વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ટપક સિંચાઈ પધ્ધતિ

ટપક સિંચાઈ પધ્ધતિ વિશેની માહિતી આપવામાં આવી છે

ટપક સિંચાઈ પધ્ધતિથી આપણે પાસે રહેલા પાણીના જથ્થાથી કુલ ઉત્પાોન લગભગ બે–ત્રણ ગણું વધુ મેળવી શકાય છે. તેના બે કારણો છે.

 1. અન્ય દેશી સરખામણીમાં બે થી અઢી ગણા વિસ્તારમાં પિયત કરવું શકય બને છે.
 2. છોડના મૂળ વિસ્તારમાં સતત જરુરી માત્રામાં ભેજ જળવાઈ રહેતો હોવાથી પ્રતિ હેકટરે થતા ઉત્પાદનમાં વધારો થાય છે.

આ પધ્ધતિના મુખ્ય ભાગોમાં પંપ, ચાલક યંત્ર, ગ્રેવેલ, ફીલ્ટર સ્ક્રીન(જાળી), ફીલ્ટર, ખાતરની ટાંકી, મેઈન લાઈન, સબ મેઈન, લેટરલ તથા ટપકણીયા પ્લાસ્ટીકમાંથી બનાવેલ હોય છે. જો પાણીના સ્ત્રોત ખુલો કુવો હોય તો ગ્રેવેલ ફીલ્ટર હોવું ખાસ જરુરી છે. ખુલા કુવાના પાણીમાં રહેલા મોટા રજકણો, સેવાળ, લીલ, પાંદડા તથા અન્ય કચરો ગ્રેવેલ ફીલ્ટરમાં ગળાઈ જાય છે. ગ્રેવેલ ફીલ્ટર સ્ટેનલેસ સ્ટીલની નળાકાર ટાંકીમાં રેતી તથા જુદી જુદી કાંકરા ભરી બનાવેલ હોય છે.

આ પધ્ધ્તિમાં છોડના મૂળ વિસ્તાર આસપાસ જરુર મુજબ ટીપે ટીપે પાણી આપવામા આવે છે આથી જમીન ભીની રહે છે પણ પાણીથી તરબોળ નહીં હોવાથી મૂળને જરુરી હવા મળી રહે છે. આથી પૂરતા પાણી અને પોષક તત્વો નિયમિતપણે છોડને મળે છે. છોડને એકસરખુ, એકધારુ અને જરુરી જેટલું જ પાણી મળે છે. નીકપાળા કે સપાટી કયારા પધ્ધતિમાં પાણી આપ્યાથી શરુઆતના ચાર દિવસો મૂળને હવા મળતી નથી પછીના સાત દિવસ જ મૂળને પાણી અને હવા બન્ને મળી શકે છે. પછીના ચાર દિવસ બાષ્પીભવનથી અને જમીનમાં ઉતરી જતા મૂળને પૂરતો ભેજ મળતો નથી. આમ પંદર દિવસે પાણી આપવામાં ૭–દિવસ જ છોડને તેના તંદુરસ્ત વિકાસ માટે તક સાંપડે છે. આગળના દિવસોમાં મૂળને હવા મળતી નથી અને પાછળના દિવસોમાં પૂરતો ભેજ મળતો નથી. તેથી છોડનો અપૂરતો વિકાસ અને ઓછા ઉત્પાદનની સમસ્યાનો ઉકેલ એક માત્ર ટપક સિંચાઈ પધ્ધતિ છે.

ફાયદાઓ

આ પધ્ધતિના કેટલાક મુખ્ય ફાયદાઓ નીચે પ્રમાણે ગણી શકાય છે.

 1. બાષ્પીભવન તથા નિતારથી થતા પાણીના વ્યયને નિવારી શકાથી આ પધ્ધ્તિથી સિંચાઈ કરતા પાણીનો ૬૦ થી ૮૦ ટકા જેટલો પાણીનો બચાવ થવાથી પાણીના જથ્થાને બમણા કરતાં વધુ વિસ્તારમાં સિંચાઈ થાય છે.
 2. ટીપે–ટીપે પાકની જરુરીયાત મુજબ પાણી અપાતું હોવાથી સારી ગુણવતા તથા વધુ ઉત્પાદન મળે છે.
 3. પાક વહેલી પાકે છે. આથી શરુઆતની અછતના વધુ ભાવો મેળવીને માલ વેચી શકાય છે.
 4. ક્ષારીય ભાસ્મિક જમીનમાં ક્ષારથી ઉદભવતી વિપરીત અસર ભેજની હાજરીને કારણે ઘટવાથી આવી જમીનમાં વધુ ઉત્પાદન લેવાનું શકય બને છે.
 5. પાકની જરુરીયાતના સમયે રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓ જમીનમાં ટપક સિંચાઈ ધ્વારા સહેલાઈથી આપી શકાય છે. પાણી સાથે ઓગાળીને ખાતર આપવાથીતે જમીનમાં છોડના મૂળવિસ્તારથી બહાર જતું નથી.
 6. જમીનમાં રહેલા પોષક તત્વોજયારે જરુર હોય ત્યારે પાકને સહેલાઈથી મળી શકે છે. કારણ કે, પોષક તત્વોો સૌ પ્રથમ ભેજમાંના પાણીમાં દ્રાવ્ય થાય છે અને પછી જ ભેજ સાથે મૂળ ધ્વારા તેનું અવશોષણ થાય છે. આમ આ પધ્ધતિમાં મૂળ વિસ્તારમાં ભેજ સતત જળવાતો હોય એ શકય બને છે.
 7. ક્ષારયુકત (ખારા) પાણીનો પણ કાર્યક્ષમ ઉપયોગ કરી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.
 8. ખાડા ટેકરાવાળી જમીનને સમતળ કર્યા સિવાય સહેલાઈથી સિંચાઈ કરી શકાય છે. આમ જમીન સમતળ કરવાનો ખર્ચ પણ બચે છે.
 9. જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. અન્ય પધ્ધતિઓમાં ધોરીયા કે નીકપાળા કરવામાં પણ પ ટકા જમીનનો વ્યય થાય છે. તે આ પધ્ધ્તિમાં નિવારી શકાય છે.

10. ખૂબ જ ઓછું નીંદણ થવાથી નીંદણ ખર્ચ ઘટે છે. ઉપરાંત નીંદણથી જે રોગ જીવાતનો ફેલાવો થાય છે તે સદંતર નિવારી શકાય છે.

મર્યાદા

આ પધ્ધતિ અતિ મોંઘી હોય વિકસાવવામાં જંગી મુડી રોકાણ થાય છે. બે હાર વચ્ચેનું અંતર જેમ ઓછું તેમ ખર્ચ વધારે આવે છે. આથી ઓછા અંતરવાળા પાકો માટે આ પધ્ધ્તિ સામાન્ય ખેડૂતોને આર્થિક રીતે પરવડતી નથી.

જાળવણી

ટપક સિંચાઈ પધ્ધતિ પાછળ કરેલ મુડી રોકાણનો જો પૂરપૂરો લાભ મેળવવો હોય તો તેની જાળવણી માટે નીચેની જાળવણી જરુરી બને છે.

 1. ગ્રેવેલ તથા સ્ક્રીન ફીલ્ટરને દર અઠવાડીયે સાફ કરવા.
 2. કંપનીએ ભલામણ કરેલ દબાણે જ પધ્ધતિને ચલાવવી.
 3. ટપકણીયા જામ ન થઈ જાય તે માટે બે થી ત્રણ મહીને ૦.૬ ટકા એસીડની સાંદ્રતાવાળું પાણી પધ્ધતિમાં આશરે ૧પ મિનિટ સુધી પસાર કરવું.
 4. બે થી ત્રણ અઠવાડીયાના સમયગાળે દરેક મેઈન તથા સબમેઈન પાઈપોમાં અવળી દિશામાં દબાણ સાથે પાણી વહેવડાવીને સાફ કરવું.

સ્ત્રોત: શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ, કૃષિ માર્ગદર્શિકા,ગુજરાત ગુજરાત રાજય

4.75
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top