অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શિયાળુ મકાઈની ખેત પદ્ધતિ

પ્રસ્તાવના

  • ધાન્ય પાકોમાં મકાઈ ઘણો જ અગત્યનો પાક છે.આ  વર્ગના બધા પાકો જેવા કે બાજરી,ઘંઉ તથા ડાંગરની સરખામણીંમાં હાઈબ્રીડ મકાઈમાં ઉત્પાદન આપવાની ક્ષામતા ઘણી જ વધારે રહેલી છે.        આપણા વિસ્તારમાં ચોમાસુ મકાઈ ઘણાં કારણોસર ઓછુ ઉત્પાદન આપે છે.પરિણામે બીજા રાજયોની સરખામણીમાં ચોમાસુ ઋતુમાં મકાઈનુંુ   સરેરાશ ઉત્પાદન ઓછુું આવે છે. છેલ્લા કેટલાક વષ્ર્ોા થી ગુજરાતમાં  શિયાળુુ મકાઈનો પાક સફળતા પૂર્વક લઈ શકાય છે.તેેવુ અખતરાઓ પરથી તેમજ ખેડૂતોના અભિપ્રાયો પરથી જાણવા મળેલ છે.આપણા રાજયમાં શિયાળુ મકાઈનુું વાવેતર ૮પ હજાર હેકટરમાં મુખ્યત્વે પંચમહાલ,દાહોદ,વડોદરા,સાબરકાંઠા અને બનાસકંાઠા જિલ્લાઓમાં થાય છે.
  • ચોમાસુ ઋુતુ કરતાં શિયાળુ મકાઈના પાકનુુ હેકટરે ર થી ૩ ગણું વધુ ઉત્પાદન મળે છે. કારણકે
  • આ ઋતુુમાં પાક પિયત હેઠળ લેવાનો હોઈ પાણીંનુું નિયમન ઘણુ સારી રીતે થઈ શકે છે. જેથી આપેલા રાસાયણીક ખાતરોનો કાર્યક્ષામ રીતે ઉપયોગ થાય છે.
  • શિયાળામાં ચોમાસા કરતાં સૂર્ય પ્રકશ વધુુુ મળવાથી છોડમાં પ્રકાશ  સંશ્લેષ્ાણની કિ્રયામાં વધારો થાય છે.પરિણામેે ઉત્પાદન વધુ મળે છે.
  • શિયાળામાં રોગ જીવાત અને નિંદામણનો ઉપદ્રવ ઘણો ઓછો હોય છે.
  • શિયાળુ મકાઈનો પાક સંપૂર્ણ પિયત આધારીત હોઈ જયંા પિયતની સગવડ હોય ત્યાં લઈ શકાય છે.
  • આ પાકમાં ટપક પિયત પધ્ધતિ પણ ખુબ જ અનુકુળ હોઈ ઓછા પાણીએ પણ પાક લઈ શકાય છે.

જમીન ની તૈયારી

જમીનમાં ભેજ ના હોય તો પિયત આપી વરાપે ર(બે)  આડી ઉભી ખેડ કરી આગલા પાકના જડીયાં,કચરો વીણી ખેતર સાફ કરવુ.જેથી ઉધઈ જેવી જીવાતોનો ઉપદ્રવ  થતો રોકી શકાય.સમાર મારી જમીન સમતલ કરવી.

પાળા ચઢાવવા

  • વાવેતર બાદ એક માસ પછી પાક –ઢીંચણ જેટલી ઉંચાઈનો થાય ત્યારે પૂરક ખાતરનો પ્રથમ હપ્તો આપ્યા બાદ તરતજ યોગ્ય માપની કરબડી ના દાઢાને દોરી વિંટાળી અથવા રીઝર વડે પાળા ચઢા વવા જોઈએ. પાળા ચઢાવવાથી નિંદામણ અંકુશમાં આવે છે. કમોસમી વરસાદ થી છોડ ઢળી પડવાથી રક્ષાણ મળે છે તેમજ ખેતરમાનુંુ વધારાનુંંુ પાણી બહાર નીકળી જાય છે.

આંતરખેડ અને નિંદામણ

  • આ પાકની શરૂઆતની વૃધ્િધ ઓછી હોય છે. જેથી ઝડપથી વૃધ્િધ પામતા નિંદામણની  સરખામણીમાં ભેજ, સુર્યપ્રકાશ અને પોષ્ાક તત્વોના કાર્યક્ષામ ઉપયોગની હરિફાઈમાં પાક ટકી શકતો નથી. પરિણામે પાક નબળો રહે છે. જેની સીધી અસર પાક ઉત્પાદન પર થાય છે. જેના માટે એેટ્રાજીન ૧ કિલો/હે(સ.ત) પ૦૦ લીટર પાણીમાં ઓગાળી વાવણી પછી તરતજ પરંતુ મકાઈનાં બીજ ઉગતા પહેલાં છંટકાવ કરવો જોઈએ. તથા ૪પ દિવસે એક હાથ નિંદામણ કરવું જોઈએ.

પારવણી

  • સારા અને ભરાવદાર ડોડવા મળી રહે તે માટે બે છોડ વચ્ચે પયર્ાપ્ત અંતર જળવાઈ રહે તે માટે પાક ૧પ થી ર૦ દિવસનો થાય ત્યારે રોગ જીવાત મુકત તંદુરસ્ત છોડ ર૦ સે.મી. ના અંતરે રહે તેમ પારવણી કરવી જોઈએ. મોડી પારવણી કરવાથી ઉત્પાદન પર અસર થાય છે.

રાસાયણિક ખાતર

  • સામાન્ય રીતે શંકર જાતો માટે હેકટર દીઠ ૧પ૦ કિલો નાઈટ્રોજન અને ૬૦ કિલો ફોસ્ફરસની જરૂરીયાત રહે છે.  જે પૈકી પાયામાં હેકટરે ૧૩૦ કિલો ડીએપી આપવાની ભણામણ છે.અને ઉભા પાકમાં ે હેકટરે ૮ર કિલો યુરીયાનો પ્રથમ હપ્તો પાકની ઘુંટણ અવસ્થાએ આપવો  અને ચમરી દેખાવાની શરૂઆત થાય ત્યારે ૧૧૦ કિલો યુરીયાનો બીજો હપ્તો ચાસમાં  આપવો.  દાણા ભરાવવાની અવસ્થાએ ૮ર કિલો યુરીયાનો ત્રીજો હપ્તો  આપવો જોઈએ. હાલમાં ગુજરાત રાજયની જમીનમાં ઝીંકની ઉણપ જોવા મળેલ છે. જેથી ઝીંકની ઉણપ હોય તેવા ખેડૂતોએ જમીનમાં હેકટરે ર૦ કિલો ઝીંક સલ્ફેટ પાયામાં આપવો. ફોસ્ફરસયુકત ખાતર અને  ઝીંક સલ્ફેટ ભેગા કરી ન આપતાં અલગ અલગ આપવા ભલામણ છે.

વાવણી અંતર

  • હાઈબ્રીડ જાતો માટે ૭પ સે.મી. × ર૦ સે.મી. નું અંતર રાખવું.

જાતની પસંદગી

  • શંકર જાતો રાસાયણિક ખાતરોને ખુબ જ સારી રીતે પ્રતિભાવ  આપતી હોઈ તથા પિયતની ખાતરી હોવાથી શિયાળુ ઋતુ માટે શંકર જાતની જ પસંદગી કરવી જોઈએ ,જેમાં  પીળી મકાઈ માં  નીચે દશર્ાવ્યા પૈકી કોઈ પણ શંકર જાતની પસંદગી કરવી જોઈએ.
  • જાત  ઉત્પાદન ક્ષામતા (ટન/હે)       પાકવાની મુદત
  • એચ કયુ પી એમ ૧      ૬.પ થી ૭   ૧પ૦ દિવસ
  • કોઈમબ્તુર ૬       ૮ થી ૯      ૧પ૦ દિવસ
  • એચ એમ ૧૦      ૬.પ થી ૭   ૧૪૦ થી ૧પ૦ દિવસ
  • એચ એમ ૧૧      પ.પ થી  ૬ ૧૪૦ થી ૧પ૦ દિવસ
  • ડી એચ એમ ૧૧૭ ૭ થી ૭.પ   ૧૪૦ થી ૧પ૦ દિવસ
  • આ ઉપરાંત અખિલ ભારતીય સંકલિત યોજના અંર્તગત મકાઈ પાક પર ચકાસણીના આધારે ભલામણ થયેલ ખાનગી કંપનીની શંકર જાતો પણ વાવેતર હેઠળ  લઈ શકાય .

વાવણી

  • સામાન્ય રીતે સમયસરની વાવણી વધુ ઉત્પાદન માટે મહત્વનો ભાગ ભજવે છે. શિયાળુ મકાઈનું સામાન્ય રીતે ૧પ ઓકટોબર થી નવેમ્બર ના પ્રથમ અઠવાડીયા સુધીમાં વાવેતર કરી દેવુંુ જોઈએ. બિયારણનો દર હેકટર દીઠ ર૦ કિલો રાખવો જોઈએ.

બિયારણની માવજત

  • બીજને વાવતાં પહેલાં ૧ કિલો બીજ દીઠ ર થી ૩ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમનો પટ આપો. ર૪ કલાક પછી એઝેટોબેકટર અથવા અઝોસ્પાઈરીલમ અને પી.એસ.બી. ૧૬ કલ્ચરનો ૧ કિલો બીજ માટેે પ૦ ગ્રામ લેખેે પટઆપી છાંયડે સુકવી ઉપયોગમાં લો.

પિયત

  • શિયાળુ મકાઈમાં સામાન્ય રીતે ૭ થી ૮  પિયતની જરુરિયાત રહેતી હોય છે.  કટોકકટી ની ત્રણ અવસ્થાઓ જેવી કે  ચમરી અને મુછ આવવાના સમયે અને  દુધિયા દાણાની અવસ્થા દરમ્યાન પુરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ.ઉપરોકત અવસ્થાઓ પૈકી માદા ફુલ (મુછીયા) નીકળવાની અવસ્થા વધુ પડતી નાજુક અવસ્થા છે. જેની સીધી અસર ઉત્પાદન પર પડે છે. આ પાકમાં સાદી પધ્ધતિથી હારમાં અને જોડીયા હારમાં ટપક પિયત પણ અનુકુળ છે.
  • સામાન્ય રીતે શિયાળુ મકાઈના પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે જેથી તેના નિયંત્રણ માટે સંકલિત પદધતિ નાં પગલાં લેવા ભલામણ છે.
સ્ત્રોત: આણંદ કૃષિ  યુનીવર્સીટી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate