অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મનીબહેને મેળવ્યો મકાઈનો મબલખ પાક

મનીબહેને મેળવ્યો મકાઈનો મબલખ પાક

તકનીકી માહિતી, સુધારેલું બિયારણ અને સતત માહિતી- માર્ગદર્શન દ્વારા મનીબહેને મેળવ્યો મકાઈનો મબલખ પાક

વાત છે મણિબહેન ચૌહાણની કે જેઓએ  ‘સીની ‘ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના દાહોદ જીલ્લામાં ચાલતા  ‘ ચોમાસું મકાઈ સ્થિરીકરણ કાર્યક્રમ ‘ અંતર્ગત કૃષિ નિષ્ણાતો દ્વારા ચોમાસું મકાઈની ખેતી કરવાની વૈજ્ઞાનિક તકનીકી પદ્ધતિઓની તાલીમ, માર્ગદર્શન અને સુધારેલું બિયારણ મેળવીને તેમની મર્યાદિત જમીન પર મકાઈનો મબલખ પાક મેળવ્યાની.

છેલ્લા કેટલાંક વર્ષોથી મણિબહેન ઘોડાઝર સ્થિત ‘ ચેતના મહિલા બચત મંડળમાં સભ્ય તરીકે જોડાયેલા છે કે જે બચત મંડળ –‘ વનિતા મહિલા શક્તિ સંગઠન’, ધાનપુર સાથે જોડાયેલું છે.આ જોડાણ દરમિયાન તેઓએ નાની બચતનું મહત્વ , ધિરાણ, લોન, જંગલ- જમીનના અધિકારો, આદિવાસી અધિકારો  જેવી અનેક જીવનોપયોગી બાબતોની અવારનવાર તાલીમો અને માર્ગદર્શન મેળવ્યા હતાં. સન ૨૦૧૩ માં અંતર્રસ્ત્રીય સંસ્થા – સીની  એ વનિતા સંગઠન સાથે જોડાયેલી આદિવાસી મહિલા ખેડૂતો માટેનો ‘‘ ચોમાસું મકાઈ સ્થિરીકરણ કાર્યક્રમ ‘ બહાર પાડ્યો. જેમાં મણિબહેન પણ જોડાયા. આ કાર્યક્રમ અંતર્ગત મકાઈની ખેતીની ખેડ, બીજ, રોપણી, ખાતર,ઉછેર અને માવજત અંગેની કેટલીક વૈજ્ઞાનિક તક્નીકોની આદિવાસી મહિલા ખેડૂતોને તાલીમ, સુધારેલું બિયારણ, માર્ગદર્શન અને માહિતી સમય-સમય પર પૂરા પાડવામાં આવ્યાં. જેના કારણે આદિવાસી બહેનો પરંપરાગત ખેતી પરથી વૈજ્ઞાનિક ખેતી તરફ  વળી તેમની મર્યાદિત જમીન અને અન્ય સંસાધનોની મદદથી મકાઈનો પહેલાં કરતા ૧૫-૨૦ ટકા વધારે અને સારી ગુણવત્તાવાળી મકાઈનો પાક  મેળવતા થયા. જેનું વર્ણન નીચે આપવામાં આવ્યું છે.

ઊંડી ખેડ : ચોમાસું મકાઈની ખેતીની તૈયારીરૂપે ઉનાળાના મેં મહિનામાં ૧૨ ઇંચ ઊંડી ખેદ કરાવવાથી જમીનમાં રહેલા રોગના કીટાણુંઓ નાશ પામે છે અને જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે.આથી કોઈ વર્ષે ૧૦-૧૫ દિવસ સુધી વરસાદ ખેંચાઈ જાય તો પણ મકાઈને નુકસાન થતું નથી અને નિંદામણ  ઓછું ઉગે છે. આવી ખેડ કાર્ય પછી કુદરતી ખાતર  ખેતરમાં નાખવું. બીજ માવજત : મકાઈના બિયારણને ૧ કલાક પાણીમાં પલાળી રાખ્યાં બાદ તેને વાવવામાં આવે તો મકાઈને ફૂગ, ઉધઈ કે અન્ય કિટકો કે રોગનો ચેપ લાગતો નથી અને તેને હવામાં રહેલો નાઇટ્રોજન મળે છે. વળી મોટાભાગના બીજ ઉગી નીકળે છે અને મકાઈનો સારો વિકાસ થાય છે.

મકાઈની ખેતરમાં યોગ્ય વાવણી : મકાઈની બે હાર વચ્ચેનું અંતર ૫૦ સે.મી. અને બે છોડ વચ્ચેનું અંતર ૩૦ સે.મી. રાખવાથી ઓછા બિયારણમાં વધારે મકાઈનો પાક મેળવી શકાય છે. ચોમાસામાં મકાઈ પડી જતી નથી. અને તેના ડોડા મોટા થાય છે અને આંતરખેડ સહેલાઈથી કરી શકાય છે. વળી, યોગ્ય અંતર જાળવવાથી વધારે ખાતર પણ વપરાતું નથી.

યોગ્ય સમયે આંતરખેડ , નિંદામણ અને યુરીયા તથા બોરોનનો છંટકાવ : મકાઈની વાવણી અને અંતરની જાળવણીના ૨૦ દિવસ બાદ આંતરખેડ કરી નિંદામણ કરવું અને મકાઈની પારવણી કરવી. તેના થોડા દિવસ બાદ યુરિયાનો પ્રથમ ડોઝ અને બોરોનાનો છંટકવ કરવો. તેના ૧૦ દિવસ બાદ ફરીથી નિંદામણ કરવું અને યુરિયાનો બીજો ડોઝ આપવો.આ સમયે મકાઈના નીગર બહાર આવી જશે અને તેના અઠવાડિયા બાદ મકાઈના મુછાયા પણ બહાર નીકળશે.આમ સમયસર અને યોગ્ય તકનીકી પધ્ધાતીથી ગુજરાત મકાઈ- ૬ નું વાવેતર કરવાથી આગળના વર્ષોની સરખામણીએ આ વર્ષે મકાઈનો ૨૦ ટકા પાક વધુ ઉતર્યો.

આમ, મણિબહેનનીમહિલા સંગઠનની સભ્ય અને મહિલા ખેડૂત તરીકે કેળવેલા આધુનિક કૃષિને લગતી તકનીકી પદ્ધતિઓ અને માર્ગદર્શનને અનુસરવાનો સકારાત્મક અભિગમ અને તે દિશામાં કરેલા અથાક પરિશ્રમના કરને તેમણે મકાઈની સારી ગુણવત્તાવાળો અને વધુ પાક મેળવ્યો. આટલું જ આવી સફળતાના કારણે તેમના પરિવાર અને સમુદાયમાં વનિતા સંગઠનનું અને મણિબહેનનું મન વધ્યું.

નામ : મણિબહેન ગણપતભાઈ ચૌહાણ  ગામ : ઘોડાઝાર તા. જી : ધાનપુર , દાહોદ ઉમર : ૫૦ વર્ષ.

સ્ત્રોત: ઉત્થાન ટીમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate