હોમ પેજ / ખેતીવાડી / મત્સ્યોદ્યોગ / ગુજરાતમાં ભાંભરાપાણીના એકવાકલ્ચરમાં વૈવિધ્યકરણ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાતમાં ભાંભરાપાણીના એકવાકલ્ચરમાં વૈવિધ્યકરણ

ગુજરાતમાં ભાંભરાપાણીના એકવાકલ્ચરમાં વૈવિધ્યકરણ ની માહિતી આવરી લેવામાં આવી છે.

 • ૫૦૦૦ હેક્ટર વિસ્તારમાં જીંગા ઉછેર , જેનો ૯૦ ટકા વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં છે.
 • હાલમાં ચોમાસાની ઋતુ દરમિયાન ફક્ત એક જ જીંગાનો પાક, જેમાં ટાઈગર અને વેનામય પ્રજાતિઓ પ્રચલિત છે.
 • શિયાળાના સમયગાળા દરમિયાન અત્યંત નીચું તાપમાન હોવાથી કન્થીત વિકાસ અબે ઓછા ઉત્પાદન ને કારણે ખેડૂતો ટાઈગર જીંગાની ખેતી કરતા નથી અને તળાવો ખાલી રહે છે.
 • નવસારી કૃષિ યુનિવર્સીટીએ જીંગા ની એક નવી પ્રજાતિ બનાના જીનાના ઉછેર માટે શિયાળામાં સંશોધન હાથ ધરવામાં આવેલ છે.
 • બનાના જીંગાની શિયાળામાં નીચા તાપમાને અને વધુ ખારાશમાં સારી વૃદ્ધિ થાય છે એટલે આ પ્રજાતિ નો ઉછેર શિયાળામાં ખાલી રહેતા તળાવોમાં કરી , ખેડૂતો સારું ઉત્પાદન અને આવક મેળવી શકે છે.
 • બનાના જીંગાનું અર્થઘટન (હેક્ટર દીઠ)

  ઉછેરનો સમયગાળો

  ઓકટોમ્બર થી ફેબ્રુઆરી

  સંગ્રહ દર (પી.એલ./ચોમી)

  ૧૦ થી  ૨૦

  પાક અવધિ

  ૯૦ થી ૧૦૦ દિવસ

  ઉત્પાદન (પ્રતિ હેક્ટર)

  ૧૨૦૦ થી ૨૩૦૦ કિલો

  બજારભાવ (પ્રતિ કિલો)

  રૂ. ૨૪૦ થી રૂ. ૩૩૦

  ઉત્પાદન ખર્ચ (પ્રતિ કિલો)

  રૂ. ૧૩૦ થી રૂ. ૧૪૦

  કુલ ખર્ચ (પ્રતિ હેક્ટર)

  રૂ. ૧.૬૨ થી રૂ. ૨.૮૦ લાખ

  કુલ આવક (પ્રતિ હેક્ટર)

  રૂ. ૨.૫૨ થી રૂ. ૪.૮૦ લાખ

  ચોખ્ખો આવક (પ્રતિ હેક્ટર)

  રૂ. ૦.૯૦ થી રૂ. ૨.૦૦ લાખ

  દક્ષિણ ગુજરાતમાં શિયાળાની ઋતુ દરમિયાન ફાજલ રહેતા ૪૦૦૦ હે તળાવો પૈકી ૫૦% એટલે કે ૨૦૦૦ હેક્ટર વિસ્તારમાં બનાના જીંગાનો ઉછેર કરવામાં આવે તો મત્સ્ય ખેડૂતો ૩૦૦૦ ટન જીંગાનું ઉત્પાદન લઈ રૂ. ૨૪ કરોડ વધારાની આવક મેળવી શકે છે.

  નવસારી કૃષિ યુનિવર્સીટી અને CIBA, ચેન્નઈ ના સંયુક્ત ઉપક્રમે દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવેલ પ્રારંભિક અભ્યાસના પરિણામો દર્શાવે છે કે માછલીની નવી પ્રજાતિઓ જેવી કે મીલ્ક્ફીશ ,પર્લસ્પોટ , સીબાસ વગેરે ખારા, ભાંભર અને મીઠાપાણીમાં તળાવ તેમજ પિંજરામાં ઉછેર કરી સારું ઉત્પાદન મેળવી શકાય તેમ છે.

  ખેડૂત ઉપયોગી હાથ ધરવામાં આવેલ પ્રવૃત્તિઓ

  • જીંગાના ખોરાકમાં સીબાસ્ટીમ પ્રોડક્ટના ઉપયોગથી જીંગાની રોગપ્રતિકારક શક્તિ વધવાથી ૧૫ થી ૨૦ % વધુ ઉત્પાદન મેળવી હેક્ટર દીઠ રૂ. ૪૦,૦૦૦ નો ચોખ્ખો નફો મેળવે છે.
  • જેને દક્ષિણ ગુજરાતમાં મત્સ્યખેડૂતોએ મોટા પાયે અપનાવેલ છે.
  • નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી ખાતે CIBA, ચેન્નઈની સહાય થી ગુજરાતમાં એકમાત્ર એવી એકવા-લેબોરેટરી કાર્યરત કરેલ છે જેનો લાભ રાજ્યના મત્સ્ય ખેડૂતો મેળવે છે.

  કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

  2.83333333333
  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top