વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પંચાયતી રાજ તાલીમ કેન્દ્રો

પંચાયતી રાજ તાલીમ કેન્દ્રો

ગુજરાત રાજ્ય ૧-૫-૧૯૬૦ થી સ્વતંત્રબનતાં અને ૧-૪-૧૯૬૩ થી પંચાયતીરાજ આવતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પંચાયતીરાજની સશકિતકરણ વિશે પુખ્ત પણે વિચારણા કરી પંચાયતીરાજના પ્રણેતા બળવંતરાય મહેતા કે જેઓએ ત્રિસ્તરીય પંચાયતીરાજ ના માળખાની વિચારસરણી આપી અને તત્કાલિન ગ્રહ પ્રધાન રસિકલાલ પરીખ અને તેમની સમિતિએ આ અંગે પુખ્ત પણે વિચારણા કરી નક્કી કર્યું કે હવે જયારે ગુજરાતમાં પંચાયતીરાજની સ્થાપના થઇ છે ત્યારે પંચાયતી રાજમાં કામ કરનાર તમામ પદાધિકારીઓને તાલીમ મળવી જોઇએ આ માટે રાજ્ય સરકારની નજર જે સંસ્થાઓ ગાંધી વિચાર પ્રમાણે ગ્રામ સ્વરાજનું કાર્ય કરતી હતી અને એ વિચારસરણી અનુસાર શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ જેના પાયામાં હતું તેવી સંસ્થાઓ એટલે કે ગુજરાત વિદ્યાપીઠ, લોકભારતી સણોસરા અલીયાબાડા, સ્વરાજ આશ્રમ બારડોલી, સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ-સમોડા જેવી સંસ્થાઓને પદાધિકારીઓને તાલીમ આપવા માટે તત્કાલિન મુખ્ય સચિવશ્રીએ સંસ્થા સંચાલકો સાથે એક બેઠક કરી આ અંગેની તાલીમની કામગીરી કરવા માટેનો મુસદ્દો તૈયાર કર્યો. ખર્ચ અંગેની વિચારણાઓ કરવામાં આવી જેમાં આવર્તક અને અનાવર્તક ખર્ચનો સમાવેશ કરી તેની વિગતવાર ચર્ચા વિચારણા થઇ. આવી તાલીમ કોણ આપી શકે તે અંગેના નિયમો પણ નક્કી થયા અને તાલીમ અંગેનું કાર્ય ત્રણ તબક્કાઓ નું શરૂ કરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને સ્થાનિકવર્ગો, ફરતા વર્ગો અને પત્રવ્યવહાર દ્વારા તાલીમ આપવાની પધ્ધતિ નક્કી થઇ. ૧૯૬૬ થી રાજ્ય સરકારે નક્કી કર્યું કે ગ્રામ સમાજમાં કાર્ય કરતા પદાધિકારીઓની સાથે જે કર્મચારીએ એટલે કે પાયાનું કામ કરનાર તલાટી/મંત્રી તેઓને પણ તેઓની વહીવટી તાલીમ આપવી. એજ વખતે જાદવજીભાઇ મોદીના અધ્યક્ષપણા હેઠળ એક સમિતિની રચન કરી પંચાયતીરાજના સુધારાના વિષયમાં તથા કર્મચારીઓના સશકિતકરણના સંદર્ભમાં વિચારકરવાની વિશેષ તક પ્રાપ્ત થઇ આમ ગુજરાત રાજ્યના સ્થાપનાકાળ અને ગુજરાત રાજ્યમાંપંચાયતીરાજની સ્થાપનાથી તાલીમ કેન્દ્રો કાર્યરત છે જેની વિગતો સામેલ પત્રક મુજબ છે.

વિભાગ હસ્કતના તાલીમ કેન્દ્રોની માહિતી દર્શાવતું પત્રક

વિભાગનું નામ : પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, સચિવાલય, ગાંધીનગર

તાલીમ સંસ્થાના નામ અને પુરૂ તાલીમ

રાજ્યપત્રિત/બિન રાજ્યપત્રિત વર્ગવાર માહિતી

રાજ્યપત્રિત/બિન રાજ્યપત્રિત વર્ગવાર માહિતી

પંચાયતીરાજ પ્રાદેશિક તાલીમ જિલ્લા પંચાયતોના વર્ગ-૩ ના કેન્દ્ર, વડોદરા જિલ્લા જુના મકાનમાં, ભદ્ર કચેરી, પાણીગેટ

ઓપ વર્ગ/પાયાના

તમામ કેડરના કમર્ચારીઓને ઓપ વગર્ અને જોબ પંચાયત  સહાયકોને પાયાની તાલીમ આપવામા આવે છે. તાલીમાથીર્ઓની સંખ્યા- ૨૨૫

 

3.36363636364
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top