નિયામક(આયોજન)
  • મદદનીશ વિકાસ કમિશ્નર
  • મદદનીશ વિકાસ કમિશ્નર
  • મદદનીશ વિકાસ કમિશ્નર (મહેકમ)
  • ચીટનીશ
  • ચીટનીશ (મહેકમ)
  • પંચાયત/કાર્યક્રમ/તાલીમ
  • સામાન્ય/સંકલન
  • ચીટનીશ ચીટનીશ ચીટનીશ
  • તપાસણી/તાલીમ પંચાયત/કાયદા
  • કાર્યક્રમ /ઓ.એન્ડએમ
  • સ્ટેનો-ગેડ-ર
  • મુખ્ય હિસાબી અધિકારી
  • હિસાબી અધિકારી (વર્ગ-૧)
  • સ્પેશીયલ ઓડીટર (સર્વોદય) (વર્ગ-૨)

સમજૂતી

(૧) વિકાસ કમિશનરશ્રીની કચેરીના મહેકમની વિગતો:-

  • અધિકારીઓ  ૨૧
  • કર્મચારીઓ  ૯૪

(ર) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની કચેરીના મહેકમની વિગતો:

  • અધિકારીઓ  ૦૨
  • કર્મચારીઓ  ૨૩

(૩) ગ્રામ વિકાસ પંચયાતી રાજ તાલીમ કેન્દ્ર જુનાગઢની કચેરીના મહેકમની વિગતો:-

  • અધિકારીઓ  ૦૪
  • કર્મચારીઓ  ૩૦

(૪) ગ્રામ વિકાસ કમિશનરશ્રીની કચેરીના મહેકમની વિગતો:

  • અધિકારીઓ  ૧૭
  • કર્મચારીઓ  ૫૨

પંચાયતી રાજ સંસ્થાઓના વહીવટી સુધારણા માટે જુનાગઢની ગ્રામ વિકાસ અને પંચાયતી રાજભવન સંસ્થા પંચાયતી રાજ સાથે સંકળાયેલ સરકારી અને બીન સરકારી

અધિકારીઓને તાલીમ આપે છે. આ કાર્યક્રમ હેઠળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત પદાધિકારીઓને તાલીમ અપાય છે. પંચાયત પરિષદ, ગાંધીનગર ખાતે પણ તાલીમ અપાય છે. અને આ સંસ્થા પંચાયતી રાજ સાથે સંકળાયેલા અધિકારીઓ તેમજ પદાધિકારીઓને તાલીમ આપે છે. જનરલ કોર્ષ, જોબ વર્કસ, સ્પેશીયલ કોર્ટ વગેરેનાં ભિન્ન વર્ગો અધિકારીઓ અને પદાધિકારીઓ માટે ચલાવવામાં આવે છે. જેમાં પ્રોબેશનરી આઇ.એ.એસ. અધિકારીઓ/મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીઓ/ નાયબ ઇજનેરો/આરોગ્ય અધિકારીઓ અને સચિવાલય તેમજ નિયામકશ્રીની કચેરીનાં અધિકારીઓ પણ આવે છે.

પંચાયતી રાજ સંસ્થાઓને સહાય

આ અંગેનું ખર્ચ સ્થાયી ખર્ચ ગણવામાં આવે છે. આ ખર્ચમાં પંચાયતમાંના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ. આંકડા મદદનીશો. સીનીયર એકાઉન્ટન્ટ, કારકુનો. જુનિયર કારકુનો ડ્રાઇવર, પટાવાળા. ગ્રામ સેવક અને ગ્રામ સેવિકાઓ અંગેના ખર્ચનો સમાવેશ થાય છે.

દેખરેખ કર્મચારીઓ માટે પંચાયતોને સહાયક ગ્રાન્ટ

સને ૧૯૬૩ થી રાજયમાં પંચાયતી રાજ દાખલ થતાં સરકારી વૃતિઓ પંચાયતોને તબદીલ થવાથી આ વતિઓ સાથેનો કર્મચારી વર્ગ જેવા કે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ, અવલ કારકુનો કારકુનો - ટાઇપીસ્ટો તેમજ વર્ગ-૪ના કર્મચારીઓ પણ જિલ્લા પંચાયતને તબદીલ કરવામાં આવેલ છે. આવા કર્મચારી વર્ગના પગાર અને ભથ્થા વગેરેનું ખર્ચ આ સદર હેઠળ નોંધવામાં આવે છે.

પંચાયત મંત્રીશ્રીઓ અને ગ્રામ્ય હિસાબનીશોના પગાર અને તાલીમ

પંચાયત મંત્રી અને ગ્રામ્ય હિસાબનીશોના પગાર અને તાલીમ વગેરેનું ખર્ચ આ સદરે નોંધવામાં આવે છે.

૧લી એપ્રિલ, ૧૯૬૩ થી રાજયમાં પંચાયતી રાજના અમલ માટે કોટવાલ પંચાયતોને તબદીલ કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત કક્ષાએ કોટવાળોની સેવા પાર્ટ ટાઇમ ગણી તેમને રૂ. ૧૦૦/- એક મહિનાના દરથી ચુકવવામાં આવતા હતા. હવે તેમને પૂર્ણ સમયનાં ચોથા વર્ગનાં કર્મચારી પંચાયતોમાંથી મળીને પ૦૮૮ કોટવાળોની જગ્યા છે. જેમને આ માટે પેટા સદર હેઠળ જોગવાઇ કરવાનું નકકી કરેલ છે.

રાજયમાં પંચાયતી રાજ અમલમાં આવતાં જિલ્લા લોકલ બોર્ડનો સ્ટાફ પંચાયતોને તબદીલ કરવામાં આવેલ છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી. સ્ટેનોગ્રાફર તથા બે પટાવાળાની જગ્યા પણ ઉભી કરવામાં આવી છે. જિલ્લા લોકલ બોર્ડનાં સ્ટાફના મોંધવારી ભથ્થાનાં પOટકા ખર્ચ તથા ઉભી કરેલ જગ્યાનું જે ખર્ચ થાય તેના પ0 ટકાનો આ સદર નીચે સમોવશ કરવામાં આવે છે.

રાજયમાં પંચાયતી રાજ અમલમાં આવતા તાલુકા/જિલ્લા કક્ષાના સરકારી

અધિકારીઓની ફરજો અને કાર્યો પંચાયતોને ફાળવવામાં આવેલ છે. તેથી આ પેટા સદર હેઠળ જિલ્લા/તાલુકા પંચાયતોને સ્ટેશનરી માટે સહાયક ગ્રાન્ટ આપવામાં આવે છે. આ સ્ટેશનરી ગ્રાન્ટ નીચે મુજબ ચૂકવવામાં આવે છે.

ઠરાવની જોગવાઇઓ અનુસાર નીચેના દરે સ્ટેશનરી ચૂકવવામાં આવે છે

૧. જે જિલ્લા પંચાયતોની ગ્રામ્ય વસ્તી ૧૦લાખથી વધારે હોય તેને રૂ. ૨,૫૦,૦૦૦ અથવા ખરેખર ખર્ચના ૯૦ ટકા રકમ, જે ઓછું હોય તે. ર. જે જિલ્લા પંચાયતોની ગ્રાપ્ય વસ્તી ૧૦લાખ કરતાં ઓછી હોય તેને રૂ. ૨,૧૫,000 અથવા ખરેખર ખર્ચના ૯૦ ટકા રકમ, જે ઓછું હોય તે. 3. જે તાલુકા પંચાયતોની ગ્રાપ્ય વસ્તી ૧ લાખ કરતાં વધારે હોય તેને રૂ. 30,000 અથવા ખરેખર ખર્ચના ૯૦ ટકા રકમ, જે ઓછું હોય તે ૪. જે તાલુકા પંચાયતોની ગ્રામ્ય વસ્તી ૧ લાખ કરતાં ઓછી હોય તેને રૂ. ૨૫,૦૦૦ અથવા ખરેખર ખર્ચના ૯૦ ટકા રકમ, જે ઓછું હોય તે. પ. ડાંગ અને ગાંધીનગર જિલ્લા પંચાયતો માટે દર વર્ષે રૂ. ૧ લાખની ગ્રાન્ટ ચૂકવવામાં આવે છે.

ચોથા વર્ગના કર્મચારીઓના ગણવેશ તથા ધોલાઇ ખર્ચ માટે જિલ્લા પંચાયતોને ગ્રાન્ટ ફાળવવા માટે ઉપરોકત પત્રક મુજબ ખર્ચ થયેલ છે. અને આગામી વર્ષની જોગવાઇ કરેલ છે.

કેન્દ્ર સરકારે છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો મુસદ્દો ધડવા માટે નિમેલ સમૂહ વિકાસ અને પંચાયતી રાજ પરની પેટા સમિતિએ વિકાસ અને પંચાયતોની ધટક કક્ષાની સંસ્થાઓને સંગીન સરકારશ્રીએ પ્રથમ તબક્કે છઠ્ઠી પંચવર્ષીય યોજના દરમ્યાન રપ નાયબ તાલુકા વિકાસ અધિકારીઓની જગ્યા ઉભી કરવામાં આવી હતી.

પંચાયત હસ્તકની ગૌચર તેમજ જાહેર સ્થળો ઉપરનાં દબાણો દુર કરવાનાં ખાસ પ્રયત્નો કરવાનાં હેતુંથી જિલ્લાઓ જેવાકે અમદાવાદ, વડોદરા. બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ તેમજ ખેડામાં તા. ૧. ડીસેમ્બર ૧૯૭૯ થી ખાસ સેલ ઉભુ કરવામાં આવેલ છે. ત્યારબાદ સને ૧૯૮૪-૮૫ ના વર્ષમાં વધુ ૬ જિલ્લાને એટલેકે સુરત, રાજકોટ. ખેડા. સાબરકાંઠા, ભરૂચ, અને જૂનાગઢ જિલ્લાને આવરી લીધેલ છે.

પંચાયતી રાજ અમલમાં આવતાં સુધરાઇમાંથી રૂપાંતર પામેલ ગ્રામ પંચાયતોને સુધરાઇઓના ધોરણે તેમણે તેમના કર્મચારીઓના ચૂકવેલ મોંધવારી ભથ્થા ખર્ચના પO ટકા સહાયક અનુદાન આપવાનું સ્વીકારેલ છે. જોગવાઇની વિગતો ઉપરોકત પત્રકમાં આપેલ છે.

આ જોગવાઇ વિકાસ કમિશનરશ્રી મહેકમ અંગેના પ્રવાસ ખર્ચ સહિત પગાર અને ભથ્થા અંગેના ખર્ચનો સમાવેશ થાય છે. તેમાં અખિલ ભારતીય પંચાયત પરિષદ, નવી દિલ્હી અને ઓલ ઇન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્સ ગવર્નમેન્ટની ગ્રાન્ટ માટેની જોગવાઇનો પણ સમાવેશ થાય છે.

સરકારશ્રીનાં હાલના હુકમો અનુસાર તાલુકા/જિલ્લા અને ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચુંટણીઓ કલેકટરો ધ્વારા થાય છે. આ પેટા સદર હેઠળ (અ) તાલુકા/જિલ્લા પંચાયતોની અને (બ) ગ્રામ પંચાયતની સામાન્ય ચુંટણીના ખર્ચ માટે જોગવાઇ કરવામાં આવે છે.

ગુજરાત લોકલ ફંડ અધિનિયમ ૧૯૬3 તથા સરકારશ્રીના પંચાયત અને આરોગ્ય વિભાગના સરકારી ઠરાવ ક્રમાંક: વીપીએ-૨૯૦૫-ચ, તા. ૧૩-જૂન-૧૯૬૬ અનુસાર ગ્રામ પંચાયતોનાં ઓડીટ કાર્ય માટે કલેકટરોને સક્ષમ અધિકારી તરીકે જાહેર કરવામાં આવેલ છે. સંબંધિત જિલ્લા લોકલ ફંડ એકાઉન્ટન્સના જિલ્લા મદદનીશ એકઝામિનરે કરેલ ગ્રામ પંચાયતનાં ઓડીટ અહેવાલનાં જવાબો સંબંધિત કલેકટરે આપવાનાં રહે છે. ગ્રામ પંચાયતોના ઓડીટ અહેવાલનાં નિકાલ કાર્યમાં કલેકટરોને મદદ કરવા ૧૭ જિલ્લાઓમાં (ડાંગ અને ગાંધીનગર સિવાયના) સબ ઓડીટરની ૧૯ જગ્યા ઉભી કરવામાં આવી છે.

આ સદર હેઠળની જોગવાઇઓ તારીખ ૧લી એપ્રીલ ૧૯૬3 ના રોજ પોતાના અધિકાર ક્ષેત્રમાં માર્ગોની સુધારણા માટે માઇલ દીઠ રૂ. ૨૫૦/- ના દરે પંચાયતી રાજયની સ્થાપનાથી ગ્રામ પંચાયતોને સહાયક ગ્રાન્ટ તરીકે ચુકવી આપવા અંગેની જોગવાઇ દર્શાવેલ છે.

  • જમીન મહેસુલ અંગેની પંચાયતોને ગ્રાન્ટ: રાજયમાં પંચાયતી રાજના અમલ સાથે કેટલીક પ્રવૃત્તિઓ પંચાયતોને તબદીલ કરવામાં આવી છે. જમીન મહેસુલ પણ પંચાયતોને સોંપવામાં આવી છે. અને ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૨૧૯ પ્રમાણે પંચાયતોને ૧૦૦ ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. છેલ્લા 3 મહેસુલી વર્ષના સરેરાશ જમીન મહેસુલ ઉઘરાણા પ્રમાણે સહાયક ગ્રાન્ટ નીચેનાં દરે ફાળવવામાં આવે છે. ૧. સરેરાશ રકમની ૩૫ ટકા રકમ પંચાયત મંત્રીઓ અને ગ્રામ્ય હિસાબનીશનાં પગાર અને તાલિમાથીઓનાં ખર્ચ માટે. ૨. સરેરાશ રકમની પ ટકા રકમ રાજય સમકારી ફંડમાં તબદીલ કરવામાં આવે છે. 3. ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ કલમ ર૧૯ હેઠળ સરેરાશ રકમના ૬૦ના ટકા રકમ જમીન મહેસુલ ગ્રાન્ટ તરીકે ચૂકવવામાં આવે છે. અહી, ૬૦ ટકા રકમને ૧૦૦ ટકા ગણીને નીચેનાં દરે વહેંચવામાં આવે છે. પ0 ટકા ગ્રાન્ટ ગ્રામ પંચાયતોને, ૨૫ ટકા ગ્રાન્ટ તાલુકા પંચાયતોને, ૧૦ ટકા ગ્રાન્ટ જિલ્લા પંચાયતોને, ૧૫ ટકા ગ્રાન્ટ જિલ્લા સમકારી નિધિ અને જિલ્લા ગ્રામ ઉત્તેજન નિધિ ફંડ માટે અપાય છે. ઉપરાંત ખેત જમીનનાં નાના ખાતેદારોને જમીન મહેસુલની ચુકવણીમાંથી મુકિતને કારણે માફી અંગે પંચાયતોને ગ્રાન્ટનો પણ આ સદરો હેઠળ સમાવેશ થાય છે.
  • બીજા પરચુરણ વળતર અને નામફેર:જિલ્લા પંચાયતોને વન મહેસુલ - રાજયમાં પંચાયતી રાજ અમલમાં આવતાં, ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૨૦૦ અન્વયે જિલ્લા પંચાયતોને તેમનાં કાર્યક્ષેત્ર હેઠળનાં જિલ્લા/ તાલુકા પંચાયતોમાં એકત્ર થયેલ એકંદરે જગલ વેરાની પ ટકા રકમની ગ્રાન્ટ ઇન એઇડ ફાળવવામાં આવે છે. આ એક વૈધાનિક ગ્રાન્ટ છે. કે જેમાં છેલ્લા એક વર્ષમાં વસુલ થયેલ એકંદર વેરાની પ ટકા રકમનાં ધોરણે આ પેટા સદર હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષ માંટે આ અંગેની જોગવાઇ રૂ.૧૫૦.00 લાખ સૂચવવામાં આવેલ છે. પાણીનાં દર ઉપર ઉપકર માટેની ગ્રાન્ટ - પંચાયત અધિનિયમની ૧૯૯૩ની કલમ ૧૯૭ અન્વયે પાણી વેરા ઉપર નાંખવામાં આવેલ ૨૦ ટકા ઉપકરમાંથી પ ટકા લેખે વહીવટી ખર્ચ બાદ બાકીની રકમ સંબંધિત તાલુકા પંચાયતોને ચૂકવવા માટે વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષ માંટે આ અંગેની જોગવાઇ રૂ.૧.૨૬.૫૦ લાખ સૂચવવામાં આવેલ છે.

સ્થાનિક ઉપકર અંગે ગ્રાન્ટ : જીલ્લા પંચાયતો ધ્વારા તેમના વિસ્તારમાં ઉધરાવવામાં આવેલ સ્થાનિક ઉપકર પેટે આપવાની થતી ગ્રાન્ટ માટે વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે આ જોગવાઇ રૂપપO0.00 લાખની સૂચવવામાં આવેલ છે.

  • યાત્રાળુ વેરા વળતરની ગ્રાન્ટ : રાજયની યાત્રા ધામ ગ્રામ પંચાયતો માં યાત્રાળુ વેરો નાબુદ થતા એના વળતર પેટે આ ગ્રાન્ટ આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે આ જોગવાઇ રૂ. ૮.૧૯ લાખની સૂચવવામાં આવેલ છે.
  • ઓકટ્રીય વળતરની ગ્રાન્ટ : રાજયની ગ્રામ પંચાયતો માથી ઓકટ્રોયની નાબુદીને કારણે વળતર તરીકે આ ગ્રાન્ટ આપવામાં આવે છે. જોગવાઇની થયેલ હતી. વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે આ જોગવાઇ રૂ. ૪૬૯૨.૨૦ લાખની સૂચવવામાં આવેલ છે.
  • રાજય સમકારી ફંડ : રાજય પંચાયતી રાજ અમલમાં આવતાં ગુજરાત પંચાયત અધિનિયમની ૧૯૯૩ કલમ ૨૨૦(૧) અન્વયે રાજય કક્ષાએ !! રાજય સમકારી ફંડ!! નામના ફંડની સ્થાપના કરવામાં આવી છે. આ ફંડનો અમલ વિકાસ કમિશનરશ્રી, ગુજરાત રાજયની કચેરી ધ્વારા થાય છે. આ ફંડમાંથી જુદી જુદી જિલ્લા પંચાયતોને ગ્રાન્ટ ઇન એઇડ ફાળવવામાં આવે છે વર્ષ ર૦૧૬-૧૭ ના વર્ષ માટે આ જોગવાઇ રૂ. ૮૨.૦૦ લાખની સૂચવવામાં આવેલ છે.
  • ગ્રામ પંચાયતોમાંથી મેળવેલ વ્યવસાય વેરાની રકમ.: ગુજરાત નાણાપચની ભલામણ અનુસાર રાજયની પંચાયતી રાજ સંસ્થાઓના વિસ્તારમાંથી વસુલ થયેલ વ્યવસાય વેરામાંથી પO ટકા રકમ પંચાયતી રાજ સંસ્થાઓને નકકી કરવામાં આવેલ છે. આ રકમની જિલ્લા પંચાયતોને ફાળવણી તથા આનુષાંગિક તમામ કાર્યવાહી વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગર ધ્વારા કરવાની રહે છે. આ ચૂકવેલ રકમમાંથી દરેક પંચાયતી રાજ સંસ્થાઓએ તેમના વિસ્તારમાં વસ્તીના ધોરણે ન્યુનતમ જરૂરીયાતના કામો કે સહાયથી વિકાસના કામો કરવાના રહેશે.
  • રાજય સરકાર ધ્વારા ફાળવવામાં આવનાર ગ્રાન્ટનો ઉપયોગ પંચાયતી રાજ સંસ્થાઓને તેમના વિસ્તારની પ્રાથમિક જરૂરીયાતની વિવિધ સુવિધાઓ અને અન્ય મહત્વના વિકાસ લક્ષી કામો માટે કરવાની રહેશે.
  • વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષ માટે આ જોગવાઇ રૂ. ૨૦૦.૦૦ લાખની સૂચવવામાં આવેલ છે.
  • આ ખર્ચમાં પંચાયત કર્મચારી માટે વય નિવૃત્તિ અને નિવૃત્તિ ભથ્થા તેમજ ગ્રેજયુઇટી અને કુટુંબ પેન્શનની જોગવાઇ કરવામાં આવી છે.
  • પંચાયત સેવાના કર્મચારીઓને લાગુ પાડવામાં આવેલ જુની વીમા યોજના તેમજ થાપણ વીમા યોજના હેઠળના દાવાઓની ચુકવણી માટે જોગવાઇ કરવામાં આવેલ છે.
  • આ સદર હેઠળ પંચાયત કર્મચારીઓને મકાન બાંધકામ માટે તેમજ ખરીદવા લોન
  • તેમજ મોટર અને બીજા વાહનો ખરીદવા અને પંખા તેમજ પંચાયત કર્મચારીઓને તહેવાર માટે અને અનાજ ખરીદવા માટેની પેશગી અંગેની જોગવાઇ કરવામાં આવેલ છે.
સ્ત્રોત: પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

સ્ત્રોત : પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/12/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate