પ્રસ્તાવના
યુનાઇટેડ નેશન ઓર્ગેનાઈઝેશને ૨૦૦૮ માં મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ (એમડીજી) જાહેર કર્યા જેમાં ૨૦૧૫ સુધીમાં ગરીબી દુર કરવાનો ધ્યેય અગ્રતાક્રમે હતો. આ ધ્યેયને પહોંચી વળવા દુનિયાના લગભગ તમામ અવિકસિત અને વિકાસશીલ દેશોએ ગરીબી નિવારણ માટે અલગ અલગ નીતિઓ અને કાર્યક્રમો અમલમાં મુકેલ છે. આ બધા કાર્યક્રમો અને નીતિઓમાં સુક્ષ્મ ધિરાણ કાર્યક્રમએ ગરીબી નિવારણ માટે એ સૌથી વધારે અસરકારક વ્યુહરચના પુરવાર થયેલ છે. મોટા ભાગના દેશોમાં ગરીબી નિવારણ કાર્યક્રમ ના ભાગરૂપે સુક્ષ્મ ધિરાણ કાર્યક્રમ અમલમાં છે.
ભારતમાં સુક્ષ્મ ધિરાણ
ભારતમાં સુક્ષ્મ ધિરાણની શરૂઆત ૧૯૭૦માં અમદાવાદ ખાતે કાર્યરત સેવા સંસ્થાથી થઇ. ૧૯૭૦માં સેવા–સેલ્ફ એમ્પ્યોડ વુમન એશોસિએશન દ્વારા અસંગઠિત ક્ષેત્રની ગરીબ મહિલાઓને બેન્કિંગ સુવિધાઓ આપવા માટે શ્રી મહિલા સેવા સહકારી મંડળી શરુ કરવામાં આવી. તે પછી નાબાર્ડ અને એમવાયઆરએડી સંસ્થાએ (દક્ષિણ ભારતની નામાંકિત સ્વેચ્છિક સંસ્થા) સુક્ષ્મ ધિરાણની સેવાઓ ઉપર સંશોધન કર્યું જેમાંથી જાણવા મળ્યું કે હાલની બેન્કિંગ પ્રણાલી કાર્યપદ્ધતિ અને બેન્કિંગ પોલીસીઓ ગરીબ લોકોને બેન્કિંગ સુવિધાઓ અને ધિરાણ પૂરું પાડવામાં ગરીબી નિવારણ માટેના અપેક્ષિત પરિણામો આપી શકે તેમ ન હતા. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બેન્કિંગ નેટવર્ક મોટા પ્રમાણમાં વિસ્તરેલ હોવા છતાં ગરીબ સમુદાયના મોટા ભાગના લોકો બેન્કિંગ સેવાઓથી વંચિત રહેતા હતા. ગરીબ લોકોને પૂરતા પ્રમાણમાં લોન, ધિરાણ અને અન્ય બેન્કીંગ સુવિધાઓ પુરતા પ્રમાણમાં મળતી ન હતી. આ પરિસ્થિતિમાં ગરીબ લોકોને સરળતાથી અને પુરતા પ્રમાણમાં બેન્કિંગ સુવિધાઓ મળી રહે તે માટે નવીન વ્યૂહરચનાની જરૂરિયાત હતી. વધુમાં મહિલાઓ બેન્કિંગ સુવિધાઓનો વધારેમાં વધારે લાભ લઈ શકે તેવી યોજનાની જરૂરિયાત હતી. આ માટે જરૂરી નીતિ ઘડતરનું કાર્ય નાબાર્ડને સોપવામાં આવ્યું જેના પરિણામ સ્વરૂપે ભારત સરકારે નાબાર્ડના સહયોગથી ૧૯૯૨માં એસએચજી બેંક લીન્કેજ પ્રોગ્રામ (એસબીએલપી) પાઈલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવામાં આવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એસએચજી ના માધ્યમથી ગ્રામીણ મહિલાઓને સરળતાથી બેંક દ્વારા ધિરાણ મળી રહે તે હતો. આ પાઈલોટ પ્રોજેક્ટ સફળ રહેતા સુક્ષ્મ ધિરાણ, બેંક લીન્કેજ અને મહિલા સશકતીકરણ માટે એસએચજી બેંક લીન્કેજ પ્રોગ્રામ (એસબીએલપી) એક સફળ મોડલ તરીકે સ્વીકારવામાં આવ્યું અને તેનો અમલ દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગ્રામીણ વિકાસ અને મહિલા વિકાસના કાર્યક્રમોમાં કરવામાં આવ્યો. આ કાર્યક્રમની સફળતાને ધ્યાનમાં રાખી ભારત સરકારે સ્વશક્તિ પ્રોજેક્ટ, સ્વયંસિધ્ધા, સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના (એસજીએસવાય) વગેરે જેવા મહિલા સશકતીકરણના કાર્યક્રમો અમલમાં મુક્યા. સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના માં પુરુષો તથા મહિલાઓના જુથ બનાવી આ જુથ ને બેંક દ્વારા કોઈ આર્થિક પ્રવુતિ, પશુપાલન વિગેરે માટે લોન આપવામાં આવતી હતી. આ જૂથોને લોન પેટે સરકારશ્રી તરફથી સબસીડી આપવામાં આવતી હતી.
ગ્રામીણ મોડેલ
ગ્રામીણ મોડેલની શોધ બાંગ્લાદેશમાં પ્રો. મોહમ્મદ યુનુસ દ્વારા થઈ. ગ્રામીણ મોડેલએ સુક્ષ્મ ધિરાણ ક્ષેત્રમાં વિશ્વમાં સૌથી વધારે પ્રચલિત મોડેલ છે. ગ્રામીણ મોડેલમાં ૫ સભ્યોની જૂથ બનાવવામાં આવે છે. આ જૂથ સ્વેચ્છિક હોય છે. જુથમાં પહેલા બે સભ્યોને ધિરાણ આપવામાં આવે છે. ત્યારબાદ પછીના બે સભ્યોને ધિરાણ આપવામાં આવે છે અને છેલ્લે પાંચમા સભ્યને ધિરાણ આપવામાં આવે છે.આ જુથોની બીજા સાત જૂથો સાથે દર અઠવાડિક મીટીંગ થાય છે તેથી બેંક એક સાથે ચાલીસ સભ્યોને મળી શકે છે અને મીટીંગ કરી શકે છે. જુથમાં ધિરાણ વ્યક્તિગત આપવામાં આવે છે પરંતુ લોન ભરવાની જવાબદારી જુથ ની હોય છે.
સંદર્ભ સાહિત્યની સમીક્ષા
નાગ્યા (2000) એ તારવ્યુ છે કે સ્વસહાયજૂથ એ ગરીબોને ધિરાણ આપવાની અનોપચારિક વ્યવસ્થા છે જે ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી નિર્માણમાં આશાસ્પદ સાધન તરીકે ઉદભવી રહ્યું છે. નાબાર્ડ ઉપરાંત સ્વસહાય જૂથ પણ માઈક્રોફાઈનાન્સ કાર્યક્રમ અમલીકરણમાં વિવિધ તબક્કે અગત્યની ભૂમિકા ભજવે છે.
તાલેકર (2005) એ સ્વસહાય જૂથ દ્વારા માઈક્રોક્રેડીટ મેનેજમેન્ટનો ગુજરાતમાં અભ્યાસ કર્યો અને તારવાવમાં આવ્યું કે પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે બધા સભ્યો સ્વ સહાય જૂથના માધ્યમથી સંગઠીત થયા હતા.સ્વસહાય જુથમાં જોડવા પાછળ બધા સભ્યોનો મુખ્ય ઉદ્દેશ જૂથના માધ્યમથી બેન્કમાંથી સુક્ષ્મધિરાણ મેળવી ઉત્પાદનલક્ષી આર્થિક પ્રવુતિ શરુ કરવાનો હતો.
મનહર મકવાણા (૨૦૧૨) માં સ્વસહાય જૂથ દ્વારા મહિલા સશકતીકરણ વિષય ઉપર જુનાગઢ જીલ્લાના અભ્યાસ પરથી તારવ્યુ છે કે જુથમાં મોટે ભાગે કમાતી મહિલાઓ જોડાયેલ હતી. પોતાની આર્થિક જરૂરિયાત માટે મોટા ભાગની મહિલાઓ સ્વસહાય જૂથમાંથી ધિરાણ મેળવતા હતા. વધારે જરુરીયાવાલા સભ્યો શાહુકારો પાસેથી ધિરાણ મેળવતા હતા પરંતુ તેનું પ્રમાણ ખુબ જ ઓંછું હતું. આમ શાહુકારોના વિષચક્ર માંથી લોકોને બહાર લાવવામાં સ્વ સહાય જૂથો સફળ રહ્યા હતા. સંશોધનક્ષેત્રના ૬૦.૮ % થી પણ વધારે સભ્યોને તેમની જરૂરિયાત મુજબ ધિરાણ મળેલ હોવાનું તથા જુથમાં જોડાયા પછી સભ્યોની સરેરાશ આવકમાં ૭.૫%નો વધારો થયેલ હોવાનું અભ્યાસમાં દર્શાવેલ છે.
સંશોઘન ૫ઘ્ઘતિ
સંશોઘક આ વિષય ઉ૫ર ખેડા જિલ્લાને ઘ્યાને લઇ સંશોઘન કરેલ છે તે સંદર્ભે મહિલા સ્વસહાય જૂથ અને સુક્ષ્મ ધિરાણની માહિતી ભારતીય પરિપેક્ષના સંદર્ભમાં ગૌણ માહિતી સ્ત્રોતોમાંથી એકત્ર કરેલ છે અને તેનો આજની સ્થીતિમાં અનુબંઘ ચકાસવાનો હેતુ મુખ્ય હતો. ભારતમાં એસ એચજી બેંક લીન્કેજ અને માઈક્રોફાઈનાન્સ કાર્યક્રમની સ્થિતી ૨૦૧૧ થી ૧૪ વચ્ચેના વર્ષમાં આંકડાકીય રીતે શું છે તે નામાંકીત સંસ્થાઓના પ્રમાણિત દસ્તાવેજોનો અભ્યાસ કરી ઉ૫લબ્ઘ આંકડા આ૫વા પ્રયત્ન કરેલ છે. આ વિષયના સંબંઘિત લેખો અને સંશોઘન-રીપોર્ટ વગેરે અભ્યાસનો સમાવેશ કરવામાં આવેલ છે.
આંકડાકીય વિશ્લેષણ
ભારતમાં એસ એચજી બેંક લીન્કેજ અને માઈક્રોફાઈનાન્સ કાર્યક્રમની સ્થિતી અને સુક્ષ્મ ધિરાણ અંતર્ગત પ્રગતિના આંકડાઓ નાબાર્ડના અહેવાલ સ્ટેટસ ઓફ માઈક્રોફાઈનાન્સ ઇન ઈન્ડિયામાંથી એકત્રિત કરી અહી વિશ્લેષીત કરવામાં આવ્યા છે.
સ્વ સહાય જૂથની શરૂઆત આજ થી બે દાયકા પહેલા નાબાર્ડ દ્વારા ૫૦૦ એસ એચ જીના પાઈલોટ પ્રોજેકટથી થઈ જે આજે ૭.૪ મીલીઅન એસ એચ જીના ૯૭ મીલીયન ગ્રામીણ કુટુંબોને આવરી લેતો વિશ્વનો સોથી મોટો સુક્ષ ધિરાણનો કાર્યક્રમ છે. ભોગોલીક રીતે રાજસ્થાનના રણપ્રદેશથી લઈને જંગલ વિસ્તાર ધરાવતા અરુણાચલ પ્રદેશના ગામડાઓ સુધી અને પહાડી વિસ્તાર એવા જમ્મુ કાશ્મીરથી માંડીને કોસ્ટલ વિસ્તાર એવા લક્ષદ્વીપ ટાપુના ગામડાઓ સુધી આ કાર્યક્રમ વિસ્તેરેલ છે. કુલ જૂથોના લગભગ ૮૪ % જૂથો મહિલાઓના જૂથો છે જે ભારત દેશમાં ફાઇનાન્શિયલ વ્યવસાયમાં ડીપોઝીટ અને ક્રેડીટ સાથે ૧,૦૦,૦૦૦ કરોડનું ટુર્ન ઓવર કરે છે જે ભારતની મલ્ટી નેશનલ કંપનીઓ કરતાય ઘણું વધારે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020