વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જૈવિક રોગ નિયંત્રણ

જૈવિક રોગ નિયંત્રણ

'' જીવો જીવસ્ય જીવનમ'' ઉકતી પ્રમાણે કુદરતમાં અસ્તીત્વ ધરાવતા દરેક જીવોનું પ્રમાણ આપો આપ કુદરતી રીતે જળવાય રહેતું હોય છે. રોગકારકોની સંખ્યાને નજર સમક્ષ રાખી આવી પ્રક્રિયાને વ્યવસ્થિત સુચારૂ સ્વરૂપમાં ઉપયોગ કરીને વધારે પ્રમાણમાં તેનો ફાયદો લઈ રોગકારકોને બીજા સુક્ષ્મજીવો ધ્વારા નિયંત્રણમાં લેવામાં આવે તેને જૈવિક નિયંત્રણ કહેવાય.
જૈવિક નિયંત્રણને સામાન્ય શબ્દોમાં વ્યાખ્યાયિત કરીએ તો, ''એવી પધ્ધતિ કે જેમાં રોગકારકોનું જીવન તથા ક્રિયા બીજા જીવો (મનુષ્ય સિવાયના) ધ્વારા ટુંકાવવામાં આવે છે અને એ ધ્વારા રોગનું નિયંત્રણ થઈ શકે છે.

જૈવિક નિયંત્રણ શા માટે કરવું જોઈએ :

વિવિધ પાકમાં આવતા રોગો જમીનજન્ય, બીજજન્ય અથવા હવાજન્ય હોય છે. આ ઉપરાંત તેનો પ્રાથમિક ચેપ દ્યાસ, જંગલી છોડ કે અન્ય યજમાન છોડમાંથી પણ આવે છે. આ રોગોનો ફેલાવો હવામાનના પરિબળો અને જમીનના પરિબળો ઉપર આધાર રાખે છે. રોગોનો ફેલાવો ખાસ કરીને હવા, વરસાદ, પિયત, જીવાત કે ખેડ વખતે ઓઝારો ધ્વારા થાયછે. બીજ જન્ય રોગોનું નિયંત્રણ કરવુંસૌથી સહેલું છે. કારણ કે બીજ આપણા હાથમાં હોય છે. તેમાં હવામાન કે જમીનના કોઈ પરિબળો બીજ સાથે વાવેતર પહેલા સંકળાયેલા હોતા નથી. બીજની પસંદગી, જાતની પસંદગી કે બીજ માવજત જેવા પગલાં લેવાથી તેનું નિયંત્રણ સરળતાથી થઈ જાય છે. હવાજન્ય રોગોનું નિયંત્રણ કરવું પ્રમાણમાં સહેજ અદ્યરું છે. કારણ કે આવા રોગો સાથે હવામાનના કોઈને કોઈ પરિબળો સાથે સંકળાયેલા છે. જેને કાબુમાં લેવા આપણા હાથમાં હોતા નથી. આમ છતાં હવાજન્ય રોગો ખાસ કરીને તેની શરૂઆત થતાંજ ઓળખી લઈએ અને યોગ્ય દવાનો છંટકાવ કરીએ તો તેનું સારું નિયંત્રણ મળી રહે છે.

વિવિધ અગત્યના પાકોમાં જમીનજન્ય રોગો કયા કયા છે :

 1. શેરડી : શેરડીમાં સુકારો વિલ્ટ–ફયુઝેરીયમ મોનીલીફોર્મી), રાતડો (રેડરોટ, કોલેટોટ્રીકમ ફાલ્કેટમ), ચાબુક આંજિયો, (વ્હીપ સ્મટ : યુસ્ટીલાગો સીટામીનીયા), ટુકડાનો સડો, રેડ રોટ/પાઈનેપલ ડીસીઝ : સેરેટોસીસ્ટીસ પેરેડોકસા) જેવા બીજ જન્ય અને જમીન જન્ય રોગો આવે છે.
 2. દિવેલા : દિવેલામાં સુકારો (વિલ્ટ–ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ એફ. સ્પી. રીસીની) તથા મૂળ ખાય (રૂટરોટ : રાઈઝોકટોનિયા સોલાની) જેવા જમીન જન્ય રોગો આવે છે.
 3. કપાસ : કપાસમાં પણ સુકારો (વિલ્ટ–ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ એફ. સ્પી. માલ્વેસી) તથા મૂળ ખાય (રૂટરોટ : રાઈઝોકટોનિયા સોલાની) જેવા જમીન જન્ય રોગો આવે છે.
 4. મગફળી : મગફળીમાં સુકારો (સ્ટેમરોટ–વિલ્ટ : સ્કલેરોશીયમ રોલ્ફસી) અગત્યનો જમીન જન્ય રોગ આવે છે.
 5. સોયાબીન : સુકારો (વિલ્ટ–ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ) અને સ્ટેમ રોટ (મેક્રોફોમીના ફેઝીયોલીના) આ જમીન જન્ય રોગો         આવે છે.
 6. પરવળ : પરવળમાં સુકારો ( (વિલ્ટ–ફયુઝેરીયમ સ્પી., પીથીયમ સ્પી., ફાયટોફથોરા સ્પી. અને કૃમિ) જેવા જમીન જન્ય        આવે છે.
 7. ભીંડા : ભીંડા નાના હોય ત્યારે સુકારો (વિલ્ટ–ફયુઝેરીયમ  સ્પી.) તેમજ પાછળથી મૂળની ગાંઠો/ગંઠવા કૃમિ (રૂટનોટ : મેલોઈડોગાયની ઈન્કોગ્નીટા) જેવા જમીન જન્ય રોગો આવે છે.
 8. રીંગણ, મરચી અને ટામેટી : રીંગણ, મરચી અને ટામેટી પાકમાં ખાસ કરીને થડનો સડો (કોલર રોટ : સ્કલેરોશીયમ સ્પી.) આ જમીન જન્ય રોગ આવે છે.
 9. તડબૂચ, દૂધી અને કાકડી : આ પાકોમાં સુકારો (વિલ્ટ–ફયુઝેરીયમ સ્પી.) અગત્યનો જમીન જન્ય રોગ આવે છે.
 10. ચણા : ચણામાં મૂળનો સડો (રૂટરોટ : ફયુઝેરીયમ સોલાની ત્ર કૃમિ), સુકારો (વિલ્ટ–ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ એફ. સ્પી. સીસેરી) જેવા જમીન જન્ય રોગો આવે છે.
 11. મગ, અડદ અને પાપડી : આ પાકોમાં મૂળ ખાય (રૂટરોટ : મેક્રોફોમીના ફેઝીયોલીના) નામનો મુખ્ય જમીન જન્ય રોગ આવે છે.
 12. તુવેર : તુવેરમાં સુકારો (વિલ્ટ–ફયુઝેરીયમ ઉડમ) નામનો જમીન જન્ય રોગ આવે છે.
 13. ચીકુ : ચીકુમાં સુકારો(વિલ્ટ–ફયુઝેરીયમ સ્પી.) વલસાડ, ગણદેવી અને નવસારી વિસ્તારમાં અગત્યનો જમીન જન્ય રોગ આવે છે.
 14. કેળ : કેળમાં કંદનો સડો (રાઈઝોમ રોટ : ફયુઝેરીયમ, ઈરવીનીયા અને કૃમિ) જેવા કંદ દ્વારા જમીન જન્ય રોગ આવે છે.
 15. જીરૂ : જીરૂ પાકમાં સુકારા (વિલ્ટ–ફયુઝેરીયમ ઓકસીસ્પોરમ) નો રોગ મુખ્ય દુશ્મન છે.
 16. પચોલી : પચોલીમાં સુકારો ( (વિલ્ટ–ફયુઝેરીયમ સ્પી.) ખૂબ જ અગત્યનો રોગ છે.

   

શેરડીમાં સુકારો, રાતડો, ચાબુક આંજીયો, ટૂકડાનો સડો જેવા બીજ જન્ય તેમજ જમીનજન્ય રોગો, દિવેલામાં સુકારો, મૂળખાય જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરવું સૌથી અદ્યરું છે. કારણ કે રોગનો ચેપ જમીનમાં હોય છે. તેની સાથે જમીનના પરિબળો ઉપરાંત વધતે ઓછે અંશે હવામાનના પરિબળો પણ સંકળાયેલા હોય છે. આ રોગો દ્યણા જટીલ હોય છે. વળી જમીનમાં દવાની માવજત આપવી પણ સલાહભર્યુ નથી. તેમજ તેની અસરકારકતા પણ ખાસ મળતી નથી. તે આર્થિક રીતે પણ પોષાય તેવું નથી. આવા રોગોનું નિયંત્રણ કોઈપણ એક રીતથી કરી શકાતું નથી. જેથી તેના માટે સંકલિત નિયંત્રણ પરજ જવું પડે. સંકલિત નિયંત્રણ માં પ્રથમતો રોગપ્રતિકારક જાતની પસંદગી આવે છે. આવી જાતો મોટા ભાગે ઉત્પાદન કે ગુણવત્તામાં ઉતરતી કક્ષાની હોય તો ખેડૂતોમાં સ્વીકાર્ય બનતી નથી. પાક ફેરબદલી કે અન્ય ઉપાયો પણ સર્વસામાન્ય સ્વીકાર્ય હંમેશા રહેતા નથી અથવા આર્થિક રીતે પોષાતા નથી. આમ જૈવિક નિયંત્રણ પધ્ધતિજ સૌથી સારી કારગત નિવડે, જૈવિક નિયંત્રણ બીજજન્ય રોગોનું પણ સારી રીતે કરી શકાય છે. જમીનજન્ય અને બીજજન્ય રોગોનું નિયંત્રણ જૈવિક પધ્ધતિથી કરવાથી પાક તેમજ જમીનની તંદુરસ્તી સારી રીતે જળવાઈ રહે છે. જમીન, પાણી અને હવાના પ્રદુષણ થતા અટકે છે.

આમ ગુજરાત રાજયના દરેક પાકમાં જમીન જન્ય અને બીજ જન્ય રોગો મુખ્ય છે અને કોઈને કોઈ એકાદ પ્રશ્ન દર વરસે આવે છે. જેથી બીજને અને જમીનને જૈવિક માવજતો આપી તેનું જૈવિક નિયંત્રણ કરવું જોઈએ. આ પધ્ધતિ થી રોગો સારી રીતે કાબૂમાં આવે છે. આ પધ્ધતિ સંકલિત રોગ નિયંત્રણમાંનું

સૌથી અસરકારક હથીયાર હાલના સંજોગોમાં ગણાય છે. તે ઉપરાંત સેન્દ્રીય ખેતી (ઓર્ગેનિક ફાર્મીંગ) ના એક દ્યટક તરીકે પણ તેનો સમાવેશ થાય છે.

આ પધ્ધતિથી આપણી ખેતી ટકાઉ ખેતી (સસ્ટેનેબલ એગી્રકલ્ચર) બની રહેશે. આમ જૈવિક નિયંત્રણ કરવાથી ગુજરાત રાજયના મોટાભાગના પાકરોગના પ્રશ્નો હલ થઈ શકે તેમ છે. તેનાથી ખેતી ખર્ચ ઓછો કરી શકાશે, જમીન અને હવામાનના પ્રદુષણો થતા અટકશે, સારી ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન મેળવી શકાશે તેમજ આ રીતે તૈયાર થયેલ ઉત્પાદન ગુજરાતનો ખેડૂત વિશ્વ બજારમાં મૂકી શકશે.

જૈવિક નિયંત્રણ માટે બાયોપેસ્ટીસાઈડન્ઝ (જૈવિક નિયંત્રકો) નો વપરાશ કરવામાં આવે છે. જુદા જુદા રોગો, જીવાત અને નિંદામણ માટેના જૈવિક નિયંત્રકો(બાયોપેસ્ટીસાઈડસ) બજારમાં ઉપલબ્ધ છે. આપણા દેશમાં બાયોપેસ્ટીસાઈડન્નો ફકત ર ટકા જેટલો જ ઉપયોગ થાય છે. જેથી સારી ગુણવત્તાવાળા બાયોપેસ્ટીસાઈડન્ઝના ઉત્પાદન કરવાની અને ખેડૂતો તેનો ઉપયોગ કરે તે દિશામાં પગલાં ભરવા ખાસ જરૂરી છે.

જૈવિક નિયંત્રણ ના ફાયદા જણાવો :

 • રાસાયણિક અને અન્ય પધ્ધતિઓ કરતા ઓછી ખર્ચાળ પધ્ધતિ છે.
 • આ પધ્ધતિ એક સાથે એક કરતા વધારે રોગ સમે અસરકારક છે.
 • જમીનની ફળદ્રુપતા વધારે છે.
 • જમીન બગડતી નથી.
 • પ્રદુષણ બીલકુલ થતું નથી જેથી વાતાવરણમાં પ્રદુષણની માત્રા દ્યટાડી શકાય છે.
 • રોગ નિયંત્રણ લાંબા સમય સુધી કરી શકાય છે.
 • સુક્ષ્મ જીવોની કુદરતી જૈવિક સંતુલનતા જળવાય છે.
 • જમીન કે વાતાવરણમાં પ્રદુષણ ફેલાતુ નથી તેથી બીન હાનીકારક.
 • બીજજન્ય, પાન પરના તથા પોસ્ટ હાર્વેસ્ટ રોગો સામે અસરકારક.
 • સેન્દ્રિય ખાતરો સાથે ભેળવીને આપી શકાય છે.
 • બીજ કે અન્ય પેદાશમાં રાસાયણિક અવશેષો રહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેથી માનવજીવન માટે હાનીકારક  નથી.
 • રોગકારકોમાં પ્રતિકારકતા નિર્માણ થવાની કોઈ શકયતા નથી.
 • રાસાયણિક દવા કરતા ખુબજ સસ્તા પડે છે.

જૈવિક નિયંત્રકોની કઈ પ્રક્રિયાઓ જૈવિક નિયંત્રણમાં ભાગ ભજવે છે :

આ પ્રકારના જીવાણુઓ ફુગ પ્રતિરોધક રસાયણો જેવા કે ફીનેઝાઈન, પાયરોલનાઈટ્રીન, પાયોલ્યુટીઓરીન, ર,૪–ડાયએસીટાઈલ ફોરગ્લુસીનોલ, રેહમ્નો લીપીડસ, ઉમાઈસીન–એ, સીફેસીમાઈડ–બ, ઈકોમાઈસીન, ડીડીઆર, વીસ્કોસીનેમાઈડ, બ્યુટાયરોલેકટોન વિગેરે તથા પ્રતિ જૈવિક રસારણો સ્યુડોમોનીક એસીડ, એઝોમાઈસીન ગાંઠ પ્રતિરોધક રસાયણો જેવા કે એફ–આર ૯૦૧૪૬૩, સીપેફંગીન્સ અને વિષાણુ પ્રતિરોધક રસાયણ કેરાલ્સીન ઉત્પન્ન કરે છે જેનો ઉપયોગ ફુગ, જીવાણુ, વિષાણુ જેવા રોગપ્રેરક વ્યાધિજનો સામે અસરકારક માલુમ પડેલ છે.

ટ્રાયકોડર્મા ધ્વારા જૈવિક નિયંત્રણમાં ભાગ ભજવતી નીચે મુજબની મહત્વની પ્રક્રિયાઓ છે.

 1. રોગકારકો સાથેની હરીફાઈ (કોમ્પીટીશન )
 2. પ્રતિજૈવિકતા (એન્ટીબાયોટીકસ)
 3. માયકોપેરાસીટીઝમ (ફુગ પરોપજીવીતા)
 4. છોડમાં રોગપ્રતિકારકતા વધારવી (ઈન્ડયુસ્ડ રેજીસ્ટન્ટ)
 5. સેન્દ્રીય તત્વોનું વિદ્યટન
 6. છોડની વૃધ્ધિ વધારે છે. (પીજીપીઆર)

કયા જૈવિક નિયંત્રકો પાકના રોગ નિયંત્રણ માટે વાપરી શકાય :

હાલ વૈજ્ઞાનિકો ધ્વારા પ્રયોગશાળામાં, ટ્રાઈકોડર્માની વિવિધ પ્રજાતિઓ જેવી કે ટ્રાયકોડર્મા વીરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ, ટ્રાયકોડર્મા લોન્જી બ્રેકીયેટમ, ટ્રાયકોડર્મા ફેસીકયુલેટમ, ટ્રાયકોડર્મા એટ્રોવીરીડી, ટ્રાયકોડર્મા કોનીન્ગી, ટ્રાયકોડર્મા વાયરેન્સ, ટ્રાયકોડર્મા સ્યુડોકોનીન્ગી,ટ્રાયકોડર્મા હમાટમ,ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ ,પેસીલોમાઈસીસ લીલાસીનસ, બ્યુવેરીયા બેસીયાના, વર્ટીસીલીયમ લેકાની, મેટારાઈઝીયમ એનઆઈસોપ્લી, ચીટોમીયમ ગ્લોબોસમ, વેસીકયુલર આબ્યુસ્કુલર માઈકોરાઈઝ, (વામ), જીવાણુ માં સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ, બેસીલસ સબટીલીસ , પાસ્ચ્યુરીયા પેનીટ્રન્સ, એગ્રોબેકટેરીયમ રેડીયોબેકટર, ઈરવીનીયા હર્બીકોલા, રાઈઝોબીયમ, બ્રેડીરાઈઝોબીયમ, સ્ટ્રેપ્ટોમાઈસીસ, અન્ય સ્યુડોમોનાસ પ્રજાતિઓ જેવીકે સ્યુડોમોનાસ પુટીડા, સ્યુડોમોનાસ સીપેસીયા, સ્યુડોમોનાસ ઓડીયો ફેઝીયન્સ, યીસ્ટ વિગેરે અલગીકરણ કરી વિવિધ અખતરાઓ ધ્વારા તેના આશાસ્પદ પરિણામો મેળવેલ છે.

જૈવિક નિયંત્રકો વાપરવાની પધ્ધતિ :

 • બીજ માવજત : બીજ અને જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ (૧૦૮ સીએફયુ/ગ્રામ)ટાલ્ક આધારીત પાવડર ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે બીજ માવજત આપી  વાવેતર કરવું.
 • ધરૂની માવજત :    શાકભાજી અને ડાંગરના ધરૂને વાવતા પહેલા ટ્રાઈકોડર્મા રપ૦ ગ્રામ પ૦ લીટર પાણીમાં મિશ્ર કરી ધરૂને ૧પ મીનીટ ડુબાડી રાખવા. ધરૂવાડીયામાં આવતા ધરૂના કોહવારા રોગના નિયંત્રણ માટે ર૦૦ ગ્રામ ટ્રાયકોડર્મા ટાલ્ક આધારીત પાવડર પ૦ લિટર પાણીમાં મિશ્ર કરી ધરૂવાડીયામાં ૮ લી/મીર પ્રમાણે જમીન પર રેડવું. ધરૂવાડીયું બનાવતી વખતે ટ્રાઈકોડર્મા રપ૦ ગ્રામ ×પ૦ લીટર પાણીમાં મીશ્ર કરી ૪૦૦ ફુટના ગાદી કયારામાં ઝારા વડે રેડવું. ધરૂના મૂળિયાને ૧ લી. પાણીમાં ૧૦ ગ્રામ ટ્રાયકોડર્મા ટાલ્ક આધારીત પાવડરમાં મિશ્ર કરી ૧પ મીનીટ સુધી ડુબાડી ત્યારબાદ ફેરબદલી કરવી. અથવા એક કિ. ગ્રામ. સ્યુડોમોનાસ ૧૦૮ જીવંત કોષો/ગ્રામ એક હેકટર માટેના ધરૂની માવજતમાં સ્યુડોમોનાસને પ૦ લીટર પાણીમાં મિશ્ર કરી ધરૂને ૧૦ થી ૧પ મીનીટ ડુબાડી વાવેતર કરવું. પ્રવાહી સ્વરૂપમાં સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ પ૦૦ મીલીને ર૦ લી પાણીમાં મિશ્ર કરી ધરૂને ૧૦ થી ૧પ મીનીટ ડુબાડી પછી વાવેતર કરવું.
 • કંદ અને ટુકડાની માવજત : કેળના કંદ તેમજ બટાકા, શેરડી ના ટુકડાને ૧૦ ગ્રામ ટ્રાઈકોડર્મા ૧ લીટર પાણીમાં મિશ્ર કરી કંદ /ગાંઠ/ટુકડાને દ્રાવણમાં ૧પ મીનીટ બોળી છાંયડામાં સુકવી ત્યાબાદ વાવેતર કરવું. સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ ૧૦ મી.લી. પ્રતિ લીટર પાણીમાં મિશ્ર કરી કંદ/ગાંઠ/ટુકડાને આ દ્રાવણમાં ૧પ મીનીટ બોળી છાંયડામાં સુકવી ત્યારબાદ વાવેતર કરવું.
 • જમીનની માવજત : ટ્રાયકોડર્મા પાવડર પૂંકીને આપવાની પધ્ધતિ ૧૦ કિ.ગ્રા. છાણીયા ખાતરમાં પ૦૦ ગ્રામ ટાલ્ક આધારીત ટા્રઈકોડર્મા ૧ એકર વિસ્તારમાં જમીનમાં આપી ત્યારબાદ પિયત આપવું. ર થી પ કિ.ગ્રા. ટાલ્ક આધારીત ટ્રાઈકોડર્મા પાવડર ર૦૦ થી પ૦૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે મિશ્ર કરી ચાસમાં ઓરીને વાવણી સમયે આપવાથી જમીનજન્ય ફુગથી થતા રોગોનું નિયંત્રણ થાય છે.
 • ફળપાકોમાં જમીનમાં મૂળાઆવરણમાં આપવાની પધ્ધતિ : આંબા, ચીકુ, જામફળ અને નાળીયેરી જેવા પાકોમાં પ૦૦ ગ્રામ ટ્રાઈકોડર્મા પાવડર ૧૦૦ લીટર પાણી સાથે મિશ્ર કરી ઝાડ પ્રમાણ ૩૦ લીટર મિશ્રણ ૧૦ કિ.ગ્રા. છાણીયા ખાતર સાથે મિશ્ર કરી થડને ફરતે રીંગ બનાવી આપવું.
 • છંટકાવ પધ્ધ્તિ : ડાંગરના દાહ, જીવાણુંથી થતો પાનનો સુકારા જેવા રોગોના નિયંત્રણ માટે રોગ આવતા પહેલા અથવા રોગ આવ્યા પછી ૧ કિ.ગ્રા. સ્યુડોમોનાસ (૧૦૮ જીવંતકોષ/ગ્રામ) કલ્ચર ને ૩૦૦ લીટર પાણીમાં/ હેકટર મિશ્ર કરી છંટકાવ કરવો.   પ૦૦ મીલી સ્યુડોમોનાસ પ્રવાહી સ્વરૂપમાં ૩૦૦ લીટર પાણી/હેકટરે મિશ્ર કરી રોગ આવે તે પહેલા અથવા રોગ આવતા પછી ડાંગરના પાકમાં છંટકાવ કરવાથી ડાંગરનો જીવાણુંથી થતો પાનનો સુકારો અને કરમોડી રોગોનું જૈવિક નિયંત્રણ કરી શકાય  છે.
 • પ્રેસમડમાં સંવર્ધન કરવાની રીત : ટ્રાયકોડર્માનું ર લીટર પ્રવાહી કલ્ચર લઈ તેને સારા કહોવાયેલા ૧૦૦ કિલો પ્રેસમડમાં મિશ્ર કરી છાંયડામાં રાખી ઉપર કોથળા કે કંતાનથી ઢાંકી દેવું તેને ર૦ દિવસ સુધી ટ્રાયકોડર્મા વર્ધન માટે રહેવા દેવું આ પ્રેસમડ બીલકુલ કોરો/સુકો થઈ જાય નહીં તે જોતા રહેવું. તે માટે જરૂર જણાય ત્યારે પૂરતું પાણી છાંટતા રહેવું અને પ્રેસમડને ફેરવતા રહેવું વીસ દિવસ બાદ આ ન્યુકલીઅસ કલ્ચર તૈયાર થાય પછી તેને આશરે ૮ થી ૧૦ ટન સારા કહોવાયેલા પ્રેસમડમાં બરાબર મિશ્ર કરી પાણી છાંટી અઠવાડિયું રહેવા દેવું અને ત્યારબાદ  ૧ હેકટર વિસ્તાર જેટલી જમીનમાં શેરડીના ચાસમાં આપવું.

ટ્રાયકોડર્મા તથા અન્ય જૈવિક નિયંત્રકોની કરવામાં આવેલ ભલામણો :

ગુજરાતની કૃષિ યુનિવર્સીટીઓ ધ્વારા ટ્રાયકોડર્મા તથા અન્ય જૈવિક નિયંત્રકોની કરવામાં આવેલ ભલામણો :

તુવેર : તુવેરના સુકારાના રોગના અસરકારક નિયંત્રણ માટે બીજ માવજતની ભલામણ કરવામાં આવી છે. ૧ર કીલો જેટલા બીયારણને ૧ કીલો ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ની માવજત આપ્યા બાદ વાવણી કરવી. (ર૦૦પ)

મગફળી : થડના સડા (કોલર રોટ) અને સુકારા જેવા રોગના અસરકાક નિયંત્રણ માટે ૧.ર કીલો જેટલા ટ્રાયકોડર્મા હરજીયાનમના કલ્ચરને ૧૦૦ કીલો દીવેલી ખોળ સાથે ભેળવી વાવણી પહેલા એક એકર જમીનમાં આપી દેવું. અને ૧ કીલો જેટલા બીયારણને પ ગ્રામ સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ અને ૩ ગ્રામ થાયરમ જેવી દવાનો પટ ચઢાવીને વાવણી કરવી (ર૦૦૦).

શેરડી : દક્ષિણ ગુજરાત વિસ્તારના શેરડીની ખેતી કરતા ખેડૂતોને જૈવિક નિયંત્રકો  જેવા કે ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા લોન્જીબ્રેકીયેટમ અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ વાપરવાની ભલામાણ કરવામાં આવી છે. એક હેકટર જેટલા વિસ્તારમાં ૮ ટન જેટલા પે્રસમડમાં સંવર્ધન કરેલા ટ્રાયકોડર્માના કલ્ચરને રોપણીના સમયે જમીનમાં આપી દેવું જેનાથી રાતડા અને સુકારા જેવા રોગોનુ અસરકારક નિયંત્રણ કરી શકીએ છીએ. (ર૦૦પ)

કેળ : દક્ષિણ ગુજરાત વિસ્તારના ખેડૂતોને ટ્રાયકોડર્મા હરજીયાનમ (પ૦ ગ્રામ/છોડ ) અથવા ટ્રાયકોડર્મા વીરીડી) (પ૦ ગ્રામ/છોડ) + સ્યુડોમોનાસ ફલુરોસન્સ (૧પ ગ્રામ/છોડ)+ પેસીલોમાયસીસ લીલાસીનસ (૧૦ ગ્રામ/છોડ) વાવણીના સમયે દરેક ખાડામાં આપી દેવું. જેનાથી કંદનાસડા તથા ફયુઝેરીયમ જેવી જમીન જન્ય ફુગ અને ઈરવીન્યા (જીવાણુ) તથા કૃમિનું અસરકારક રીતે નિયંત્રણ કરી સારું ઉત્પાદન મેળવી શકાય છે. (ર૦૦૭)

મગફળી : દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત આબોહવાકીય વિસ્તારના મગફળી ઉગાડતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છે. કે મગફળીમાં આવતા થડના કોહવારા (સ્ટેમ રોટ) ના રોગને દ્યટાડવા માટે ટ્રાયકોડર્મા વિરીડી પાવડરની બીજ માવજત ૧ કિ. ગ્રા. બીજમાં ૧૦ ગ્રામ પ્રમાણે આપવી અથવા ટ્રાયકોડર્મા વિરીડી પાવડરને વાવ્યા પછી ૩૦ દિવસે પાણી સાથે ર.પ કિ. ગ્રા./ હેકટર જમીનમાં આપવી અથવા ર.પ કિ. ગ્રા. ટ્રાયકોડર્મા વિરીડી પ્રતિ હેકટરે વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર સાથે આપવો. (ર૦૦૯)

જૈવિક નિયંત્રકોની ગુણવત્તાના માપદંડો જણાવો :

જૈવિક નિયંત્રકો/ દ્યટકોની ગુણવત્તા તેની અસરકારકતા માટે અગત્યનો ભાગ ભજવે છે. જો ગુણવત્તા બરાબર જળવાઈ ન હોય તો આપણે જોઈએ તેવા પરિણામ મેળવી શકતા નથી. તો ખેડૂતમિત્રો આ ગુણવત્તા કેવી  હોવી જોઈએ.

 • રોગકારક સામે અસરકારક હોવા જોઈએ : જૈવિક નિયંત્રક ચોકકસ રોગને અનુરૂપ નિયંત્રણ કરતા જોઈએ. દા.ત. ધરૂમૃત્યુના રોગ માટે જવાબદાર પીથીયમ નામની ફૂગનું અસરકારક નિયંત્રણ કરી શકે તેવા હોવા જોઈએ.
 • રાસાયણિક દવાઓ કરતા ઉત્પાદન ખર્ચ ઓછું હોવું જોઈએ : જૈવિક દવાઓ કરતા ઉત્પાદન ખર્ચ રાસાયણિક દવા કરતા આર્થિક રીતે ઓછો હોવો  જોઈએ. તેમજ પ્રબળ જૈવિક નિયંત્રકથી ઓછા સમયમાં સારું રોગ નિયંત્રણ થઈ શકે તેવા લક્ષણો હોવા જોઈએ.
 • કાર્ય કરવાની ક્ષમતા સારી હોવી જોઈએ : રોગ નાબુદ કરવાની અસરકારકતા હોવી આવશ્યક છે.
 • પર્યાવરણ લક્ષી હોવા જોઈએ : કુદરતનું સમતોલન જળવાઈ રહે તેવા હોવા જોઈએ. કુદરતી વાતાવરણ દૂષિત ન કરે તેવા સાથે સાથે લક્ષ્ય રોગકારક સિવાય જમીનમાં રહેતા અન્ય ફાયદાકારક સુક્ષ્મજીવો ને નુકશાનકારક ન હોવા જોઈએ.
 • પોતે રોગકારક ન હોવા જોઈએ : ખેડૂતમિત્રો જયારે આપણે જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે જે તે જૈવિક નિયંત્રક પોતે  પાકમાં રોગ કરતા ન હોવા જઈએ જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે.
 • લાંબા સમય સુધી કાર્યક્ષમ રહેવા જોઈએ : રાસાયણિક ફૂગનાશકોથી આપણને ત્વરિત પરિણામ મળે છે જ પરંતુ તે ટૂંક સમય માટે અસરકારક રહે છે જયારે જૈવિક નિયંત્રક લાંબા સમય સુધી અસરકારક પરિણામ આપે છે. જૈવિક નિયંત્રકો લાંબા સમય સુધી કાર્યક્ષ્મતા દર્શાવતા હોય તેવા હોવા જોઈએ.
 • વિપરીત પરિસ્થિતિમાં અસરકારક હોવા જોઈએ : જેવિક નિયંત્રકો વાતાવરણમાં થતા આકસ્મિક બદલાવ માં પણ અસરકારક રહેવા જોઈએ. ગરમી, ઠંડી તેમજ પાણીની ખેંચ સહન કરી શકે તેવા હોવા જોઈએ કે જેથી કુદરતી વાતાવરણીય આફતમાં પણ અસરકારક પરિણામ મેળવી શકાય.
 • સહેલાઈથી વધુ ઉત્પાદિત થઈ શકે તેવા હોવા જોઈએ : સામાન્ય રીતે જૈવિક નિયંત્રકો સહેલાઈથી અને આર્થિક રીતે સસ્તા ઉત્પન્ન થઈ શકે તેવા     ખેડૂતમિત્રોને નજીકના બજારમાંથી સહેલાઈથી ઉપલબ્ધ થઈશકે તેવા હોવા જોઈએ. 
  • મનુષ્ય, પ્રાણી તેમજ પાક કે અન્ય સુક્ષ્મજીવોમાં રોગ કરી શકે તેવા ન હોવા જોઈએ.
  • જૈવિક નિયંત્રકો સંકલિત રોગ નિયંત્રણમાં સમાવેશ કરી શકાય તેવા હોવા જોઈએ તેમજ અન્ય રાસાયણિક દવા સાથે ભેળવી શકાય તેવા હોવા જોઈએ : કોઈપણ જૈવિક નિયંત્રકોનો જયારે ખેતરમાં કે જમીનમાં ઉપયોગ કરવાનો હોય કે છાંટવાના હોય તો તે જૈવિક નિયંત્રકો સહેલાઈથી દવા છાંટવાના પંપ થી છાંટી શકાય તેવા હોવા જોઈએ. સામાન્ય રીતે સાંજના સમયે છંટકાવ કરવો. વધુમાં જમીનમાં તેની અસરકારકતા સારી હોવી જોઈએ તેમજ બીજા અન્ય સુક્ષ્મજીવ નાશકો સાથે સહેલાઈથી ભેળવી શકાય તેવા હોવા જોઈએ. દા.ત. ટ્રાયકોડર્મા તેમજ  જૈવિક કૃમિનાશકનું મિશ્રણ.
  • શુધ્ધતાઃ બજારમાં મળતા જૈવિક નિયંત્રકો જે, તે રોગકારક ને અસરકારક રીતે નિયંત્રણ કરવા માટે તેમાં શુધ્ધ અસરકારક જીવંત બીજાણુ ૧૦ કરોડ /ગ્રામ કરતા ઓછા ન હોવા જોઈએ અથવા તો તેનું પ્રમાણ ર×૧૦૮ જીવંત બીજાણું/ ગ્રામ હોવા આવશ્યક હોયે તો જ વધુ સારું પરિણામ મળી શકે.

જૈવિક નિયંત્રકો ના વપરાશમાં પડતી મુશ્કેલીઓ દર્શાવો :

 1. જૈવિક ઘટકોની અસર ભૌગોલિક પરિસ્થિતિ અને જમીનના પ્રકાર પ્રમાણે અલગ–અલગ હોય છે. જેથી  સ્થાનિક વિસ્તારમાંથી ઉત્પન્ન કરેલ જૈવિક નિયંત્રકો વધારે અસરકારક રહે છે.
 2. રાસાયણિક ફૂગનાશક દવા સાથે તેનો ઉપયોગ કરી શકાય તેવા જેવિક નિયંત્રકો બજારમાં ઉપલબ્ધ ન હોય ફકત  જૈવિક દ્યટકોથી બધા રોગોનું અસરકારક નિયંત્રણ કરવું મુશ્કેલ છે.
 3. જૈવિક નિયંત્રકોની કાર્યક્ષમતા અને શુધ્ધતા જાળવવામાં ન આવે તો દ્યણી વખત રોગ નિયંત્રણમાં બિન અસરકારક માલુમ પડે છે.
 4. જૈવિક ઘટકો જીવંત હોવાથી સંગ્રહ અને પરિવહન માં ધ્યાન આપવામાં ન આવે તો અસરકારકતા ગુમાવે છે.
 5. જેવિક નિયંત્રકો હંમેશા પેકેટ પર દર્શાવેલ અવધિ પહેલા વાપરવા.
 6. જૈવિક ઘટકો/નિયંત્રકોનો ઉપયોગ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે જ કરવો.

સામાન્ય રીતે બજારમાં ઉપલબ્ધ જૈવિક નિયંત્રકો કયા રોગ સામે અસરકારક છે તે જાણી લેવું જોઈએ. ત્યારબાદ જ તેનો વપરાશ કરવાથી દ્યણા સારા પરીણામો મેળવી શકાય છે.

નવસારી કૃષિ યુનિવર્સિટી ધ્વારા ખેડૂતો ને સારી ગુણવત્તાવાળા જૈવિક ખાતરો તેમજ જૈવિક નિયંત્રકો સહેલાઈથી તેમજ સસ્તા સુલભ થાય તે માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના પુરસ્કૃત જૈવિક ખાતર અને જૈવિક નિયંત્રક પ્રયોગશાળાની સ્થાપના કરવામાં આવેલ છે જે ધ્વારા ખેડૂતોને નૌરોજી બ્રાન્ડના જૈવિક ખાતરો બનાવી પૂરા પાડવામાં આવે છે. જૈવિક નિયંત્રકો પણ ખેડૂતોની જરૂરીયાત મુજબ ઉપલબ્ધ કરવામાં આવે છે.

શ્ની.એસ.ડી.પ્રજાપતિ અને ર્ડા.ડી.બી.પ્રજાપતિ(''ફળ વિશેષાંક'' ,અસ્પી બાગાયત–વ–વનીય મહાવિદ્યાલય, નવસારી કૃષિ યુનિવર્સિટી,નવસારી,બાગાયત વિભાગ,ચી.પ.કૃષિ મહાવિધાલય, સરદાર કૃષિનગર

2.94444444444
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top