অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મિશન મંગલમ માર્ગદર્શિકા

મિશન મંગલમ માર્ગદર્શિકા

  1. પ્રસ્તાવના
  2. સખીસંઘ એટલે શું ?
  3. સંઘની વ્યાખ્યા:
  4. સંઘના અભિગમ:-
    1. વિભાગીય વિકાસ
    2. સામાજીક વિકાસ
    3. આજીવિકા વિકાસ
  5. સખીસંઘનો ઉદેશ્ય:-
  6. હેતુઓ:
  7. મિશન મંગલમમાં સંઘઃ
  8. ગ્રામ્ય સખી સંઘ
    1. ગ્રામ્ય સખીસંઘનું સંચાલક મંડળ અને પ્રતિનિધિત્વઃ
    2. ગ્રામ્ય સખીસંઘની કારોબારી સમિતિની ભુમિકા:-
    3. ગ્રામ સખીસંઘમાં પદાધિકારીઓની ભૂમિકા:-
  9. કલ્સટર સખીસંઘનાં પદાધિકારીઓની ભૂમિકા:-
  10. તાલુકા કક્ષા
  11. સભ્યપદ માટેના નિયમો:
  12. તાલુકા સખીસંઘનાં પદાધિકારીઓ
  13. તાલુકા સખીસંઘનાં પદાધિકારીઓની ભૂમિકા:-
  14. જિલ્લા સખી સંઘઃ
  15. સભ્ય બનવા માટેની યોગ્યતા:-
  16. સંચાલન મંડળ અને પ્રતિનિધિત્વઃ
  17. જિલ્લા સખી સંઘના સભ્યોની ભૂમિકા અને જવાબદારીઓ:-
  18. જિલ્લા સખીસંઘની જવાબદારીઓ:-
  19. જિલ્લા સખીસંઘનાં પદાધિકારીઓની ભૂમિકા:-

પ્રસ્તાવના

સરકારશ્રીનાં મિશન મંગલમ યોજના હેઠળ સંકળાયેલ સખીમંડળો / સ્વ-સહાય જુથો તેમજ અન્ય યોજના કે એન.જી.ઓ ધ્વારા અસ્તિત્વમાં આવેલ સક્રિય મંડળોનાં સખી સંઘ ધ્વારા મંડળોનું મજબુતીકરણ થાય તેમજ ગ્રામ્ય વિકાસ અને સામાજિક વિકાસમાં સ્વ-સહાય જુથોની નિર્ણાયક ભાગીદારી વધે તે માટે અને રાજયમાં એક સરખી સમજણ વિકસે અને સમાન અમલીકરણ માટે સખીસંઘોની રચના કરવાની હોય તે અંગેની પ્રક્રિયા અંગેની સમાન સમજ, નિતિ નિયમો, માળખુ તેમજ યોજનાઓની સાથે સંકળાયેલ કાર્યકર્તાઓ, સંઘના સભ્યો તથા પ્રતિનિધિઓની ક્ષમતાવર્ધન માટે સખીસંઘની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવેલ છે.
આશા છે કે આ સખીસંઘ માર્ગદર્શિકા મિશન મંગલમ યોજના હેઠળનાં કાર્યકર્તા તેમજ દરેક સ્તરે રચવાના થતા સખીસંઘો માટે ઉપયોગી નિવડશે.

સખીસંઘ એટલે શું ?

સખીસંઘ એક સ્વતંત્ર સંસ્થા છે જે સંઘો પરસ્પર તેમનાં હેતુંઓને સિધ્ધ કરવા જોડાય પરંતુ સાથે સાથે તેમનું અસ્તિત્વ જાળવી રાખે તો તેને સખીસંઘ કે સંઘ કહે છે. જે સમુદાયનાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રશ્નોને સામુદાયિક રીતે ઉકેલવાનું માધ્યમ છે.
ટુંકમા સખીસંઘ એટલે એવા સંઘોનો સમુહ છે જે કોઇ ગ્રામ્ય વિસ્તાર, તાલુકા કે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે. જે નાના નાના સમુહોને મદદ કરે છે. દરેક સંઘમાં વિવિધ કૌશલ્ય અને શકિત હોય છે. એટલે બધા સાથે મળવાથી અસરકારકતા વધે તે તેની મુખ્ય ફીલોસોફી છે.
ભારતમાં સ્વસહાય જુથોએ સામાન્ય રીતે વણનોંધાયેલ જુથો છે અને તેઓ બચત અને અમુક ચોકકસ વ્યાજ સાથે ધિરાણની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. સ્વસહાય જુથોનું સખીસંઘ એ એક મંડળ અથવા તો પ્રાથમિક તબક્કાનું સંઘ છે એને આ સંઘ આર્થિક સધ્ધરતાના મુખ્ય ધ્યેયની પ્રાપ્તિ માટે કાર્યરત છે.
આમ, સખીસંઘએ એક સંગઠન, મંડળ અને પ્રાથમિક સંસ્થાઓનું જોડાણ છે અને તે સાથે મળી ધ્યેયની પ્રાપ્તિ કરે છે જે તેઓ એકલા કરી શકતા નથી.

સંઘની વ્યાખ્યા:

સંઘની વ્યાખ્યા અલગ અલગ સંસ્થાઓ ધ્વારા વ્યાખાન્વિત કરવામાં આવી છે.

  • શબ્દકોશ મુજબ સંઘ એક સ્વાયત સંસ્થા છે જે એક સરખા લાભ માટે હોય છે. (FWWB, 1998) > ગ્રામ કક્ષાનું સંઘ એ ગામનાં બધા સ્વસહાય જુથોનું સંગઠન છે અને તે સ્વસહાય જુથો ધ્વારા ચલાવવામાં આવે છે અને તેમાં દરેક સ્વસહાય જુથોનાં અમુક સભ્યો ધ્વારા તેમનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે અને તેમનો મુખ્ય ઉદ્દેશ સ્વસહાય જુથોના સભ્યોની મદદ કરવાની અને મહિલા સભ્યોનું સામાજિક અને આર્થિક સશક્તિકરણ તેમજ ક્ષમતા વર્ધન કરવાનો છે.
  • અજય નાયર (ર0૦૫) ધ્વારા સંઘને વ્યાખ્યાન્વિત કરવામાં આવ્યું છે કે “પ્રાથમિક સંસ્થાઓનું મંડળ પ્રાથમિક સંસ્થાઓ આર્થિક વિકાસ સધ્ધરતા માટે એક જુથ છે.”
  • APMAS (૨૦૦૫) મુજબ “સ્વસહાય જુથોનું સંઘ એ એક લોકતાત્રીક સંસ્થા જે સ્વસહાય જુથોના નિશ્ચિત સભ્યો ધ્વારા ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં સ્વસહાય જુથો સભ્યોનું જોડાણ એક ખાસ હેતુ માટે અને અમુક ચોક્કસ લાભ મેળવવા માટે કરવામાં આવે છે.”

સંઘના અભિગમ:-

વિભાગીય વિકાસ

  • ટકાઉ સ્વ-સહાય જુથો.
  • સારી કામગીરીનો વ્યાપ વધારવો.
  • આંતરિક વ્યવસ્થાને અધતન નિરંતર કરતા રહેવું.
  • ગ્રામિણ ઉત્પાદન માટે બજાર શોધવું.
  • આજીવિકા સ્ત્રોતોને મજબુત કરવા.
  • આજીવિકાનાં સ્ત્રોતોને નિયમિત અને કાયમી કરવા.
  • એક પ્લેટફોર્મ જયાં મહિલાઓ એક બીજાથી શીખી અને સંગઠિત થઇ માંગણી કરી શકે.
  • સ્વ-સહાય જુથોનું અવલોકન અને મુલ્યાંકન.

સામાજીક વિકાસ

  • ગ્રામ્ય કક્ષાનાં વિકાસની વિવિધ યોજનાનું સફળ અમલીકરણ (પંચાયત મીટીંગ, આરોગ્યલક્ષી, સુખાકારી માટેનાં સામુહિક પ્રયાસો, વોટરશેડ વગેરે)
  • બહોળા સમુદાયનાં વિકાસનાં આયોજન.

આજીવિકા વિકાસ

  • નવીન અને પુરક આજીવિકાનો વિકલ્પો. હયાત આજીવિકાનું સશકિતકરણ અને કેશક્રેિડીટ માટે બેંકો સાથે જોડાણ ધ્વારા.
  • સરકારી / અર્ધસરકારી / અન્ય યોજનાઓનું અમલીકરણ કરવું.

સખીસંઘનો ઉદેશ્ય:-

  • સખીસંઘનો મુખ્ય ઉદેશ સ્વ-સહાય જુથોનાં સશકિતકરણ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાનો છે.

હેતુઓ:

  • સામાજિક ગતિશીલતા અને સશક્તિકરણ ધ્વારા એક નિતી ઘડતરની સંસ્થા બનાવવી.
  • સ્વસહાય જુથો અને બેંકો સાથે સરકારી સંસ્થાઓ/સ્થાનિક સંસ્થાઓ સાથે સરળ રીતે જોડાણ કરી આપવું.
  • બજાર સાથેનું જોડાણ અને વિકાસની માહિતી સારી રીતે મેળવવી.
  • સભ્યો વચ્ચેના સંઘર્ષનું નિરાકરણ લાવવું.
  • સ્વસહાય જુથોની સધ્ધરતા માટે મદદ કરવી.
  • સભ્યોની ક્ષમતામાં (તાલીમ ધ્વારા માહિતી, વિવરણ ધ્વારા પ્રેરણા વગેરે) વધારો કરવો સ્વસહાય જુથોમાં એક કરતા વધારે ક્ષેત્રો હોય છે. (ચોપડાઓની જાળવણી, નામુ, બજાર નાણાંકિય સંચાલન, હિમાયત, બેંક સાથે જોડાણ, સરકારી યોજનાઓનો લાભ વગેરે).
  • ગરીબોના હક અને અધિકાર મેળવવા માટે સરળતા કરી આપવી.
  • ગ્રામ વિકાસ અને સામાજીક વિકાસમાં સ્વ-સહાય જુથોની નિર્ણાયાત્મક ભાગીદારી.
  • આર્થિક, સામાજિક અને શૈક્ષણિક મુદે સખીસંઘને કાર્યરત રાખવા.
  • નાના સંગઠનોનું મજબુતીકરણ અને સશકિતકરણ કરવું. મહિલાએ પ્રત્યે થતા શોષણ અને અન્યાય અટકાવવા માટે સામુહિક પ્રયત્ન કરવા.
  • સ્વ-સહાય જુથોની એક આગવી ઓળખ બનાવવી.
  • નવા સ્વ-સહાય જુથોની રચના કરવી.

મિશન મંગલમમાં સંઘઃ

સંઘની રચના ચાર સ્તરે કરવાનું વિચારવામાં આવેલ છે. જેમાં ગ્રામ્ય, કલસ્ટર, તાલુકા અને જિલ્લા કક્ષાએ કરવાની રહેશે. આ સંઘો જુદા-જુદાસ્તરેસખીસંઘ તરીકે નીચે મુજબ ઓળખાશે.

  1. ગ્રામ્ય સ્તરે ગ્રામ સખીસંઘ
  2. કલ્સટર સ્તરે કલસ્ટર સખીસંઘ
  3. તાલુકા સ્તરે તાલુકા સખીસંઘ
  4. જીલ્લા સ્તરે જીલ્લા સખીસંઘ

ગ્રામ્ય સખી સંઘ

ગ્રામ્ય સખીસંઘમાં સભ્યપદ:-

  • ગ્રામ્ય સખીસંઘમાં ગ્રામ્ય કક્ષાએ કાર્યરત સક્રિય મહિલા સ્વ-સહાય જુથ સભ્ય તરીકે જોડાઇ શકશે. જેમાં ગામના તમામ જુથો જેઓ,
  1. નિયમિત બચત
  2. નિયમિત માસિક મીટીંગ
  3. નિયમિત આંતરિક ધિરાણ
  4. નિયમિત વસુલાત
  5. નિયમિત હિસાબકીતાબનીભાવતાહોય તેવાછ-માસપુર્ણકરેલ હોયતેવા દરેક સ્વ-સહાય જુથો તેમનાં જુથમાંથી બે સક્રિય સભ્યોને ગ્રામ સખીસંઘમાં પ્રતિનિધિત્વ કરવા માટે ઠરાવ કરી નિયુકત કરશે.

ગ્રામ્ય સખીસંઘમાં કોઇપણ સ્વ-સહાય જુથ નિયત પ્રવેશ ફી ભરી સભ્ય બની શકશે.

  • ગ્રામ્ય કક્ષાએ ગામદીઠ એકજ ગ્રામ સખીસંઘની રચના કરવાની રહેશે. ગ્રામ્ય સખી સંઘને જરૂર જણાય અને ર૦ કરતા વધુ સ્વ-સહાય જુથોની સંખ્યા હોય તો ગ્રામ્ય સખીસંઘ ઠરાવ કરી બીજા ગ્રાપ્ય સખીસંઘની રચના કરી શકશે અને બંન્ને સ્વતંત્ર રીતે કામ કરી શકશે.
  • કોઇપણ સ્વ-સહાય જુથ ૧ જ ગ્રામ સખીસંઘમાં સભ્ય બની શકશે.
  • ગ્રામ સખીસંઘમાં નવું સભ્ય પદ મેળવવા માટે સ્વ-સહાય જુથે મિશન મંગલમ યોજનામાં જોડાયેલ છે તેનું તાલુકા કક્ષાએથી પ્રમાણપત્ર મેળવી તેમજ નિયત ફી ભરી સભ્યપદ મેળવી શકશે.

ગ્રામ્ય સખી સંઘ

  • સ્વસહાય જુથ પ્રવેશ ફી: સભ્ય પદ માટે નકકી કરેલ ધારા ધોરણ મુજબ સ્વ-સહાય જુથ ગ્રામ્ય સખીસંઘમાં સભ્ય પદ માટે સ્વ-સહાય જુથનાં ઠરાવ સાથે અરજી કરી શકશે અને અરજી સાથે રૂ.૧૦૦/- પ્રવેશ ફી આપી પ્રવેશ મેળવી શકશે. આ ફી ફકત એકજ વખત ભરવાની રહેશે.
  • સ્વસસહાય જુથ વાર્ષિક સભ્યપદ ફી:દરેક સ્વ-સહાય જુથે રૂ.૧૦૦/- વાર્ષિક સભ્યપદ ફી આપવાની રહેશે. સભ્યપદ મેળવવા માટે જુથે નિયત ફી ભરવાની રહેશે અને સંચાલક મંડળ તેમાં સેવાઓ પ્રમાણે વધારો કે ઘટાડો કરી શકશે.
  • ગ્રામ સખી સંઘના નીતિ નિયમોનું પાલનગ્રામ્ય સખીસંઘ ધ્વારા નકકી કરેલ નિતિ નિયમોનું સ્વ-સહાય જુથ પાલન ન કરે તો તેનું સભ્યપદ રદ થશે અથવા તો વાર્ષિક સભ્યપદ રીન્યુઅલ કેરદ કરવાનો અધિકારપણ ગ્રામ્ય સખીસંઘની કારોબારી સમિતિ પાસે રહેશે.

ગ્રામ્ય સખીસંઘનું સંચાલક મંડળ અને પ્રતિનિધિત્વઃ

ગ્રામ્ય સખીસંઘની પ્રથમ સાધારણ સભામાં કારોબારી સમિતિની રચના ઠરાવ કરી નિયુકત કરવામાં આવશે. કારોબારી સમિતિ મહતમ અગીયાર (૧૧) સભ્યોની રહેશે. આ ઉપરાંત સલાહકાર સભ્યો તરીકે સરકારી, અર્ધસરકારી અને સ્વ. સંસ્થાના કોઇપણ એક પ્રતિનિધિ તેમજ પંચાયતી રાજ સંસ્થાનાં એક પદાધિકારી તથા જી.એલ.પી.સીનાં સ્થાનિક કક્ષાનાં કર્મચારી રહેશે. જેઓને ગ્રામસખીસંઘની નિર્ણાયક પ્રક્રિયામાં માર્ગદર્શન આપવાનો અધિકાર રહેશે. પરંતુ મત આપવાનો અધિકાર રહેશે નહી.

સંચાલક મંડળની નિયુકિત ગ્રામ સખીસંઘ માટે નિયુકિત થયેલ પ્રતિનિધિ કરશે જેમાં પ્રમુખ, મંત્રી અને ખજાનચી રહેશે જેથી સમયમર્યાદા બે થી ત્રણ વર્ષ રહેશે. જરૂર જણાયે સ્વ-સહાય જુથનાં પ્રતિનિધિઓ બહુમતીથી ઠરાવ કરી ફેરફાર કરી શકશે.

ગ્રામ્ય સખીસંઘની કારોબારી સમિતિની ભુમિકા:-

  • નીતિ નિયમો બનાવવા અને તેમાં સુધારા કરવા.
  • નિયમોનું અમલીકરણ કરવું.
  • સભ્યોની બચત એકત્રીત કરવી.
  • સ્વ-સહાય જુથોનાં સભ્યોને ધીરાણ કરવું અને વસુલાત કરાવવી.
  • બેંક અને કલસ્ટર સખી સંઘ પાસેથી લોન મેળવવી અને સખીમંડળોને ધીરાણ કરવું.
  • વિમાનું પ્રિમિયમ એકત્રીત કરવું.
  • સામાજીક વિકાસની પ્રવૃત્તિમાં ભાગ લેવો.
  • તેમની ઉપરના સ્તરના સંઘને દરેક પ્રવૃત્તિઓમાં મદદ કરવી.
  • નવા જુથોની રચના, પ્રોત્સાહન અને સશકિતકરણની કામગીરી.
  • બુક કીપરની પસંદગી અને સમયાંતરે સમીક્ષા કરવી
  • સ્વ-સહાય જુથની પ્રગતિ અને કરેલ કામગીરીની સમીક્ષા કરી ગ્રેડીંગ સમયાંતરે કરવું
  • સમિતિએ વાર્ષિકસાધારણસભામાં વાર્ષિક અહેવાલ રજુ કરવાનો રહેશે.

ગ્રામ સખીસંઘમાં પદાધિકારીઓની ભૂમિકા:-

ગ્રામ સખીસંઘમાં પદાધિકારીઓની ભૂમિકા:-

પ્રમુખ : કાર્યકારી સમિતિ પોતાનાં સભ્યોમાંથી તારીખ નકકી કરી એકજ વર્ષ માટે પ્રમુખની સવાંનુમતે વરણી કરશે. આ એક વર્ષની અવધિ દરમ્યાન પણ સમિતિ પ્રમુખને હટાવી સમિતિમાંથી નવા પ્રમુખની પણ વરણી કરી શકે છે. - બધાજ કાનુની અને અગત્યનાં ગ્રામ્ય સખીસંઘનાં દસ્તાવેજો / કાગળ પર પ્રમુખની સહી હશે.

ઉપપ્રમુખ: સાધારણ સભા અને કાર્યકારી સમિતિની બેઠકમાં હાજરી આપવી, તેનું સંચાલન કરવું તેમજ લીધેલ નિર્ણયોનું અમલીકરણ લાગુ કરવું અને કરાવવું.

  • ગ્રામ્ય સખીસંઘનાં કાગળો અને સંપતિની જાળવણી કરવી.
  • પ્રમુખ/કાર્યકારી સમિતિનાં નિયંત્રણ હેઠળ રૂપિયાનું પ્રબંધ કરવુ અને તેમાં તેની વ્યવસ્થા કરી આપવી.
  • ગ્રામ્ય સખીસંઘનાં કાર્યકરોને નિયુકત કરવા, કામગીરી નકકી કરવી, તેમનાં અધિકાર કર્તવ્ય અને પગારનું નિયંત્રણ કરવું. ગ્રામ્ય સખીસંઘનાં તમામ કાર્યકરો પર નિયંત્રણ રાખવું.

મંત્રી

  • ગ્રામ્ય કક્ષાની તમામ બેઠકોમાં હિસાબ કિતાબ રજુ કરશે.
  • ગ્રામ્ય સખીસંઘની બેંકને લગતી કામગીરી કરશે.
  • મુદલ-વ્યાજ ભેગુ કરશે તેમજ દેખરેખ રાખશે.
  • સામાજીક ઓડીટ, વસુલાત અને અન્ય પેટા સમિતિઓને સુચન અને આદાન-પ્રદાન કરશે. ગ્રામ્ય સખીસંઘનાં ખાતાઓમાં સહી કરશે.

કાર્યકારી સમિતિની બેઠક

પહેલાથી જ નિર્ધારિત હશે અને નિયમિત દર મહિને મળશે. જો ગ્રાપ્ય સખીસંઘને અગત્યતા જણાય તો એ ગમે ત્યારે કાર્યકારી મીટીંગ બોલાવી શકે છે.

સાધારણ સભા

સાધારણ સભામાં ગ્રામ્ય સખીસંઘ સાથે જોડાયેલ તમામ સ્વ-સહાય જુથોનાં બધાજ સભ્યોભાગ લેશે અને આ સભા વર્ષમાં ઓછામાં ઓછી ૧ વખત કરવી જરૂરી છે.

ક્લસ્ટર સખીસંઘ

કલ્સટર લેવલ ફેડરેશનની ગાઇડલાઇનઃ

  • મહતમ ૧૫ ગ્રામ્ય સખીસંઘને જોડીએકઠલસ્ટરનીરચનાકરીશકાય.
  • દરેક ગ્રામ સખીસંઘ માંથી બે પ્રતિનીધિ સામુહિક પ્રક્રિયાથી પસંદ કરવા.
  • દર બે વર્ષે ઠરાવ કરી પ્રતિનિધિની ફેરબદલી કરી શકાય.

કલ્સટર સખીસંઘનું સભ્યપદ

  • ગ્રામ્ય સ્તરે રચાયેલ ગ્રામ સખીસંઘને કલસ્ટર સખીસંઘમાં કેન્દ્રીત કરવા.
  • ગ્રામ સખીસંઘમાં સમાવિષ્ટ તમામ સભ્ય કલસ્ટર સખીસંઘની સાધારણ સભાનાં સભ્ય રહેશે.
  • ગ્રામ સખીસંઘમાં સક્રિયભાગીદાર હોય તેવાસભ્યોનેસામુહીક પ્રક્રીયાથી નિયુક્ત થયેલને સભ્યપદ આપી શકાશે.
  • કલસ્ટર સખીસંઘનાં મજબુતીકરણ માટે ૭થી ૧૭ સભ્યોની વહીવટી કમિટીની રચના કરવામાં આવશે. જે સવાંનુમતે મંજુર હશે. જેમાંથી પ્રમુખ અને મંત્રીની નિમણુંક કલ્સટર સખીસંઘ માંથી જ કરવામાં આવશે.
  • કલ્સટર સખીસંઘમાં કામગીરીની જરૂરિયાત મુજબ પેટા સમિતિની રચના કરવામાં આવશે

જેને સવાંનુમતે ઠરાવવામાં આવશે.

  • ગ્રામ સખીસંઘની મીટીંગમાં પોતાની પ્રગતિ રજુ કરશે તેમજ અગાઉની રણનિતિ ઘડી ચર્ચા થયા મુજબ આયોજન કરી અમલીકરણ કરશે.
  • કલસ્ટર સખીસંઘ ગ્રામ્ય સખીસંઘને વધુ ને વધુ લાભ મળે તે હેતુંથી મીટીંગમાં ચર્ચા કરશે જેમ કે, ગ્રામ્ય સખીસંઘ અને કલસ્ટર સખીસંઘ વચ્ચે સમન્વય
  • એકજ ગ્રામ્ય સખીસંઘની બીજા ગ્રામ્ય સખીસંઘ સાથે માહિતીનું આદાન પ્રદાન
  • જરૂરિયાત લાગે તો કલ્સટર સખીસંઘને ટેકનીકલ તેમજ અન્ય મદદ આપશે.
  • કલ્સટર સખીસંઘ ગ્રામ્ય સખીસંઘને સરકારી / અર્ધસરકારી કાર્યક્રમો સાથે જોડાણ માટેનાં પ્રયાસો કરશે.

ગ્રામ્ય સખીસંઘ પ્રવેશ ફી

સભ્ય પદ માટે નકકી કરેલ ધારા ધોરણ મુજબગ્રામ્ય સખીસંઘ ક્લસ્ટર સખીસંઘમાં સભ્ય પદ માટે ગ્રામ્ય સખીસંઘનાં ઠરાવ સાથે અરજી કરી શકશે અને અરજી સાથે રૂ.૧૦૦/- પ્રવેશ ફી આપી પ્રવેશ મેળવી શકશે. આ ફી ફકત એકજ વખત ભરવાની રહેશે.

ગ્રામ્ય સખીસંઘ વાર્ષિક સભ્યપદ ફી

દરેક ગ્રામ્ય સખી સંઘે રૂ.૨૫૦/- વાર્ષિક સભ્યપદ ફી સભ્યપદ મેળવવા માટે ક્લસ્ટરસખીસંઘને નિયમ મૃજબ ભરવાની રહેશે અને સંચાલક મંડળ તેમાં સેવાઓ પ્રમાણે વધારો કે ઘટાડો કરી શકશે.

કલ્સટર સખી સંઘના નીતિ નિયમોનું પાલન

  • કલ્સટર સખીસંઘ ધ્વારા નકકી કરેલ નિતિ નિયમોનું ગ્રામ્ય સખી સંઘ પાલન ન કરે તો તેનું સભ્યપદ રદ થશે અથવા તો વાર્ષિક સભ્યપદ રીન્યુઅલ કેરદ કરવાનો અધિકારપણ ગ્રામ્ય સખીસંઘની કારોબારી સમિતિ પાસે રહેશે.
  • કલ્સટર સખીસંઘ ધ્વારા નકકી કરેલ ૧૦૦/- રૂપિયા સભ્ય ફી અને ૨૫૦/- રૂપિયા વાર્ષિક ફી ગ્રામ સખીસંઘ મારફત જમા કરાવવામાં આવશે. સભ્ય પદ ન રહે તો સભ્ય ફી પરત મળવાપાત્રનથી

કલ્સટર સખીસંઘનું સંચાલક મંડળ અને પ્રતિનિધિત્વઃ

કલ્સટર સખીસંઘની પ્રથમ સાધારણ સભામાં કારોબારી સમિતિની રચના ઠરાવ કરી નિયુકત કરવામાં આવશે. કારોબારી સમિતિમાં મહતમ (૧૫) પંદરસભ્યોની રહેશે અને આ ઉપરાંત સલાહકાર સભ્યો તરીકે સરકારી, અર્ધસરકારી અને સ્વ. સંસ્થાના કોઇપણ એક પ્રતિનિધિ તેમજ જી.એલ.પી.સીનાં સ્થાનિક કક્ષાનાં કર્મચારી રહેશે. જેઓને કલ્સટર સખીસંઘની નિર્ણાયક પ્રક્રિયામાં માર્ગદર્શન આપવાનો અધિકાર રહેશે. પરંતુ મત આપવાનો અધિકાર રહેશે નહી.

સંચાલક મંડળની નિયુકિત કલ્સટર સખીસંઘ માટે નિયુકિત થયેલ પ્રતિનિધિ કરશે જેમાં

પ્રમુખ, મંત્રી અને ખજાનચી રહેશે જેથી સમયમર્યાદા બે થી ત્રણ વર્ષ રહેશે. જરૂર જણાયે સ્વ-સહાય જુથનાં પ્રતિનિધિઓ બહુમતીથી ઠરાવ કરી ફેરફાર કરી શકશે.

કલ્સટર ફેડરેશનની કામગીરી અને ભુમિકા:-

  • નવા ગ્રામ્ય સખીસંઘની રચનાકરવી.
  • ઓડીટર ધ્વારાવાર્ષિક ઓડીટ કરાવવું.
  • ગ્રામ્યસખીસંઘનાં ગ્રેડીંગમાં સહાયરૂપ થઇ ગ્રેડીંગ કરવું.
  • ગ્રામ સખીસંઘનું સશકિતકરણ કરવું.
  • ગ્રામ્ય સખીસંઘ આર્થિક પ્રવૃતિ સાથે જોડાણકરવું.
  • ગ્રામ્ય સખીસંઘનું નિયમિતપણે રીવ્યું અને જરૂરજણાયત્વાંમદદરૂપ થવું.
  • પ્રવૃતિ / કામગીરી આધારિત કમિટીની રચનાકરવી.
  • નવીન આજીવિકા શોધી યોગ્ય આજીવિકા ઉપલબ્ધ કરાવવી.
  • ગ્રામ સખીસંઘનાં મજબુતીકરણ અનેકૌશલ્યવર્ધન માટે તાલીમનું આયોજન અને અમલીકરણ
  • સમિતિએ વાર્ષિક સાધારણસભામાં વાર્ષિક અહેવાલ રજુ કરવાનો રહેશે.
  • કલ્સટર સખીસંઘનાં પદાધિકારીઓ:- પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તેમજ સભ્ય પ્રતિનિધિઓનું બનેલું હશે.
  • ઉચ્ચ પદ માટે ગરીબોને પ્રાથમિકતા આપવામાં આવશે. જયારે કલસ્ટર સખીસંઘની કમિટીમાં કોઇ બદલાવ લાવવા માટે નીચેનીબાબતોપર ધ્યાન રાખવુ પડશે.
  • ક્લસ્ટર સખીસંઘનીવહીવટી કમીટીમાંથી પદ છોડતા પૂર્વ ત્રણ મહિના સુધી એમના હોદા પર આવનાર વ્યકિતને સંપુર્ણ પણે સર્વ કામગીરીથી માહિતગાર કરશે.
  • પદાધિકારી બદલાય કે તરતજ ઠરાવ પસાર કરી બેંક ખાતાનાં સંચાલનને નવા પદાધિકારીનાં નામ અને સહીનાં નમુના મોકલી આપવાનાં રહેશે.

કલ્સટર સખીસંઘનાં પદાધિકારીઓની ભૂમિકા:-

પ્રમુખનાં કાર્યો

  • પ્રમુખ કલસ્ટર સખીસંઘની તમામ બેઠકનાં અધ્યક્ષ સ્થાનેરહેશે.
  • કલ્સટર સખીસંઘનું પ્રતિનિધિત્વ દરેક સ્તર પર કરશે.
  • કલ્સટર સખીસંઘનાં બેંક ખાતાનું સંચાલન કરશે.
  • પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કાર્યભાર સંભાળશે.
  • પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીમાં મીટીંગની અધ્યક્ષતતા મંત્રી ધ્વારા કરવામાં આવશે.

ઉપપ્રમુખ

  • કલ્સટર સખીસંઘનાં પ્રમુખનીગેરહાજરીમાંઉપપ્રમુખપાસેક્લસ્ટરસખીસંઘનાં પ્રમુખની સતાઅને જવાબદારીઓરહેશે.
  • સામાન્ય સભા તેમજ અન્ય મીટીંગોમાં હાજર રહી સભા/મીટીંગમાં થયેલ નિર્ણયોને લાગુ કરશે.
  • કલ્સટર સખીસંઘનાં તમામ કાગળ અને સંપતિનું ધ્યાન રાખશે.
  • કલ્સટર સખીસંઘનાં તમામ કાર્યકરોની દેખરેખ રાખવી, તેમને નિમવા, તેમનું કાર્ય, પગાર કામગીરી સમિતિનાં સંકલનમાંરહીને નકકી કરશે.
  • કલ્સટર સખીસંઘનાં તમામ કર્મચારીઓ પર નિયંત્રણ રાખશે.

મંત્રીનાં કાર્યો:-

  • કલ્સટર સખીસંઘમાટેજરૂરી મુડીનું વ્યવસ્થાપન કરવું.
  • કલ્સટર સખીસંઘનાં તમામ લેખિત પત્રોનું વ્યવસ્થાપન કરવું.
  • કલ્સટર સખીસંઘની તમામ બેઠકોમાં હિસાબ કિતાબ રજુ કરવો.
  • ઉપ સમિતિઓને સુચન અને સહાયતા આપવી.
  • કલ્સટર સખીસંઘનાં બેંક ખાતાનું સંચાલન કરવું.

તાલુકા કક્ષા

તાલુકા કક્ષાએ - તાલુકા સખી સંઘઃ તાલુકા સખી સંઘએ કલસ્ટર સખી સંઘ પછીનું સ્તર છે. તેની ફકત તાલુકા કક્ષાએ જ રચના કરવાની છે. ઉપલબ્ધ દરેક કલસ્ટર સખી સંઘ તાલુકા સખી સંઘના સભ્યો બનશે.

તાલુકા સખી સંઘઃ દરેક કલસ્ટર સખી સંઘએ તાલુકા સખી સંઘમાં સભ્યપદ માટે લાયક ગણાશે. આ સભયપદ એક વર્ષ માટે રહેશે અને તે દર વર્ષે તેમની સહભાગીતા અને કલસ્ટર સખી સંઘ ધ્વારા નિયમોનું પાલન આધારિત રિન્યુ થશે.

સંચાલન મંડળ અને પ્રતિનિધિત્વઃ તાલુકા સખી સંઘઃ તાલુકા સખી સંઘ સ્તરે એક સંચાલક મંડળ રહેશે તેમા ૭ થી ૧પ સભ્યો રહેશે. સંચાલક મંડળની નિયુક્તિ કલસ્ટર સખી સંઘના પ્રતિનિધીઓનું ચુંટણીની અથવા સામુહિક પ્રક્રિયા ધ્વારા કરવામાં આવશે. સંચાલક મંડળમાં એક પ્રમુખ, એક મંત્રી, એક ખજાનચી, એક ઉપપ્રમભુખ, એક સહમંત્રી અને સભ્યો રહેશે. સંચાલક મંડળમાં બે સલાહકાર સભ્ય રહેશે. જેમાં એ વિસ્તારના તાલુકા પંચાયતના પદાધિકારી એક સભ્ય અને એક જીએલપીસીના સ્થાનિક સભ્ય રહેશે. તેમને માર્ગદર્શન આપવાનો અધિકાર રહેશે પણ મત આપવાનો અધિકાર રહેશે નહિ.

સભ્યપદ માટેના નિયમો:

તાલુકા સખી સંઘ સભ્યપદ:

  • કલસ્ટર સખી સંઘ પ્રવેશ ફી:-કોઇ પણ કલસ્ટર સખી સંઘ રૂ.૧૦૦/- નિયત પ્રવેશ ફી ભરી કલસ્ટર સખી સંઘનો સભ્ય બની શકશે. આ ફી ફકત એક જ વખત ભરવાની રહેશે.
  • કલસ્ટર સખી સંઘ વાર્ષિક સભ્યપદ ફી: દરેક સભ્ય કલસ્ટર સખી સંઘે રૂ.૫૦૦/- વાર્ષિક સભ્યપદ ફી દર વર્ષે તાલુકાસખીસંઘમાંભરવાની રહેશે. તાલુકા સખી સંઘના સંચાલક મંડળ સેવાઓ પ્રમાણે અને જરૂર લાગે ત્યારે તેમાં વધારો કે ઘટાડો પણ કરી શકશે.
  • તાલુકા સખી સંઘના નીતિ નિયમોનું પાલન: તાલુકા સખી સંઘના નીતિ નિયમોનું પાલન જો કલસ્ટર સખી સંઘ ન કરે તો તેમનું સભ્યપદ રદ કરવાનો કે તેમનું સભ્યપદ રિન્યુઅલ કેરદ કરવાનો અધિકાર સંચાલક મંડળ પાસે રહેશે.
  • તાલુકા સખી સંઘના સભ્યોની ભૂમિકા અને જવાબદારીઓ:-
    • નવા કલસ્ટર સખી સંઘની રચના અને પ્રોત્સાહન.
    • કલસ્ટર સખી સંઘનું મુલ્યાંકન કરવું અને તેને મજબુત બનાવવા.
    • કલ્સટર સખીસંઘને ધીરાણ કરવું અને વસુલાત કરવી.
    • અલગ-અલગ નાણાં ધીરનાર સસ્થાઓ પાસેથી લોન લેવી અને સભ્ય કલસ્ટર સખીસંઘને ધીરાણ આપવું.
    • ઓડીટ, તાલીમ આપવી, બેંક પાસેથી લોન ઉપલબ્ધ કરાવવી. નવી ટેકનોલોજી મેળવવા માટે તકનીકી મદદ કરવી.
    • તાલીમ કેન્દ્રનું સંચાલન કરવું.
    • સામાજીક વિકાસની પ્રવૃત્તિઓમાં ભાગ લેવો.
    • દર બે મહિને તાલુકા સખીસંઘની મીટીંગ યોજના.
    • તાલુકા કક્ષાની સરકારી કચેરી સાથે સંકલન કરવું.
    • જિલ્લા સખીસંઘ અને કલ્સટર સખીસંઘ વચ્ચે કડીરૂપ બનવું.
    • કલ્સટર સખીસંઘની જરૂરિયાત મુજબ મદદ કરવી.
    • તાલુકા સ્તરે નિયુકત થયેલ કલસ્ટર સખીસંઘનાં પ્રતિનિધિની વિગત પરિશિષ્ટ ....... મુજબ રાખવી.
    • હયાત કલ્ટર સખીસંઘનું સશકિતકરણ.
    • નવા કલસ્ટર સખીસંઘની રચના.
    • સારી રીતે ખાતાવહી, ચોપડા નિભાવણી અને વિહવર.
    • કલ્સટર સખીસંઘનું ગ્રેડીંગ સહભાગીતાથી.
    • કલ્સટર સખીસંઘ માટે જોડાણો વિકસાવવા.
    • પંચાયતની સેવાઓને લાભાર્થીઓ સુધી પહોંચાડવી.
    • સામુહિક સંશાધનો શોધી તેનો ઉપયોગ કરવો.
    • કલ્સટર સખીસંઘ માટે તાલીમનું આયોજન કરી તાલીમો આપવી.
    • મહિલાઓની પંચાયતમાં ભાગીદારી વધે એવો પ્રોત્સાહીત કરી પ્રયાસ કરવા.
    • પસંદગી કરી કોઇ ચોકકસ ઉદેશની વહી પૂર્તતા માટે તાલીમનું આયોજન અને અમલીકરણ.
    • કલ્સટર સખીસંઘનાં સારા વ્યવસ્થાપન માટે પ્રયત્ન કરવા.
    • મહિલાઓને લગત મુદા/પ્રશ્નોને આગળ લઇ જવા અને દાખલા બેસાડવા.
    • જિલ્લા સખીસંઘ સાથે સંકલન જાળવવું અને તેની સુચના અનુસાર નીચેના સંઘો સાથે પ્રચારીત કરવું.
    • તાલુકા કક્ષાએ આવતા નાંણાકીય સંસ્થાઓ સાથે સંકલન કરવું.
    • સમિતિએ વાર્ષિક સાધારણસભામાં વાર્ષિક અહેવાલ રજુ કરવાનો રહેશે.

તાલુકા સખીસંઘનાં પદાધિકારીઓ

પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તેમજ સભ્ય પ્રતિનિધિઓનું બનેલું હશે. ઉચ્ચ પદ માટે ગરીબોને પ્રાથમિકતા આપવામાં આવશે. જયારે તાલુકા સખીસંઘની કમિટીમાં કોઇ બદલાવ લાવવા માટે નીચેનીબાબતોપર ધ્યાનરાખવુ પડશે.

  • તાલુકા સખી સંઘની વહીવટી કમીટીમાંથી પદ છોડતા પૂર્વ ત્રણ મહિના સુધી એમના હોદા પર આવનાર વ્યકિતને સંપુર્ણ પણે સર્વ કામગીરીથી માહિતગાર કરશે.
  • પદાધિકારી બદલાય કે તરતજ ઠરાવ પસાર કરી બેંક ખાતાનાં સંચાલનને નવા પદાધિકારીનાં નામ અને સહીનાં નમુના મોકલી આપવાનાં રહેશે.

તાલુકા સખીસંઘનાં પદાધિકારીઓની ભૂમિકા:-

પ્રમુખનાં કાર્યો: પ્રમુખ તાલુકા સખીસંઘની તમામ બેઠકનાં અધ્યક્ષ સ્થાને રહેશે.

  • તાલુકા સખીસંઘનું પ્રતિનિધિત્વ દરેક સ્તર પર કરશે.
  • તાલુકા સખીસંઘનાં બેંક ખાતાનું સંચાલન કરશે.
  • પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કાર્યભાર સંભાળશે.
  • પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીમાં મીટીંગની અધ્યક્ષતતા મંત્રી ધ્વારા કરવામાં આવશે.

ઉપપ્રમુખ

  • તાલુકા સખીસંઘનાં પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ પાસે તાલુકા સખીસંઘનાં પ્રમુખની સતા અને જવાબદારીઓ રહેશે.
  • સામાન્ય સભા તેમજ અન્ય મીટીંગોમાં હાજર રહી સભા/મીટીંગમાં થયેલ નિર્ણયોને લાગુ કરશે.
  • તાલુકા સખીસંઘનાં તમામ કાગળ અને સંપતિનું ધ્યાન રાખશે.
  • તાલુકા સખીસંઘનાં તમામ કાર્યકરોની દેખરેખ રાખવી, તેમને નિમવા, તેમનું કાર્ય, પગાર કામગીરી સમિતિનાં સંકલનમાં રહીને નકકી કરશે.
  • તાલુકા સખીસંઘનાં તમામ કર્મચારીઓ પર નિયંત્રણ રાખશે.

મંત્રીનાં કાર્યો:

  • તાલુકા સખીસંઘ માટે જરૂરી મુડીનું વ્યવસ્થાપન કરવું.
  • તાલુકા સખીસંઘનાં તમામ લેખિત પત્રોનું વ્યવસ્થાપન કરવું.
  • તાલુકા સખીસંઘની તમામ બેઠકોમાં હિસાબ કિતાબ રજુ કરવો.
  • ઉપ સમિતિઓને સુચન અને સહાયતા આપવી.
  • તાલુકા સખીસંઘનાં બેંક ખાતાનું સંચાલન કરવું.
  • ઓડીટર ધ્વારા વાર્ષિક ઓડીટ કરાવવાનું રહેશે.

જિલ્લા સખી સંઘઃ

જિલ્લા કક્ષાએ જિલ્લા સખી સંઘઃ

  • જિલ્લા સખીસંઘ જિલ્લા સ્તરનું સંગઠન છે તેની રચના જિલ્લા કક્ષાએ કરવામાં આવશે. જિલ્લામાં આવતા તમામ તાલુકા સંઘ જિલ્લા સખીસંઘનાં સભ્યો બનશે.

જિલ્લા સખીસંઘનાં અભિગમો:-

  • નાંણાકીય જોડાણ જિલ્લા સ્તરે.
  • લોકોનું એકત્રીકરણ અને સશકિતકરણ
  • કુશળતાઓમાં વધારો કરવા
  • માર્કેટ સર્વ/સહાય પુરી પડવી
  • ટેકનીકલી સપોર્ટ આપવો
  • આજીવિકાનો અભિગમ
  • સામાજિક હસ્તક્ષેત્રનો અભિગમ

સભ્ય બનવા માટેની યોગ્યતા:-

  • જિલ્લા સખી સંઘઃ જિલ્લામાં કામગીરી કરતા હોય તે તમામ તાલુકા સખી સંઘ જિલ્લા સખી સંઘનાં સભ્યપદ માટે લાયક ગણાશે. તેમનું સભ્યપદ એક વર્ષ માટે રહેશે અને તે દર વર્ષે તેમની સહભાગીતા અને જિલ્લા સખી સંઘના નિયમોનું પાલન કરનાર તાલુકાસખી સંઘનું સભ્યપદ રિન્યુ કરવામાં આવશે.

સંચાલન મંડળ અને પ્રતિનિધિત્વઃ

  • જિલ્લા સખી સંઘઃ જિલ્લા સખી સંઘ લેવલે પણ એક સંચાલક મંડળ રહેશે અને તેમાં પણ સાત સભ્યો રહેશે. સંચાલક મંડળની રચના ચુંટણી ધ્વારા કરવામાં આવશે અને તેમાં તાલુકા સખી સંઘના પ્રતિનિધીઓ ભાગ લઇ શકે. સંચાલક મંડળમાં એક પ્રમુખ, એક મંત્રી, એક ખજાનચી, એક સહમંત્રી અને બે સભ્યો રહેશે. સંચાલક મંડળમાં બે સલાહકાર રહેશે. જેમાં જિલ્લા પંચાયતના બે સભ્ય અને એક જીએલપીસીના સભ્ય રહેશે. તેમને મત આપવાનો અધિકાર રહેશે નહિ.
  • સભ્યપદ માટેના નિયમો:
  • જિલ્લા સખી સંઘઃ  તાલુકા સખી સંઘ પ્રવેશ ફી:- કોઇ પણ તાલુકા સખી સંઘ રૂ.૧૦૦/- પ્રવેશ ફી ભરીતે જિલ્લા સખી સંઘનો સભ્ય બની શકશે. આ ફી ફકત એક જ વખત ભરવાની રહેશે.
  • તાલુકા સખી સંઘ વાર્ષિક સભ્યપદ ફી:- દરેક સભ્ય તાલુકા સખી સંઘે રૂ.૧૦૦૦/- વાર્ષિક સભ્યપદ ફી ભરવાની રહેશે. સભ્યપદે નિયત મુજબ ફી ભરવાની રહેશે અને તાલુકા સખી સંઘના સંચાલક મંડળ સેવાઓ પ્રમાણે વધારો કે ઘટાડો કરી શકશે.
  • જિલ્લા સખી સંઘના નિયમોનું પાલનજિલ્લા સખી સંઘના નીતિ નિયોમનું પાલન જો તાલુકા સખી સંઘ ન કરે તો તેમનું સભ્યપદ રદ કરવાનો કે તેમનું સભ્યપદ રિન્યુ ન કરવાનો અધિકાર સંચાલક મંડળ પાસે રહેશે.
  • ભૂમિકા અને જવાબદારીઓ:
  • જી.એલ.પી.સી.ની ભૂમિકા અને જવાબદારીઓ:- સંઘની રચના બાબત માટે જી.એલ.પી.સી.ની જવાબદારીઓ નીચે મુજબ છે.
    • સોશીયલ મોબીલાઇઝેશન અને તાલીમઃકામગીરીના વિસ્તારમાં સોશીયલ મોબીલાઇઝેશન અને તાલીમ ધ્વારા સંઘની રચના અને તેમની સંભાળ.
    • સોશીયલ મોબીલાઇઝેશન અને નાણાંકીય જોડાણઃસંઘની રચના, ક્ષમતા વર્ધન, નાણાંકીય જોડાણ અને બીજી નાણાંકીય સેવાઓ પુરી પાડવી.
    • રોજગારી વર્ધન માટે સોશીયલ મોબીલાઇઝેશન કરવું, ઉપલબ્ધ કરાવવા અને સમતા વર્ધન કરવું.
    • મૂલ્યાંકન કરવું અને સરકારી યોજનાઓ સાથે જોડાણ માટે મદદ કરવી.

જિલ્લા સખી સંઘના સભ્યોની ભૂમિકા અને જવાબદારીઓ:-

  • તાલુકા સખી સંઘનું મુલ્યાંકન અને તેમને મજબુત બનાવવા.
  • નીતિઓ બનાવતી અને ગુણવત્તા નિયંત્રણ.
  • વિમા સેવાઓનું સંચાલન.
  • સામાજિક વિકાસને લગતા મુદ્દાઓનું સંચાલન.
  • જિલ્લા કક્ષાના તાલીમ કેન્દ્રનું સંચાલન.
  • સરકારી વિભાગો સાથે જોડાણ. બજાર અને તાલીમને લગતી સંસ્થાઓ સાથે જોડાણ કરાવવું.
  • આંતરિક અને બાહય ઓડીટ અને તાલીમ માટે તકનીકી મદદ કરવી.
  • સંગઠન બનાવવા અને નીતિ માટે હીમાયત કરવી.

જિલ્લા સખીસંઘની જવાબદારીઓ:-

  • તાલુકા સખીસંઘનું મુલ્યાંકન અને સશકિતકરણ
  • નિતિ ઘડતર અને ગુણવતા ટકાવી રાખવા માટેનાં પ્રયાસ કરવા
  • વિકાસ માટે સહાય આપવી.
  • તાલીમ કેન્દ્રનું સંચાલન કરવું.
  • સરકારી / અર્ધસરકારી વિભાગો સાથે સંકલન કરવું.
  • આર્થિક / સામાજીક વિકાસ માટેનાં મુદા પર કામગીરી કરવી.
  • નેટવર્કીગ અને નિતિ હિમાયત. વિમા સેવાઓની વ્યવસ્થા.
  • આંતરિક અને બાહય ઓડીટની જવાબદારી.
  • સમિતિએ સાધારણસભામાં વાર્ષિક અહેવાલ રજુ કરવાનો રહેશે.
  • જિલ્લા સખીસંઘનાં પદાધિકારીઓ:-પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તેમજ સભ્ય પ્રતિનિધિઓનું બનેલું હશે. ઉચ્ચ પદ માટે ગરીબોને પ્રાથમિકતા આપવામાં આવશે. જયારે જિલ્લા સખીસંઘની કમિટીમાં કોઇ બદલાવ લાવવા માટે નીચેનીબાબતોપર ધ્યાનરાખવુ પડશે.
  • જિલ્લા સખીસંઘની વહીવટી કમીટીમાંથી પદ છોડતા પૂર્વ ત્રણ મહિના સુધી એમના હોદા પર આવનાર વ્યકિતને સંપુર્ણ પણે સર્વ કામગીરીથી માહિતગાર કરશે.
  • પદાધિકારી બદલાય કે તરતજ ઠરાવ પસાર કરી બેંક ખાતાનાં સંચાલનને નવા પદાધિકારીનાં નામ અને સહીનાંનમુનામોકલી આપવાનાં રહેશે.

જિલ્લા સખીસંઘનાં પદાધિકારીઓની ભૂમિકા:-

પ્રમુખનાં કાર્યો

  • પ્રમુખ જિલ્લા સખીસંઘની તમામ બેઠકનાં અધ્યક્ષ સ્થાને રહેશે.
  • જિલ્લા સખીસંઘનું પ્રતિનિધિત્વ દરેક સ્તર પર કરશે.
  • જિલ્લા સખીસંઘનાં બેંક ખાતાનું સંચાલન કરશે.
  • પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ કાર્યભાર સંભાળશે.
  • પ્રમુખ અને ઉપપ્રમુખની ગેરહાજરીમાં મીટીંગની અધ્યક્ષતતા મંત્રી ધ્વારા કરવામાં આવશે.

ઉપપ્રમુખ

  • જિલ્લા સખીસંઘનાં પ્રમુખની ગેરહાજરીમાં ઉપપ્રમુખ પાસે જિલ્લા સખીસંઘનાં પ્રમુખની સતા અને જવાબદારીઓ રહેશે.
  • સામાન્ય સભા તેમજ અન્ય મીટીંગોમાં હાજર રહી સભા/મીટીંગમાં થયેલ નિર્ણયોને લાગુ કરશે.
  • જિલ્લા સખીસંઘનાં તમામ કાગળ અને સંપતિનું ધ્યાન રાખશે. જિલ્લા સખીસંઘનાં તમામ કાર્યકરોની દેખરેખ રાખવી, તેમને નિમવા, તેમનું કાર્ય,પગાર કામગીરી સમિતિનાં સંકલનમાંરહીને નકકી કરશે.
  • જિલ્લા સખીસંઘનાં તમામ કાર્યકરો પર નિયંત્રણ રાખશે.

મંત્રીનાં કાર્યો:-

  • જિલ્લા સખીસંઘમાટેજરૂરી મુડીનું વ્યવસ્થાપન કરવું
  • જિલ્લા સખીસંઘનાં તમામ લેખિત પત્રોનું વ્યવસ્થાપન કરવું.
  • જિલ્લા સખીસંઘની તમામ બેઠકોમાં હિસાબ કિતાબ રજુ કરવો.
  • ઉપ સમિતિઓને સુચન અને સહાયતા આપવી.
  • જિલ્લા સખીસંઘનાં બેંક ખાતાનું સંચાલન કરવું
  • ઓડીટર ધ્વારા વાર્ષિક ઓડીટ કરાવવાનું રહેશે.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/9/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate