অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના )

શૈક્ષણિક લોન યોજના (ન્યુ આકાંક્ષા યોજના )


હેતુ
  • સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ઉચ્ચ વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટેની લોન યોજના.
લોન મેળવવાની પાત્રતા
  • અરજદાર ઠાકોર અથવા કોળી જાતિના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની વાર્ષીક આવક ગ્રામ્ય વિસ્તા૫ર માટે રૂ. ૯૮,૦૦૦ થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦ થી ઓછી હોવી જોઇએ.
  • આવરી લેવામાં આવેલ અભ્યાસ ક્રમ
    • એમ.બીએ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
    • એમ.સી.એ. માસ્ટીર ઓફ કોમ્‍૫યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસક્રમ)
    • આઇ.આઇ.ટી. / એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ તેમજ માન્ય વ્યવસાયિક સ્નાતક  કક્ષાના અભ્યાસક્રમ.
    • મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યયતા આપી હોય તેવી કોલેજના તબીબી શિક્ષણના સ્નાતક  કક્ષાના અભ્યાસક્રમ.
  • મેનેજમેન્ટ કોટામાં મેળવેલ પ્રવેશના કિસ્સામાં લોન મળવા પાત્ર નથી.
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે.
  • પ્રવેશ ફી અને ટયુશન ફી
  • અભ્યાસક્રમ માટે જરૂરી પુસ્તકો, લેખન સામગ્રી, જરૂરી સાધનો અને પરીક્ષા ફી
  • રહેવા – જમવાનો ખર્ચ
  • વીમા – પોલીસીનું પ્રીમીયમ
યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ
  • આ યોજના માટે લોનની મહત્તમ મર્યાદા રૂ.૧૦ લાખ સુધીની છે. વિદેશમાં અભ્યાસ માટે રૂ. ૨૦ લાખની મર્યાદા છે.
  • આ યોજનાઓમાં વ્યાયજનો દર વાર્ષીક ૪ ટકા રહેશે. વિદ્યાર્થીની માટે આ દર ૩.૫ % છે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટિના માન્ય ખર્ચના ૯૦ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૦ ટકા કેન્દ્દીય નિગમના, ૫ ટકા રાજય સરકાર અને ૫ ટકા લાભાર્થી ફાળાની રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે લોનની વસુલાત અભ્યાસક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યશવસાય મળેથી બંન્નેમાંથી જે વહેતું હોય ત્યારથી.

 

સ્ત્રોત- ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ ની વેબસાઈટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 9/15/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate