অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સાર્વજનિક ક્લાઉડ પર શેર કરવા યોગ્ય ખાનગી જગ્યા

સાર્વજનિક ક્લાઉડ પર શેર કરવા યોગ્ય ખાનગી જગ્યા

ડિજિટલ લોકરમાં સરળ અને પ્રમાણીકરણ-આધારિત ઍક્સેસ, એટલે કે સાર્વજનિક ક્લાઉડ પર શેર કરવા યોગ્ય ખાનગી જગ્યાઓ, મોટા પ્રમાણમાં કાગળવિહિન વ્યવહારો સુવિધાજનક બનાવે છે. નાગરિકો ડિજિટલ રીતે સરકાર દ્વારા જારી કરવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો સંગ્રહિત કરી શકે છે અને ભૌતિક દસ્તાવેજો અથવા નકલો સબમિટ કે મોકલ્યા વગર તેમને વિવિધ એજન્સીઓ સાથે શેર કરી શકે છે.

નાગરિકો માટે ડિજિટલ લોકર - એક ગમે ચેંજર

વર્તમાન પરિસ્થિતિ

  • સરકારી સેવાઓ મેળવવા માટે નાગરિકોને કાગળ દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર હોય છે.

ડિજિટલ ભારત પહેલ કેવી રીતે અસર કરશે

  • ભારત સરકાર દરેક નાગરિક માટે એક ડિજીટલ ખાનગી જગ્યા, એટલે કે ડિજિટલ લોકર, પૂરું પાડશે.
  • ડિજિટલ લોકર' નાગરિકોને તેમના તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઓળખપત્રો સુરક્ષિત રીતે સંગ્રહવા માટે સક્ષમ કરશે.
  • ઈલેક્ટ્રોનિક દસ્તાવેજો જાહેર એજન્સીઓ અથવા અન્યોને ભૌતિકરૂપે આપ્યા વગર તે પહોંચાડી શકાય છે.
  • આવું 'ડિજિટલ લોકર' મોટા પ્રમાણમાં નાગરિક સગવડ સુધારશે અને જાહેર સેવાઓના સમગ્ર ઇકોસિસ્ટમમાં કાગળવિહિન વ્યવહારો દાખલ કરશે.
  • આપત્તિની પરિસ્થિતિમાં, ઉ.દા. પૂર, તોફાન, આગ, વગેરે, જ્યારે નાગરિકો કાગળ દસ્તાવેજો ખોવાઈ શકે છે ત્યારે સરકારી અથવા ખાનગી સેવાઓ મેળવવા માટે તેમના માટે ગમે ત્યારે ગમે ત્યાં ડિજિટલ રિપોઝીટરી માંના દસ્તાવેજો સુલભ હશે.

ડિજિટલ લોકર પાસે પ્રમાણભૂત ફોર્મેટમાં તેમના દસ્તાવેજો (ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ) અપલોડ કરવા માટે અદાકર્તા અધિકારીઓ (રજૂકર્તા) માટે રિપોઝીટરીઓ (ડિજિટલ રિપોઝીટરી)નો સંગ્રહ હશે. નાગરિકોને પૂરા પાડવામાં આવેલ વ્યક્તિગત લોકર આ રિપોઝીટરીઓ માંથી દસ્તાવેજો સીધા ઍક્સેસ કરવા માટેની (દસ્તાવેજ યુઆરઆઈ તરીકે ઓળખાતી) લિંક્સ સંગ્રહિત કરવા માટેના એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. આ પ્લેટફોર્મ એક પ્રમાણિત માર્ગે અદાકર્તા અધિકારી દ્વારા સાર્વજનિક દસ્તાવેજો સીધી રીતે ઍક્સેસ પણ કરી શકતા સેવા પ્રદાતાઓ સાથે સુરક્ષિત રીતે શેર કરવામાં નાગરિકોને સક્ષમ કરશે.

ક્લાઉડ-આધારિત સેવાઓનું વિતરણ ગતિશીલ બનાવવા માટે, ડૈટીએ મેઘરાજ ક્લાઉડ પહેલ શરૂ કરી છે. આમાં ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ સામાન્ય પ્રોટોકોલ, માર્ગદર્શિકાઓ અને ધોરણોનું અનુસરણ કરી, હાલના અથવા નવા (વધારેલા) ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર બનાવેલ અનેક કેન્દ્ર અને રાજ્ય ક્લાઉડ્સનો સમાવેશ થાય છે. ક્લાઉડ આધારિત સેવાઓ અપનાવવા માટે પ્રોત્સાહન આપવા માટે ડૈટીએ બે નીતિ રિપોર્ટ, “જીઆઈ ક્લાઉડ સ્ટ્રેટેજિક ડાયરેક્શન પેપર” અને “જીઆઈ ક્લાઉડ એડૉપ્શન એન્ડ ઇમ્પ્લિમેંટેશન રોડમેપ” પણ જારી કર્યા છે.

સ્ત્રોત: ડિજિટલ ભારત

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate