অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જાગૃતિ અને પુનર્વસન

જાગૃતિ અને પુનર્વસન

  • સેન્સ ઈન્ટરનેશનલ ઈન્ડિયા સર્વિસ ફોર ધી ડેફઃ જ્યાં કાનની તપાસ કરવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે શ્રવણ યંત્ર વિના મૂલ્ય આપવામાં આવે છે. તેમજ સ્પષ્ટ બોલવાની તાલીમ અપાય છે.
  • શ્રીમતી ચંદ્રિકાબહેન નટવરલાલ કિનારીવાલા મંદ-બુદ્ધિના બાળકોને તાલીમ કેન્દ્ર (શ્રીમતી ચંદ્રિકાબહેન એન. કિનારીવાલા મેન્ટલ હાઈજીન કિલનિક) : આ વિભાગમાં માનસિક રોગોના નિષ્ણાંતો દ્વારા સલાહ-સૂચના અને તાલીમ આપવામાં આવે છે. જેને ચલાવવા સમાજ સુરક્ષા ખાતાનું અનુદાન પ્રાપ્ત થયું છે.
  • રતનલાલ લલુભાઈ સેન્ટર ફોર મલ્ટી હેન્ડીકેપ્ટઃ એક કરતાં વધુ ક્ષતિ ધરાવતી વ્યક્તિ તાલીમ કેન્દ્રને શરૂઆતના ત્રણ વર્ષ માટે હિલ્ટન/પાર્કિન્સ ઈન્ટરનેશનલની સહાય પ્રાપ્ત થયેલ છે.
  • એક કરતાં વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિનું સમુદાય આધારિત પુનર્વસન : હાલમાં આ યોજના હેઠળ લીંબડી અને કપડવંજ તાલુકામાં પંદર બાળકોને પુનર્વસન આધારિત તાલીમ આપવામાં આવે છે.
  • સી.એનકિનારીવાલા બધિરાંધ કેન્દ્ર : એક વર્ષનાં કાર્ય બાદ આ કેન્દ્રમાં લગભગ ૪૩ દષ્ટિહીન/શ્રવણમંદ બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • વિકલાંગતા માટેની જાગૃતિ : અમદાવાદ અને તેની આસપાસનાં ઝૂંપડપટ્ટી અને આર્થિક રીતે પછાત લોકોને આ કાર્યક્રમ દ્વારા પ્રાથમિક સારવાર, આંખના ઓપરેશન, આર્થિક સહાય, વૃદ્ધોને પેન્શન, કન્સેશન ફોર્મ અને અન્ય પ્રાથમિક માહિતી અને સહાય પૂરી પાડવામાં આવે છે.
  • શ્રી રંગ અવધૂત રોજગાર અને સ્વરોજગાર માહિતી અને સહાય કેન્દ્રઃ બેકાર દૃષ્ટિહીન અને અપંગોને આ કાર્યક્રમ હેઠળ રોજગાર-સ્વરોજગારની માહિતી અને તક પૂરી પાડવામાં આવે છે.
  • આશા મંદીર : આ એક સ્વરોજગાર અભિગમ દ્વારા, દષ્ટિહીન-અપંગોને ટેલિફોન બૂથ, દૂધ વિતરણ કેન્દ્ર તેમજ નાનીસી હાટ દ્વારા રોજગારી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.
  • નંદિની અને પ્રિયકાન્ત મુન્સી પેરન્ટ ટીચર્સ ટ્રેનિંગ કાર્યક્રમ : આ કાર્યક્રમ દ્વારા દષ્ટિહીન વિદ્યાર્થીના વાલીઓને તાલીમ આપી તેમનાં બાળકોને સ્પે. શિક્ષકની ગરજ સારવામાં આવે છે.
  • સાધન સહાય : વિના મૂલ્ય વિતરણ થતાં સાધનો, ૧. શ્રવણ યંત્ર, ૨. ટ્રાફસિક્લ (ત્રણ પૈડાંની સાયકલ), ૩. શૈક્ષણિક સાધનના દફતર, ૪. ઘોડી, ૫. સળિયાવાળા બૂટ, ૬. નાઈટ સ્લિન્ટ, ૭. ઊંચી-નીચી થતી એલ્યુ. લાકડી. ૮ પૈડાંવાળી ખુરશી (વ્હીલચેર), ૯. સર્જિકલ શૂઝ અને સ્પિલન્ટ, ૧૦. કૃત્રિમ અવયવો, ૧૧. સી.પી.ચેર. ૧૨. ટેપરેકોર્ડર, આવકમર્યાદા તથા અપંગતા ધ્યાને લઈ આપવામાં આવે છે.ધનો, ૧. શ્રવણ યંકર ઊંચી-નીચી થતી એક ૧૨. ટેપરેકોર્ડ

સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate