વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સહકાર શાખા

સહકાર શાખા

પ્રસ્‍તાવના

રાજયમાં સહકારી પ્રવૃત્તિનાં વિકાસનું કાર્ય તથા કાયદાકિય અમલીકરણ રાજય સરકારશ્રીનાં સહકાર ખાતા મારફત થાય છે. રાજયમાં પંચાયતી રાજ અમલમાં આવતાં ગ્રામ્‍ય કક્ષાએ સહકારી પ્રવૃત્તિનો વિકાસ તથા કાયદાકિય અમલવારી માટે કાયદાની કેટલીક સત્તાઓ પંચાયતોને સુપ્રત કરી વહીવટી કામગીરી માટે જિલ્લા કક્ષાએ સહકાર શાખા અસ્‍તિત્‍વમાં આવેલ છે. જેમાં જિલ્લાની કામગીરીના પ્રમાણમાં સરકારશ્રી તરફથી મહેકમ મંજુર કરવામાં આવેલ છે. શાખા વડા તથા અમલીકરણ અધિકારી તરીકે જિલ્લા કક્ષાએ મદદનીશ જિલ્લા રજીસ્‍ટ્રારની જગ્‍યા તથા તાલુકા કક્ષાએ વિસ્‍તરણ અધિકારી (સહકાર) ની જગ્‍યાઓ મંજુર કરવામાં આવેલ છે.

શાખાની કામગીરી

પંચાયતોને સહકારી કાયદાની કેટલીક સત્તાઓ સુપ્રત કરવામાં આવેલ છે. જે પૈકી મંડળીઓની નોંધણી મુખ્‍ય છે. સામાન્‍યતઃ પંચાયતની સત્તાઓ સામાન્‍ય સભા જાતે અથવા તેણે નિમેલ સમિતિ ભોગવતી હોય છે. જિલ્લા પંચાયતમાં સહકાર શાખામાં નિમાયેલ અધિકારી/ કર્મચારી મારફત જિલ્લામાં ગ્રામ્‍ય વિસ્‍તારની સહકારી મંડળીઓની નોંધણી કરવી, નવી સહકારી મંડળીઓની શકયતા તપાસવી, મંડળીઓનું એકત્રીકરણ, વિભાજન, રૂપાંતર, તેમજ ફડચા મંડળીની પુર્નજીવિત કરવાની કામગીરી તેમજ નોંધાયેલ મંડળીના પેટા નિયમો સુધારાની દરખાસ્‍ત અંગે નિર્ણય કરવા અને ગ્રામ્‍ય કક્ષાની મંડળીઓની મુલાકાત/ તપાસણી દ્વારા નિયંત્રણ રાખવું.

સ્ત્રોત : અરવલ્લી ગુજરાત સરકાર
4.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top