હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / જૈવિક વનસ્પતિ / સજીવ ખેતી / સિક્કિમના ૫૦ હજાર ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સિક્કિમના ૫૦ હજાર ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી

પૂર્વ ભારતમાં આવેલા ટચૂકડા રાજય સિક્કિમના ૫૦ હજાર ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી અપનાવી.

આપણે ત્યાં હજુ ઓર્ગેનિક ફાર્મિગની હજુ પોલીસીઓ બની રહી છે પરંતુ જડી બુટ્ટીઓ અને વન ઔષધીઓનો પણ ભંડાર ગણાતા પૂર્વોત્તર રાજય સિક્કિમમાં રાસાયણિક દવાઓ અને ખાતરોને તિલાંજલી આપવા ૧૦ વર્ષથી પ્રયાસો ચાલી રહયા છે. ૬.પ લાખની વસ્તી ધરાવતા સ્ટેટમાં ૫૦ હજારથી પણ વધુ હેકટર જમીનમાં ડાંગર,ઇલાયચી,આદુ, શાકભાજી અને ફળફળાદિનો ઓર્ગેનિક પાક લહેરાઇ રહયો છે. સિક્કિમમાં આ પરીવર્તન લાવવામાં મહિલા ખેડૂતોનો પણ સિંહફાળો છે. મુખ્યમંત્રી પવન ચામલિંગની સરકારે ૨૦૦૩માં વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરીને રાજયને ઓર્ગેનિક બનાવવાની હાકલ કરીને રાસાયણિક દવાઓ અને ખાતરો વેચવા પર પ્રતિબંધ પણ મુકયો હતો. દેશના કેટલાક રાજયો આજે પણ આર્ગેનિક ફાર્મિગ અપનાવવી કે નહી તે અંગે ઢચું પચું વલણ દાખવી રહયા છે ત્યારે સિક્કિમે સાબીત કર્યું છે સજીવખેતીએ ખોટનો ખાડો નથી પરંતુ પર્યાવરણ બચાવવાનો ટકાઉ વિકલ્પ પણ છે. સજીવ ખેતી અપનાવ્યા પછી સિક્કિમમાં ગરીબીરેખા નીચે જીવતા લોકોની સંખ્યા ૧.૭ લાખ હતી જે ઘટીને ૫૦ હજાર થઇ છે. રાજયના કૃષિ વિજ્ઞાાન કેન્દ્રો સજીવખેતી માટે સતત માર્ગદર્શન અને મદદ આપતા રહે છે.આ નાનકડા રાજયની ૬ હજાર હેકટર જમીનમાં વનસ્પતિ ખાધ અને અળસિયાના જૈવિક ખાતરના ઉત્પાદન માટે સેંકડો એકમો લગાવવામાં આવ્યા છે.વર્મી કમ્પોસ્ટ,રાઇઝોબિયમ, અઝોલા જેવા ખાતરો તથા લીમડા જેવી કડવી વનસ્પતિઓમાંથી બનેલી કુદરતી દવાઓ છાંટવાથી ખેડૂતોને ફાયદો થાય છે. ખેતીનું હબ ગણાતા દક્ષિણ સિક્કિમમાં ૩ હજાર ટન ઇલાયચી ૩ હજાર અને ૫૦ હજાર ટન આદુ પાકે છે.

  • ૨૦૧૫ના અંત સુધીમાં સિક્કિમ રાસાયણિક દવાઓ અને કેમિકલ ફ્રી રાજય બનશે
  • ૩ હજાર ટન ઇલાયચી ૩ અને ૫૦ હજાર ટન ઓર્ગેનિક આદુની ખેતી થાય છે.

આ ઉપરાંત ૬૩૦૦ હેકટર વિસ્તારમાંથી ૧૭૧૯૦ ટન ફળફળાદિ પાકે છે.આ ઓર્ગેનિક પાકોની દિલ્હી સહિતના ઉત્તર ભારતમાં સારી એવી માંગ છે. રાજયનું ઓર્ગેનિક આયોગ ૨૦૧૫ ના અંત સુધીમાં સિક્કિમને ભારતનું પહેલું ઓર્ગેનિક રાજય બનાવવાની નેમ પણ ધરાવે છે. રાજયના ઉપરાંત પોંગલા,ચીસોપાની. સલઘારી જેવા અનેક ગામોએ સજીવખેતી અપનાવીને પરિવર્તનનો પવન ઔફુકયો છે.

સ્ત્રોત : ગુજરાત સમાચાર

3.38235294118
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top