નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના
લાભ કોને મળી શકે ?
નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના રાજ્યમાં તા.૦૧/૦૪/૧૯૭૮ થી અમલમાં છે.
- ૬૦ વર્ષ કે તે કરતા વધુ વયના નિરાધાર વૃધ્ધ વ્યક્તિઓ
- ૨૧ વર્ષ કે તેથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ.
- જો પુખ્ત વયનો પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટી.બી, જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તો લાભ મળી શકે.
- અરજદારની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
- ઓછામાં ઓછા ૧૦ વર્ષથી ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતા હોવા જોઈએ.
લાભ શુ મળે ?
અરજદારની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમર હોય તો માસિક રૂ. ૪૦૦/-
લાભાર્થીને સહાયની રકમ મનીઓર્ડરથી મોકલી આપવામાં આવે છે.
અરજીપત્રક ક્યાંથી મળશે ?
- અરજીપત્રક વિના મુલ્યે નીચેની કચેરીમાં પ્રાપ્ત છે.
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી અને જન સેવા કેન્દ્ર.
અરજી મજૂર કરવાની સત્તા કોને છે ?
અરજદારની મળ્યેથી તેની ચકાસણી થયા બાદ તાલુકા મામલતદારને અરજી મંજૂર / નામંજૂર કરવાની સત્તા સોંપવામાં આવેલ છે.
સહાય ક્યારે બંધ થાય.
- ૨૧ વર્ષનો પુત્ર થતાં.
- વાર્ષિક આવક વધુ થતાં.
- અપીલની જોગવાઈ
- અરજી નામંજૂર થતા પ્રાંત અધિકારીશ્રીને અપીલ કરવાની જોગવાઈ છે.
ધી મેઇન્ટેનેન્સ એન્ડ વેલ્ફેર ઓફ પેરેન્ટસ એન્ડ સીનીયર સીટીઝન એક્ટ-૨૦૦૭ સબંધેના પ્રશ્નોત્તર જોવા માટે અહીં ક્લિક કરો.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/12/2019
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.