অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઈસબગુલઃવિદેશી હુંડીયામણ કમાવી આપતો પાક

વિશ્વભરમાં ઈસબગુલ પકવતા દેશોમાં ભારતનું સ્થાન પ્રથમ છે. આપણા દેશમાં ઈસબગુલ ગુજરાત અને રાજસ્થાનના સુકા, અર્ધસુકા અને મર્યાદિત પિયતવાળા વિસ્તારમાં મુખ્યત્વે આ પાક લેવામાં આવે છે.વર્ષ ર૦૧૪–૧પ દરમ્યાન દેશમાં આશરે ૧.૮ લાખ હેકટર વિસ્તારમાં તેનું વાવેતર થાયેલ અને તેમાંથી ૧પ૭ હજાર મે.ટન ઉત્પાદન થાયેલ. ગુજરાતમાં તેને 'ઘોડાજીરૂ' અને સૌરાષ્ટ્રમાં 'ઓથમીજીરૂ' તરીકે ઓળખવામાં આવે છે. સને ર૦૧૪–૧પ દરમ્યાન ગુજરાતમાં ૧૯૪૦૦ હેકટર વિસ્તારમાં ઈસબગુલનું વાવેતર કરવામાં આવેલ. જેમાંથી ૧રપ૦ કિગ્રા/હે ઉત્પાદકતા સાથે ર૪ર૬૯ મે.ટન ઉત્પાદન થયેલ છે.ઉત્પાદકતામાં ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા અને કચ્છ જિલ્લાઓમાં ઈસબગુલનું વાવેતર થાય છે. મહેસાણા, પાટણ, જામનગર, જુનાગઢ, રાજકોટ, અને સાબરકાંઠા જિલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં રોકડીયા પાક તરીકે વાવેતર કરવામાં આવે છે.ઈસબગુલના બીજ ઉપરનું પાતળુ ગુલાબી સફેદ આવરણ અલગ કરી તેનો ઔષધિય ઉપયોગ થાય છે. જેને 'કલાઈ' તરીકે ઓળખવામાં આવે છે. કલાઈના ઉત્પાદન અને નિકાસમાં ભારત સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં ઉત્પાદનના ૯૦ ટકા નિકાસ કરે છે. ઈસબગુલ અને કલાઈની નિકાસમાંથી આશરે ૩૦ થી ૩પ૦ કરોડ રૂપિયાનું ખૂબજ જરૂરી એવું વિદેશી હુંડિયામણ ભારત કમાય છે. કલાઈ દુર કર્યા પછી તેમાંથી જુદા જુદા ભાગ બને છે જેના અલગ અલગ ઉપયોગ છે.


કોઠા–૧: ઈસબગુલ ઉત્પાદનના ઘટકો અને તેનુ પ્રમાણ

ઘટક

સરેરાશ હિસ્સો/ભાગ (ટકા)

ઉપયોગ

ગોલા

૬૭.૭

ખાણદાણ

કલાઈ

ર૪.૮

ઉચ્ચ ઔષધિય ગુણવત્તા

લાલી

૩.૦

ઓછી ઔષધિય ગુણવત્તા

ખાખો

ર.ર

ઈન્ડસ્ટ્રીયલ પાવડર

અન્ય

ર.૩

કચરો

ઉપયોગો

  1. ઔષધ : ઈસબગુલની કલાઈનો ઉપયોગ  આંતરડાના ચાંદા, મસા, કોલેસ્ટેરોલ ઘટાડવામાં, એસીડીટી અને કબજીયાત જેવા દર્દોમાં નિર્દોષ ઔષધ તરીકે થાય છે. મલબંધકર ગુણ હોવાથી કાયમી મરડાને દૂર કરે છે. આંતરડાનું કેન્સર અટકાવવામાં મદદરૂપ થાય છે.
  2. ઔદ્યોગિક : રંગકામ, કાપડનું છાપકામ, બિસ્કીટ, આઈસ્ક્નીમ , મીઠાઈ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગમાં   થાય છે.
  3. પશુઆહાર  ગોલામાં ૧૭ થી ૧૯%  પ્રોટીન હોવાથી પશુઓના આહાર માટે વપરાય છે.

જમીન અને આબોહવા

ઓછી કે મધ્યમ ફળદ્રુપતા ધરાવતી રેતાળ અને ગોરાડુ જમીન ઈસબગુલના પાકને વધુ માફક આવે છે. સારા નિતારવાળી મધ્યમ કાળી જમીનમાં પણ આ પાક સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. શરુઆતના દિવસોમાં ઠંડુ અને પાછળથી વાદળ વિનાનુું ખુલ્લું અને સુકુ હવામાન વધુ અનુકુળ છે. પાકની પરીપકવતાની અવસ્થાએ    પાક ઉપર વધુ પડતું ઝાકળ પડે કે  કમોસમી વરસાદ  થાય તો કલાઈ ભેજ શોષવાના કારણે તેનું કદ વધતાં બીજ ખરી પડતાં ઉત્પાદન નહીંવત કે મળતુ નથી. જેથી આ પાક વિદેશી હુંડીયામણ કમાવી આપતો એક જોખમી પાક છે.

વાવણીનો સમય

સંશોધનના પરિણામો પરથી ર૦ નવેમ્બરથી ડીસેમ્બરનું પ્રથમ પખવાડિયું વાવણી માટેનો અનુકુળ સમય છે. વહેલી વાવણી ઉંંચા બીજદરે કરવામાં આવે તો તળછારા નામનો રોગ આવવાની શકયતા વધે છે. તેવીજ રીતે મોડી વાવણી કરવાથી શિયાળામાં વૃધ્ધિ માટેનો ટૂંકો ગાળો અને કાપણી સમયે ઉંચા ઉષ્ણતામાનથી ઉત્પાદન ધટે છે.

જાતની પસંદગી

હંમેશાં જે તે વિસ્તારની અનૂકુળ, વધુ ઉત્પાદન આપતી રોગ અને જીવાત પ્રતિકારશકિત ધરાવતી સુધારેલી જાતની પસંદગી કરવી. સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના મુખ્ય મસાલા સંશોધન કેન્દ્ર,જગુદણ મુકામેથી ઈસબગુલની  સુધારેલી વધુ ઉત્પાદન આપતી જાતો બહાર પાડવામાં આવેલી છે. જેની ખાસિયતો નીચે મુજબ છે.

અ.નં.

ગુણધર્મો

જાતો

ગુજરાત

ઈસબગુલ-૧

ગુજરાત ઈસબગુલ-ર

ગુજરાત ઈસબગુલ

*ગુજરાત ઈસબગુલ

(૧)

પાનનો રંગ

પિળાશ પડતો લીલો

આછો લીલો

ઘાટો લીલો

ઘાટો લીલો

(ર)

ડુંડીમાં બીજની સંખ્યા

૬૮

૭૯

પર

૮૦.૭

(૩)

ડુંડીની લંબાઈ (સે.મી.)

૩.ર

૩.૪

૪.૮

૪.૭

(૪)

છોડ દીઠ ફુટની સંખ્યા (સરેરાશ)

૩.૮

૪.૧

૬.૦

(પ)

છોડ દીઠ ડુંડીની સંખ્યા (સરેરાશ)

ર૭.૪

ર૮.૬

૪૦.૦

રર.૭

(૬)

છોડની ઉંચાઈ(સે.મી.)

૩પ.૬

૩૬.પ

૩પ.૦

૩૧.૦

(૭)

૧૦૦૦ દાણાનું વજન (ગ્રામ)

૧.પ

૧.૭

૧.પ

૧.૬

(૮)

પાકવાના દિવસો

૧૧૯

૧૧૯

૧૦૯

૧૦ર

(૯)

ઉત્પાદન( કિગ્રા/હે)

૭ર૯

૯૦૮

૧ર૮૪

૯ર૮

(૧૦)

કલાઈ સ્વેલીગ ફેકટર (સીસીળગ્રામ)

૯.૦

૯.૩

૯.૧

૧૧.૪

* The variety is non-shattering type with higher husk swelling trait. GI 4 was less prone to downy mildew as well as root rot diseases. Tillers are   profuse. No shattered even rains during standing crop.

બિયારણનો દર, બિયારણની માવજત અને વાવણી

એક હેકટર વિસ્તારના વાવેતર માટે ૩ થી ૪ કિલોગ્રામ બિયારણની જરુર પડે છે. બીજને કેપ્ટાન કે થાયરમ ૩ ગ્રામ પ્રતિ કિલો બિયારણ દીઠ પટ આપવાથી પાકની શરુઆતની અવસ્થામાં આવતો કોહવારો અને જમીન જન્ય રોગો સામે રક્ષણ મળે છે. ઈસબગુલના બીજ નાના અને હલકાં હોવાથી વાવતાં પહેલાં તેને ૪ થી પ કિલોગ્રામ રેતી અથવા ચાળેલા છાણિયા ખાતર કે દિવેલી ખોળના ભૂકા સાથે ભેળવી ૩૦ સેમી અંતરે હારમાં વાવણી કરવી.જેથી બીજનો ઉગાવો સારો થાય, બીજની જરૂરીયાત ઘટે અને હાથથી આંતર ખેડ કરવાથી નિંદામણ ખર્ચ ઘટે છે. બીજ જમીનમાં વધુ ઉંડા ન પડે તેની ખાસ કાળજી રાખવી.

ખાતર વ્યવસ્થા

ઈસબગુલ પાકને જમીન તૈયાર કરવાના સમયે ફકત પ ટન છાણિયું ખાતર પ્રતિ હેકટરે આપવાથી આર્થિક રીતે પોષણક્ષમ  ઉત્પાદન મેળવી શકાય છે. ભલામણ કરેલ  ૪૦ + ર૦ ના. ફો. પ્રતિ હેકટરે નીચે મુજબ આપવું.

અ.નં.

ભલામણ કરેલ ખાતર

રાસાયણિક ખાતર (કિલો/હે)

રાસાયણિક ખાતર આપવાનો સમય અને પધ્ધતિ

ડી.એ.પી.

યુરિયા

(૧)

પાયાના ખાતર

૪૪

ર૬

પાકની વાવણી સમયે જમીનમાં પાયાના ખાતર તરીકે બીજથી ર થી ૩ સે.મી.ઉંડે ચાસમાં ઓરીને આપવું.

(ર)

(ર૦ +ર૦ના. ફો. કિલો/હે)

-

૪૪

પાકની વાવણી બાદ ૩૦ દિવસે નિંદામણ કર્યા બાદ પ્રથમ પિયત આપ્યા બાદ પગ ટકે તેવા ભેજે સાંજના સમયે આપવું.

ખરીફ ૠતુમાં કઠોળ પાકને ભલામણ કરેલ રાસાયણીક ખાતરમાંથી  અડધો જથ્થો સેન્દ્રીય ખાતરના રૂપમાં આપવામાં આવેતો ત્યાર  બાદ રવી ૠતુના ઈસબગુલ પાકની ખાતર જરૂરીયાત  પ૦ ટકા સુધી ઘટે છે. જેથી ખાતર ખર્ચમાં બચત થાય છે.

પિયત

સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઈસબગુલનુ વધુ અને ફાયદાકારક ઉત્પાદન મેળવવા પ૦ મી.મી. ઉંડાઈના ૧૦ પિયત  આપવા. ૧૦ પિયતમાં પ્રથમ પિયત વાવણી વખતે, બીજુ પિયત વાવણી બાદ ૬ દિવસે અને ત્યાર બાદ બાકીના ૮ પિયત ૧ર થી ૧પ દિવસના અંતરે આપવા. ઉત્તર ગુજરાતની ગોરાડુ જમીન માટે ઈસબગુલના પાકને પ પિયતમાં પ્રથમ પિયત વાવેતર વખતે, બીજું પિયત ર૮ દિવસે અને ત્યાર પછી બાકીના ૩ પિયત ૧પ થી ર૦ દિવસના ગાળે આપવાથી સારું ઉત્પાદન મળી શકે છે. પરંતુ જયારે પાણીની અછત હોય ત્યારે પ્રથમ પિયત વાવણી સમયે અને ત્યાર બાદ ૩૦ અને ૭૦ દિવસે બીજું અને ત્રીજું પિયત આપવું. પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ઉગાવો, ડુંડી નિકળવાની, ફુલ આવવાની અને દાણો દૂધે ભરાય ત્યારે પિયત આપવાથી ઉત્પાદનમાં ઘટાડો કર્યા સિવાય પિયત ખર્ચ ઘટાડી શકાય. .વાતાવરણ વાદળછાયુ હોય કે ઝાકળ વધારે પડતુ હોય ત્યારે પિયત આપવાનુ ટાળવું.

નિંદામણ

પાકની શરુઆતની ધીમી વૃધ્ધિ  તથા પુંખીને વાવણી કરવામાં આવતી હોવાથી નિંદણનો વધારે ઉપદ્રવ જોવા મળે છે. જેથી  ઉત્પાદનમાં પ૦ ટકા સુધી ધટાડો થાય છે. ઉત્તર ગુજરાતમાં ઈસબગુલના પાકમાં પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક અથવા શકય હોય તો ર૦ અને ૪૦ દિવસે એમ બે હાથ નિંદામણ કરવાની ભલામણ કરવામાં આવે છે. મજુરોની લભ્યતા ઓછી હોય તથા મોંઘા હોય તેવા સંજોગોમાં નિંદામણનાશક દવાનો સમજપૂર્વક ઉપયોગ કરી નિંદણ નિયંત્રણ કરવું ખૂબ જ જરુરી છે. પાકની વાવણી પહેલાં ૧૦ દિવસે આઈસોપ્રોટુરોન હેકટર દીઠ પ૦૦ ગ્રામ સક્નિય તત્વ મુજબ છંટકાવ કરવાથી પાકનું ઉત્પાદન અર્થક્ષમ રીતે વધારી શકાય છે. જો એમ શકય ન બને તો પાકની વાવણી બાદ બીજા દિવસે આઈસોપ્રોટુરોન  હેકટર દીઠ પ૦૦ ગ્રામ સક્નિય તત્વ મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવેલ છે. પરંતુ આવા કિસ્સામાં દવા છાંટયા બાદ ૧૦ દિવસ સુધી પિયત આપવુ નહીં.

પાક સંરક્ષણ

જીવાતો

મોલો  : મોલો પોચા શરીરવાળી અને લંબગોળ હોય છેે અને પાનમાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ પીળો પડી જાય છે. જયારેે મોલોનો ઉપદ્રવ વઘુ જોવા મળે તો બીજ કદમાં ખુબ જ સંકોચાયેલા જોવા મળે છે. વળી, આ જીવાત પાન ઉપર મધ જેવો ચીકણો પદાર્થ છોડે છે જેથી છોડ કાળા પડી જાય અને અંતે ઉત્પાદનમાં નોંધપાત્ર ધટાડો થાય છે.

નિયંત્રણ

  1. સમયસર  વાવણી કરવી.
  2. પીળા ચીકણા પિંજર પ્રતિ હેકટરે ૧૦ ની સંખ્યામાં ગોઠવવા. જેથી ઈસબગુલની મોલોનું સહેલાઈથી પરીક્ષણ કરી  સમયસર નિયંત્રણ કરી શકાય.
  3. લીંબોળીનું તેલ ૩૦ મીલી પ્રતિ  ૧૦ લીટર પાણીમાં અથવા લીંબોળીની મીંજનો પાવડર પ૦૦ ગ્રામ પ્રતિ  ૧૦   લીટર  પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી મોલોનું અસરકારક નિયંત્રણ થઈ   શકે  છે.
  4. ડાયમિથોએટ ૦.૦૩ ટકા અથવા ઈમીડાકલોપ્રીડ ૦.૦૦પ ટકા અથવા  મિથાઈલ– ઓ –ડિમેટોન ૦.૦પ ટકા  પૈકી કોઈ પણ એક   દવા  ઈસબગુલની મોલો સામે અસરકારક પૂરવાર  થયેલ  છે.

ઉધઈ   :ઉધઈ છોડના મૂળ કાપી નાખે છે જેનાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા ઘટતાં    ઉત્પાદનમાં નોંઘપાત્ર ધટાડો જોવા મળે છે.

નિયંત્રણ : ઉભા પાકમાં  કલોરપાયરીફોસ ર૦ઈસી હેકટરે ૪લીટર પ્રમાણે  રેતીમાં ભેળવી પૂંખીને અથવા પિયત પાણી સાથે આપવાથી તેનું  નિયંત્રણ થાય છે.

રોગો

તળછારો : સામાન્ય રીતે  પાકની વાવણી બાદ આશરે પ૦ થી ૬૦ દિવસે ડુંડી બેસવાના સમયે  રોગની શરુઆત છોડના નીચેના પાન ઉપર ટોચના ભાગથી થાય છે. ધીમે ધીમે તે આખા પાન અને છોડ ઉપર ડાઘાના રૂપમાં ફેલાય છે. ઘણીવાર છોડની ડુંડીનો આકાર વિકૃત બની જતો હોય છે અને પાન સાંકડા તથા વધુ સંખ્યામાં થઈ જતા હોય છે. આ રોગ ઠંડા તેમજ વધુ ભેજ અને ઝાકળવાળા હવામાનમાં વધુ પ્રસરે છે.

નિયંત્રણ : જયારે પણ વાદળછાયું હવામાન અને ઝાકળ વધુ  અથવા રોગના સામાન્ય ચિન્હો દેખાય કે તરતજ મેન્કોઝેબ દવા રપ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. છંટકાવ હમેશાં  ઝાકળ ઉડી ગયા બાદ કરવો.

કાપણી : આશરે ૧૧પ થી ૧ર૦ દિવસે પાક તૈયાર થઈ જાય છે. તે સમયે  છોડ પીળા અને ડુંડીઓ આછા ગુલાબી ભૂખરા રંગની થાય અને ડુંડીને હાથથી દબાવતા દાણા સહેલાઈથી બહાર આવે છે. કાપણી ઝાકળ ઉડી ગયા બાદ એટલે કે, ૧૦ વાગ્યા પછી જ કરવી. કાપણી બાદ તુર્તજ પાકને સિમેન્ટના પાકા સ્વચ્છ ખળામાં લઈજઈ બે–ત્રણ દિવસ સુકવી,  વહેલી સવારે પગર કરી દાણા સાફ કરી લેવા.

ઉત્પાદન : સામાન્ય સંજોગોમાં હેકટર દીઠ ૮૦૦ થી ૧૦૦૦ કિલોગ્રામ મેળવી શકાય છે.

સ્ત્રોત: ર્ડા.ડી.બી.પ્રજાપતિ,ર્ડા.ડી.જી.પટેલ, અને ર્ડા.એ.યુ.અમીન, બીજ મસાલા સંશોધન કેન્દ્ર,,સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જગુદણ, જી.મહેસાણા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 10/28/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate