অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

યોજનાનાં મહત્વના લક્ષણો

લક્ષ્ય જૂથ:

  • ઈંદિરા આવાસ યોજના મુખયત્વે મકાન વિહોણાં ગરીબ કુટુંબો અને જે લોકો જીર્ણશીર્ણ અને કાચાં મકાનોમાં રહે છે
  • તેમજ ભૂમિહીન ગરીબોને ઘરથાળ પૂરી પાડવાના અંગભૂત ભાગ માટે જાહેર આવાસની યોજના છે. વખતોવખત ગરીબી રેખા નીચેનાં કુટુંબ મુકરર કરવા માટે સૂચવેલાં નીચેના માપદંડ અનુસાર ગ્રામસભા મારફત સમુદાયે મુકરર કરેલાં આવાં કુટુંબ માટે તેમનાં મકાનો બાંધવા અને
  • સરકાર તરફથી નાણાકીય અને ટેકનિકલ સહાયથી ઘરથાળ મેળવવા આ યોજના તૈયાર કરવામાં આવી છે.

યોજનાના અંગભૂત ભાગ :

ઈંદિરા વિકાસ યોજનાના અંગભૂત ભાગ નીચે પ્રમાણે છે :

નવું મકાન બાંધવા માટે સહાય સપાટ વિસ્તાર, ડુંગરાળ રાજ્યો અને દુર્ગમ વિસ્તારો (ઈંદિરા આવાસ કાર્યક્રમના જિલલા સહિત)ના મકાનના એકમનું ખર્ચ આ સાથે જોડેલી અનુસૂચિમાં આપ્યા મુજબ રહેશે. માલસામગ્રી ઓછી મળે, નબળાં જોડાણ, પ્રતિકૂળ ભૌગોલિક, આબોહવા વિષયક અને ભૂસ્તરશાસ્ત્રીય સથિતિ જેવાં કારણોસર, બાંધકામનું ખર્ચ વધારે થાય. તેવા  વિસતાર દુર્ગમ વિસ્તાર છે. રાજ્યની અંદર દુર્ગમ વિસ્તારની પોતે વિકસાવેલી પદ્ધતિ પર આધારિત અને આ કાર્યક્રમ માટેની સત્તાધિકાર સમિતિએ મંજૂર કરેલી પદ્ધતિ મુજબ મુકરર કરવામાં આવશે. ગ્રામ પંચાયતોને એકમ તરીકે ગણવામાં આવશે.

નોંધઃ ‘નવું મકાન એટલે ટોઇલેટ બાંધેલો વિસ્તાર (built up)માં બાંધેલું મકાન, ઈંદિરા આવાસ યોજનાનાં મકાન એ અર્થમાં પાકાં રહેશે કે તે ઓછામાં ઓછું ત્રીસ વર્ષ માટે યોગય નિભાવથી આબોહવા વિષયક સ્થિતિ સહિત ઉપયોગ અને કુદરતી પરિબળોને કારણે સામાન્ય તૂટફૂટ સામે ટકી શકે તેવાં હોવાં જોઇએ. તેનું છાપરું કાયમી સામગ્રીનું બનેલું હોવું જોઇએ. તેની દીવાલો સથાનિક આબોદ્દાની સ્થિતિ સામે ટકી શકે તેવી હોવી જોઇએ. દીવાલોની બહારની સપાટી ધસાઇ જાય તેવી હોય ત્યારે જ તેને પલાસટર કરવું. ત્રીસ વર્ષની ટકાઉપણું પ્રાત કરવામાં મદદ કરે તેવી કોઇ પણ બાંધકામ પ્રૌદ્યોગિકીને રાજ્ય સરકાર અપનાવી શકે તેમાં યોગય વિશિષટ વિગતોથી બાંધેલાં માટી અને વાંસનાં મકાનોનો સમાવેશ થાય છે. હુડકો બી.એમ.પી.ટી.સી., આઇ.આઇ.ટી. વગેરે જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ, ઇજનેરી કોલેજો અને મકાન બાંધવાના ક્ષેત્રની વિખ્યાત બિન-સરકારી સંસ્થાઓએ મંજૂર કરેલ માલસામાન અને પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરી શકાય. બી.આઇ.એસ. વિશિષટ વિગતો હોય તેવો માલસામાન અને પ્રૌદ્યોગિકીનો તેમાં સમાવેશ કરી શકાય.

બાંધકામના વપરાયેલ માલસામાનના પુન:ઉપયોગ, રિસાઇકલિંગની પરવાનગી આપવામાં આવે છે. હરિયાળી પ્રૌદ્યોગિકીને ખાસ પ્રોત્સાહન આપવાની જરૂર છે. નવીપ્રૌદ્યોગિકી અપનાવવાની હોય, તો ઉચચાધિકાર સમિતિ અથવા ઉચ્ચાધિકાર સમિતિએ મંજૂર કરેલી કોઇ પણ એજન્સીની પૂર્વ-મંજૂરી લઇ શકાય. હિતાધિકારીને માલસામાન અને પ્રૌદ્યોગિકીની આખરી પસંદગી રહેશે. પ્રત્યેક મકાનમાં ટોઇલેટ, શોષખાડા અને મિશ્રખાતરના ખાડા રહેશે. તેમાં નિધૂમ ચૂલાનો પણ સમાવેશ કરવો.

કુટુંબને એલપીજી/બાયોગેસનું જોડાણ મળે એટલે તેને દૂર કરી શકાશે. સ્થાનિક રીતે યોગય હોય તેવી છાપરાના પાણીના સંચયની પદ્ધતિ પણ સ્થાપવી. દરેક કુટુંબને બાથરૂમ બાંધવા માટે સક્રિય પ્રોત્સાહન આપવું.

રાજ્યો વધારાની સહાય આપે તો નયૂનતમ બાંધેલો વિસ્તાર વધારી શકાય. લોકોને દેવામાં પડતા અટકાવવા રાજ્યો અધિકતમ વિસતાર નક્કી કરી શકે.

સામાન્ય રીતે વયક્તિગત મકાનોને જ આ યોજના હેઠળ લઇ શકાય. હિતાધિકારીઓ વિશિષટ રીતે પસંદ કરે, તો ડુપલેકસ આવાસની પરવાનગી આપી શકાય. જમીનની કિંમત ઘણી ઊંચી હોય તેવા ગીચ વિસ્તારમાં દરેક માળ એક કુટુંબને અપાય તે રીતે હિતાધિકારીઓને બહુમાળી મકાનો બાંધવાની છૂટ આપી શકાય. આવાં મકાન ભોંયતળિયા સહિત ત્રણ માળથી વધશે નહિ. બાંધકામ અને નિભાવની જવાબદારી નિર્દિષટ કરતા બહુ-પક્ષકારના કરાર રાજ્ય સરકાર સાથે કરવા.

કાચા અથવા જીર્ણશીર્ણ મકાનોની કક્ષા ઊંચી લાવવી: આમાં છાપરા/દીવાલોની કક્ષા ઊંચી લાવવી, તેના ભાગની મરામત અથવા તે બદલવા અને તેની બાબતોનોસમાવેશ થાય છે. કક્ષા ઊંચી લાવવામાં માલસામાનનો ફરીઉપયોગ કરી શકાયરિસાઇકલ કરી શકાય. વધારાનામાલસામાના બદલેલા માલસામાનનો ઉપયોગ કરીને અનેટકાઉપણુ સિદ્ધ કરતી ડિઝાઇનમાં ફેરફાર કરતાં

અને/અથવા વધુ સારી કામગીરીથી, યોગય નિભાવ સાથેમકાન ઓછામાં ઓછું 30 વર્ષ ચાલી શકે તેવું હોવું જોઇએ.

માર્ગદર્શક સૂચનાઓની અનુસૂચિમાં સહાય અંગે આપવામાં આવશે.

ભૂમિહીન ગરીબો ખાસ કરીને સહાયપાત્ર છે, કેમકે તે આશ્રય વગરના હોય છે. તેમની પાસે મકાન બાંધવા માટે જમીન નથી. આમ તેઓ બેરીતે વાંચિત છે. ઘરથાળ પૂરી પાડવા માટે અનુસૂચિ મુજબ સહાય આપવી જોઇએ.

રાજ્ય સરકારો તેમના સંબંધિત રાજ્યમાં ઘરથાળ માટેના હકોને જાહેર કરી શકે. વાજબી હોય, તો રાજ્યની અંદર તેમાં ફેરફાર થઇ શકે. જમીનની ઉપલભ્રયતા અને તેની કિંમત પર આધારિત જુદા જુદા લત્તામાં જમીનના જુદા જુદા વયાપ નિયત કરી શકાય. આદર્શની દૃષટિએ ૧૦ ટકા જમીન પૂરી પાડવી જોઇએ.

ઘરથાળના ભાગ માટે, જિલ્લા કલેકટરે વસવાટોમાં ઉપલય જાહેર જમીન મુકરર કરીને તેને પાત્ર ભૂમિહીનોને ફાળવવી જોઇએ. જાહેર જમીન ઉપલય ન હોય, તો રાજ્ય સરકારે નિયત કરેલી કાર્યપદ્ધતિ અનુસાર જરૂરી જમીન ખરીદવી જોઇએ. આ શક્ય ન હોય, તો છેલલા ઉપાય તરીકે જમીન સંપાદન હાથ ધરી શકાય.

જમીન પસંદ કરતી વખતે, જોડાણ, પીવાના પાણીની ઉપલભ્યતા, જાહેર સંસ્થાઓમાં પ્રવેશ વગેરે મકાનોના બાંધકામ માટે તે યોગય હોય તેની ખાતરી કરવી. જેના માટે સ્થળ પસંદ કરવામાં આવ્યું હોય તેમાં લોકો સામેલ હોયઅને તેમને તે સંપૂર્ણ પણે સવીકાર્ય હોય તેની રાજ્ય ખાતરી કરવી.

યોજના નીચે જોગવાઇ કરેલાં નાણાં પૂરતાં ન હોય, તો રાજ્ય સરકારે વધારાનાં નાણાં પૂરાં પાડવાં. હિતાધિકારી જમીન ખરીદવા માગતા હોય, તો યોગય ખરાઇ કર્યા પછી

તેને પાત્ર રકમ ભરપાઇ કરવી. રાજ્યોએ આ ઘટક માટે વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવી.

જેમને ઘરથાળ આપવામાં આવી છે અને ઈંદિરા આવાસ યોજના નીચે જેમને ખાસ અગ્રતા આપી છે તેવાબધા ભૂમિહીન લોકોને મકાનો પૂરાં પાડવાના પ્રોજેકટરાજ્યો તૈયાર કરી શકે. જેમને ઘરથાળ આપવાની છે તેવાંભૂમિહીન લોકોની વિગતો મળે, તો ગ્રામીણ વિકાસમંત્રાલય, સૂત્ર (formula) પર આધારિત આ જૂથને લાભ માટે સંપૂર્ણપણે ઈંદિરા આવાસ યોજનાનાં નાણાંમાંથી અમુક ભાગ અંક્તિ કરશે. આ રકમ બીજે કયાંય વાળી શકાશે નહિ.

ખાસ પ્રોજેકટ ઇંદિરા આવાસ યોજનાની પાંચ ટકા ફાળવણીઅનામત ફંડ તરીકે કેન્દ્રીય કક્ષાએ રાખી મૂકવામાં આવશે.અનામત ફંડ વાપરવા માટે રાજ્યો/સંધ પ્રદેશો નીચેના હેતુ માટે ખાસ પ્રોજેકટ રજૂ કરી શકે :

  1. કુદરતી આફતોથી અસર પામેલાં ગરીબી રેખા નીચેનાં કુટુંબોનું પુન:સ્થાપન;
  2. હિંસા અને કાયદા અને વયવસ્થાની સમસ્યાઓથીઅસર પામેલા ગરીબી રેખા નીચેનાં કુટુંબોનું પુન:સ્થાપન;
  3. મુકત કરાયેલા બંધણી (વેઠીયા) મજૂરો અને મુકત કરાયેલા હાથથી મેલ સાફ કરનાર સફાઇ કામદારોની વસાહત; ફકરા ૩.૨.૪માં દર્શાવ્યા મુજબ ખાસ પ્રોજેકટ માટે અનામત રાખવામાં આવશે.

રાજ્યો/સંધ પ્રદેશોને ફાળવણી અને રાજ્યો/સંધપ્રદેશોમાંથી જિલ્લા, તાલુકાને ફાળવણી સામાજિક-આર્થિકજાતિ વસતી ગણતરી (SECC)નું કામ હાલ ચાલુ છે. તેને એકવાર આખરીરૂપ અપાતાં, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, લધુમતીઓ અને અન્યની દરેક કક્ષા માટે ગરીબી રેખા નીચેના વસતીમાંથી મકાન વિહોણા લોકો માટે બી.પી.એલ. વસતીમાંથી, રાજ્યો ઈચ્છે તો ગ્રામ પંચાયતોને ફાળવણી કરવામાં આવશે.

આવા સમય સુધી, આવી ફાળવણી કરવા માટે માહિતી ઉપલય હોવાથી, મંત્રાલય છેલ્લી વસતીગણતરીની માહિતી અનુસાર ગ્રામીણ વિસતારોમાં આવાસોની તંગી ઉપર ૭પ ટકા વેઇટેજના આધારે રાજ્યો/સંધ પ્રદેશો માટે વાર્ષિક ફાળવણી નક્કી કરશે અને ગરીબી રેખા નીચેના લોકોની સંખયા ઉપર રપ ટકા વેઇટેજ આપવામાં આવશે.

આ સમગ્ર લક્ષયાંકની અંદર, વસંગતિ નિવારવા યોગ રીતે હિસાબમેળ કરેલ રાજ્યો/સંધ પ્રદેશોમાં આ કક્ષાની પ્રમાણસર વસતીના આધારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ અને લધુમતી માટે નાણાંની ફાળવણી કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ નીચેના લક્ષયાંક ફાળવવા રાજ્યો આ સિદ્ધાંતને અનુસરશે. યોજના સાથે પ્રસ્તુત માહિતીનો ઉપયોગ કરીને જે રાજ્યો બીજા કોઇ વૈકલ્પિક સૂત્ર જીલ્લા માટે સમાન રહેશે અને બીજો ભાગ કામકાજના ખર્ચને પહોંચી વળવા માટે જિલલાને ફાળવેલા લક્ષયાંકના પ્રમાણમાં રહેશે. રાજ્યો આનું સૂત્ર તેમજ તાલુકા (intermediate) અને ગ્રામ પંચાયત કક્ષાએ ફાળવણી માટેનું સૂત્ર તેમને ફાળવેલ કાર્ય બોજ અનુસાર નક્કી કરી શકે. આ કક્ષા નીચે નાણાંની ફાળવણી માટે રાજ્યોએ અપનાવેલા માપદંડની જાણ છ મહિનાની અંદર ગ્રામીણ વિકાસ મંત્રાલયને કરવાની રહેશે.

ખર્ચની પાત્ર વસ્તુઓ

વહીવટી ખર્ચ નીચે ખર્ચની પાત્ર વસ્તુઓ નીચે મુજબ

  1. ખાસ કરીને જુદી જુદી ડિઝાઇન અને પ્રૌદ્યોગિકીના વિકલપ અંગે વિજાણું સામગ્રી સહિત માહિતી, શિક્ષણઅને સંદેશાવ્યવહાર સામગ્રી તૈયાર કરવી;
  2. હિતાધિકારીઓને વસવાટ અને આવાસની જાણકારી આપવી;
  3. નમૂનાનું બાંધકામ અને નિદર્શન માટે નાનાં મોડલ તૈયાર કરવાં;
  4. જુદા જુદા તબક્કે મકાનના ફોટા અને તેમને અપલોડ કરવાનું ખર્ચ;
  5. મુલાકાતો યોજીને ગુણવત્તા દેખેર અને નિયંત્રણનું ખર્ચ
  6. વ્યવસ્થા માહિતી પદ્ધતિ માટે હાર્ડવેરોસોફટવેરનું ખર્ચ,
  7. કન્ટ્રાકટ પર કર્મચારી ભાડે મેળવવા સહિત આવાસ સોફટમાં ડેટા એન્ટ્રીનું ખર્ચ,
  8. માસ્ટર કડિયા અને મજૂરી પૂરી પાડતા હિતાધિકારીઓને તાલીમ તેમજ નિભાવ પ્રથા અંગે તાલીમ;
  9. જાણકાર વ્યક્તિઓને માનવેતન અને બિન-સરકારી સંસ્થાઓને સેવા ખર્ચ,
  10. કર્મચારીઓ/અધિકારીઓ અને પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાલીમ
  11. આકારણી અને મૂલ્યાંકન અભયાસ ચલાવવા.વહીવટી ખર્ચ, મુખય કાર્યક્રમના ખર્ચને લાગુ પડતાગુણોત્તરમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે.

અમલ માટે એજન્સી

જિલ્લા કક્ષાએ અમલનું કામ જિલલા પરિષદ અથવા જિલલા પરિષદ ન હોય તે રાજ્યોમાં તેની સમકક્ષ સંસ્થાને સોંપવું.

સ્થાનિક કક્ષાએ ગ્રામ પંચાયત અને ગ્રામ પંચાયત ન હોય તે રાજ્યમાં તેની સમકક્ષ સંસ્થા આ કાર્યક્રમનો અમલ કરશે. યોજનાનો અમલ કરવા ગ્રામ પંચાયત ખૂબ જ નાની હોય, તો રાજ્ય તાલુકા કક્ષાની પંચાયતને તે કામ સોંપી શકે. આવી બાબતમાં, ગ્રામ પંચાયતોને વસવાટ અને હિતાધિકારીઓની પસંદગીમાં અને દેખરેખ અને નિયંત્રણમાં સ્પષ્ટ કામગીરી આપવી.

ઉચ્ચધિકાર સમિતિ

સચિવ/અધિક સચિવ (ગ્રામીણ વિકાસ)ના અધ્યક્ષપદે ઉચચાધિકાર સમિતિ રહેશે. તે નીચેના સભ્યોની બનેલી રહેશે.

  1. સંયુકત સચિવ (ગ્રામીણ આવાસ)
  2. સલાહકાર (આયોજન કમિશન)
  3. હુડકોના પ્રતિનિધિ
  4. નોલેજ નેટવર્કના પ્રતિનિધિ
  5. બિલ્ડીંગ બાંધકામના ક્ષેત્રમાંથી બે ખયાતનામ બિન સરકારી સંસ્થાઓના પ્રતિનિધિ.
  6. સંબંધિત રાજ્યના ગ્રામીણ આવાસનું કામ સંભાળતા સચિવ.
  7. આઇએફડીના પ્રતિનિધિ.

ઉચ્ચધિકાર સમિતિ તેમની બેઠકોમાં મદદ કરવા જરૂરી નિષણાતોને આમંત્રી શકે. ઉચાધિકાર સમિતિનાં કાર્યો નીચે મુજબ રહેશે:

  1. દુર્ગમ વિસ્તાર નક્કી કરવા માટે રાજ્યનો માપદંડ મંજૂર કરવો
  2. મકાનો પૂરાં કરવા માટે અને નવા બાંધકામ માટે લક્ષયાંક નક્કી કરવા
  3. લક્ષયાંકની જિલ્લાવાર ફાળવણી માટે રાજ્યોએ અપનાવેલું કોઇ વૈકલ્પિક સૂત્ર મંજૂર કરવું.
  4. નાણાંની પુનઃફાળવણી નક્કી કરવી
  5. ૫ ટકા ફાળવણી માટે ખાસ પ્રોજેકટ મંજૂર કરવા
  6. બેન્ક લોન મેળવતી સહાયકી સાથે જોડાયેલી યોજનાઓ માટેના ખાસ પ્રોજેકટ મંજૂર કરવા
  7. અપવાદરૂપ કેસમાં કામચલાઉ રોકડ ચુકવણીની પરવાનગી આપવી
  8. દુર્ગમ વિસ્તારોમાં એક જ હપતામાં રાજ્ય એજન્સીએ કેન્દ્રીય હિસસો તબદીલ કરવાની પરવાનગી આપવી.
  9. ટેકનિકલ સંસ્થાએ મંજૂર ન કરી હોય તેવી રાજ્ય સરકારોએ દરખાસત કરેલી નવી બાંધકામ પ્રૌદ્યોગિકીઓ મંજૂર કરવી.
  10. કાર્યક્રમોની સમીક્ષા કરવી, અભ્યાસ વગેરે સૂચવવાં.
  11. માર્ગદર્શક સૂચનાઓની કામગીરી કરવામાં સાચી મુશ્કેલીકેલીઓ હોય તેવી બાબતોમાં સ્પષ્ટિકરણ આપવાં.

સ્ત્રોત: ભારત સરકાર,ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ વિભાગ,કૃષિ ભવન નવી દિલ્હી – ૧૧૦ ૧૧૪

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate