অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

એસ.ટી. બસના મુસાફરોની સુવિધા સવલત માટે એન્ડ્રોઈડ એપ

એસ.ટી. બસના મુસાફરોની સુવિધા સવલત માટે એન્ડ્રોઈડ એપ નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યના મુસાફરોની સેવા-સુવિધા માટે એક નવતર કદમ રૂપે એન્ડ્રોઇડ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ મોબાઇલ એપનું આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું.
એસ.ટી. નિગમની આ મોબાઇલ એપ માટે ગુગલ પ્લેસ્ટોર ઓપન કરીને GSRTC Official ટાઇપ કરી GSRTC Official Ticket Booking Appમાં જઇ ડાઉનલોડ કરી શકાય છે.
આ નવિન મોબાઇલ એપને પરિણામે હવે રાજ્યના નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકીટ બુકીંગ અને મુસાફરીનું પ્લાનીંગ કરી શકશે. એટલું જ નહિ, આ મોબાઇલ એપથી કરંટ બુકીંગ કરાવીને કેશ ટ્રાન્ઝેકશનમાંથી મુકિત મેળવી ડિઝીટલ ટ્રાન્ઝકશનનો વિનિયોગ પણ થઇ શકે છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, આ મોબાઇલ એપની બસ ટ્રેકીંગ સુવિધાથી મુસાફરોને તેમની બસના સ્ટેટસની જાણકારી મળતી થતાં રાહ જોવામાંથી મુકિત મળશે.
એસ.ટી. નિગમની આ મોબાઇલ એપથી ટિકીટ બુકીંગ કરાવનારા મુસાફરોને SMS દ્વારા ટિકીટની વિગતો પોતાના મોબાઇલ પર મળી જશે અને પ્રિન્ટેડ ટિકીટની આવશ્યકતા રહેશે નહી.
રાજ્ય માર્ગ પરિવહન નિગમ દરરોજ ૮ હજાર વાહનો મારફત ૪૪ હજાર ટ્રીપના સંચાલનથી રાજ્યના ૯૮ ટકા ગ્રામીણ અને ૯૯ ટકા પ્રજાજનોને યાતાયાત સવલત પૂરી પાડે છે.
એસ.ટી. નિગમે તેની વેબસાઇટ દ્વારા ઇ-ટીકીટીંગની સુવિધા સફળતાપૂર્વક પૂરી પાડવાનું શરૂ કર્યા બાદ આજે આ મોબાઇલ એપ નવતર અભિયાન રૂપે લોન્ચ કરી છે.
એસ.ટી. બસના મુસાફરોની સુવિધા સવલત માટે એન્ડ્રોઈડ એપ નું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા રાજ્યના મુસાફરોની સેવા-સુવિધા માટે એક નવતર કદમ રૂપે એન્ડ્રોઇડ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. આ મોબાઇલ એપનું આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું.
એસ.ટી. નિગમની આ મોબાઇલ એપ માટે ગુગલ પ્લેસ્ટોર ઓપન કરીને GSRTC Official ટાઇપ કરી GSRTC Official Ticket Booking Appમાં જઇ ડાઉનલોડ કરી શકાય છે.
આ નવિન મોબાઇલ એપને પરિણામે હવે રાજ્યના નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકીટ બુકીંગ અને મુસાફરીનું પ્લાનીંગ કરી શકશે. એટલું જ નહિ, આ મોબાઇલ એપથી કરંટ બુકીંગ કરાવીને કેશ ટ્રાન્ઝેકશનમાંથી મુકિત મેળવી ડિઝીટલ ટ્રાન્ઝકશનનો વિનિયોગ પણ થઇ શકે છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, આ મોબાઇલ એપની બસ ટ્રેકીંગ સુવિધાથી મુસાફરોને તેમની બસના સ્ટેટસની જાણકારી મળતી થતાં રાહ જોવામાંથી મુકિત મળશે.
એસ.ટી. નિગમની આ મોબાઇલ એપથી ટિકીટ બુકીંગ કરાવનારા મુસાફરોને SMS દ્વારા ટિકીટની વિગતો પોતાના મોબાઇલ પર મળી જશે અને પ્રિન્ટેડ ટિકીટની આવશ્યકતા રહેશે નહી.
રાજ્ય માર્ગ પરિવહન નિગમ દરરોજ ૮ હજાર વાહનો મારફત ૪૪ હજાર ટ્રીપના સંચાલનથી રાજ્યના ૯૮ ટકા ગ્રામીણ અને ૯૯ ટકા પ્રજાજનોને યાતાયાત સવલત પૂરી પાડે છે.
એસ.ટી. નિગમે તેની વેબસાઇટ દ્વારા ઇ-ટીકીટીંગની સુવિધા સફળતાપૂર્વક પૂરી પાડવાનું શરૂ કર્યા બાદ આજે આ મોબાઇલ એપ નવતર અભિયાન રૂપે લોન્ચ કરી છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020

© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate