অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કપાસમાં નાઇટ્રોજન

  • નાઇટ્રોજનની ઉણપ સામાન્ય રીતે છોડના જૂના પર્ણોમાં જોવા મળે છે.
  • નાઇટ્રોજન તત્વ ક્લોરોફીલનું બંધારણીય ઘટક હોવાથી તેની ઉણપથી પર્ણ પીળું પડે છે. આથી છોડનો વિકાસ રુંધાય છે અને ધીમો થાય છે.
  • પ્રોટીનનું નિર્માણ ઓછું થાય છે, પર્ણો ઓછા બેસે છે અને છોડ વહેલો પરીપક્વ થઇ જાય છે.
  • મકાઇમાં પાનના પીળા પડવાની શરુઆત પાનની ટોચથી થાય છે અને મધ્ય શીરા સુધી પ્રસરેલી જણાય છે.
  • ધાન્ય પાકોમાં અને ઘાસના પાકોમાં ફૂટ ઓછી થાય છે.
  • પાકની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થાય છે.

કપાસમાં નાઇટ્રોજનની ઉણપના ચિન્હો

  • કપાસમાં શરુઆતથી લઇને મધ્ય અવસ્થા દરમ્યાન પાન પીળાશ પડતા લીલા રંગના અને નાના રહી ગયેલા જોવા મળે છે.
  • છોડ નાનો રહી જાય છે.
  • ફાલવાળી શાખાઓ ટૂંકી રહી જાય છે અને મોટા ભાગના જીંડવા ફાલ બેસ્યાના ૧૦ થી ૧૨ દિવસમાં જ ખરી પડે છે.
  • પાછોતરી અવસ્થામાં છોડની અંદરનો ઘેરાવો લાલ થઇ જાય છે.
  • પાછોતરી અવસ્થામાં લાગતા જીંડવાની સંખ્યામાં ઘટાડો થઇ જાય છે અને જલ્દી ખરી પડે છે.
  • ફૂલ બેસવાનો સમયગાળો ઓછો થઇ જવો, પાનનું વહેલા ઘરડું થઇ અને પરીણામે છોડને વહેલા ઉપાડી લેવો પડે છે.

કપાસમાં નાઇટ્રોજનની ઉણપના ચિન્હો

  • કપાસમાં શરુઆતથી લઇને મધ્ય અવસ્થા દરમ્યાન પાન પીળાશ પડતા લીલા રંગના અને નાના રહી ગયેલા જોવા મળે છે.
  • છોડ નાનો રહી જાય છે.
  • ફાલવાળી શાખાઓ ટૂંકી રહી જાય છે અને મોટા ભાગના જીંડવા ફાલ બેસ્યાના ૧૦ થી ૧૨ દિવસમાં જ ખરી પડે છે.
  • પાછોતરી અવસ્થામાં છોડની અંદરનો ઘેરાવો લાલ થઇ જાય છે.
  • પાછોતરી અવસ્થામાં લાગતા જીંડવાની સંખ્યામાં ઘટાડો થઇ જાય છે અને જલ્દી ખરી પડે છે.
  • ફૂલ બેસવાનો સમયગાળો ઓછો થઇ જવો,પાનનું વહેલા ઘરડું થઇ અને પરીણામે છોડને વહેલા ઉપાડી લેવો પડે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/10/2024

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate