વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઓનલાઈન ટ્રેન ટિકિટ

IRCTCની આ સેવાથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ વગર બુક થશે ટ્રેન ટિકિટ

ભારતીય રેલવેની સહાયક એકમ ભારતીય રેલવે ખાનપાન અને પર્યટન નિગમ (આઈઆરસીટીસી)ને પ્રવાસીઓ માટે ઈ-વોલેટ નામની નવી સુવિધા શરૂ કરી છે. તેની મદદથી તમે તમારી રેલવે ટિકિટ બુક કરાવતા સમયે વારંવાર ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ અને ક્રેડિટ કાર્ડની જરૂરત નહીં રહે. આ સુવિધા આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ સુવિધા દ્વારા કોઈપણ પ્રવાસી પોતાના આઈઆરસીટીસી એકાઉન્ટમાં એડવાન્સમાં રૂપિયા જમા કરાવી શકાય છે. નવી સુવિધાનો લાભ લેવા માટે તમારે રજિસ્ટ્રેશન ફી ચૂકવી પડશે.

શું છે સુવિધા

 • ઈ-વોલેટ એક પ્રકારનું ખાતું છે, જેમાં એડવાન્સમાં રૂપિયા જમા કરાવીને તમે ઇચ્છો ત્યારે ઇચ્છો ત્યાંથી ટિકિટ બુક કરાવી શકો છો.
 • ઈ-વોલેટની મદદથી તમારે વારંવાર તમારા ખાતા સંબંધિત જાણકારી ઓનલાઇન ભરવાની જરૂરત નહીં રહે.
 • તેનાથી માત્ર ટિકિટ બુક કરાવતા સમયે તમારા સમયની બચત થશે અને સાથે સાથે ટિકિટ બુક કરાવતા સમયે તમારી પાસે ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નહીં હોય તો પણ તમે તમારી ટિકિટ બુક કરાવી શકો છો.

પ્રવાસીઓએ શું કરવાનું રહેશે

આ સુવિધાનો લાભ લેવા માટે કોઈપણ પ્રવાસી આઈઆરસીટીસીની વેબસાિટ પર જઇને ઈ-વોલેટ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશન માટે તમારે પાન કાર્ડની વિગતો ભરવી પડશે અને માત્ર એક વખત 250 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ રકમ નોન રિફંડેબલ હશે. ખાતામાં પ્રવાસી ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા સુધીની રકમ રાખી શકશે.

ઈ-વોલેટ માટે કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

ઇ-વોલેટની સુવિધા ચૂકવણીના અન્ય વિકલ્પની સાથે ઉપલબ્ધ છે. તેના રજિસ્ટ્રેશન માટે આઈઆરસીટીસીની વેબસાઈટ પર લોગ ઇન કરો.

 • પોતાનો યૂઝરનેમ અને પાસવર્ડ નાંખો.
 • પ્લાન માય ટ્રાવેલ પેજ ખુલી જશે.
 • આ પેજ પર ઈ-વોલેટ રજિસ્ટ્રેશનની લિંક નજર આવશે.
 • ક્લિક ટૂ રજિસ્ટર નાઉ લિંક પર ક્લિક કરો.
 • ક્લિક કર્યા બાદ પાન કાર્ડની વિગતો ભરવાનો વિકલ્પ મળશે.
 • પહેલા બોક્સમાં પાન કાર્ડ નંબર નાંખો.
 • બીજા બોક્સમાં કાર્ડ પર લખેલ પ્રથમ નામ નાંખો.
 • વેરીફાઈ થયા બાદ ઈ-વોલેટ એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવાનો વિકલ્પ સામે આવશે.
 • આ બોક્સમાં એ પાસવર્ડ નાંખે જે તમે ટિકિટ બુક કરાવતા સમયે ઉપયોગમાં લ્યો છો.
 • રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી કરવા માટે બેંકની પસંદગી કરો.
 • રેલવે તરફથી રજિસ્ટ્રેશન ફી કોઈપણ સંજોગોમાં પરત નહીં મળે.
 • ચૂકવણી થયા બાદ ઉપભોક્તાને એક મેસેજ મળશે.

ઈ-વોલેટ એકાઉન્ટમાં કેવી રીતે રૂપિયા નાંખશો

 • તમારો યૂઝરનેમ અને પાસવર્ડ નાંખો.
 • ઈવોલેટ ડિપોઝિટ પર ક્લિક કરો.
 • આ વિકલ્પમાં પણ રકમ ભરી બે વખત જોઈ લેવું.
 • રકમ ચૂકવણીનો વિકલ્પ પસંદ કરો (ચૂકવણી કરતાં સમયે ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધુમાં વધુ 5 હજાર રૂપિયાનું ધ્યાન રાખવું).
 • ચૂકવણીની રકમ માત્ર 100ના ગુણાંકમાં હોવી જોઈએ.  (જેમ કે, 100, 300, 700....) તે (150, 435, 1524...)માં ન હોવી જોઈએ.
 • ચૂકવણીની પસંદગી કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
 • ચૂકવણી સફળ થયા બાદ તમને એક મેસેજ મળશે.
 • ઈ-વોલેટ એકાઉન્ટમાં થયેલ લેણદેણની જાણકારી માટે ડિપોઝિટ હિસ્ટ્રી પર ક્લિક કરો. અહીં તમને ઈ-વોલેટ એકાઉન્ટની સંપૂર્ણ જાણકારી મળી જશે.

ઈ-વોલેટના ઉપયોગ કરતા સમયે કઈ વાતનું ધ્યાન રાખશો

 • ઈ-વોલેટ દ્વારા ટિકિટ બુક કરાવવા માટે ઈવોલેટ ટ્રાન્ઝેક્શન પર ક્લિક કરો.
 • ટ્રાન્ઝેક્શન આઈડી પર ક્લિક કરીને તમારા બુકિંગ વિશે જાણકારી મેળવી શકાય છે.
 • ઈવોલેટ એકાઉન્ટનો પાસવર્ડ પણ બદલી શકાય છે.
 • ઈવોલેટ દ્વારા ટિકિટ બુકિંગ પર દરેક ટ્રાન્ઝેક્શન માટે 5 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.
 • ટિકિટ પણ ત્યારે જ બુક થસે જ્યારે તમારા ખાતામાં ટિકિટની રકમ કરતાં વધુ રકમ પડેલી હશે.
 • જો તમારા ઈ-વોલેટ ખાતામાં ટિકિટ બુક કરાવતા સમયે ઓછી રકમ હશે તો રિઝર્વેશન નિષ્ફળ જશે.
 • સૌથી અગત્યની વાતઃ ઇ વોલેટ દ્વારા ટિકિટ બુકિંગ સવારે 8થી બપોરે 12 કલાક સુધી કરી નહીં શકાય.
સ્ત્રોત: દિવ્ય ભાકર
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top