હોમ પેજ / ખેતીવાડી / કૃષિ સામગ્રી / જૈવિક વનસ્પતિ / સજીવ ખેતી / ઓર્ગેનિક ખેતીથી ખારેકમાં મબલખ ઉત્પાદન
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઓર્ગેનિક ખેતીથી ખારેકમાં મબલખ ઉત્પાદન

91 વર્ષના ખેડૂતે સર્જી ક્રાંતિ, ઓર્ગેનિક ખેતીથી ખારેકમાં મબલખ ઉત્પાદન

કેટલાક કર્મયોગી પુરુષો જયેષ્ઠ વયે પણ નિવૃત્તિનો આરામદાયક સમય પસાર કરવાને બદલે કર્મ કરવામાં માનતા હોય છે. એટલું જ નહીં પરંતુ સમાજમાં નમૂનારૂપ ઉદાહરણ પૂરું પાડે છે. આવા જ એક કર્મનિષ્ઠ વૃધ્ધે 91 વર્ષની ઉંમરે ખેતીમાં ક્રાંતિ સર્જી છે. ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી ઓર્ગેનિક ખેતી કરી ખારેકનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.

ત્રિકમભાઈ કહે છે કે, સજીવ ખેતી કરવા માટે કૃષિ કેન્દ્રમાંથી સજીવ ખેતી અંગે માહિતી મેળવી હતી. કચ્છમાં ખારેકના રોપાઓ તૈયાર મળતા હોવાની માહિતી મેળવીને ત્યાંથી રોપાઓ ખરીદવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. એક રોપાની બજાર કિંમત 2400 રૂપિયા થાય છે. જેમાં સરકાર 50 ટકા સબસિડી આપે છે. આમ  આ એક રોપો 1200 રૂપિયાની કિંમતમાં પડે છે. આ ખેડૂતે વર્ષ 2011માં 110 રોપાઓ લાવીને ખારેકની ખેતીની શરૂઆત કરી હતી. એક રોપા દીઠ 25 કિલો જેટલી ઉપજ પ્રથમ વખત મળી હતી. 2011માં વાવેલા રોપાઓએ પ્રથમ ઉત્પાદન 2014ની સાલમાં આપ્યું હતું. જો કે, ત્યાર પહેલા આ ખેડૂતે 2012માં 390 રોપાઓનું વાવેતર પણ કરી નાખ્યું હતું. આ રોપા દીઠ ઉત્પાદન 25 કિલોથી વધીને 60 કિલો જેટલું મબલખ ઉત્પાદન થવા માંડ્યું છે. ખેતી નિષ્ણાંત સામત સોલંકી જણાવે છે કે, આ સજીવ ખેતીનો ફાયદો એ થાય છે કે જમીન ફળદ્રુપ રહે છે અને કોઈ પણ જાતની દવાઓ કે રાસાયણિક ખાતર વાપરવામાં આવતું નથી. જેથી જે ખારેકનું ઉત્પાદન થાય છે તે પણ ગુણવત્તાસભર થાય છે જે આરોગ્ય માટે ઉત્તમ છે અને હળવદ પંથકમાં આ ખેડૂતે સૌ પ્રથમ આ સાહસ કરી બતાવ્યું છે.

આ વૃદ્ધના સાહસને સૌરાષ્ટ્રમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ખારેકનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જેટલી ખારેકનું ઉત્પાદન થાય છે તેનું ચપોચપ વેચાણ થઈ જતા આ વૃદ્ધની મહેનત અને સાહસ રંગ લાવી છે અને આ ખારેકની માંગને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં અન્ય ખેડૂતો પણ આ સજીવ ખેતી તરફ વળે તેવા એંધાણ વર્તાય છે.

સજીવ ખેતીમાં રોકાણની જબરી આવશ્યકતા છે અને મયૂરનગર પંથકમાં સિંચાઈ કે પાણીની સુવિધા પણ નથી ત્યારે અન્ય લોકોની જેમ ફરિયાદ કરવાને બદલે ત્રિકમભાઈએ ટેન્કરો દ્વારા પાણીની વ્યવસ્થા કરી હતી અને પાણીની 2000 લિટર સાથે ગૌ મૂત્ર અને ગાયનું છાણનો ઉપયોગ કરતા હતા અને પાણીની તંગીને ધ્યાનમાં રાખીને ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવી પાણીનો બચાવ પણ કરવામાં આવે છે. આ ખેડૂતને 130 વીઘા જમીનમાં વાવેતર કરીને આખી જિંદગી ખર્ચી નાખી છે, પરંતુ સજીવ ખેતી કરવાથી તે ખુશ હોવાનું જણાવી રહ્યા છે અને ગામડે માત્ર આ ખેડૂત દંપતી આવડી ઉંમરે એકલા રહીને પોતાનું જીવન સુગંધિત બનાવી રહ્યા છે એટલું જ નહીં, પરંતુ આજના યુવાનોને મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરવા માટે આદર્શ ઉદાહરણ પણ પૂરું પાડી રહ્યા છે.

Content sept 2016

રાસાયણીક દવા કે ખાતર વગર ની  ખેતી ને રસાયણમુક્ત ખેતી, સજીવ ખેતી ,જૈવિક   ખેતી,પ્રાકૃતીક ખેતી, ઑર્ગૅનિક ખેતી અથવા કુદરતી ખેતી કહે છે.અને અંગ્રેજી મા ઑર્ગૅનિક ફાર્મિંગ.

આપણે કુદરતી ખેતી ની શુન્ય બજેટ ખેતી પણ કહી સકિયે.આ પ્રકાર ની ખેતી મા કોઈ પણ પ્રકાર ની બહાર થી ખરીદેલી,ઝેરી વસ્તુ ઑ નો ઉપયોગ નથી કરવામા આવતો. આજથી સો દોઢસો વર્ષ પહેલા જેવી રીતે આપણા પૂર્વજો ખેતી કરતા હતા તે બધી રીતો ( જે હૂ આ બ્લોગ મા જણાવીશ ) અપનાવી આપણે કુદરતી ખેતી કરવાની છે.અને જો તમે આજ થી જ આ નાની બાબતો ધ્યાન મા રાખી ને કુદરતી ખેતી કરવાનુ ચાલુ કરશો તો તમારો ઉત્પાદન વધશે અને જમીનનુ તથા તમારુ સ્વાસ્થ્ય પણ જણવાશે..

મિત્રો.. આપણી જમીનો રાષાયણિક ખાતરોના ઉપયોગથી બગડી રહી છે ,તેની ફળદ્રુપ્તા ઘટવા લાગી છે. રાષાયણિક દવાઓના કારણે આપણા સ્વસ્થ્ય ઉપર માઠી અસર પડી રહી છે. પરંતૂ કુદરતી ખેતીમા ઓછો ખર્ચ અને વધુ ઉત્પાદન આવે છે... તે માત્ર આપણી જમીન માટેજ નહી પણ આપણા સ્વાસ્થ્ય માટે, અને પર્યાવરણ માટે પણ ખુબ ફાયદાકારક છે આથીજ‌ ખેતીમા ઓર્ગેનિક ખેતી ને પ્રાધાન્ય આપો.. ઓર્ગેનિક પધ્ધતી થી ખેતી કરો...

વિસાવદર તાલુકાના જંગલ વિસ્‍તાર નજીક આવેલું ખાંભા ગામ ઓર્ગેનિક ખેતી કરતું ગામ બનવા જઇ રહ્યું છે. ગામના 80 ટકા ખેડૂતોએ વર્ષ-2015થી ગાય આધારિત ખેતી અપનાવી અંદાજે 800 વિઘા જેટલી પોત-પોતાની જમીનમાં ઝેર મુક્ત ખેતીનો સફળ પ્રયોગ કર્યો છે. ગામના ખેડૂતોએ એક વર્ષમાં અંદાજે રૂપિયા 1.50 કરોડની જંતુનાશક દવા અને રસાયણીક ખાતરના ખર્ચની બચત કરી છે.

ખતરનાક કેમિકલ અને દવાઓના છંટકાવવાળા શાકભાજી, ફળો અને અનાજથી અનેક જીવલેણ બિમારીઓ જન્મ લે છે. ત્યારે સમયની માંગ પારખીને સૌરાષ્‍ટ્રના ધરતીપુત્રોએ ઉત્‍પાદનની ચિંતા કર્યા વગર સ્‍વસ્‍થ સમાજના નિર્માણ માટે ઓર્ગેનિક ખેતીનો એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

વિસાવદર તાલુકાનું આ ખાંભા ગામ ડુંગળીના પાકના ઉત્પાદન માટે જાણીતું છે, પરંતુ ગામના જાગૃત ખેડૂતોએ ગાય આધારિત સજીવ ખેતી માટે ગુજરાત અને મહારાષ્‍ટ્રના વિવિધ કેન્‍દ્રો, ખેડુતો, શિબિરો અને પ્રકાશનોનો અભ્‍યાસ કરીને ગામની ધરતીને ઝેર મુક્ત અને ખેતીના ઉત્‍પાદન ખર્ચને ઝીરો સુધી લઇ જવા સંકલ્‍પ કરતા ખાંભાના ખેડૂતોની કાર્યશૈલીમાં બદલાવ આવ્‍યો છે.

25 વિઘા જમીનના ખાતેદાર અને અગ્રણી જે.પી.કોટડીયાએ જણાવ્યું હતું કે, છેલ્‍લા એક વર્ષથી ખેતરમાં દવાનું એક ટીપું પણ નાંખ્‍યુ નથી. ખેતરમાં બે ગાય રાખી છે, તેના ગૈા મૂત્ર, છાણ, લોટ, લીમડો, છાશ, સીતાફળના પાન, વગેરે નિયત ચીજ વસ્‍તુઓમાંથી ઘરબેઠા અસરકારક દવા બનાવી છે, તે દવા છાંટવામાં આવે છે અને બીજી દેશી દવા વાવેતર વખતે નાંખવામાં આવે છે. તેથી ખેતીમાં દવાનો ખર્ચ થતો નથી.

કલ્પેશભાઈ કોટડીયા સુરતમાં હીરા ઘસવાનો વ્‍યવસાય મુકીને સૌ પ્રથમ બે ગાય વસાવીને પોતાની 15 વિઘા જમીનમાં સજીવ ખેતી કરી સારામાં સારી નોકરી જેટલું વળતર મેળવતા હતા.

ટામેટાના ઓછા ભાવને કારણે ટામેટાની કાચરી બનાવી

વિસાવદરના ખાંભા ગામના જે.પી.કોટડીયાએ 10 વિધા જમીનમાં ટમેટા વાવ્યા હતા. શરૂઆતમાં ટમેટાના ભાવ હતા, પરંતુ છેલ્લે ભાવ ગગડી જતાં ટમેટા માર્કેટ સુધી પહોંચાડવા ફાયદાકારક ન હોય આ સ્થિતિ પારખી તેમના પત્નિ રસીલાબેન કોટડીયાએ ભવિષ્‍યમાં ટમેટાની વેફરની મૂલ્યવર્ધિત ખેતી થઇ શકે તે માટે પ્રથમ વખત ટમેટાની વેફર બનાવવાનો પ્રયોગ કર્યો હતો, જે સફળ થયો છે.

સ્ત્રોત: ભાસ્કર ન્યૂઝ

3.18181818182
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
Sahdev barad Mar 20, 2019 09:45 PM

Good

Anonymous Dec 04, 2018 06:13 PM

ઓર્ગેનિક ખેતી તથા અન્ય ઓર્ગેનિક વસ્તુઓનું ઉત્પાદન તેમજ વેચાણ કે તેને લગતી કોઈ પ્રવૃત્તિ કરતાં લોકો માટે એક રાષ્ટ્રીય સ્તરનું વિશાળ પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું છે. રસ ધરાવતા ખેડૂતો, વેપારીઓ, સંસ્થાઓ રજીસ્ટ્રેશન માટે તાત્કાલિક સંપર્ક કરે, અત્યારે પ્રિ-લોંચિંગ ઓફર ચાલી રહી છે. તાત્કાલિક સંપર્ક કરો. આ એક વિશાળ વેબ પ્લેટફોર્મ છે. અહિયાં રજીસ્ટ્રેશન કરાવનારની તમામ વિગતો, સંપર્કની વિગતો, ઉત્પાદનોના, ફોટા મૂકવામાં આવશે. ઓર્ગેનિક પ્રવૃત્તિ, માર્કેટ, ખરીદ-વેચાણ વિષે અનેક નવી નવી ઇંક્વાયરીઓ તથા અનેક અન્ય માહિતી પ્રાપ્ત થશે. ઉપરાંત, રસ ધરાવતા લોકો અહિયાં આ પ્લેટફોર્મ દ્વારા પોતાના ઉત્પાદનોનું વેચાણ પણ કરી શકશે.
તો આ સંદેશો તમામ ગ્રૂપમાં વધુમાં વધુ ફેલાવીને વધુમાં વધુ ખેડૂતોને આ લાભ મળે તેવું કરશોજી. સંપર્ક માટે 94*****72.

વાસુદેવ Jun 25, 2018 08:02 AM

કપાસ મા ગાય આધારિત ખેતિ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top