હોમ પેજ / ખેતીવાડી / મત્સ્યોદ્યોગ / મત્સ્યોદ્યોગ પર નજર
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મત્સ્યોદ્યોગ પર નજર

મત્સ્યોદ્યોગ ની આખા વર્ષની માહિતી જેમાં ઇનોવેટીવ સ્ટેપ્સ,પોલીસી વિષે ની માહિતી આવરી લીધેલ છે

પરિચય

ભારતના પશ્ચિમ કિનારે આવેલ ગુજરાત રાજય દેશનો ૧/૫ ભાગનો દરિયા કિનારાનો વિસ્તા્ર તેમજ ઇકોનોમીક એકસકલુઝીવ ઝોન ધરાવતો હોઇ મત્યોા કમદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થા્ન ધરાવતું રાજય છે. જે દેશના કુલ દરીયાઇ ઉત્પા દનમાં ૨૫% જેટલો ફાળો આપે છે. વળી ૬ મોટા જળાશયો તથા નાના મોટા જળાશયો તથા સરદાર સરોવરના કમાન્ડપ એરીયાથી આંતરદેશીય મત્યોે છ દ્યોગની વિપુલ તકો ધરાવે છે.

૩.૭૬ લાખ હેકટર જેટલો ભાંભરાપાણીનો વિસ્‍તાર ધરાવતું રાજય હોઇ વલસાડ, સુરત, ભરૂચ જેવા દરિયાઇ વિસ્‍તારના જીલ્‍લાઓમાં ભાંભરાપાણી મત્‍સ્‍યોદ્યોગના વિસ્‍તારની વિપુલ તકો ધરાવે છે. જે ઝીંગા જેવી વધુ કિંમત ધરાવતી માછલી મળે છે. માછલી માછીમારોને આર્થિક રીતે પગભર કરવામાં મદદરૂપ થઇ શકે તેમ છે. રાજયમાં ૧૦૫૮ મત્‍સ્‍યગામોમાં ૫.૫૯ લાખ માછીમારોની વસ્‍તિમાં ૨.૧૮ લાખ સક્રિય માછીમારોછે. જેઓ ૨૩૯૧૭ યાંત્રિક હોડીઓ તથા ૧૨૧૬૩ બિન યાંત્રિક હોડીઓ મળી કુલ ૩૬૦૯૦ હોડીઓ સાથે મત્‍સ્‍ય પકડાશ દવારા દરીયાઇ મત્‍સ્‍ય ઉત્‍પાદન ૬.૯૨ લાખ મે.ટન તથા આંતરદેશીય મત્‍સ્‍ય ઉત્‍પાદન ૦.૯૧ લાખ મે.ટન જેમાંથી ૧.૯૭ લાખ મે.ટન પરદેશ નિકાસ કરી રૂ. ૨૫૩૩.૯૯ કરોડનું વિદેશી હૂડીયામણ કમાવી દેશના આર્થિક વિકાસમાં મહત્‍વનો ફાળો આપે છે.

મત્સ્યોદ્યોગ ખાતા દવારા ઘડવામા આવેલ પોલીસી

  • ગુજરાત મત્‍સ્‍યોદ્યોગ અધિનિયમ - ર૦૦૩ના નિયમો તા.૧૫/૦૮/૨૦૦૩ થી રાજયમાં અમલમા મુકવામા આવ્‍યા.
  • જળાશયોમાં મત્‍સ્‍યોદ્યોગ અંગે તા.૨૫/૦૨/૨૦૦૪થી અદ્યતન ઇજારા નિતિ તૈયાર કરવામાં આવી તેમજ ગ્રામ્‍ય તળાવો માટે અલગ ઇજારા નિતિ તા૧૫/૦૭/૨૦૦૩ થી બહાર પાડવામાં આવી.

ઇનોવેટીવ સ્ટેપ્સ

  • દરીયાઇ મત્સ્ય ઉત્પાદન ઉત્પાદન વધારવા માટે નવી પધ્‍ધતિઓ દાખલ કરવાનું આયોજન. (આર્ટીફીસીયલ રીફ ની સ્‍થાપના અને સીવીડ કલ્‍ચર)
  • આંતરદેશીય મત્સ્યોદ્યોગ માં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે નવી પ્રજાતિઓનો ઉછેર.(કેઇજ કલ્‍ચર પધ્‍ધતિ દાખલ કરવી)
  • ભાંભારપાણી વિસ્તારમાં મત્સ્ય ઉત્પાદન વધારવા આંતર માળખાકીય સુવિધાઓ પુરી પાડવી. તથા જમીન ફાળવણીની નીતીમાં સરળીકરણ કરવું.
  • સ્વચ્છ અને આરોગ્યપ્રદ મત્સ્ય વિત્તરણની વ્યવસ્થા.(ફીશ માર્કેટની સ્‍થાપના)
  • અદ્યતન ફીશીંગ હાર્બર અને લેન્ડીંગ સેન્ટર્સ નો વિકાસ.
  • કોસ્‍ટલ સીકયુરીટીના ભાગરૂપે સલામત, આધુનિક અને નફાકારક મત્સ્યોદ્યોગ માટે મત્સ્યોદ્યોગ કાયદાની અમલવારી.
  • કોસ્‍ટલ સીકયુરીટીના ભાગરૂપે ફીશીંગ બોટ મુવમેન્‍ટ, કલરકોડની અમલવારી, વેસલ્‍સ ટ્રેકીંગ સીસ્‍ટમની પધ્‍ધતિ દાખલ કરવાનું આયોજન.

સંબધિત સ્ત્રોત

સ્ત્રોત:  I-કિસાન ગુજરાત સરકાર
2.94444444444
સમીવાળા મોહંમદ તાહિરભાઈ Aug 26, 2016 09:47 AM

નમસ્તે
મને તળાવો ને ડેમો ના પુરા થતા લીઝ ની ભાવનગર જિલ્લાની માહિતી જોઇયે છે 2015 પછી ક્યાં ડેમો ને તળાવો ની લીઝ પુરી થયો છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top