કુટુંબના કમાઉ વ્યક્તિ જેલમાં જતા તેના કુટુંબને આર્થિક રીતે પગભર થવા માટે આ સહાય આપવામાં આવે છે. ૫ વર્ષ કે તેથી વધુ સજા થયેલ હોય તેવા ગરીબી રેખા નીચે જીવતા કુટુંબને આ લાભ મળવાપાત્ર છે. રૂ. ૧૦,૦૦૦/- ની આર્થિક સહાય સાધન સ્વરૂપે આપવામાં આવે છે. જેમાં દુધાળા ઢોર ખરીદવા, સિલાઇમશીન ખરીદવા, ચારપૈડાની લારી ખરીદવા માટે આ સહાય મળે છે. આ માટે જેલવાસ ભોગવતા કેદીએ જે તે જેલના વેલ્ફેર ઓફિસરને અરજી આપવાની હોય છે. આ અરજી તપાસ અર્થે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને મોકલવામાં આવે છે. આ અધિકારી તપાસ કરીને તેનો અહેવાલ જે તે જેલને મોકલી આપે છે. આ અહેવાલ મુજબ જેલ સમિતી ભલામણ કરીને નિયામક, સમાજ સુરક્ષા ખાતાને મોકલી આપે છે. જેના આધારે કેદી સહાય મંજુર કરી કેદીના કુટુંબના જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારીને મંજુરી આદેશ મોકલવામાં આવે છે. જેના આધારે કેદીના કુટુંબને સહાય ચુકવવામાં આવે છે. આ યોજનાનું માર્ગદર્શન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ધ્વારા મળે છે.
કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે રૂ.૬૮,૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૪૭,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/11/2019