অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લસણની ખેતી પદ્ધતિ

લસણની ખેતી પદ્ધતિ

 lasan

લસણ ની જોતો : ગુજરાત લસણ-3, ગુજરાત લસણ-૪, યમુના સફેદ(જી-૨૮૨), યમુના સફેદ-૨ તથા 3

પાક માટે અનુકુળ જમીન: સારા નિતારવાળી, ફળદ્રુપ અને સેન્‍દિય પદાર્થો સારા પ્રમાણમાં હોય તેવી જમીન વધુ અનુકુળ આવે છે.ગોરાડુ, બેસર તેમજ મઘ્‍યમ કાળી જમીનમાં લસણનો પાક સારો થાય છે

વાવેતરનો સમય: ઓકટોબર-નવેમ્‍બર૧  થી ર૧ ઓકટોબર દરમ્‍યાન વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

વાવેતરનુ અંતર : ૧0 થી ૧પ x  ૧૦ સે.મી

બીજ દર:  પ૦૦ થી ૭૦૦ કિ, ગ્રા. કળીઓ પ્રતિ હેકટર

રાસાણિક ખાતર: રપ કિ.ગ્રા. નાઈટ્રોજન, પ0 કિ.ગ્રા. ફોસ્‍ફરસ તથા ૫0 કિ.ગ્રા. પોટાશ તત્‍વના રૂપમાં પાયાના ખાતર તરીકે આપવું. એટલે કે  ૧0૯ કિ.ગ્રા. ડીએપી, ૮૬ કિ.ગ્રા. મ્‍યુરેટ ઓફ પોટાશ અને ૧૧ કિ.ગ્રા. યુરિયા આપવું. ત્‍યારબાદ 30 દિવસે પૂર્તિખાતર તરીકે હેકટરે રપ કિલો નાઈટ્રોજન આપવો એટલે કે પ૪ કિ.ગ્રા. યુરિયા આપવું.

દેશી ખાતર: જમીન તૈયાર કરતી વખતે ર0 થી રપ ટન/હે કોહવાયેલું છાંણીયુ ખાતર જમીનમાં ભેળવવું

પાકની મુખ્ય જીવાત અને નિયંત્રણ: થ્રીપ્‍સનાં નિયંત્રણ માટે ડાયમીથોએટ (0.03 ટકા)  ૧0 મી.લી. દવા અથવા પ્રોફેનોફોસ (0.0પ ટકા) ૧0 મી.લી. અથવા પોલીટ્રીનસી (0.0૪ ટકા) ૧0 મી.લી. ૧0  લીટર પાણીમા ઓગાળીને ૧0 થી ૧ર દિવસના અંતરે વારાફરતી  છંટકાવ કરવો.

ભૂકીછારાના નિયંત્રણ માટે થાયોફેનેટ મિથાઈલ (0.0પ ટકા) ૭ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ (0.00૮ ટકા) ૧૬ મી.લી. દવા ૧0 લીટર પાણીમાં ભેળવી ૧0 દિવસનાં અંતરે ત્રણ છંટકાવ  કરવા.

સુકારાના નિયંત્રણ માટે કાર્બાન્‍ડેઝીમ (0.પ ટકા)  પ ગ્રામ દવા નો પ્રથમ છંટકાવ અને ત્‍યાર બાદ ત્રણ છંટકાવ થાયોફેનેટ મિથાઈલ (0.0પ ટકા) ૭ ગ્રામ અથવા મેન્‍કોઝેબ (0.ર ટકા) ર૭ ગ્રામ દવા ૧0 લીટર પાણીમાં નાખી રોગની શરૂઆત થયે ૧0 દિવસના અંતરે  છંટકાવ કરવા.

પિયત ની સંખ્યા: ૧0 થી ૧ર દિવસના અંતરે આપવા. લસણના ગાંઠીયા બંધાયા બાદ વધારે પડતા પિયતથી  કળીઓનું ઉગી જવાનું પ્રમાણ વધે છે. કાપણી પહેલા ૧પ થી ર0 દિવસ અગાઉ પિયત બંધ કરવું.

પાક ના દિવસો: ૧૩0 થી ૧૩૫

ઉત્પાદન : સરેરાશ ૭ થી ૮ હજાર કિલો/હેક્ટર

સંદર્ભ: આણંદ કૃષિ યુનિવર્સિટી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/3/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate