অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ધિરાણ અને વસુલાત

ધિરાણ-મંજુરી ની પ્રક્રિયા

ધિરાણ મેળવવા માટે ઇચ્છનાર ખેડૂત ખાતેદારે તેઓની જમીન બેંકની જે શાખાના કાર્યવિસ્તારમાં આવતી હોય તે તાલુકા કક્ષાની શાખામાંથી અરજી ફોર્મ મેળવી, તેમાં પૂર્ણ વિગતો ભરી, સહી કરી, તેની સાથે જરૂરી રેવન્યુ રેકર્ડ ની નકલો સાથેબેંકની શાખામાં આપવાનું હોય છે. ત્યારબાદ મેનેજર/સુપરવાઈઝર તે સ્થળ ની ખરાઈ કરવા જાય છે. સૂચિત સુધારણા આર્થિક રીતે પોષણક્ષમ છે કે નથી? તકનીકી રીતે યોગ્ય છે કે નથી? ધિરાણ પરત ચૂકવણી ની સગવડ, અને ગીરોમાં લેવાની જમીન ના ટાઈટલ વિગેરે વિવિધ પાસાઓ ની ચકાસણી કરી જો તેઓને સંતોષકારક લાગે તો તે ધિરાણ અરજી ને મંજુરીની ભલામણ સાથે શાખાસમિતિ ને મોકલી આપે છે. શાખાસમિતિની બેઠક માં આવેલ અરજીઓ અંગે યોગ્ય વિચારણા કરી મંજુરી ની ભલામણ સાથે જીલ્લાકક્ષાએ આવેલ જીલ્લા લોન કમિટી ને મોકલવામાં આવે છે. જીલ્લા લોન કમિટી ની મંજુરી મળ્યા પછી, મંજુર થયેલ લોન અરજી જે તે શાખાને મોકલવામાં આવે છે. શાખા દ્વારા અરજદારને ધિરાણ મંજુરીની રકમ અને શરતો અંગે જાણ કરવામાં આવે છે ત્યારબાદ અરજદારની જમીન નું બેંકની તરફેણમાં ગીરોખત નોંધણી થાય છે. અને રેવન્યુ રેકોર્ડમાં બેંકના ગીરો બોજા ની નોંધણી કરવામાં આવે છે.

ત્યારબાદ મશીનરી સપ્લાયર કે કોન્ટ્રાકટર જેઓ ની સુધારણાનું કામ સોપાયેલ હોય તેઓના બીલ મેળવી તેની ખરાઈ કરી અને ધિરાણના હેતુસર ઉપયોગ થયાની ચકાસણી કરી બેંક દ્વારા ધિરાણના નાણાં ની સીધી ચૂકવણી જે તે સપ્લાયર કે કોન્ટ્રાકટર ને કરવામાં આવે છે.

વધુમાં, ધિરાણનું ચુકવણું થઇ ગયા પછી પણ બેંક દ્વારા ફેરતપાસણી કરી ધિરાણ ના હેતુસર ઉપયોગ થયા અંગે ખરાઈ કરવામાં આવે છે. સામાન્ય રીતે ધિરાણની અરજીઓનો નિકાલ ૧૫ દિવસમાં કરવામાં આવે છે. વર્ષ ૧૯૭૬ થી ધિરાણ મંજુરીની સત્તાઓ જીલ્લા લોન કમિટીને આપવામાં આવેલ છે. બેંક દ્વારા વખતો-વખત સુધારા કરી ખડૂતોને ઝડપથી અને સરળતાથી ધિરાણ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.

ધિરાણ હેતુ

વ્યાજ દર

રૂ. ૧ લાખ સુધી ૧૩% વાર્ષિક

રૂ. ૧ લાખથી ૨ લાખ સુધી ૧૩.૫૦% વાર્ષિક

રૂ. ૨ લાખથી ૩ લાખ સુધી ૧૪.૫૦% વાર્ષિક

રૂ. ૩ લાખથી વધારે ૧૫% વાર્ષિક

બેંક દ્વારા નીચે મુજબના હેતુઓ માટે ધિરાણ કરવામાં આવે છે.

  • નવાકુવા, ડગ- કમબોરવેલ, ઓઈલ એન્જીન, ઈલે.મોટર, પંપ સેટ, સબમર્સીબલ પંપ, સેન્ટ્રીફ્યુગલ પંપ.
  • જુના મશીનની જગ્યાએ ઈલે.મોટર.
  • કુવા ઊંડા ઉતારવા, રિપેર કરવા, બોરીંગ કરવા, કુવા રિચાર્જ કરવા.
  • પાતાળ કુવા બનાવવા.
  • પાઈપ લાઈન નાખવા (સિમેન્ટ તેમજ પી.વી.સી.).
  • લીફ્ટ ઈરીગેશન.
  • સ્પ્રીન્કલર ઈરીગેશન (ફુવારા પદ્ધતિથી પિયત).
  • ડ્રીપ ઈરીગેશન (ટપક પદ્ધતિથી પિયત).
  • પાણીના ટાંકા કરવા. (સિંચાઈ માટે).
  • દુધાળા પશુ: ભેસ, ગાય, શંકર ગાય.
  • દુધઘર,  મિલ્કો ટેસ્ટર (દૂધ મંડળીઓ), બલ્ક કુલર.
  • ડેરી ડેવલપમેન્ટ : ડેરી પ્લાન્ટ, શીત કેન્દ્રો તેમજ વિસ્તૃતીકરણ .
  • ફાર્મ હાઉસ, કેટલ શેડ બાંધવા, તેમજ સાયલોપીટ બનાવવા.
  • બળદ, બળદ ગાડા ખરીદવા.
  • મરઘા ઉછેર.
  • ઊંટ, ઊંટ ગાડી.
  • મત્સ્ય ઉછેર.
  • ગોડાઉન બાંધવા : (ખેત પેદાશ-સંગ્રહ : રાષ્ટ્રીય ગ્રીડ યોજના અન્વયે સહકારી મંડળીને)
  • દૂધ સહકારી મંડળીઓને ગોચર,જમીનમાં ઘાસચારાના પ્લોટ : (સહાય હોય તેવા કાર્યક્રમ માટે )
  • ગોબર ગેસ પ્લાન્ટ.
  • ટ્રેક્ટર, ટ્રેલર, પાવર ટ્રીલર, મીની ટ્રેક્ટર, થ્રેસર, ઓપનર, હાર્વેસ્ટર કમ્બાઇન્ડ.
  • હોર્ટીકલ્ચર, : પ્લાન્ટેશન અને નર્સરી.
  • ફ્લોરી કલ્ચર : ફુલના ઉછેરની ખેતી જેમ કે ગુલાબ, મોગરા, લીલી વગેરે.
  • નીલગીરી ઉછેર : અન્ય ઝાડ
  • શાકભાજીના કાયમી માંડવા બાધવા.
  • ડુંગળીના સંગ્રહ માટે મેડા મનાવવા.
  • ક્યારી બનાવવા (જમીન સુધારણા)
  • લેન્ડ લેવલીંગ (જમીન સમતળ કરવા) નવસાધ્ય કરવા.
  • કન્ટુર બન્ડીંગ (બંધપાળા) સમતળ જમીનમાં કાંપ નાખવા માટે.
  • વાયર ફેન્સીંગ (તારની વાડબનાવવા) : બગીચાઓ, બાગ વિસ્તારમાં પાકના રક્ષણ માટે.
  • ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિના બાંધકામ, ગોડાઉન, શોપ્સ, ઓફીસ બિલ્ડીંગ : (માર્કેટ યાર્ડ ડેવલપમેન્ટ).
  • લઘુ ઉદ્યોગ.
    • ઉત્પાદકીય હેતુઓ જેવાકે મીણબત્તી, અગરબત્તી, ચોક, રીફીલ, બોલપેન વગેરે.
    • પીકઅપ વાન, ખેતી ઉત્પાદનનો માલ બઝારમાં લઇ જવા તેમજ ખાતર બિયારણ વગેરે લાવવા માટે માલ વાહક
  • રિક્ષા.
  • ઇન્ટીગ્રેટેડ લોન સ્કીમ.
  • મશરૂમની ખેતી માટે.
  • વર્મી કલ્ચર (અળસીયાની ખેતી માટે).
  • શેરી કલ્ચર (રેશમના કીડા ઉછેર માટે).
  • મોટર સાયકલ ખરીદવા.
  • ટ્રક ખરીદવા.
  • દૂધનું ટેન્કર ખરીદવા.
  • એસ્ક્વેલેટર (જમીન સમતળ કરવા).
  • પબ્લિક પેસેન્જર કેરિયર, ઓટ રિક્ષા, લાઈટ મોટર વ્હિકલ સહીત ૧૬.૨ ટન સુધીના વાહન માટે.
  • કાલા ફોલવાના મશીન.
  • ઠંડાપીણા બનાવવાની મશીનરી ખરીદવા.
  • ખેતી વિષયક તથા કુટીર ઉદ્યોગના સેવા પ્રકાર તથા વ્યવસાય પ્રકારના હેતુઓ માટે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેણાકના મકાન બનાવવા.
  • ખેડૂતોને ખેતીના વિકાસ માટે જમીન ખરીદવા.
  • એગ્રીકલ્ચર સ્નાતકોને અગ્રોક્લીનીક્સ અને અગ્રોબીઝ્નેસ  સેન્ટરને લગતા ધિરાણ કરવા.
  • સુગંધી અને ઔંષધિય ઘટકો માટે.
  • રૂરલ ગોડાઉન.
  • કોલ્ડ સ્ટોરેજ.
  • જમીન નવ સાધ્ય.
  • જુના મકાન રીપેરીંગ તથા નવા મકાન બાંધવા માટે.
  • શૈક્ષણિક સેવાઓ :
    • ખાનગી શાળાઓ, કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે.
    • વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન આપવા.
  • આરોગ્ય સેવાઓ  :
    • ગ્રામ્ય લેવલે દવાખાના / કલીનીક ખોલવા માટે તેમજ જરૂરી સાધનો સાથેની મોબાઈલ હોસ્પિટલ વાન ખરીદવા.
  • બાંધકામ સેવાઓ : બાંધકામ માટેની સામગ્રીનું વિતરણ
  • વેચાણ સેવાઓ : ગ્રામ્ય ઉત્પાદનની વેચાણ માટેની દુકાન.
  • પ્રવાસ ટુરીઝમ સેવાઓ : થીએટર , ઇકો-ટુરીઝમ મેળા / પ્રદર્શન માટેનું સંકુલ વિગેરે.
  • પરિવહન સેવાઓ : ટુવ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર ખરીદવા.
  • ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેવાઓ :
    • કોમ્પ્યુટર સર્વર વિગેરે સાધનો બનાવવા.
    • રૂટર, ફાયર વોલ સ્વીચ  વિગેરે નેટવર્કીગના સાધનો બનાવવા.
    • અન્ય આઈ.ટી. તથા ઈલેક્ટ્રોનિક ઉપકરણો, બીઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, (બી.પી.ઓ કોલ સેન્ટર) અથવા બંને આઈ. ટી. સેવાઓ.
    • સોફ્ટવેર સેવાઓ અને ઉત્પાદનો એમ્બેડેડ સોફ્ટવેર.
    • આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરી પાડતા કેન્દ્રો જેવા કે ટેલીકોમ સેન્ટર અથવા આઈ.ટી.કનેકટીવીટી પ્રોવાઇડીંગ સેન્ટર.
    • કોમ્પ્યુટર શિક્ષણ / તાલીમ કેન્દ્રો.
    • અન્ય રોજગાર ઉભા કરતી ગ્રામ્ય ટેકનોલોજી સેવાઓ.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ
    • ગ્રામ્ય ઉદ્યોગ વસાહતો, વૃધ્ધિ કેન્દ્રો, કોમ્યુનીકેશન નેટવર્ક , ગ્રામ્ય શુધ્ધ પીવાના પાણીની સુવિધાઓ પૂરી પાડતા એકમોવગેરે.
  • મધ્યમ મુદત કિસાન ક્રેડીટ કાર્ડ.
  • કનઝયુમર  લોન :- ટી.વી., વોશિંગ મશીન , રેફ્રીજરેટર, ઘરઘંટી, કોમ્પયુટર/લેપટોપ, ફર્નિચર આઈટમ વિગેરે હેતુઓ માટે.
  • ગોલ્ડ લોન
  • તાલુકા મથકે રહેણાંકના બનાવવા/ખરીદવા  માટે
  • તત્કાલ વિજ જોડાણમાં  ખર્ચના એસ્ટીમેટ સામે લોન આપવા
  • ગ્રીન હાઉસ
  • સોલાર પાવર પંપ

કૃષિ વિકાસ લોન યોજના

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લી. ના ચેરમેનશ્રી કનુભાઈ એમ. પટેલ દ્વારા દેશની અન્ય કોઈપણ રાજ્યની કૃષિ બેંકમાં નથી તેવી મધ્યમ મુદત કૃષિ વિકાસ લોન યોજના તા. ૧-૧૨-૨૦૦૫ થી શરુ કરવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યના સહકારી કાયદાની જોગવાઈઓ મુજબ ખેતી બેંકને ટુંકી મુદત માટે ધિરાણ કરવાની મંજુરી મળતી નથી. પરંતુ આ બેંકમાંથી લોન મેળવેલ હોય અને તેવા ખાતેદારની ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણ, ખેતીવાડી ના સાધનો ખરીદવા કે મશીનરી રીપેરીંગ માટે, વીજળી બીલના નાણાં ભરવા વિગેરે જેવા હેતુઓ માટે જરૂરિયાત ઉભી થાય ત્યારે તેઓને સરળતાથી નાણાં ધિરાણ મળી રહે તેવા ઉદ્દેશથી આ યોજના શરુ કરાયેલ છે.

તાજેતરમાં બેંક દ્વારા બેંકના રેગ્યુલર ખાતેદોરો માટે રૂ. ૩ લાખની લોન મર્યાદા અને ૩ વર્ષની મુદતવાળી " સ્વર્ણિમ કૃષિ વિકાસ લોન યોજના " શરુ કરવામાં આવેલ છે.

યોજનાની વિશેષતાઓ

ધિરાણ અને પરત ચુકવણી

વિગત

ધિરાણ મર્યાદા (રકમ રૂપિયામાં))

મુદત

બીજીવાર લોન માંગણી

૩ લાખ

૩ વર્ષ (છ માસિક હપ્તા)

વ્યાજ દર

રૂ. ૧ લાખ સુધી ૧૩%

રૂ. ૧ લાખથી ૨ લાખ સુધી ૧૩.૫% અને

રૂ. ૨ લાખથી ૩ લાખ સુધી ૧૪.૫

તપાસણી ફી

"પ્રથમ વાર લોન માંગણીની રકમ ઉપર મીનીમમ રૂ.૫૦૦/- અથવા લોન માંગણીની રકમ નાં ૧% લેખે થતી રકમ - બેમાથી જે વિશેષ હોય તે."

હપ્તાની પાકતી તારીખ

દર વર્ષે ૩૧ મી મેં અને ૩૦ નવેમ્બર -એમ બે હપ્તા ભરવાના રહેશે.

બેંકના કુલ ધિરાણનો અડધો (૫૦%) હિસ્સો કૃષિ વિકાસ લોન ધિરાણનો છે.તેની સાથે વસુલાતની ટકાવારી પણ અન્ય હેતુના ધિરાણ કરતાં કે.વિ.ઍલ. ની વસુલાત ટકાવારી ઉંચી છે. નાણાકીય વર્ષ :૨૦૧૩-૧૪ માં કે.વિ.ઍલ.યોજનામાં કુલ ૫૪૭૬ ખાતેદારોને રૂ. ૧૩૪.૫૫ કરોડનું ધિરાણ થયેલ છે અને કે.વિ.ઍલ. યોજનાની શરૂઆત થી તા. ૩૧-૩-૨૦૧૪ સુધીમાં કુલ રૂ. ૬૭૭.૧૦ કરોડનું ધિરાણ થયેલ છે.

અમારી બેંકની જે શાખામાં કે.વિ.ઍલ. ધિરાણની વસુલાત ૮૦% થી વધારે હોય છે તે શાખાઓ મારફત કે.વિ.ઍલ. ધિરાણ ઉપલબ્ધ થઇ શકે છે. તે માટે અમારી નજીકની તાલુકા શાખાનો સંપર્ક સાધવાથી વધુ માહિતી મળી શકશે.

વસુલાત પ્રક્રિયા

બેંકની લોન (ધિરાણ) સામાન્ય રીતે વાર્ષિક ધોરણે વ્યાજની ગણત્રી કરી તેના નક્કી થયેલ હપ્તાની સંખ્યા મુજબ વ્યાજ+મુદ્દલ મળી હપ્તો વસુલ લેવા પાત્ર થાય છે. જે તે વિસ્તાર માં પાકની પદ્ધતિ, પાક બજારમાં વેચાણ માટે કઈ મોસમમાં આવે છે, તેના આધારે બેંક દ્વારા વર્ષમાં બે તારીખો (ડ્યુડેઈટ) હપ્તો ભરવા માટે નક્કી કરવામાં આવેલી હોય છે. જે વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર છે ત્યાં ૩૧ જાન્યુઆરી અને જે વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર છે ત્યાં ૩૧ માર્ચ હપ્તાની તારીખ નક્કી કરવામાં આવેલી છે.

બેંકની શાખાઓમાં દર વર્ષે ધિરાણના હપ્તાઓની ગણત્રી કરી તેનું ખાતેદાર દીઠ માંગણા પત્રક બનાવવામાં આવે છે.તેના આધારે હપ્તાની પાકતી તારીખ અગાઉ દરેક ખાતેદારને બેંકની લગત શાખાએથી હપ્તાની રકમ દર્શાવતી માંગણાની નોટીસ મોકલી આપવામાં આવે છે. શાખાઓ દ્વારા ખાતેદારોને હપ્તાની રકમ સમયસર-નિયમિત ભરપાઈ કરી આપવા માટે ટેલીફોનીક તથા રૂબરૂ સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. તેમ છતાં જો ખાતેદાર દ્વારા હપ્તાની રકમ પાકતી તારીખ સુધીમાં ભરપાઈ કરવામાં ના આવે તો તે ખાતેદાર મુદતવીતી બાકીદાર ગણાય છે અને તેઓની સામે ગુજરાત સ્ટેટ કો.ઓપરેટીવ સોસાયટીઝ એક્ટની જોગવાઈઓ અનુસાર કાયદેસરના પગલા ભરી શકાય છે.

કાયદાની મુખ્યત્વે બે જોગવાઈઓ છે. તેમાં સહકારી કાયદાની કલમ-૧૩૪ અન્વયે બેંકના અધિકારીને વેચાણ અધિકારીની સત્તાઓ મળેલી છે. તે સત્તાની રુઈયે બેંકના અધિકારી ગીરોમાં રહેલ મિલકતનું હરાજીથી વેચાણની પ્રક્રિયા દ્વારા બેંકની મુદતવીતી રકમ વસુલ કરી શકે છે. જયારે સહકારી કાયદાની કલમ-૧૩૯ની જોગવાઈ અન્વયે જીલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા પ્રમાણપત્ર ઇસ્યુ થાય છે અને પ્રમાણપત્રમાં દર્શાવેલ મુદતવીતી રકમ જમીન મહેસુલી બાકી તરીકે વસુલ કરવાની થાય છે. સદર જીલ્લા રજીસ્ટ્રારના પ્રમાણપત્રના આધારે બેંકમાં રાજ્ય સરકાર દ્વારા નિમાયેલ ખાસ વસુલાત અધિકારી (એસ.આર.ઓ.) તેઓને મળેલ સત્તાઓ દ્વારા બેંકના ગીરોમાં રહેલ સ્થાયી મિલકતો તથા થાલમાં/તારણમાં રહેલ અસ્થાયી મિલકતોનું કાયદાની જોગવાઈઓ મુજબ વેચાણ પ્રક્રિયા કરી મુદતવીતી રકમ વસુલ કરે છે.

બેંક દ્વારા કૃષિ અને કૃષિ આધારિત હેતુઓ માટે ધિરાણ આપવામાં આવે છે. જે મહદ્દઅંશે વરસાદ અને કુદરતને આધારિત છે. તેથી સ્વાભાવિક છે કે બેંકની વસુલાત તેનાથી પ્રભાવિત થાય અને વસુલાતની અનિશ્ચિતતા રહે. આ સિવાય દુષ્કાળ, કુદરતી આફતો, ગામડાઓનું નબળું અર્થતંત્ર, રીઢા બાકીદારો, બાકીદારોનો સમયસર સંપર્કનો અભાવ, લોનનો દુરુપયોગ , ધિરાણની ખામીયુક્ત પદ્ધતિ જેવા પરિબળો પણ બેંકના ધિરાણ મુદતવીતી થવા માટે જવાબદાર છે. તેમ છતાં બેંક દ્વારા કરવામાં આવતા શ્રેષ્ઠ પ્રયત્નોથી મુદતવીતી રકમની વસુલાત કરી બેંકનું આર્થિક ચક્ર ખુબ જ સારી રીતે ચલાવવામાં આવે છે.

સ્ત્રોત: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate