ગુજરાત પાસે ૧,૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. આ દરિયાકાંઠે ૧ મુખ્યછ, ૨ મધ્યરમકક્ષાના અને ૨૯ નાના બંદર આવેલા છે. આ બંદરો દેશના પોર્ટ ટ્રાફિકનો ૮૦ ટકા હિસ્સોS ધરાવે છે.
ગુજરાત રાજ્ય દેશમાં એકમાત્ર એવું રાજ્ય છે જેને બંદર માટે સ્વતંત્ર નીતિ ઘડી. આ નીતિના કારણે રાજ્યના દરિયાકાંઠે ઔદ્યોગિક વિકાસ, વીજઉત્પાદન અને માળખાગત સુવિધાઓને વેગ મળશે. દેશમાં ખાનગી બંદરના બાંધકામને સૌ પ્રથમ મંજૂરી ગુજરાતે આપી હતી.
દેશના બંદરો પર હેન્ડલ થતા કાર્ગોમાંથી વીસ ટકા કાર્ગો માત્ર ગુજરાતના બંદરેથી હેન્ડલ થાય છે. ભારતના સૌથી મોટા બંદર કંડલાએથી ૨૦૦૩-૦૪ના વર્ષમાં ૪૧.૫ મિલિયન કાર્ગો હેન્ડલ થયો હતો. સૌરાષ્ટ્રનું પીપાવાવ બંદર અને કચ્છના મુંદ્રામાં આવેલું અદાણી પોર્ટ બિલ્ડ ઓન ઓપરેટ, ટ્રાન્સફર ધોરણે વિકસાવવામાં આવ્યા છે. કચ્છના મુંદ્રા બંદર પર મોટા જહાજો લાંગરવાની ક્ષમતા છે, જ્યારે દહેજ બંદર દેશનું એકમાત્ર એવું બંદર છે જે કેમિકલની આયાત-નિકાસ કરી શકે છે. એવો અંદાજ છે કે સને ૨૦૧૫ સુધીમાં દેશમાંથી આયાત-નિકાસ થતા કુલ માલ પૈકીનો ૩૯ ટકા માલ ગુજરાતના બંદરો પરથી આયાત-નિકાસ થશે.
ગુજરાતમાં ૭૪,૦૦૦ કિલોમીટરનું રોડ નેટવર્ક છે, જ્યારે રેલવેનું નેટવર્ક ૫,૩૧૦ કિલોમીટર છે. આ બંને નેટવર્ક એકબીજા સાથે જોડાયેલા છે જેના કારણે પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બની ચૂકી છે.
રાજ્યમાં ઘરેલું અને ઔદ્યોગિકક્ષેત્રમાં પાણીનો પુરતો જથ્થો પ્રાપ્ત છે. તેમ છતાં રાજ્યએ જળ સંસાધનના વિકાસ અને વપરાશ માટે આયોજન હાથ ધર્યુ છે.
સરદાર સરોવર પ્રોજેક્ટ રાજ્યની ૧.૮ મિલિયન હેક્ટર જમીનમાં સિંચાઈ માટે પાણી પુરુ પાડશે. આ યોજનાના કારણે ૮,૨૧૫ ગામડાઓ અને ૧૩૫ શહેરોને ઘરેલુ અને ઔદ્યોગિક વપરાશ માટેનું પાણી મળી રહેશે.
રાજ્ય સરકારે કચ્છના સૂકા રણ પ્રદેશ સુધી પાણી પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કેનાલ બનાવી. કલ્પસરોવર એ રાજ્ય સરકારનો અન્ય એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે ખંભાતના અખાતમાં ૮૭૨ સ્કવેર કિલોમીટર વિસ્તારમાં સરોવર આકાર પામશે. આ પ્રોજેક્ટના કારણે સૌરાષ્ટ્રની જળ સમસ્યા હળવી બનવા સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં ખારાશ ઘટશે તેમજ અને સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાત વચ્ચેનું અંતર ઘટશે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020