હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / જૈવિક વનસ્પતિ / સજીવ ખેતી / સજીવ ખેતી પદ્ધતિથી ધાણા ઉગાડો અને સારી આવક મેળવો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સજીવ ખેતી પદ્ધતિથી ધાણા ઉગાડો અને સારી આવક મેળવો

હાલમાં ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યા છે.

ધાણાનું વાવેતર જુલાઈથી ઓક્ટોબર તથા ફેબ્રુઆરીથી એપ્રિલમાં ૪૦થી પ૦ ટકા વાળી નેટમાં કરવાથી ઉત્પાદન મળી રહે છે.

હાલમાં ખેડૂતો સજીવ ખેતી તરફ વળ્યા છે. પ્રકારની ખેતીમાં ખેડૂતને સારો અને ઉત્તમ ગુણવત્તાવાળો પાક મળે છે. ઉપરાંત તેમની મહામુલી જમીનને નુકસાન થતું ઉલટાનું જમીન ફળદ્રુપ બને છે. સજીવ ખેતીમાં તૈયાર થયેલા પાકનો ભાવ પણ પોષણક્ષમ મળી રહે છે. અને ખેડૂતે બજારમાં રસાયણીક ખાતર ખરીદવાની ઝંઝટમાંથી મૂક્તિ મળે છે. કુદરતી પેદાશોમાંથી ખેડૂત ખાતર બનાવી ઉત્તમ પાક લઈ શકે છે.

જો સજીવ ખેતી પદ્ધતિ દ્વારા ધાણા ઉગાડવામાં આવે તો તેનો બજારભાવ પણ સારો મળી રહે છે અને તે લાંબો સમય સુધી સારા રહેતા હોવાથી તેની આવક પણ ખેડૂતોને સારીએવી મળી રહે છે. ત્યારે બાબતે ખેડૂતો થોડા આગળ આવી વિવિધ પાકોમાં પણ સજીવ ખેતી પદ્ધતિ દ્વારા પાકનું ઉત્પાદન લે તેનો સારો ભાવ મળી છે.

જમીન: ધાણાની ખેતી માટે રેતાળ ગોરાડુ, જમીન નદીકાંઠાની ફળદ્રુપ જમીન પર પાક સારામાં સારો લઈ શકાય છે.

વાવેતર: ધાણાનીખેતી માટેનું વાવેતર નવેમ્બરથી જાન્યુઆરીના સમય દરમિયાન કરવામાં આવે છે. અને જો જુલાઈથી ઓક્ટોબર તથા ફેબ્રુઆરીથી એપ્રિલમાં ૪૦થી પ૦ ટકા વાળી નેટમાં કરી શકાય છે. બીજ ઉગાવામાં મદદરૂપ થાય તે માટે માર્ચ મહિ‌નામાં આશરે અડધો ઈંચ લીફ મોલ્ડ કમ્પોસ્ટનું મિલ્ચિંગ કરવું.

બીજ: વાવણીમાટે બીજ દર પ્રતિ એકરે પથી કિલો રોપવામાં આવે છે.

વાવણીનુંઅંતર : ધાણાનીવાવણીની બે હાર વચ્ચે ઈંચ અને બે છોડ વચ્ચે ૧થી બે ઈંચ બીજને ખુંપીને વાવણી કરી શકાય છે. પિયત ૧૨થી પંદર દિવસે આપવામાં આવે છે.

પોષણપ્રતિ એકરે : પાયામાં૪છથી ટન કમ્પોસ્ટ છાણીયું ખાતર આપવામાં આવે છે. પૂર્તિ‌માં ૨પ દિવસે પ૦૦ કિલો વર્મીકમ્પોસ્ટ ખાતર નાંખવું.

આંતરખેડ તથા નિંદામણ : ધાણાનાપાક લેતી વખતે આંતર ખેડ અને નિંદર બેથી ત્રણ વખત કરવું પડે છે. ધાણાનો પાક ૪૦થી ૪૨ દિવસે પહેલો વાઢ મળે છે. ૭પ દિવસે બીજો વાઢ લેવો અથવા છોડ ઉપાડી લેવો. બીજ માટે ૩થી ૩.પ મહિ‌ને પાક તૈયાર થાય છે. નવેમ્બર માસમાં જો ધાણાનું વાવેતર કર્યુ હોય તો ૯૦ દિવસે ત્રીજો વાઢ મળે છે. ધાણાનો પાક તૈયાર થયા બાદ તેની નાની ઝૂડી બનાવી ભીના કંતાનમાં લપેટીને બજારમાં મોકલવામાં આવે છે. ૪૦ દિવસે ધાણા કાપી લેવા, કારણ કે તે પછી ધાણા થોડા શ્યામ પડી જાય છે, પાન પીળા થઈ જાય છે અને રેસા પણ વધી જાય છે.

આણંદ-નડિયાદના બજારોમાં ધાણાની ઉંચી કીમત મળે છે.

ધાણા સાથે આંતરપાક પણ લઈ શકાય

વેલાવાળા પાક શક્કરીયા, કોળુ,  દૂધી નો પાક આંતર પાક તરીકે લઈ શકાય છે. પાક બાદ નિંદામણ ઓછું હોવાથી ધાણા સારા થાય છે. કઠોળ વર્ગના પાક (મગફળી) પછી ધાણા સારા થાય છે. કપાસની વાવણી પહેલા ધાણાનું બીજ છાંટી પુરક આવક મેળવવા વરસાદ પહેલા કોરામાં ધાણાનાં બીજનો છંટકાવ કરવો. વરસાદ આવતાં ધાણા ઉગી નીકળે છે.

ધાણામાં આટલી કાળજી જરૂર રાખો

બીજને મળશીને બે દાણા છુટા પાડી તેને કલાક પાણીમાં પલાળી, ભીના કંટાનમાં ૧૨ કતલાક બાંધી વાવવાથી ઉગાવો સારો મળે છે. બીજને વાવ્યા પછી ચાળેલુ કમ્પોષ્ટ નાંખવું

ધાણાના એક કિલો બીજ માટે ગાયનું છાણ, ગૌમુત્ર, લાકડાની રાખ, રાફડાની માટી (દરેક વસ્તુ ૧૦૦ ગ્રામ) લેવી બીજને તેના પટ આપોવ, પટ આપ્યા પછી છાંયે સૂકવીને વાવણીથી ધાણા ઝડપી ઉગે છે. તેમજ તેની ઉંચાઈ ૨થી ઈંચ વધારે આવે છે.

વર્મીકમ્પોસ્ટના ઉપયોગથી ધાણાની સુગંધમાં વધારો થાય છે, તેમજ તેનો લીલો રંગ સુધરાવા લાલ માટી છાંટવી.

સ્ત્રોત: ભાસ્કર સમાચાર

2.95
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
ઘનશ્યામ May 09, 2017 02:09 AM

પુસપરસ માટે

દિનેશભાઈ ગોડલીયા Jan 10, 2017 09:36 PM

ધાણી ની માહિતી આપો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top