অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

તબીબી શિક્ષણમાં વિકલાંગો માટે અનામત જગ્યાઓ

તબીબી શિક્ષણમાં વિકલાંગો માટે અનામત જગ્યાઓ

બધી મળીને ૪૦ ટકાથી ઓછી વિકલાંગતા ન હોય, એક પગ તથા હાથની અંશતઃ વિકલાંગતા ધરાવતા હોય તથા યોગ્ય તબીબી અધિકારીએ તેફિઝિશીયનડન્ટલ/ફિઝિયોથેરાપીસ્ટનું સ્વતંત્ર કામ કરી શકવા સક્ષમ છે તેવું પ્રમાણપત્રમાં સ્પષ્ટ દર્શાવ્યું હોય તો સરકારી મેડિકલ ડિન્ટલ ફિઝિયો થેરાપીની કૉલેજમાં તમામ વર્ગોમાં ત્રણ ટકા અનામત જગ્યાઓ ઉપર પ્રવેશ મળે છે. આ અંગેની વધુ માહિતી જે તે વર્ષના પ્રવેશ નિયમોની પુસ્તિકામાં આપવામાં આવે છે.

વિકલાંગોને રોજગારલક્ષી તાલીમ આપતી સંસ્થાઓઃ

  1. અંધજન મંડળ ડૉ. જગદીશ પટેલ ચોક, સુરદાસ માર્ગ, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. ફોન : ૦૭૯-૨૬૩૦૫૮૫૦, ૨૬૩૦૫૦૮૨, ૨૬૩૦૪૦૭૦, ૨૬૩૦૩૫૧૩, ફેક્સ : ૦૭૯-૨૬૩૦૦૧૦૬, ઈ-મેલ blinabad1@sanchamet.in bpaindia@satya.net.in વેબ સાઈટ : www.bpaindia.org

અંધજન મંડળ (બીપીએ), દષ્ટિહીન, શારીરિક રીતે વિકલાંગ શ્રવણમંદ, મંદ-બુદ્ધિના અને વિકલાંગ વૃદ્ધો જોડે, અભ્યાસ, પુનર્વસન, સલાહ-સૂચના અને વ્યાવસાયિક માર્ગદર્શન માટે કામ કરે છે અને મદદરૂપ થવા પ્રયત્ન કરે છે. અંધજન મંડળમાં કાર્ય કરતાં કાર્યકરોએ વ્યાવસાયિક અભ્યાસ અને તાલીમ લીધેલી છે. ૧૯૫૪માં શરૂ થયેલી એક નાનકડી રિક્રિએશન કલબ આજે ઘટાદાર વટ-વૃક્ષની માફક આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થા થઈ છે. અંધજન મંડળ વિવિધ પ્રકારનાં વિકલાંગોને જેમ કે દૃષ્ટિહીન, શારીરિક ક્ષતિ ધરાવતાં, શ્રવણમંદ, મંદ-બુદ્ધિનાં કે એક કરતાં વધુ અપંગતા ધરાવતી વ્યક્તિઓનાં અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ, સલાહ-સૂચના, પુનર્વસન અને રોજગાર-સ્વરોજગાર અનુલક્ષી વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડે છે. જેમાં નીચે મુજબના અલગ અલગ વિભાગો આવેલા છે.

વિભાગો

  • શ્રી કે. એન. દેસાઈ પુખ્ત અંધ કેળવણી કેન્દ્રઃ આ કેળવણી કેન્દ્રમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓને સલાહ-સૂચન અને માર્ગદર્શનની સાથે પ્રાથમિક શાળાનો અભ્યાસ પૂરો પાડવામાં આવે છે.
  • મીની કામા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા: આ વિભાગમાં દષ્ટિહીન વિદ્યાર્થીઓને ઉચ્ચતર માધ્યમિક સુધીના શિક્ષણની સાથે વિના મૂલ્ય હોસ્ટેલની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
  • રાજેશ મહેતા ટેકનિકલ સ્કૂલ : આ વિભાગમાં જનરલ મિકેનિક, મોટર રિવાઈડિંગ, સુથારી, વણાટકામ, કેનિંગ અને બુક બાઈન્ડિગનો એક વર્ષનો અભ્યાસક્રમ છે. જેને ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજયુકેશનની માન્યતા પ્રાપ્ત થયેલી છે.
  • નંદિની રમેશ ગાંધી સ્કૂલ ફોર ફિઝિયોથેરાપી : ફિઝિયોથેરાપી કોર્સમાં દષ્ટિહીન વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી અભ્યાસ સાથે તાલીમ આપવામાં આવે છે. જેને એચ.એસ.સી. બોર્ડ ગુજરાતે માન્યતા આપેલી છે.
  • લાયન્સ મેટ્રોપોલિટન શકરીબહેન મંગલદાસ મ્યુઝિકલ સ્કૂલ ફોર ધી બ્લાઈન્ડ : લાયન્સ મેટ્રોપોલિટન શકરીબહેન મંગલદાસ ટીચર્સ ટ્રેનિંગ કોર્સ ચલાવવામાં આવે છે.
  • સંકલિત શિક્ષણ કાર્યક્રમ : સામાન્ય શાળાઓમાં સામાન્ય વિદ્યાર્થીઓ સાથે ભણતાં દૃષ્ટિહીન અને અપંગ વિદ્યાર્થીઓને સ્પે. સંકલિત શિક્ષકો દ્વારા અભ્યાસમાં મદદ અને માર્ગદર્શન પૂરાં પાડવામાં આવે છે.
  • વ્યાવસાયિક તાલીમ કેન્દ્રઃ વ્યવસાયલક્ષી તાલીમ આપી વિકલાંગ લોકોને રોજગારી/સ્વરોજગાર પ્રાપ્ત થાય એવો અંધજન મંડળનો અભિગમ છે. અંધજન મંડળમાં અપંગ અને અંધજનો માટે સૌ પ્રથમ આઈ.ટી.આઈ. માન્ય અભ્યાસક્રમની શરૂઆત થયેલી છે
  • કામા કોમ્યુટર સેન્ટર ફોર ધી બ્લાઈન્ડ એન્ડ ડિસેબલ્ડઃ આઈ.ટી.આઈ. માન્યતા પ્રાપ્ત કોમ્યુટર સેન્ટરમાં બે વર્ષનો ડિપ્લોમા કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને અદ્યતન કોમ્યુટરની સાથે વોઈસ સિન્થસાઈઝરની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. (બ્રેઈલ કોમ્યુટર તેમજ બ્રેઈલ પ્રિન્ટર પણ પૂરાં પાડવામાં આવે છે.)
  • ડાહીબહેન સ્ટેનોગ્રાફી કોર્સ ફોર ધી બ્લાઈન્ડ: આઈ.ટી.આઈ. માન્ય સ્ટેનોગ્રાફી કોર્સમાં અંધ વિદ્યાર્થીઓને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવામાં આવે છે.
  • શિરીન સાયરસ દલાલ ટેલિફોન ઓપરેટર અને રિસેપ્શનિસ્ટ કોર્સ: આ કોર્સમાં ટેલિફોન ઉપર વાત કરવાની રીતભાત શીખવવામાં આવે છે. જયાં તેઓને સાદા અને ઈલેક્ટ્રોનિક્સ મશીન ઉપર કામ કરતાં શીખવી વ્યાવસાયિક તાલીમ
  • આપવામાં આવે છે.

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate