অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પોષક તત્વો

ઉણપના લક્ષણો

  • છોડમાં પોષક તત્વોની ઉણપના લક્ષણો ઓળખવાની આવડતએ એક અગત્યનું કૌશલ છે.
  • પોષક તત્વોની ઉણપ થી છોડમાં નીચે દર્શાવેલ લક્ષણો જોવા મળે છે.
  1. પાનના કોષોમાં ક્લોરોફીલ ઘટવાના કારણે આખા પાનનું કે શીરાઓ વચ્ચેના ભાગનું પીળુ પડવુ
  2. પાનના કોષોનું મરવું
  3. નવી વૃધ્ધીનો અભાવ અને કુંપણોનો વિકાસ રુંધાવો
  4. પાનના કોષોનો રંગ લાલ કે જાંબલી થવું
  5. છોડનો વિકાસ રુંધાવો

છોડમાં પોષક તત્વોની વાહકતા અને ઉણપ

  • છોડમાં પોષક તત્વોનું મૂળ દ્વારા શોષણ થયા બાદ છોડના એક કોષમાંથી બીજા કોષમાં વહન થાય છે. આ વાહકતાના દરના આધારે પોષક તત્વોની ઉણપના લક્ષણો છોડના જે તે અંગમાં જોવા મળે છે.
  • જે પોષક તત્વ છોડના એક કોષમાંથી બીજા કોષમાં વહન થઇ શકે છે એવા પોષક તત્વોની ઉણપના લક્ષણો છોડના જૂના અંગો કે પર્ણોમાં જોવા મળે છે. ઉ.દા. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ વગેરે.
  • જે પોષક તત્વ છોડના એક કોષમાંથી બીજા કોષમાં વહન નથી થઇ શકતા અને એક જ કોષમાં સ્થાઇ થઇ જાય છે એવા પોષક તત્વોની ઉણપના લક્ષણો છોડના નવા આવતા અંગો જેવા કે નવી ફુટ કે કુંપણમાં જોવા મળે છે. ઉ.દા. સલ્ફર, કેલ્શીયમ, બોરોન, લોહ, મેંગેનીજ, જસત, તાંબુ, મોલીબ્ડેનમ, ક્લોરાઇડ વગેરે.

છોડમાં પોષક તત્વોની ઉણપના ચિન્હો

ઉણપના કારણો

  • છોડમાં પોષક તત્વોની ઉણપ સામાન્ય રીતે નીચે દર્શાવેલ સ્થિતીમાં સર્જાય છે.
  1. ઘણી વખત જમીનમાં/માટીમાં કોઇ ચોક્કસ પોષક તત્વનો અભાવ હોવાથી પાકમાં તે પોષક તત્વની ઉણપ જણાય છે.
  2. વરસાદના પાણીથી પોષક તત્વોનું જમીન/માટીમાંથી ધોવાણ થઇ જવાથી કે પિયત પાણી સાથે જમીનમાં ઉંડે ઉતરી જવાથી પોષક તત્વોની ઉણપ સર્જાય છે.
  3. જમીન/માટી સાથે પિયત પાણીનો સંબંધ યોગ્ય પ્રકારનો ન હોય કે મૂળ વિસ્તારમાં પાણી ભરાઇ શ્વાસો-શ્વાસની ક્રીયા અવરોધાતી હોય તો છોડ જમીનમાંથી પોષક તત્વ ઉપાડી શકતો નથી.
  4. વારંવાર એક જ જમીનમાં એક જ પાક લેવાથી ચોક્કસ પ્રકારના પોષક તત્વની ઉણપ સર્જાય છે.
  5. કોઇ પાકની કોઇ ચોક્કસ પોષક તત્વની જરૂરીયાત વધારે માત્રામાં હોય તો એ પોષક તત્વની ઉણપ જણાય છે.

સારાંશ

  • આંખે દેખાતા પોષક તત્વોની ઉણપના લક્ષણો ગંભીર પરિસ્થીતી દર્શાવે છે. મોટા ભાગના પાકોમાં પોષક તત્વોની ઉણપના લક્ષણો દેખાવાના શરૂ થાય એ પહેલા જ ઘણું બધું ઉત્પાદનમાં નુકશાન થઇ ગયું હોય છે.
  • પોષક તત્વોની ઉણપના સમગ્રરૂપે મૂલ્યાંકન માટે જમીન, પાણી અને છોડના નમુનાનું પૃથ્થકરણ કરાવવું જોઇએ અને ત્યારબાદ જ અનુરૂપ ભલામણો અપનાવવી જોઇએ.
  • જમીનની ગુણવત્તા સુધારવાથી પોષક તત્વોની ઉણપ દુર કરી શકાય છે.

સંદર્ભ

  • Nutrient deficiencies and their symptoms in selected crops, Modified from Mike Stewart, Great Plains Director, Potash & Phosphate Institute, www.ppi-ppic.org
  • http://ammanutri.com/images/Symptoms%20of%20Micronutrient%20Deficiency%20in%20Plants.jpg

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate