વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

લેટયુસની ઉત્પાદન તજજ્ઞતા

લેટયુસની ઉત્પાદન તજજ્ઞતા વિશેની માહિતી આપવામાં આવી છે

લેટયુસ (Lactuca sativa L.) એ કંમ્પોઝીટ વર્ગનો પાંદળાવાળા શાકભાજીનો અગત્યનો પાક છે જેને  હિન્દીમાં  સલાડ તરીકે ઓળખાય છે. વિશ્વના તમામ ભાગોમાં સલાડ તરીકે જાણીતો પાક છે. ૧૬ મી સદીમાં પોર્ટુગીઝો આ પાકને ભારતમાં લાવેલ છે અને ભારતમાં ધીમે ધીમે લોકપ્રિય થઈ રહયો છે. લેટયુસ ઘરગથ્થુ ઉપયોગ માટે કિચન ગાર્ડનમાં અને શહેર નજીક મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. જે હાઈપ્રોફાઈલ માણસો તેમજ સ્ટાન્ડર્ડ હોટલમાં શાકભાજી તરીકે વપરાય છે. જેમાં ખાસ કરીને વિટામીન–એ અને ફેરસથી ભરપુર છે અને ખનીજતત્વો જેવા કે કેલ્સિયમ, ફોસ્ફરસ, સલ્ફર, મેગ્નેશીયમ અને પોટેશીયમ વધુ આવેલા છે. જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ અને વિટામીન –સી પણ આવેલા છે.

બે પ્રકારના લેટયુસ જોવા મળે છે. જેમાં પાન અને ઉપરનો દડાનો ભાગ સલાડ તરીકે વપરાય છે.

 1. ખુલ્લા અને ઉગાડા પાનવાળી જાતો કે જે વધુ વખત પાનની લણણી થાય છે.
 2. બીજા પ્રકારની જાતો કોબીજના દડા જેવી જે એક જ વખત કપાય છે.

સુધારેલી જાતો :

ખરબચડા દડાવાળી જાતો ( ક્રીપ્સહેડ) :

 • ગ્રેટસ લેકસ : જેનું માથું મોટુ, દળદાર લીલા પાંદડા ધરાવતું છે. અને બહારના પત્તા ઉભા જોવા મળે છે. જે ટોચના સુકારા સામે પ્રતિકારક છે, પરંતુ છારાના સામે રોગ ગ્રાહય છે. જેના  દડા (Head) કડક અને બોલ્ટીંગ મોડી આવે છે. પાન આછા લીલા રંગના છે.

આઈસબર્ગ

 • બટરહેડ(લીસા દડાવાળી જાતો ) : જેના પાન પ્રમાણમાં લીસા અને સુવાળા હોય છે. જેની સુગંધ  માખણ જેવી આવે છે.
 • સફેદ બોસ્ટન : તે મૃદુ, કઠણ દડો (માથું) ધરાવતી જાત છે. અંદરના પાંદળાઓ તૈલી , મૃદુ,ચીકાસવાળું પોત ધરાવે છે.
 • લુઝહેડ (છુટાદડાવાળી) : આ જાતોના પાન પથરાયેલા અને ઝુમખામાં ગોઠવાયેલા હોય છે. અંદરના પાન  એકબીજાને ઢંકાયેલા હોતા નથી.
 • સ્લોબોલ્ટ ( પાંદડા ટાઈપ) : જેના પાંદળા પહોળા ભરેલા અને દેખાવમાં થોડાક પીળા લીલા રંગના છે. બોલ્ટીંગ મોડુ આવે છે અને દડા બેસતા નથી.
 • ચાઈનીઝ પીળા : પાંદડાઓ થોડાક લીલા રંગના અને  મૃદ ક્રીપ્સ હેડવાળા છે. જે વધારે ઉત્પાદક, વહેલી પુખ્તતા ધરાવતી અને સફેદ બીજવાળી જાત છે.
 • કોસ લેટયુસ : લાંબામાથાવાળી જાત છે. આ જાતોના બજારમાં માંગણી વધુ છે. જેનું કારણ પાન બરાડ અને ખરબચડા પરતું ઉંચી ગુણવત્તાવાળા છે.
 • ઘાટા લીલા ટાઈપ : તેના પાંદડા સાંકડા અને લીલા લાંબા માથા ધરાવતો છોડ છે.
 • બીજપ્રાપ્તિ : ચાઈનીઝ યલો, ઈમ્પીરીયલ ૮૪૭, સ્લોબોલ્ટ અને ગ્રેટલેકસ જેવી જાતો આ આઈ.એ.આર.આઈ., શાકભાજી ડીવીઝન, પુસા કેમ્પસ, ન્યુ દિલ્લી દ્રારા બહાર પાડવામાં આવેલ છે.

આબોહવા :

આ પાકને શિયાળાનું ઠંડુ વાતાવરણ અનુકૂળ આવે છે. સરેરાશ માસિક ૧ર.૮ સે.ગ્રે. થી  ૧પ.૬  ઉષ્ણતામાન જોઈએ છે. વધુ ઉષ્ણતામાનથી છોડનું ફુલ/ દાણા આવી જવું ( બોલ્ટીંગ) અને  પાંદડાનો તુરો સ્વાદ આવે છે, અને ટોચ બળતી જણાય છે. બિયારણ ૧પ  થી ર૦ સે.ગ્રે જમીન તાપમાને ઉગાવો થાય છે. ૩૦ સે.ગ્રે  ઉપરના તાપમાને બિયારણનો ઉગાવો થતો નથી. રાત્રિના ઠંડા વાતાવરણમાં લેટયુસ છોડ અને દડાના વિકાસમાં ખૂબ અનુકૂળ છે. ગ્લાસ હાઉસમાં લેટયુસનો પાક ઉછેરવા કાર્બનડાયોકસાઈડનું પ્રમાણ વધુ હોવાથી સારી ગુણવત્તાવાળુ ઉત્પાદન મળે છે.

જમીન અને તેની તૈયારીઓ :

લેટીયુસને જુદી જુદી પ્રકારની જમીનોમાં  જેવી કે ભારે કાળી થી ગોરાડું જમીનમાં લઈ શકાય છે. પરંતું વધુ સેન્દ્રીય તત્વ ધરાવતી ગોરાડું કે સારા નિતારવાળી  કોપવાળી જમીન વધુ અનુંકુળ આવે છે.ર૦ થી રપ ટન છાણીયા ખાતરની જરૂરીયાત રહે છે.  કાળી જમીનમાં વધુ ભેજ ટકી રહેવાથી પાકને વધુ ફાયદાકારક છે. જમીનનો અમ્લતા આંક પ.૮ થી ૬.૬ પ્રમાણસરનો ગણાય છે. વધુ ક્ષારીય જમીનથી પાક બગડે છે. જમીનને બે થી ત્રણ આડી ઉભી ખેડ કરીને સમતલ કરવી.  ઢેફા રહેવા જોઈએ નહી.

બિયારણ અને વાવણી :

મેદાન વિસ્તારમાં સપ્ટેમ્બર થી નવેમ્બર અને ઠંડા પર્વતીય વિસ્તારમાં ફેબ્રુઆરી થી એપ્રિલમાં વાવેતર કરવમાં આવે છે. નર્સરીમાં ધરૂ કરીેને ૪–૬ અઠવાડિયાનો ધરૂ રોપવાલાયક ગણાય છે.

બીજનો દર :

બીજનો દર જાત અને તેના ઉગાવાના ટકા તથા વાવેતર સમય ઉપર આધાર રાખે છે. હેકટરની ફેર રોપણી માટે પ૦૦ થી ૬૦૦ ગ્રામ  બિયારણની ધરૂવાડિયા માટે જરૂરીયાત રહે છે.

ધરૂવાડિયાની વાવેતર પધ્ધતિ :

ધરૂવાડિયા માટે જમીનને બે થી ત્રણ વખત ખેડ કરી છાણીયું ખાતર ભેળવીને જમીન સમતલ બનાવવી. એક હેકટર વાવેતર માટે પ×૧ મીટર સાઈઝના નાના ૧૦ થી ૧ર  કયારાઓ બનાવી ધરૂવાડીયુ નાખવું. બિયારણને થાયરમ ર.પ ગ્રામ /કિ.ગ્રા. બિયારણ પ્રમાણે બીજ માવજત આપી ૦.પ સે.મી. ઉંડાઈએ પ સે.મી. અંતરે દાણા નાખીને વાવેતર કરવું. ધરૂવાડિયા ઉપર સુકા ઘાસનું કવર ઉગાવો ન થાય ત્યાં સુધી રાખવું. પછી ઢાંકણ દુર કરીને નર્સરીમાં જરૂરી નિદામણ, ખેડ, પિયત વગેરે આપવું. ૪૦ થી ૪પ  દિવસનો ધરૂ થતાં રોપણી માટે તૈયાર થાય છે.

ફેર રોપણી :

ફેર રોપણી કરતાં પહેલાં તંદુરસ્ત ધરૂની પસંદગી કરવી. નબળો અને રોગીષ્ટ ધરૂ દુર કરી બે હાર વચ્ચે ૪પ સે.મી., બે છોડ વચ્ચે ૩૦ સે. મી. અંતર રાખીને સાંજના સમયે વાવેતર કરવું. ફેરરોપણી પછી હળવું પિયત આપવું.સારી ફળદ્રુપ જમીનમાં ૪પ×૪પ સે.મી. અંતર રાખી વાવેતર કરી શકાય.

ખાતર :

સારા કહોવાયેલા છાણીયા ખાતરનો ઉપયોગ કરવો. વધુમાં સાસાયણિક ખાતર ૧૦૦–૬૦–૬૦ કિ.ગ્રા. ના. ફો. પો. / હે. પ્રમાણે  આપવું. પ૦% નાઈટ્રોજન પાયામાં અને બાકીનો પ૦% નાઈટ્રોજન બે હપ્તે ર૦ થી રપ દિવસના અંતરે દડા બેસવાની અવસ્થાએ આપવું.

પિયત :

પાકને પાણીની જરૂરીયાત જમીન અને આબોહવા ઉપર આધાર રાખે છે. છોડના સારા વિકાસ માટે જમીનમાં ભેજ રાખવા ૧૦ થી ૧પ દિવસના અંતરે ૬ થી ૮ પિયત આજમીન અને આબોહવા ઉપર આધાર રાખે છે. છોડના સારા વિકાસ માટે જમીનમાં ભેજ રાખવા ૧૦ થી ૧પ દિવસના અંતરે ૬ થી ૮ પિયત આપવા. પાકને રોગમુકત રાખવા જીમનમાં પાણીનો યોગ્ય નિતાર રાખવો જરૂરી છે.

રોગ અને તેના નિયંત્રણ :

 • છારો : રોગની શરૂઆતમાં પાદડાઓ ઉપર આછા લીલા કે આછા પીળા રંગના ટપકા જોવા મળે છે. પાંદડાની નીચેની બાજુએ સફેદ ફુગનો વિકાસ જોવા મળે છે. પાછલા તબકકે પાંદડા પીળા અને બદામી રંગના જોવા મળે છે.
 • નિયંત્રણનાં પગલાં :૧૦ થી ૧પ દિવસના અંતરે ૦.ર ટકા ડાયથેન એમ–૪પ નો છંટકાવ કરવો. રોગ પ્રતિકારક જાત જેવી કે, ઈમ્પિરીયલ–૧૭ નું વાવેતર કરવું.

મોઝેઈક : લેટયુસમાં સામાન્ય રીતે તેના તાજા પાંદડાઓની અંદરની બાજુએ જોવા મળે છે. પાંદડાઓ વળીજઈને નાના પાંદડાઓમાં વિકૃત આકાર પામે છે.

નિયંત્રણનાં પગલાં : રોગમુકત બિયારણનો ઉપયોગ કરવો. દસ દિવસના અંતરે કોઈપણ પ્રકારની શોષક દવાનો ઉપયોગ કરી મોલો–મસી જીવાતને દૂર રાખવી.

જીવાત અને તેનું નિયંત્રણ :

મોલો મસીઃ આ જીવાત પાંદડામાંથી રસ ચૂસીને પાકને નુકસાન કરે છે. મોજેકનો ફેલાવો કરે છે.

નિયંત્રણ : કોઈપણ શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો. છંટકાવ પછી ૭ થી ૮ દિવસ સુધી લેટયુસના પાંદડાઓનો ઉપયોગ કરવો નહીં.

વિકૃતી : લેટયુસમાં શારીરિક વિકૃતી કેલ્શીયમની ઉણપથી જોવા મળે છે. જેમાં પાનની આંતરીક ધાર બળી જાય છે. જેના સુધારા માટે કેલ્સીયમ કલોરાઈડ આપવામાં આવે છે.

કાપણી પાંદડાવાળી જાતોમાં કુમળા પાંદડાઓની કાપણી કરવામાં આવે છે. જયારે દડા ધરાવતી જાતોમાં નકકર સારા દડાની કાપણી કરવામાં આવે છે. ગુણવત્તાવાળા ઉત્પાદન માટે/ વરસાદ/ ઝાકળમાં કાપણી ટાળવી જરૂરી છે અન્યથા ફુલેલા પાન કકળા હોવાથી હાથના સ્પર્શથી તુટી જાય છે.

ઉત્પાદન પાક ઉત્પાદન વાતાવરણની અનુકુળતા, જાત, અને પાક પધ્ધતિ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ૬૦ થી ૭૦ કિવન્ટલ પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે. અનુકૂળ વાતાવરણે ૮ થી ૧૦ પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે.

માર્કેટ માટેની તૈયારી :– કાપણી પછી પાંદડા અથવા દડા છાંયડાવાળી જગ્યાએ ઠંડકમાં રાખવા. નુકસાનવાળા, રોગવાળા અને બહારના પાનને દુર કરીને આકર્ષક પ્લોટ બનાવી શકાય  અને યોગ્ય રીતે ટોપલીમાં ભરી બજારમાં મોકલવામાં આવે છે.

સંગ્રહ :– લેટયુસનાં પાન રૂમ તાપમાને સંગ્રહવાથી તુરત જ ભેજ ઉડી જાય છે. જયારે દડાવાળા લેટયુસ થોડા સમય માટે સંગ્રહ કરી શકાય છે. પરંતું પાન અને દડાઓ ૦ સે.ગ્ર.ડ તાપમાને અને ૯૦ થી ૯પ ટકા સાપેક્ષ ભેજ અવસ્થાએ બે થી ત્રણ અઠવાડિયા  સુધી સંગ્રહી શકાય. કાપણી પહેલા અને કાપણી પછી બી.એ.( બેન્ઝીન એડેનાઈન)નો પ–૧૦ પીપીએમનો છંટકાવ કરવાથી લેટયુસની ટકાઉ શકિતમાં વધારો થાય છે અને લેટયુસને રેફ્રીઝરેટરમાં રાખવાથી ત્રણ થી ચાર અઠવાડીયા સુધી સારી રીતે સંગ્રહી શકાય છે.

બીજ ઉત્પાદન સ્વપરાગીત પાક હોવા ઉપરાંત ૧–૬ ટકા પરપરાગનયન થાય છે. જેથી ફાઉન્ડેશન સર્ટિફાઈડ બિયારણ માટે ૧૦૦ થી ર૦૦ મીટર અંતર બે જાત વચ્ચે રાખવામાં આવે છે. ખેતરમાં છોડના પાન / દડા, ફુલના લક્ષણો અને શીંગની પુખ્ત અવસ્થાએ રોગીંગ કરવું જોઈએ. મેદાની વિસ્તારમાં દડાવાળી જાતોમાં દડાનો ઉપરનો ભાગ ત્રાંસો કાપવાથી માર્ચ–અપ્રિલમાં  અંકુરીત (સ્પ્રાઉન્ટીંગ) થાય છે. અને મે મહિનામાં બીજ થાય છે. બીજવાળા દડાને કાપી, સુકવી અને ઝુડીને બિયારણ કાઢવામાં આવે છે. સરેરાશ બીજ ઉત્પાદન ર થી ૩ કિવન્ટલ થાય છે.

રોગ અને તેના નિયંત્રણ :

છારો : રોગની શરૂઆતમાં પાદડાઓ ઉપર આછા લીલા કે આછા પીળા રંગના ટપકા જોવા મળે છે. પાંદડાની નીચેની બાજુએ સફેદ ફુગનો વિકાસ જોવા મળે છે. પાછલા તબકકે પાંદડા પીળા અને બદામી રંગના જોવા મળે છે.

નિયંત્રણનાં પગલાં :૧૦ થી ૧પ દિવસના અંતરે ૦.ર ટકા ડાયથેન એમ–૪પ નો છંટકાવ કરવો. રોગ પ્રતિકારક જાત જેવી કે, ઈમ્પિરીયલ–૧૭ નું વાવેતર કરવું.

મોઝેઈક : લેટયુસમાં સામાન્ય રીતે તેના તાજા પાંદડાઓની અંદરની બાજુએ જોવા મળે છે. પાંદડાઓ વળીજઈને નાના પાંદડાઓમાં વિકૃત આકાર પામે છે.

નિયંત્રણનાં પગલાં : રોગમુકત બિયારણનો ઉપયોગ કરવો. દસ દિવસના અંતરે કોઈપણ પ્રકારની શોષક દવાનો ઉપયોગ કરી મોલો–મસી જીવાતને દૂર રાખવી.

જીવાત અને તેનું નિયંત્રણ :

મોલો મસીઃ આ જીવાત પાંદડામાંથી રસ ચૂસીને પાકને નુકસાન કરે છે. મોજેકનો ફેલાવો કરે છે.

નિયંત્રણ : કોઈપણ શોષક પ્રકારની દવાનો છંટકાવ કરવો. છંટકાવ પછી ૭ થી ૮ દિવસ સુધી લેટયુસના પાંદડાઓનો ઉપયોગ કરવો નહીં.

વિકૃતી : લેટયુસમાં શારીરિક વિકૃતી કેલ્શીયમની ઉણપથી જોવા મળે છે. જેમાં પાનની આંતરીક ધાર બળી જાય છે. જેના સુધારા માટે કેલ્સીયમ કલોરાઈડ આપવામાં આવે છે.

કાપણી પાંદડાવાળી જાતોમાં કુમળા પાંદડાઓની કાપણી કરવામાં આવે છે. જયારે દડા ધરાવતી જાતોમાં નકકર સારા દડાની કાપણી કરવામાં આવે છે. ગુણવત્તાવાળા ઉત્પાદન માટે/ વરસાદ/ ઝાકળમાં કાપણી ટાળવી જરૂરી છે અન્યથા ફુલેલા પાન કકળા હોવાથી હાથના સ્પર્શથી તુટી જાય છે.

ઉત્પાદન પાક ઉત્પાદન વાતાવરણની અનુકુળતા, જાત, અને પાક પધ્ધતિ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ૬૦ થી ૭૦ કિવન્ટલ પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે. અનુકૂળ વાતાવરણે ૮ થી ૧૦ પ્રતિ હેકટર ઉત્પાદન મળે છે.

માર્કેટ માટેની તૈયારી :– કાપણી પછી પાંદડા અથવા દડા છાંયડાવાળી જગ્યાએ ઠંડકમાં રાખવા. નુકસાનવાળા, રોગવાળા અને બહારના પાનને દુર કરીને આકર્ષક પ્લોટ બનાવી શકાય  અને યોગ્ય રીતે ટોપલીમાં ભરી બજારમાં મોકલવામાં આવે છે.

સંગ્રહ લેટયુસનાં પાન રૂમ તાપમાને સંગ્રહવાથી તુરત જ ભેજ ઉડી જાય છે. જયારે દડાવાળા લેટયુસ થોડા સમય માટે સંગ્રહ કરી શકાય છે. પરંતું પાન અને દડાઓ ૦ સે.ગ્ર.ડ તાપમાને અને ૯૦ થી ૯પ ટકા સાપેક્ષ ભેજ અવસ્થાએ બે થી ત્રણ અઠવાડિયા  સુધી સંગ્રહી શકાય. કાપણી પહેલા અને કાપણી પછી બી.એ.( બેન્ઝીન એડેનાઈન)નો પ–૧૦ પીપીએમનો છંટકાવ કરવાથી લેટયુસની ટકાઉ શકિતમાં વધારો થાય છે અને લેટયુસને રેફ્રીઝરેટરમાં રાખવાથી ત્રણ થી ચાર અઠવાડીયા સુધી સારી રીતે સંગ્રહી શકાય છે.

બીજ ઉત્પાદન સ્વપરાગીત પાક હોવા ઉપરાંત ૧–૬ ટકા પરપરાગનયન થાય છે. જેથી ફાઉન્ડેશન સર્ટિફાઈડ બિયારણ માટે ૧૦૦ થી ર૦૦ મીટર અંતર બે જાત વચ્ચે રાખવામાં આવે છે. ખેતરમાં છોડના પાન / દડા, ફુલના લક્ષણો અને શીંગની પુખ્ત અવસ્થાએ રોગીંગ કરવું જોઈએ. મેદાની વિસ્તારમાં દડાવાળી જાતોમાં દડાનો ઉપરનો ભાગ ત્રાંસો કાપવાથી માર્ચ–અપ્રિલમાં  અંકુરીત (સ્પ્રાઉન્ટીંગ) થાય છે. અને મે મહિનામાં બીજ થાય છે. બીજવાળા દડાને કાપી, સુકવી અને ઝુડીને બિયારણ કાઢવામાં આવે છે. સરેરાશ બીજ ઉત્પાદન ર થી ૩ કિવન્ટલ થાય છે.

સ્ત્રોત: ર્ડા. ડી.બી. પ્રજાપતિ અને પ્રો. એ.એમ.અમીન, શાકભાજી સંશોધન યોજના, બીજ મસાલા સંશોધન કેન્દ્ર સ.દાં.કૃ.યુ. જગુદણ, જી.મહેસાણા.

4.5
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top