অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અભિગમ અને વ્યૂહ

અભિગમ અને વ્યૂહ

આવાસ માનવોની મૂળભૂત જરૂરિયાત છે. માનવોને જીવંત રહેવા તેમજ સરસ જીવન જીવવા માટે તે મૂળ જરૂરિયાત છે. આવાસ ફકત વ્યક્તિગત કુટુંબો માટે નથી, તે સમુદાય માટે છે. મૂળભૂત રીતે તો મકાન કુદરતનાં તત્વો, ગુપ્તતા અને બહારની દુનિયાની ધાંધલ-ધમાલથી રક્ષણ માટે આશ્રય પૂરો પાડે છે. રહેઠાણના સ્થળ તરીકે તે સલામતી પૂરી પાડે છે અને તેના સ્થાનના આધારે જુદી જુદી સગવડો પૂરી પાડે છે. ફકત આશ્રયથી આગળ જતાં તે રહેઠાણ છે. મકાન આખરે તો દરેક ઘરની ઈચ્છા રાખે છે. તે માલિકી અને ઓળખની સમજ આપે છે. મનોવૈજ્ઞાનિક સંતોષ આપે છે અને આત્મસંન્માન અને વિશ્વાસને વધારે છે. ઘર સુખાકારીમાં ઘણો ફાળો આપે છે. તે વયતિના સામાજિક અને આર્થિક વિકાસ માટે આવશ્યક છે. તે આજીવિકામાં સહાયરૂપ થાય છે અને સામાજિક એકત્રીકરણને પ્રોત્સાહન આપે છે. તે સાંસ્કૃતિક અભિવ્યક્તિનું સ્વરૂપ છે અને સામાજિક મોભાનું પ્રતીક છે.

સગવડભર્યું ઘર હોવું તે બહુ  લાંબા સમયથી સેવેલી ઉત્કટ ઇચછાની પરિપૂર્તિ છે. ઇચછાઓ અને અગ્રતાઓને આકાર અને સ્વરૂપ આપીને ઘર બદલામાં કુટુંબ અને સામાજિક જીવનને સાકાર કરે છે. તે જીવનને અને વ્યક્તિઓના વર્તનને ઘડવામાં મહત્વનું પરિબળ છે. તે ચારિત્ર્ય ઘડવામાં મહત્ત્વનો ફાળો આપે છે અને સમગ્ર વિકાસ માટે તે પર્યાવરણ પદ્ધતિ ઊભી કરે છે. સારું ઘર કુદરતી વાતાવરણને સુસંગત રહેશે અને કુટુંબનું આત્યંતિક આબોહવાથી રક્ષણ કરે છે. શિયાળામાં ગરમી આપે છે. ઉનાળામાં ઠંડી અને વરસાદ દરમિયાન સૂકા રાખે છે. કુટુંબે ઘરની જાળવણી કરવી જોઇએ અને તેનાં નાણાકીય સંસાધનોમાં રહીને અને સ્થાનિક રીતે મળતાં કૌશલ અને માલસામાનનો ઉપયોગ કરીને જરૂરી મરામત કરાવવી જોઇએ. એકત્રીકરણ, સગવડો, આર્થિક પ્રવૃત્તિઓ અને કુદરતી સંપત્તિ માટે ઘરને સાચાં બાહ્ય જોડાણ હોવાં જોઇએ.

મકાન વપરાશી માલ તેમજ મૂડીકૃત માલ બને છે. તે પોતાની મેળે ઘર પરવડતું નથી તેવા નાગરિકોને કલ્યાણ રાજ્યમાં તે પૂરું પડાય તે મહત્વની જવાબદારી છે. જાહેર આવાસમાં કરેલું મૂડી રોકાણ કલ્યાણને વિસ્તારવા ઉપરાંત સ્થાનિક આર્થિક વિકાસને વેગ આપે છે.

જાહેર આવાસનો મુખ્ય હેતુ કુટુંબ માટે કાર્યલક્ષી સ્થળની  મૂળભૂત જરૂરિયાત હાદરૂપ મકાન અથવા પ્રારંભિક મકાન (starter) પૂરી પાડવાનું છે. તે મર્યાદિત વિસતારમાં રહેઠાણની આવશ્યક જગયા પૂરી પાડે છે ત્યારે તે ટોઇલેટ સહિત બધી રીતે સંપૂર્ણ છે. કુટુંબની વૃદ્ધિ થાય અથવા તેની આર્થિક સ્થિતિ સુધરે ત્યારે આવા મકાનનું વિતરણ અને વિકાસ થાય છે. હાર્દરૂપ મકાનની ડિઝાઇન અને પર્યાપતતા સંસકૃતિએ સંસકૃતિએ જુદી પડે છે. તે પોતાના માથા પરના આર્થિક માલ છે અને જીવન ધોરણ વધારે છે. જેમને છાપરાથી વિશેષ છે. તેમાં જગ્યાની પર્યાપતતા, પ્રવેશની સુગમતા, ન્યુનતમ જરૂરિયાતોની ઉપ્લાભ્યતા, ભૌતિક સુવિધાની જોગવાઇ અને તેની અંદર અને આસપાસ સરસ સૂક્ષમ આબોહવા, સારું પર્યાવરણ અને સલામતી અને સ્થિરતાની ગેરંટી અભિપ્રેત છે. તેને સામાજિક, આજિવિકા અને પરિસ્થિતિ વિષયક વાતાવરણ સાથે જૈવિક દ્રષ્ટીએ એ (organically) જોડવાનું છે. પ્રગ તિને ઉદ્દીપત કરવા, મુખય શિક્ષણ અને વ્યવસાયકના વિકલ્પ મારફત પછીની પેઢીને હાલની તકલીફોથી મુકત કરવા જોડાણ વધારવાં પડશે.

એ નોંધવાનું રહેશે કે હાલનાં ગ્રામીણ ભારતનાં આવાસ માટે સમુદાયે નાણાંની વ્યવસ્થા કરી હોય છે, જાતે બાંધેલાં અને જાતે વયવસ્થા કરેલાં હોય છે, મુખ્યત્વે સ્થાનિક રીતે મળતી સામગ્રીનો ઉપયોગ કરીને પરંપરાગત પ્રૌદ્યોગિકી સાથે સક્રિયપણે શ્રમ જોડીને અને ઘણીવાર તો સુધારેલી ગુણવત્તા અને તે સમયે વિસ્તારમાં લંબાવેલાં હોય છે. તે સામાજિક ઉત્પાદન પ્રક્રિયાનું પરિણામ છે. તેમાં લોકો કેન્દ્રસ્થાને છે. તે કુદરતી રીતે પર્યાવરણને અનુકૂળ પ્રોડકટ છે. તેથી સરકારની પહેલ સંસાધનો અને સુધારેલી જાણકારી, પ્રૌદ્યોગિકી અને કૌશલની ઉપલભ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.

ગ્રામીણ આવાસ વિકાસ ગરીબી નાબૂદી અને સમગ્ર ગ્રામીણ વિકાસના સંદર્ભમાં જોવાનો છે. તે માટે નીચેના બૃહ પ્રસ્તુત છે :

 1. હાલની પ્રક્રિયા સુદૃઢ બનાવવી અને તેને અયોગ્ય ડિઝાઇન અને પ્રૌદ્યોગિકીથી ઉથલાવી નાખવાને બદલે તે પ્રક્રિયાને ટેકો આપીને લોકોને તે આગળ લઇ જવામાં સહાય કરવી :
 2. વધારે વિતરણ અને સુધારણા માટે પૂરતી જોગવાઇઓ સાથે તેમજ મકાનની અંદર સવીકાર્ય તરીકે કામનાં સથળનો સમાવેશ કરી “હાદરૂપ મકાનના બાંધકામને સહાય કરવી.
 3. વાપરનારાઓની જરૂરિયાતોના આધારે રહેવાના એકમોની ડિઝાઇન નકકી કરવી.
 4. પરવડી શકે, અનુકૂળ બનાવી શકાય, રોજગારનિર્માણ, પર્યાવરણીય લાભ (વનસ્પતિ પ્રૌદ્યોગિકી, જીવનચક્ર પર ઊર્જા વપરાશ, નિભાવ અને ચાલુ રાખવાની આરામને ધ્યાનમાં રાખીને માલસામાન અને બાંધકામ પ્રૌદ્યોગિકીની પસંદગીને પ્રોત્સાહન આપવુ.
 5. જેનાથી ટકાઉ મકાનોનું બાંધકામ થાય, તેના રાબેતા મુજબના નિભાવથી ઓછામાં ઓછા ત્રીસ વર્ષ ચાલે તેવા યોગય બાંધકામ પ્રૌદ્યોગિકી મુકરર કરવી અને પરંપરાગત અને સ્થાનિક પ્રૌદ્યોગિકીની કક્ષા ઊંચી લાવવી;
 6. વસવાટને સેન્દ્રિય અતિત્વ તરીકે કેન્દ્રિત કરવા, તે પાણી, સૂર્યપ્રકાશ અને હરીયાળી જેવાં કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે અને ગ્રામીણ આજીવિકાનાં સામાજિક-આર્થિક પાસા પ્રત્યે સંવેદનશીલ હોય;
 7. વસાહતનો જીવંત પ્રકાર જાળવી રાખવો
 8. અનુસૂચિત જાતિ અનુસૂચિત આદિજાતિનાં કુટુંબ, સ્ત્રીઓ વડા હોય તેવાં કુટુંબ, અશક્તતા ધરાવતાં કુટુંબો અને ખાસ કરીને પોતાના આશ્રયની જરૂરિયાત, યોજનાની ઉપલભ્યતા અને મકાનો બાંધવાની પોતાની જરૂરિયાત વયકત પણ ન કશી શકે તેવાં સીમાંત જૂથને સમાનતા અને સામાજિક નયાયને વિધેયાત્મક પ્રોત્સાહન આપવું;
 9. મકાનનાં ડિઝાઇન, પ્રૌદ્યોગિકી અને નાણાંની જોગવાઇ સંબંધમાં નિર્ણય લેવાની પ્રક્રિયા જન્માવવી;
 10. પરંપરાગત કડિયા અને બાંધકામ કામદારો તેમજ ઇજનેરો અને વિકસતાં સ્ત્રી-કડિયા જૂથને સારી ડિઝાઇન, યોગય બાંધકામ પ્રૌદ્યોગિકી તેમજ પોષણક્ષમ બાંધકામ તથા કાર્યક્ષમ સ્થળ અને બાંધકામ વયવસ્થા સાથે પુન:કૌશલ આપવું અને સંવેદનશીલ બનાવવાં;
 11. ખાસ કરીને ગ્રામ કક્ષાએ આવાસ કાર્યક્રમના આયોજન અને અમલમાં પંચાયતોને વધારે મોટી ભૂમિકા આપવી.

આમ, ઈંદિરા આવાસ યોજના લોકોનું બિલ્ડર તરીકે નવસર્જન કરવાની તક આપે છે. લોકોને વસાવવા તેમની સ્વદેશી પ્રક્રિયામાં ભાગ લઇને વિપરિત ભાગીદારીના  પ્રકારને સરકાર પ્રોતસાહન આપે છે.

સ્ત્રોત: ભારત સરકાર,ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણ વિકાસ વિભાગ,કૃષિ ભવન નવી દિલ્હી – ૧૧૦ ૧૧૪

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate