অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઇંદિરા આવાસ યોજના- માર્ગદર્શક સૂચનાઓ

ઇંદિરા આવાસ યોજના- માર્ગદર્શક સૂચનાઓ

પ્રાસ્તાવિક

ઇંદિરા આવાસ યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખય યોજના છે. તે સલામત અને ટકાઉ મકાનો બાંધવા માટે આવાસની અપૂરતી સગવડ ધરાવતાં અથવા મકાન વિહોણાં ગરીબી રેખા નીચેનાં (બી.પી.એલ. કુટુંબોને તેના પ્રારંભથી સહાય કરતું આવ્યું છે. આ પહેલા મંત્રાલયના ગરીબી નાબૂદીના પ્રયનના વિશાળ વ્યૂહનો ભાગ છે. વધારે વિસ્તરણ અને સુધારા માટે પૂરતી જોગવાઇઓ સાથે પર્યાવરણની દૃષટિએ સંગીન આવાસના વિકાસને તે સહાય કરે છે.

જૂન ૧૯૯૬માં માનવ વસાહત અંગે ઇસ્તંબૂલ એકરારમાં ભારતેસહી કરી ત્યારે મંત્રાલયની આવાસની વચનબદ્ધતાને વધારે ગતિમળી. તેનાથી સલામત અને આરોગયપ્રદ આવાસો પ્રાપ્ત કરવાની જરૂરિયાત અને વ્યક્તિની ભૌતિક, મનોવૈજ્ઞાનિક, સામાજિક અને આર્થિક સુખાકારી માટે આવશ્યક મૂળભૂત સેવાઓની જરૂરિયાત પિછાણવામાં આવી. આવાસ અભિગમનો ઉદ્દેશ બધાં માટે, ખાસ કરીને, આધાર માળખા, પીવાનું સલામત પાણી, સ્વચ્છતા, વીજળી વગેરે જેવી મૂળભૂત સગવડોની  ઉપલભ્યતામાં વિકાસ અને સુધારાલક્ષી અભિગમ અપનાવીને વંચિત શહેરી અને ગ્રામીણ ગરીબો માટે પૂરતાં આવાસ મેળવવાનો છે.

ભારતના સંવિધાને ગ્રામીણ આવાસનને રાજ્ય સરકારોના અને પંચાયતી રાજ સંસ્થાઓના અધિકારક્ષેત્રમાં મૂક્યું છે. સીમાંત લોકો માટે ગ્રામીણ આવાસન એક મુખ્ય ગરીબી-વિરોધી પગલું છે. તેનો ખ્યાલ મેળવીને કેન્દ્ર સરકાર ઇંદિરા આવાસ યોજનાને બધાં માટે આવાસના

અભિગમના ભાગ તરીકે અમલ કરી રહી છે. મકાનને કેવળ આશ્રય અને રહેવાના સ્થળ તરીકે ગણવા ઉપરાંત તે આજીવિકાને સમર્થન આપે છે.

સામાજિક સ્થિતિનું પ્રતીક છે અને સાંસકૃતિક અભિવયક્તિ છે. સારું ઘર કુદરતી પર્યાવરણ સાથે સુમેળમાં રહીને કુટુંબને આબોહવાની અતિશય સ્થિતિનું રક્ષણ કરે છે. ગતિશીલતા માટે જરૂરી જોડાણ અને આર્થિક પ્રવૃત્તિઓ માટે સગવડો પૂરી પાડે છે.

ઐતિકાસિક પૂર્વભૂમિકા

સ્વતંત્રતા પછી તરત જ નિર્વાસિતોના પુન:સ્થાપનથી દેશમાં જાહેર આવાસ કાર્યક્રમ શરૂ થયો. ૧૯૬૦ સુધીમાંઉત્તર ભારતના જુદા જુદા ભાગમાં લગભગ પાંચ લાખ કુટુંબોને મકાનો પૂરાં પાડવામાં આવ્યા. ૧૯૫૭માં સામૂહિક વિકાસ ઝુંબેશના ભાગ તરીકે ગ્રામ આવાસ કાર્યક્રમ દાખલ કરવામાં આવયો. તેમાં એકમ દીઠ રૂ. ૫૦૦૦ સુધીની લોન વયક્તિઓ અને સહકારી મંડળીઓને આપવામાં આવતી. પાંચમી પંચવર્ષીય યોજના (૧૯૭૪-૧૯૭૯)ના અંત સુધીમાં આ યોજનામાં ફકત ૬૭,000 મકાનો જ બાંધી શકાયાં હતાં. ચોથી પંચવર્ષીય યોજનામાં ઘરથાળ સહ-બાંધકામ સહાય યોજના તરીકે ઓળખાતી બીજી યોજના પણ ૧૯૭૪-૭૫થી રાજ્યસેકટરમાં તબદીલ કરવામાં આવી.

દેશમાં હાથ ધરાયેલી યોજનાઓમાં, ઇંદિરા આવાસ યોજના સૌથી મોટી અને તદ્દન સર્વગ્રાહી ગ્રામીણ આવાસ કાર્યક્રમછે. તેનું મૂળ ૧૯૮૦માં શરૂ કરાયેલ રાષટ્રીય ગ્રામીણરોજગાર કાર્યક્રમના વેતન રોજગાર કાર્યક્રમમાં અને ૧૯૮૩માં શરૂ કરાયેલ ગ્રામીણ ભૂમિહીન રોજગાર બાંયધરી કાર્યક્રમમાં રહેલું છે. કેમકે આ કાર્યક્રમો હેઠળ મકાનના બાંધકામની પરવાનગી હતી. તેમ છતાં, સમાન માપદંડ ન હતા.

જૂન ૧૯૮૫માં નાણાંનો ભાગ અનુસૂચિત જાતિ/ અનુસૂચિત આદિજાતિઓ અને મુકત કરાયેલા બંધણી મજૂરોનાં આવાસ માટે નાણાંનો ભાગ અંક્તિ કરીને ગ્રામીણ ભૂમિહીન રોજગાર બાંયધરી કાર્યક્રમની પેટા-યોજના તરીકે ઈંદિરા આવાસ યોજના શરૂ કરવામાં આવી હતી. એપ્રિલ, ૧૯૮૫માં જવાહર રોજગાર યોજના શરૂ કરવામાં આવી ત્યારે નાણાંના ૬ ટકા અનુસૂચિત જાતિ/અનુસૂચિત આદિજાતિઓ અને મુકત કરાયેલા બંધણી મજૂરોનાં આવાસ માટે ફાળવાયો હતો.

૧૯૯૩-૯૪માં આ વયાપ, જવાહર રોજગાર યોજના હેઠળ આવાસ માટે અંક્તિ કરેલાં નાણાં વધારીને બિન-અનુસૂચિત જાતિ/ બિન-અનુસૂચિત આદિજાતિ કુટુંબો સુધી, જવાહર રોજગાર યોજના નીચે આવાસ માટે અંક્તિ કરેલાં નાણાં ૧૦ ટકા કરવાની અને હિતાધિકારીઓની આ કક્ષા માટે વધારાના ૪ ટકાના ઉપયોગની છૂટ આપીને વ્યાપ વધારવામાં આવ્યો હતો.

૧લી જાન્યુઆરી, ૧૯૯૬થી ઈંદિરા આવાસ યોજનાને સ્વતંત્ર યોજના બનાવવામાં આવી હતી. ગરીબીની કઠોરતા ઘટાડવા માટે અને ગરીબો જુદા જુદા ગ્રામીણ વિકાસ કાર્યક્રમો મેળવી શકે તે માટે ગરીબ કુટુંબોને પ્રતિષ્ઠા આપવા ગ્રામીણ ગરીબી નાબૂદીના વિશાળ વ્યૂહના ભાગ તરીકે ગ્રામીણ વિકાસ મંત્રાલયનો તે હવે મુખ્ય કાર્યક્રમ છે.

સ્ત્રોત: ભારત સરકાર,ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ વિભાગ,કૃષિ ભવન નવી દિલ્હી – ૧૧૦ ૧૧૪

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate