વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ (IDDP)

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ (IDDP) વિશેની માહિતી આપવામાં આવી છે

યોજનાનો ઉદ્દેશ

 • પશુપાલન વ્યવસાયમાં જોડાયેલ મહત્વની કડી મહિલાઓને લઇ તેનો વિકાસ.
 • વિસ્તારમાં રહેલા નબળા ઢોરની જગ્યાએ જાતવાન જાનવરનો વિકાસ.
 • પશુપાલન વ્યવસાય માટે જરૂરી માળખુ ઉભુ કરવું.

પાત્રતાના ધોરણો

 • આ યોજના હેઠળ મહિલા લાભાર્થી ૦ થી ૨૦ નો બીપીએલ સ્કોર ધરાવતા હોવા જોઇએ.
 • આ યોજના અંતર્ગતલાભાર્થી અનુ. જનજાતિનાં જ હોવ તે સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણપત્ર મેળવેલ હોવો જોઇએ.
 • લાભાર્થી દ્વારા આ યોજના હેઠળ આપવાના થતા ૨ પશુના યુનિટનો અગાઉ લાભ મેળવેલ ન હોવા જોઇએ.
 • આ યોજના હેઠળ લાભાર્થી દૂધ  મંડળીના સભાસદ હોવા જોઇએ.

યોજનાના ફાયદા/સહાય

 • આ યોજના હેઠળ પસંદ કરેલ લાભાર્થીને બે દૂધાળા પશુનો લાભ આપવામાં આવે છે. દૂધાળા પશુ ઉપરાંત સહાય, પશુ પરિવહન ખર્ચ, પશુ ખાણ- દાણ, વાસણ કીટ, પશુ  સારવાર તથા  તાલીમની સંલગ્ન સવલતો આપવામાં આવે છે.
 • આ યોજના હેઠળ આપવામાં આવતી યુનિટ કોસ્ટની રકમ રૂ. ૫૪૪૦૦/- નિયત કરેલ છે. (જેમાં ભારત સરકારના સહાય રૂ. ૧૭,૪૦૦ રાજ્ય સરકારની સહાય રૂ. ૧૫૦૦૦, જીટીડીસી લોન રૂ.૨૦,૦૦૦/- તથા લાભાથી ફાળો રૂ.૨૦૦૦/- )

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

 • આદિજાતિ વિસ્તારોમાં આવેલી જીલ્લા દૂધ ઉત્પાદક સંઘો દ્વારા આ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે તથા યોજનાનું સમગ્ર મોનીટરીંગ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રી દ્વારા કરવામાં આવે છે.

સ્ત્રોત  : મારુ ગુજરાત બ્લોગ

2.8
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top