મહિલા સશક્તિકરણ આધ્યાત્મિક, રાજકીય, સામાજિક અને આર્થિક રીતે મહિલાને સશક્ત કરવાના સંદર્ભે છે. આમાં મોટેભાગે તેમની પોતાની ક્ષમતામાં વિશ્વાસ કેળવવા સશક્ત કરવાનો સમાવેશ થાય છે. સશક્તિકરણમાં નીચેની ક્ષમતાઓનો સમાવેશ થાય છેઃ
ભારતમાં મહિલાઓ હવે દરેક પ્રવૃત્તિ જેવી કે શિક્ષણ, રાજકારણ, મીડિયા, કળા અને સંસ્કૃતિ, સેવાના ક્ષેત્રોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રો વગેરેમાં ભાગીદારી લઈ રહી છે.
ભારતનું બંધારણ દરેક ભારતીય મહિલાને સમાનતાના હકની (કલમ 14) ખાતરી આપે છે, કોઈ ભેદભાવ નહી (કલમ 15 (1)), તકની સમાનતા (કલમ 16), સમાન કાર્ય માટે સમાન વળતર (કલમ 39 (ડ)). વધુમાં, તે રાજ્યને મહિલા અને બાળકો માટે વિશેષ જોગવાઈઓ ઘડવા માટેના હક આપે છે (કલમ 15(3)), મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડતા કાર્યો પર નજર (કલમ 51 (અ) (ઈ)) અને રાજ્ય દ્વારા માતૃત્વમાં રાહતો (કલમ 42) માટે ન્યાય અને માનવીય પરિસ્થિત મુજબ કામ માટે જોગવાઈની પરવાનગી આપે છે.
1970ના દાયકાના અંતથી ભારતમાં મહિલાવાદી ચળવળે વેગ પકડ્યો. રાષ્ટ્રીય સ્તરે મહિલા જૂથોને એક મંચ પર લાવનાર પહેલી ઘટના હતી મથુરા બળાત્કાર કેસ. મથુરાની એક યુવતી પર પોલિસ દ્વારા પોલિસ સ્ટેશનમાં બળાત્કાર આચરવામાં આવ્યો હતો જેના કારણે, 1979-1980માં મોટેપાયે વિરોધ ઊભો થયો હતો. આ વિરોધને સંચાર માધ્યમોમાં બહોળી પ્રમાણમાં કવરેજ આપવામાં આવ્યુ હતુ, જેના કારણે સરકારને એવિડ્ન્સ એક્ટ, ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ઈન્ડિયન પિનલ કોડ અમલમાં મૂકયો અને કસ્ટડીયલ બળાત્કારનો પ્રકાર દાખલ કર્યો. મહિલા કાર્યકરો સ્ત્રી ભૃણહત્યા, લિંગભેદ, મહિલા સ્વાસ્થ્ય અને મહિલા સાક્ષરતા વગેરે સમસ્યાઓ પર સંગઠિત થઈ.
ભારતમાં દારૂને હંમેશા મહિલા પર થતી હિંસા સાથે સાંકળવામાં આવે છે, ઘણાંબધાં મહિલા જૂથોએ દારૂબંધી ચળવળો આંધ્ર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ઊભી કરી. ઘણી ભારતીય મુસ્લિમ મહિલાઓએ શરિયત કાયદા અનુસાર ધાર્મિક નેતાઓના મહિલા અધિકારની સમજ પર પ્રશ્નો કર્યા અને ત્રણ તલાક વ્યવસ્થાને વખોડી.
1990ના દસકામાં, વિદેશથી આવતા ભંડોળોએ મહિલા કેન્દ્રી નવી સ્વૈચ્છિક સંસ્થાઓને જન્મ આપ્યો. સ્વ-સહાય જૂથો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે, સ્વાશ્રયી મહિલા સેવા સંઘ (સેવા)એ ભારતમાં મહિલાઓના હક માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી. ઘણી મહિલાઓ સ્થાનિક ચળવળોની નેતાગીરીમાં જોડાઈ. ઉદાહરણ તરીકે, મેઘા પાટકર નર્મદા બચાવો આંદોલનમાં.
ભારત સરકારે વર્ષ 2001ને મહિલા સ્વશક્તિકરણ વર્ષ તરીકે જાહેર કર્યુ. મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ 2001માં પસાર કરવામાં આવી. ભારત સરકાર દ્વારા 8 માર્ચ, 2010માં નેશનલ મિશન ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના પાયા નખાયા. જેનો હેતુ હતો મહિલાઓ માટે સંકલિત વિકાસની પ્રક્રિયાને વેગ આપવો.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/26/2020