অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તમાકુ

જમીન અને આબોહવા

આ પાક વાવાઝોડા કે વધુ પવનની ઝડપ સામે ટકી શકતો નથી. વધુ ઠંડી પણ પાકને નુકસાન કરે છે. સારી ફળદ્રુપતા ધરાવતી ગોરાડું જમીન આ પાક ને અનુકૂળ છે. ભારે જમીન કે જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન આ પાકને અનુકૂળ નથી

જાતોની પસંદગી

પિયત વિસ્તારમાં સારા ઉત્પાદન માટે આણંદ-2,આણંદ 119, ગુજરાત તમાકુ-5,ગુજરાત તમાકુ-9,ગુજરાત તમાકુ હાઇબ્રીડ 1 વગેરે જાતો પસંદ કરવી.

બિનપિયત વિસ્તાર માં સારા ઉત્પાદન માટે આણંદ 119,ગુજરાત તમાકુ -4, ગુજરાત તમાકુ -7,વગેરે જાતો પસંદ કરવી.

કલકત્તી તમાકુની જાત માટે ગુજરાત કલકત્તી: 1,ગુજ.કલકત્તી: 2,ગુજ.કલકત્તી: 3 જાતો પસંદ કરવી.

ધરૂવાડિયું

  • તમાકુનું બીજ ખૂબ જ નાનું હોવાથી સીધું જ ખેતરમાં વાવવું હિતાવહ નથી.
  • બીજને રેતીમાં ભેળવી વાવેતર કરવું જેથી જમીનમાં એકસરખું પથરાઈ જાય.
  • ધરૂના તંદુરસ્ત અને સારા વિકાસ માટે ધરૂવાડીયાના ક્યારાની પહોળાઈ 1.2 થી 1.5 મીટર અને લંબાઈ 15 થી 20 મીટર રાખવી.આનાથી ધરૂનો કોહવારો ઓછો આવે છે.
  • વાવણી માટેનો બીજદર 2 કિલો/એકર થી વધુ ના રાખવો.આનાથી ઉગાવો મોડો અને વિકાસ ઓછો થાય છે જેનાથી ધરૂના કોહવારાની શક્યતા વધી જાય છે.
  • અળસી ધરૂ ઉપર માટીના ઢગલા કરે છે.નિયંત્રણ માટે વાવણીના 10 દિવસે ક્લોરપાયરીફોસ 30 મિલિ/15 લિટર પાણી (2 લિટર/ચોરસ મીટર) પ્રમાણે નર્સરીમાં નાખો.
  • કલકતી તમાકુની ધરૂની વાવણી 2 to 2.5 કિલો/એકર બીજદર પ્રમાણે સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડીયાથી ઓક્ટોમ્બરના પ્રથમ અઠવાડીયા સુધી કરવી.
  • ધરૂને નુકસાન ના થાય તે માટે ધરૂવાડીયામા શરૂઆતમા ઝારા વડે નિયમિત પાણી આપવુ,બરાબર ઉગ્યા પછી નિક દ્વારા પાણી આપી શકાય.
  • 12 થી 15 સેમી ઊંચા અને 4 થી 5 પાન વાળા ધરૂવાવણી રોપણી માટે ઉત્તમ ગણાય.
  • કલકત્તી તમાકુ માટે ધરુ ઊછેરમાં હેક્ટરે 58 કિલો નાઈટ્રોજન નાખવાની ભલામણ છે. આમાનો 38 કિગ્રા નાઈટ્રોજન પાયામાં નાખો.

ફેરરોપણી

જમીનની તૈયારી:જમીનમાં 2-3 વાર હળ વડે ખેડ કરવી. ત્યારબાદ કરબ વડે ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરવી. પાછલા પાકના અવશેષો વીણી નાશ કરવો અને યોગ્ય માપના ક્યારા બનાવવા.

રોપણી

રોપણી

  • રસ્ટિકા તમાકુના ધરૂ 5 થી 6 અઠવાડીયા બાદ ને બીડી તમાકુના ધરૂ 7 થી 9 અઠવાડીયા બાદ રોપણી માટે તૈયાર થઈ જાય છે.
  • રોપણીના 10 દિવસ પહેલા ધરૂવાડિયામાં પાણી આપવાનું બંધ કરવું.
  • રોપણી 10 થી 15 સેમી ઊંડાઈએ કરવી.
  • રોપણીના થોડા સમય પહેલા ધરૂવાડિયામાં પાણી આપવું જેથી મૂળ સહેલાઈથી ઉખડી જાય અને તંતુ તૂટે નહીં.
  • મૂળને નુકસાન ન થાય એ રીતે રોપણી કરવી.
  • નવા રોપેલ ધરૂને સૂર્યપ્રકાશ થી બચાવવા જુવારના પરાળ થી ઢાંકવા.
  • જમીનના પ્રકારને આધારે ફેરરોપણી 90 x 60 -75 સેમી અંતરે કરવી.
  • કલકત્તી તમાકુની ફેરરોપણી સપ્ટેમ્બર માસમાં કરવી જ્યારે બીડી તમાકુની ફેરરોપણી ઓગસ્ટ ના ત્રીજા અઠવાડીયા થી સપ્ટેમ્બર ના ત્રીજા અઠવાડીયા સુધી કરી શકાય. કલકત્તી તમાકુની બે હાર અને બે છોડ વચ્ચે 50 સેમી X 45 સેમી. અંતર રાખી  ફેરરોપણી કરવી.

ખાતર

રાસાયણિક ખાતર : પાક માં યુરિયા ખાતર 20 કિલો, 30 કિલો, 30 કિલો અને 30 કિલો પ્રતિ એકરે ફેરરોપણી બાદ અનુક્રમે 15, 30, 50 અને 70 દિવસે પૂર્તિ ખાતર આપવાથી વધુ ઉત્પાદન મળે છે. રસ્ટીકા તમાકુ માં 30 કિલો યુરિયા ફેર રોપણી ના 15, 30, 50 અને 70 દિવસે આપવો.

દ્રાવ્ય ખાતરો નો છંટકાવ : દ્રાવ્ય ખાતરો નો છંટકાવ નીચે મુજબ કરવો.

દ્રાવ્ય ખાતર

પ્રમાણ

(ગ્રામ/લિટર)

છંટકાવ સમય

 

NPK 19:19:19

 

3

પાનના વિકાસની પૂર્વ અવસ્થામાં એક સ્પ્રે આપવો.

NPK 00:52:34

5

પાનના વિકાસની જોર અવસ્થામાં એક સ્પ્રે આપવો.

NPK 13:00:45

5

પાનના વિકાસના જોર અવસ્થામાં એક સ્પ્રે આપવો.

 

NPKS 00:00:50+18

10

પાન પરિપકવતા સમયે એક સ્પ્રે કરવો.

કેલ્શિયમ નાઇટ્રેટ

08

પાન વિકાસની અવસ્થામાં એક સ્પ્રે કરવો.

 


પિયત વ્યવસ્થાપન

  • કલકત્તી તમાકુ ને જીવનકાળ દરમ્યાન કુલ 9 પિયત જરૂરી છે. રોપણીના 45 દિવસ સુધી 15 દિવસના ગાળે અને ત્યારબાદ 10 દિવસના ગાળે પિયત આપવા.
  • રસ્ટીકા તમાકુ ને 9-10 પિયત ની જરૂરિયાત રહે છે. ફેરરોપણી બાદ 15 દિવસના અંતરે 3 પિયત આપવા.બાકીના પિયત 10 દિવસના અંતરે આપવા.

ખુંટણી

  • કલકત્તી તમાકુમાં ખુંટણી પહેલા પીલા ફૂટવાની શરૂઆત થાય છે. ફુટવા માંડે ત્યારથી તમાકુની કાપણી સુધી નિયમિત પણે પીલા કાઢતા રહેવા.
  • ગુજરાત કલકત્તી-1માં  ફૂલની શરૂવાતમાં, GT-3 માં 12 થી 14 પાન અને દાંતીવાડા કલકત્તી જાતમાં 4 થી 16 પાન અવસ્થાએ ખૂંટણી કરવી.
  • ગુજરાત તમાકુ-1 માં 13-15 પાને અને ગુજ. તમાકુ- 2 અને 3 ની 17-20 પાને ખુંટણી કરવી.

જીવાત નિયંત્રણ

અળસી: આ કીટક 3 થી 4 મીમી લાંબુ અને ટૂકી પાંખવાળું ઢાલપક્ષ કીટક છે. તે વારંવાર તેનો ઉદરપ્રદેશ ઊંચો કરવાની લાક્ષણિક્તા ધરાવે છે અને જમીન ખોતરીને નાના કણના ઉચેરા/ઢગલીઓ બનાવે છે. જે ઊગી નીકળતા ધરૂને ઢાંકી દે છે. જ્યારે વરસાદ આવે કે પિયત આપવામાં આવે ત્યારે આ માટી ધરૂ સાથે ચોટી જાય છે, જેથી નાજુક છોડ નાશ પામે છે. આ જીવાતનો વધારે ઉપદ્રવ હોય તો મોટા ભાગના છોડ નાશ પામે છે. જેને લીધે બીજની વાવણી ફરીથી કરવી પડે છે. પરિણામે તમાકુની ફેરરોપણી સમયસર કરી શકાતી નથી. આ જીવાતના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 ઇસી 2 મિલી દવા 1 લિટર પાણીમાં ભેળવી ઝારા વડે દર ચોરસ મીટર દીઠ 2 લિટર ના દરે વાવ્યા બાદ દસ દિવસે જમીનમાં રેડવી.

પાન ખાનાર ઇયળ :મોટી ઇયળો પાનમાં કાણાં પાડી નસો સિવાયનું આખું પાન ખાઈ જાય છે. સમયસર આ ઇયળોનું નિયંત્રણ કરવામાં ન આવે તો આખું ધરૂવાડિયું નાશ પામે છે પરિણામે ખેતરમાં રોપવા માટે તંદુરસ્ત ધરૂ સમયસર મળતું નથી. પાન પરના નાના કાણાં પાનની વૃદ્ધિ થતાં ઘણા મોટા થાય છે. જે તમાકુના પાકમાં સીધું આર્થિક નુકસાન પહોચાડે છે. નિયંત્રણ માટે પિંજર પાક તરીકે 1 મીટરના અંતરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મુકાયેલા ઈંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણી નાશ કરવો. રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા / અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત / અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml / 15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.

પાન ખાનાર ઘોડિયા ઇયળ :ધરૂવાડીયામાં તથા ફેરરોપણીના પાકમાં નુકસાન કરતી આ જીવાતની ઇયળ આછા લીલા રંગની હોય છે. તેની બંને ધારે ઝાંખા સફેદ રંગની લીટીઓ હોય છે. ઇયળ ચાલે ત્યારે ઉદરપ્રદેશનો વચ્ચેનો ભાગ ઊંચો થાય છે. શરૂઆતમાં નાની ઇયળ પાન કોરે છે. ઇયળ મોટી થતાં પાનની નસો વચ્ચે નાના કાણાં પાડે છે. તમાકુના પાકમાં કાણાં આ જીવાતની હાજરી સૂચવે છે. નિયંત્રણ માટે પિંજર પાક તરીકે 1 મીટરના અંતરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મુકાયેલા ઈંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણી નાશ કરવો. રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા / અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત / અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml / 15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.

ગાંઠિયા ઇયળ: આ જીવાતના ઉપદ્રવની શરૂઆત ધરૂવાડીયામાથી થાય છે. તેની માદા કુમળા પાન ઉપર છૂટાછવાયા ઈંડા મૂકે છે. ઈંડામાથી નીકળેલ ઇયળ સફેદ ભૂખરા રંગની હોય છે જે પાનની નસમાં દાખલ થઈ જમીન નજીકના થડના ભાગમાં સ્થાયી થઈને ગર્ભ ખાય છે. જેથી ગાંઠ જેવો ભાગ ઉપસી આવે છે. પરિણામે છોડની વૃદ્ધિ અટકાએ છે અને પાન નાના રહે છે. આ જીવાતનો ઉપદ્રવ બીડી તમાકુ કરતાં કલકતીમાં વધુ જોવા મળે છે. ઇયળ એક વખત છોડમાં દાખલ થઈ જાય ત્યારબાદ તેનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. નિયંત્રણ માટે નીચે મુજબના પગલાં લેવા.

સફેદમાખી: સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જેનાથી પાન કોકડાઈ ને સુકાઈ જાય છે. તેનાથી રોગપ્રેરક વિષાણુ ફેલાય છે. નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

થડ કાપી ખાનાર ઇયળ: આ જીવાતની ઇયળ દિવસ દરમ્યાન જમીનની તિરાડો, ઢેફા અને ઘાસ નીચે ભરાઈ રહે છે અને રાત્રિના સમયે કાર્યરત થઈ જમીન નજીકથી થડ કાપી નાખી કુમળા પાન ખાય છે. નિયંત્રણ માટે તમાકુની બે હાર વચ્ચે થોડા થોડા અંતરે ઘાસની નાની નાની ઢગલીઓ કરીને બીજા દિવસે સવારે ઢગલીઓ નીચેથી ઇયળો વીણી લઈ તેને કેરોસીનવાળા પાણીમાં નાખીને નાશ કરવો. ક્વિનાલફોસ 1.5% ભૂકી 10 થી 12 કિલો / એકર મુજબ સાંજના સમયે છોડના થડ ફરતે કુંડાળાંમાં છાંટવી.

મોલો: મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

ચિક્ટો (મિલીબગ):મિલીબગ ઉપદ્રવીત નીંદણ જેવા કે કોંગ્રેસઘાસ અથવા કપાસની સાંઠીઓને ફેબ્રુવારી માસ પહેલા બાળી અથવા જમીન માં દાટી નાશ કરવી.

ચીકટો અસરગ્રસ્ત ખેતરમાં ઘેટાં બકરાં કે અન્ય ઢોર ને ચરવા માટે દાખલ થવા દેવા નહીં.પાકની સાંઠીઓને એકઠી કરીને ખેતરમાં જ બાળી નાશ કરવો.

ચીકટો ઉપદ્રવીત ખેતરમાં ઉપયોગ કરેલ ખેતઓજારોને તંદુરસ્ત ખેતરમાં ઉપયોગ કરતાં પહેલા બરાબર સાફ કરવા અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

મિલીબગને આવતા અટકાવવા માટે અવરોધ પાકના રૂપમાં મકાઇ,બાજરા અને જુવાર વાવવી અને વાવવા અને ગાડર,કાંસકી,જંગલી ભીંડી અને કાંગ્રેસ ઘાસ જેવા નિંદણનો નાશ કરવો.

તમારો પાક ચકાસો, જો ઉપદ્રવની શરૂવાત જણાય તો નિયંત્રણ માટે નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 2%,@10kg/એકર પ્રમાણે જમીન અને અસરગ્રસ્ત છોડ ઉપર આપવો. જો ઉપદ્રવ વધુ હોય તો બુપ્રોફેજીન25SC (અપ્લુડ, બ્યુપ્રો, બુપ્લોન ) 30ml 15Ltr પાણીમાં ભેળવી છાંટો.

ડોડવા કોરી ખાનાર ઇયળ: આ કીટકની ઇયળ તમાકુના પાનની કુમળી ડૂંખો તથા તથા બીજના ડોડવા ઉપર નુકસાન કરે છે. તે તમાકુના બીજ માટેના પાકમાં ખૂબજ નુકસાન કરે છે. નિયંત્રણ માટે તેના નર ફૂદાને આકર્ષવા ફેરોમેન ટ્રેપ ગોઠવવા. રાસાયણિક નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ 14.5SC (સરવાદા / અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત / અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ 45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml / 15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન 5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP (લાર્વીન, ચેક) @40 ગ્રામ / 15 લિટર પાણી મુજબ છાંટો.

મૂળના રાતા ચૂસિયા:આ કીટક કાળાશ પડતાં રાતા રંગનું હોય છે જે જમીનમાં રહી મૂળ માથી રસ ચૂસીને નુકસાન કરે છે. જમીનમાં ભેજ ઓછો થતાં ઊંડે સુધી ઉતરી જાય છે અને જ્યારે સાનુકૂળ સંજોગો ઉપસ્થિત થાય ત્યારે ફરીથી ઉપદ્રવ જોવા મળે છે. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ20EC (ટ્રેકડેન, ફોર્સ, ટાફાબાન) 2 લિટર અથવા 500 મિલી ફીપ્રોનીલ 5%SC (રેજંટ, સલ્વો) પિયતના પાણી સાથે 1 એકરમાં આપવી અથવા 150gm ફિપ્રોનિલ + ઇમિડાક્લોપરીડ80WG (લેસેટા)/એકર/250Ltrપાણી મુજબ મૂળવિસ્તારમાં આપવી.

સિગારેટ બીટલ: આ કીટક સંગ્રહિત તમાકુના પાન અને બીજને નુકસાન કરે છે. વધુ ઉપદ્રવ હોય તો તમાકુનો ધૂળ જેવો ઝીણો ભૂકો બનાવી દે છે. તેના પુખ્ત તમાકુના સંગ્રહ સ્થાન/ગોડાઉન/ખાડા વગેરેની તિરાડોમાં છૂપાયેલા રહે છે. તેની અટકાયત માટે તમાકુનો સંગ્રહ કરતાં પહેલા ગોદામ, દીવાલો અને તિરાડો બરાબર સાફ કરવા. શક્ય હોય તો દીવાલો ચૂનાથી ધોળવી, જેથી સંતાઈ રહેલા કીટકોની અવસ્થાઓનો નાશ થાય. બારી બારણાં ઉપર 20 મેશની જાળી લગાવવી. જેથી બહારથી જીવાતના પુખ્ત આવે નહીં. તેમ છતાય ઉપદ્રવ જણાય તો પરવાના ધરાવતી સસ્થાઓ પાસે ધૂમીકરણ કરાવવું.

રોગ નિયંત્રણ

કોહવારો:આ રોગ ધરૂવાડિયામાં જમીનજન્ય ફૂગથી થાય છે. આકાશ વાદળછાયું હોય, ઝરમર, ઝરમર વરસાદ પડતો હોય અને ધરૂવાડિયામાં પાણી ભરાઈ રહે તેવી જગ્યા હોય તો રોગની તીવ્રતા વધુ પ્રમાણમાં જોવા મળે છે. રોગની શરૂઆત ધરૂવાડિયાની કોઈ પણ અવસ્થાએ થાય છે. પ્રથમ છોડ પાણી પોચા, આછા લીલા કે ઝાંખા બદામી રંગના દેખાય છે. સામાન્ય રીતે જમીન પાસેનું થડ પોચું પડી કોહવાઈ જતાં છોડ નમી પડે છે અને છેવટે આખો છોડ કોહવાઈ નાશ પામે છે. અનુકૂળ વાતાવરણ મળતા છોડ તેમજ જમીન ઉપર તાતણા જેવી ફૂગનું વર્ધન થયેલું પણ જોવા મળે છે. આવી પરિસ્થિતીમાં રોગીષ્ટ છોડની આજુબાજુના છોડને પણ ચેપ લાગે છે અને તે પણ કોહવાવા માંડે છે અને રોગ ખૂબ જ ઝડપથી ચારેય દિશામાં કૂંડીના રૂપમાં ફેલાય છે. સમયસર યોગ્ય કાળજી લેવામાં ન આવે તો રોપવા માટે એક પણ છોડ મળે નહીં તેવી પરિસ્થિતી સર્જાય છે. નિયંત્રણ માટે ધરૂવાડિયા માટે સારા નિતારવાળી ઊંચી જગ્યા પસંદ કરવી. ધરૂવાડિયામાં એપ્રિલ - મે માસ દરમ્યાન પિયત આપી વરાપે ખેડ કરી તેના ઉપર 15 દિવસ માટે એલએલડીપીઇ જાતનું પારદર્શક પ્લાસ્ટિક (25 માઈક્રોમિટર જાડાઈનું) હવાચુસ્ત રીતે ઢાંકી સોઇલ સોલેરાઇઝેશન કરવું. સોઇલ સોલેરાઇઝેશન અગાઉ ધરૂવાડિયામાં શણનો લીલો પડવાશ કરવાથી અથવા દિવેલીનો ખોળ, લીમડાનો ખોળ, મરઘાની ચરકનું ખાતર 4 ટન/હેક્ટર પ્રમાણે આપવાથી પણ ફાયદો થાય છે. જો સોઇલ સોલેરાઇઝેશન કરી ન શકાય તો જૂન માસ દરમ્યાન પિયત આપી, વરાપે ખેડ કરી તેના ઉપર નકામું ઘાસ, બાજરીના ઢૂંસા, તમાકુના રાડીયા, ઘઉનું ભૂસું વગેરે 7 કિલો પ્રતિ ચોરસ મીટર મુજબ પાથરી પવનની વિરૂદ્ધ દિશામાં સળગાવવું. ત્યારબાદ સેંદ્રિય ખાતર ઉમેરી વાવણી માટે ધરૂવાડિયું તૈયાર કરવું. તેને આવતો રોકવા ટ્રાયકોડર્મા જૈવિક ફૂગ 1.25kg/એકર પ્રમાણે 250 લિટર પાણીમાં ઓગાળી મૂળ આસપાસ રેડો. ધરૂ ઉગ્યા બાદ રોગ જણાય તો હેક્ઝાકોનાઝોલ 5 SC દવા 10 લિટર પાણી માં 10 મિલી, પ્રોપીનેબ 70% WP 10 લિટર પાણીમાં 30 ગ્રામ અથવા કાર્બેંડાઝીમ 12% + મેંકોઝેબ 63% WP 10 લિટર પાણી માં 30 ગ્રામ, કાર્બેંડાઝીમ 50% WP 10 લિટર પાણીમાં 5 ગ્રામ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.

કૃમિ

તમાકુના પાકમાં મુખ્યત્વે ગંઠવા કૃમિ, સ્ટન્ટ કૃમિ અને રેનીફોર્મ કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. ધરૂવાડિયામાં છોડ પીળાશ પડતાં ઠીંગણા રહે છે તેમજ વાવણી બાદ 40-45 દિવસે પણ રોપવાલાયક કદના થતાં નથી. ગઠવા કૃમિના રોગમાં રોગીષ્ટ ધરૂને મૂળ સાથે ઉપાડી તપાસતા તેના મૂળ ઉપર અસંખ્ય નાની મોટી ગાંઠો જોવા મળે છે જ્યારે સ્ટન્ટ અને રેનીફોર્મ કૃમિથી થતાં રોગમાં રોગીસ્ટ છોડના મૂળનો વિકાસ બરાબર થયેલ જોવા મળતો નથી. નિયંત્રણ માટે ધરૂવાડિયા માટે સારા નિતારવાળી ઊંચી જગ્યા પસંદ કરવી. ધરૂવાડિયામાં એપ્રિલ - મે માસ દરમ્યાન પિયત આપી વરાપે ખેડ કરી તેના ઉપર 15 દિવસ માટે એલએલડીપીઇ જાતનું પારદર્શક પ્લાસ્ટિક (25 માઈક્રોમિટર જાડાઈનું) હવાચુસ્ત રીતે ઢાંકી સોઇલ સોલેરાઇઝેશન કરવું. સોઇલ સોલેરાઇઝેશન અગાઉ ધરૂવાડિયામાં શણનો લીલો પડવાશ કરવાથી અથવા દિવેલીનો ખોળ, લીમડાનો ખોળ, મરઘાની ચરકનું ખાતર 4 ટન/હેક્ટર પ્રમાણે આપવાથી પણ ફાયદો થાય છે. જો સોઇલ સોલેરાઇઝેશન કરી ન શકાય તો જૂન માસ દરમ્યાન પિયત આપી, વરાપે ખેડ કરી તેના ઉપર નકામું ઘાસ, બાજરીના ઢૂંસા, તમાકુના રાડીયા, ઘઉનું ભૂસું વગેરે 7 કિલો પ્રતિ ચોરસ મીટર મુજબ પાથરી પવનની વિરૂદ્ધ દિશામાં સળગાવવું. ત્યારબાદ સેંદ્રિય ખાતર ઉમેરી વાવણી માટે ધરૂવાડિયું તૈયાર કરવું. ગઠવા કૃમિ ગ્રસ્ત વિસ્તારમાં વાવણી માટે ગઠવા કૃમિ પ્રતિકારક આણંદ બીડી તમાકુ 10 જાત પસંદ કરવી. રાસાયણિક નિયંત્રણ માટે 12kg કાર્બોફ્યુરાન 3G (ફ્યુરાડોન/ફ્યુરાન/કાર્બોમેઈન)/એકર મુજબ ચાસમાં આપવો.

સફેદ ટપકા (સફેદ ચાચડી):આ રોગ ધરૂવાડિયામાં તેમજ ક્ષેત્ર પાકમાં ફૂગથી થાય છે. ફૂગ જમીનમાં રોગીષ્ટ પાન પર રહે છે. છોડની રોગ લાગ્યા પછી તેનો ફેલાવો પવનથી થાય છે. ક્ષેત્રપાકમાં રોપણી બાદ પ્રથમ છોડના નીચેના પાન ઉપર આછા ભૂખરા સફેદ રંગના ગોળ, 2 થી 5 મીમી કદના ટપકા પડે છે. આવા ઘણા બધા ટપકા એકબીજા સાથે ભળી જતાં પાન ચીમળાઈ જય સુકાઈ જાય છે. આવા પાનમાથી તૈયાર થયેલો માલ ગુણવત્તાની દ્રષ્ટિએ ઊતરતી કક્ષાનો ગણાય છે. નિયંત્રણ માટે ધરૂવાડિયા માટે સારા નિતારવાળી ઊંચી જગ્યા પસંદ કરવી. ધરૂવાડિયામાં એપ્રિલ - મે માસ દરમ્યાન પિયત આપી વરાપે ખેડ કરી તેના ઉપર 15 દિવસ માટે એલએલડીપીઇ જાતનું પારદર્શક પ્લાસ્ટિક (25 માઈક્રોમિટર જાડાઈનું) હવાચુસ્ત રીતે ઢાંકી સોઇલ સોલેરાઇઝેશન કરવું. સોઇલ સોલેરાઇઝેશન અગાઉ ધરૂવાડિયામાં શણનો લીલો પડવાશ કરવાથી અથવા દિવેલીનો ખોળ, લીમડાનો ખોળ, મરઘાની ચરકનું ખાતર 4 ટન/હેક્ટર પ્રમાણે આપવાથી પણ ફાયદો થાય છે. જો સોઇલ સોલેરાઇઝેશન કરી ન શકાય તો જૂન માસ દરમ્યાન પિયત આપી, વરાપે ખેડ કરી તેના ઉપર નકામું ઘાસ, બાજરીના ઢૂંસા, તમાકુના રાડીયા, ઘઉનું ભૂસું વગેરે 7 કિલો પ્રતિ ચોરસ મીટર મુજબ પાથરી પવનની વિરૂદ્ધ દિશામાં સળગાવવું. ત્યારબાદ સેંદ્રિય ખાતર ઉમેરી વાવણી માટે ધરૂવાડિયું તૈયાર કરવું. ધરૂવાડીયામાં સફેદ ચાંચડીના નિયંત્રણ માટે રોગની શરૂઆત થયે હેક્ઝાકોનાઝોલ 5 SC દવા 10 લિટર પાણી માં 10 મિલી, પ્રોપીનેબ 70% WP 10 લિટર પાણીમાં 30 ગ્રામ અથવા કાર્બેંડાઝીમ 12% + મેંકોઝેબ 63% WP 10 લિટર પાણી માં 30 ગ્રામ, કાર્બેંડાઝીમ 50% WP 10 લિટર પાણીમાં 5 ગ્રામ પૈકી કોઈપણ એક દવાનો વારાફરતી 15 દિવસના અંતરે બે વાર છંટકાવ કરવો. ધરૂ ઉગ્યા બાદ રોગ જણાય તો હેક્ઝાકોનાઝોલ 5 SC દવા 10 લિટર પાણી માં 10 મિલી, પ્રોપીનેબ 70% WP 10 લિટર પાણીમાં 30 ગ્રામ અથવા કાર્બેંડાઝીમ 12% + મેંકોઝેબ 63% WP 10 લિટર પાણી માં 30 ગ્રામ, કાર્બેંડાઝીમ 50% WP 10 લિટર પાણીમાં 5 ગ્રામ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.

પંચરંગિયો:બીડી તમાકૂમાં આ રોગ 'ટોબેકો મોઝેક વાયરસ અને કલકત્તી તમાકુમાં તે રસ્ટીકા મોઝેક વાયરસ નામના ચેપી વિષાણુથી થાય છે. આ રોગ ચેપી હોવાથી કરબડી કાઢતા અથવા રોગવાળા છોડના પીલા કાઢી તંદુરસ્ત છોડના પીલા કાઢવાથી તેનો ફેલાવો ખૂબ ઝડપથી થાય છે. કલકત્તી તમાકુમાં મોલોથી પણ વિષાણુનો ફેલાવો થાય છે. આ રોગ પાકની કોઈપણ અવસ્થાએ જોવા મળે છે. રોગીષ્ટ છોડના પાન ઉપર આછા અને ઘેરા લીલા રંગના ધાબા કે ચટાપટા દેખાય છે. પાનની નસની આજુબાજુનો પર્ણફલકનો ભાગ આછો લીલો કે પીળો પડવાથી નસો સ્પષ્ટ દેખાઈ આવે છે. રોગીષ્ટ પાન સૂર્યના પ્રકાશમાં જોવાથી લીલા પાનમાં પીળા ધાબા પડેલા જણાય છે. લીલો ભાગ થોડો ઊપસેલો અને પીળો ભાગ આરપાર જોઈ શકાય તેવો પાતળો થઈ ગયેલો હોય છે. રોગીષ્ટ છોડનું પાન સાકડું અને અનિયમિત આકારનું બને છે. નવા નીકળતા પીલામાં આ રોગ વધુ તેમજ સ્પષ્ટ જોવા મળે છે. પાકની શરૂઆતની અવસ્થાએ રોગ આવે તો રોગીષ્ટ છોડની વૃદ્ધિ ધીમી બનતા છોડ ઠીંગણા રહે છે તેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે જ્યારે પાકની પાછલી અવસ્થાએ રોગ આવતા તેની ગુણવત્તા પર માઠી અસર થાય છે. કલકત્તી તમાકુમાં પંચરંગીયા રોગથી ઉપર જણાવ્યા ઉપરાંત પુષ્પગુચ્છ મોડો નીકળે છે અને રોગીષ્ટ છોડમાં બીજનું પ્રમાણ ઘટી જાય છે. નિયંત્રણ માટે નીચે મુજબના ઉપાયો કરવા.

  • તમાકુના દડનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહીં.
  • ખેતરમાથી નીંદણ દૂર કરવા તેમજ શેઢાપાળા ચોખ્ખા રાખવા.
  • રોગ પ્રતિકારક બીડી તમાકુની જાત ગુજરાત તમાકુ 9 અથવા મોઝેક પ્રતિકારક ગુજરાત તમાકુ હાઇબ્રીડ 1 ની રોપણી કરવી.
  • ખેતરમાં રોપવા માટે રોગીષ્ટ ધરૂનો ઉપયોગ કરવો નહીં.
  • ખેતરમાં રોગીષ્ટ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડીને નાશ કરવો.
  • ખેતરમાં કામ કરતાં પહેલા અને પછી સાબુના પાણીથી હાથ ધોવા. આમ કરવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે.
  • પાક પૂરો થયા બાદ પીલા કે તમાકુના જડિયા ખેતરમાં રહેવા દેવા નહીં.
  • કલકત્તી તમાકુમાં મોલોમશીના નિયંત્રણ માટે ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

કોકડવા:વિષાણુથી થતાં આ રોગનો ફેલાવો સફેદમાખીથી થાય છે. રીંગણી અને કપાસ પર આ માખીની વૃદ્ધિ વધુ જોવા મળે છે. માખીની વૃદ્ધિ માટેના અનુકૂળ સંજોગો રોગની તીવ્રતા માટે અગત્યના બને છે. આ માખીને સૂકું વાતાવરણ વધુ માફક આવે છે. તદઉપરાંત છાયાવાળી જગ્યાએ તેમજ ખેતરના નીચાણવાળા ભાગમાં રોગનું પ્રમાણ વધુ રહે છે. રોગ લાગેલ છોડના પાન કિનારીએથી નીચેની તરફ વળી જઈ કોકડાઈ જાય છે જેના લીધે પાન નાના, ટૂંકા, ખરબચડા અને જાડા બની જાય છે. નસો લીલી થયેલી જોવા મળે છે. ઘણી વખત નસો જાડી, વાંકીચૂકી થઈ કોકડાઈ જાય છે. છોડ ઠીંગણો રહે છે. કોકડવાથી તમાકુનું ઉત્પાદન અને ગુણવત્તા ઘટે છે.

નિયંત્રણ માટે નીચે મુજબ ઉપાયો કરવા.

  • ખેતરમાં રોગમુક્ત ધરૂનો રોપણી માટે ઉપયોગ કરવો.
  • તમાકુની રોપણી સપ્ટેમ્બર માસમાં ત્રીજા અઠવાડીયા સુધીમાં કરવાથી ગઠવા કૃમિ તેમજ કોકડવાના રોગની માત્રા ઘટાડી શકાય છે. એકલદોકલ માખી કોકડાવા રોગના વિષાણુનો ફેલાવો કરી શકે છે. એક વખત વિષાણુ છોડમાં દાખલ થઈ ગયા પછી તેનું નિયંત્રણ અશક્ય છે. આ માટે ધરૂવાડિયાથી જ સફેદમાખીનું નિયંત્રણ કરવું જરૂરી છે.
સફેદમાખીના રાસાયણિક નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

સફેદમાખીના રાસાયણિક નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

લાલ ટપકા (લાલ ચાંચડી): આ રોગ ઓલ્ટરનેરીયા ઓલ્ટરનેટા નામની ફૂગથી થાય છે. ખેતરમાં તમાકુ રોપ્યા પછી પાછલી અવસ્થાએ, સામાન્ય રીતે નવેમ્બર - ડિસેમ્બર માસ દરમ્યાન હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય અને ઝાકળ પડતું હોય ત્યારે રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. ખાસ કરીને ગઠવા કૃમિનો ઉપદ્રવ હોય તેવા ખેતરમાં લાલ ટપકાની તીવ્રતા વધુ જોવા મળે છે. આ રોગમાં શરૂઆતમાં પાન પર નાના લાલાશ પડતાં રંગના ટપકા થાય છે. રોગનો ઉપદ્રવ વધતાં આ ટપકા મોટા થતાં જાય છે અને તેમાં ગોળ ગોળ કુંડાળાં દેખાય છે. આવા ટપકાવાળો ભાગ એકદમ પાતળો પડી ગયેલો જણાય છે. આવા ઘણા બધા ટપકા એકબીજામાં ભળી જય આખા પાનને આવરી લે છે જેથી પાન ખરાબ થઈ જાય છે. આ રોગથી તમાકુનો ભૂકો રતાશ પકડે છે જેથી પાકેલો માલ હલકી કક્ષાનો ગણાય છે. નિયંત્રણ માટે નાઇટ્રોજનયુક્ત ખાતરનો ભલામણ મુજબ જ ઉપયોગ કરવો. રોગની શરૂઆત જણાય કે તરત જ મેંકોઝેબ 75%WP 15 લિટર પાણીમાં 40 ગ્રામ દવા ભેળવી 10 દિવસના અંતરે આખો છોડ ભીંજાય એ રીતે છાંટવી. નવેમ્બર - ડિસેમ્બર માસમાં પિયતનો ગાળો લંબાવવો.

કાપણી

મોટા ભાગના છોડ પર સારા પ્રમાણમાં બુટ્ટા પડે અને પાન પીળા પડવા લાગે ત્યારે સવારે ઝાકળ સુકાયા પછી કાપણી કરવી.

કાપણી નીચેથી ઉપર તરફ કરવી, દરેક પાનમાં થડથી ઉપર તરફની સ્થિતીને આધારે અલગ અલગ રસાયણો હોય છે વળી નીચેના પાન પહેલા પાકે છે.

ભીના પાનને વળતાં અટકાવવા અને પાનની ગુણવત્તા જાળવવા પાનની કાપણી સવારે ઝાકળ સુકાયા પછી કરવી.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/2/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate