ગુજરાત હંમેશા માનતું આવ્યુંય છે કે આર્થિક-સામાજિક વિકાસમાં ઈન્ફ્રા સ્ટ્રરક્ચટરની મહત્વણપૂર્ણ ભૂમિકા છે. દેશમાં ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે જેને પબ્લીાક પ્રાઈવેટ પાર્ટનરશીપ માટે લીગલ ફ્રેમવર્ક ( ન્યાાયિક માળખું) બનાવ્યું . ગુજરાત માત્ર લીગલ ફ્રેમવર્ક બનાવીને સંતોષ માન્યો હોય તેવું પણ નથી. રાજ્યંએ ઈન્ફ્રાુસ્ટ્રનક્ચંર ક્ષેત્રના વિકાસને વેગવંતો બનાવવા માટે ગુજરાત ઈન્ફ્રાાસ્ટ્રોક્ચણર ડેવલપમેન્ટા બોર્ડ(જી.આઈ.ડી.બી)ની પણ રચના કરી છે.
સને ૧૯૯૫માં જીઆઈડીબી રચાયું. સને ૧૯૯૯માં ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ (જીઆઈડી) એક્ટ, ૧૯૯૯ ઘડી કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું. જીઆઈડી એક્ટના કારણે ડેવલપર્સની પસંદગી માટે પારર્દશી અને નિષ્પક્ષ માળખું રચાયું. આ માળખાની રચનાને પગલે રાજ્યમાં ડેવલપર્સની પસંદગી, સ્પર્ધાત્મક હરાજી (કોમ્પીટેટિવ બિડીંગ) અથવા પ્રત્યક્ષ મંત્રણાના આધારે થાય છે. જો કે આ મંત્રણા માટે પણ નક્કી કરાયેલા ચોક્કસ ધોરણોને અનુસરવામાં આવે છે. રાજ્યમાં માળખાગત સુવિધાઓના વિકાસ માટેના પ્રોજેક્ટના અમલીકરણ અને તે માટે જરૂરી એજન્સીઓ સાથે સંકલન સાધવા માટેની સ્વતંત્રતા જીઆઈડીબીને આપવામાં આવી છે.
ઈન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અને ખાનગીકરણની દિશામાં ગુજરાત દેશનું નેતૃત્ત્વ કરી રહ્યુ છે. ગુજરાતે ખાનગી ભાગીદારીના સહયોગથી બંદર, રસ્તા, રેલવ, હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ વગેરેમાં અદભૂત વિકાસ સાધ્યો છે.
ગુજરાત સરકારે વાયેબીલિટી ગેપ ફંડીંગ સ્કીમ શરુ કરી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વાયેબીલિટી ગેપ વચ્ચેનું અંતર નાબુદ કરવા માટે રાજ્યએ આ અનોખી પહેલ કરી છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં જીઆઈડીબી અને રાજ્ય સરકારની એજન્સીઓએ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી)ના ધોરણે પ્રોજેક્ટ વિકસાવવામાં સફળતા હાંસલ કરી છે. આ ક્ષમતાઓને વિકસાવવા માટે વર્કશોપ અને ટ્રેનિંગ દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. માળખાકીય સુવિધાઓના વિકાસ માટે અપનાવવામાં આવેલા પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલનો સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ઉપયોગ કરવા રાજ્ય સરકાર આતુર છે.
રાજ્યમાં ભૌતિક અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓના વિકાસ માટે શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ જ રીતે રાજ્યએ સામાજિક ક્ષેત્રમાં પણ પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ મોડલ અપનાવી વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ અંગે ઉડીને આંખે વળગે તેવી મહત્વની બાબત એ છે કે આ ક્ષેત્ર માટે રાજ્યએ વ્યવસ્થિત રીતે લાંબાગાળાનું આયોજન હાથ ધર્યુ છે. ગુજરાતે માળખાગત સુવિધાઓના વિકાસ માટે બ્લુપ્રિન્ટ ફોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન ગુજરાત-૨૦૨૦(બીગ-૨૦૨૦) ના નામે દસ્તાવેજ તૈયાર કર્યો છે. આ ક્ષેત્રમાં ૨૦૨૦ સુધીમાં વિવિધ પ્રોજેક્ટ માટે અંદાજે ૧૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણનો અંદાજ છે.
રાજ્ય સરકારનો નિર્ધાર છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને વિકસિત દેશોની હરોળમાં મુકવું. આ પગલાંઓનો મુળભુત ઉદ્દેશ રાજ્યનો દરેક પ્રદેશ અને નાગરિક લાભાન્વિત બને તે છે.
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સરકારનું પોર્ટલ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020