ગુજરાતની હદમાં એસ.ટી. બસમાં મુસાફરીના મળતા લાભ
સરકાર દ્વારા તા. ૨૧-૪-૨૦૧૬ના ઠરાવથી, આ તારીખથી અમલમાં આવે તે રીતે નીચેની સવલતો આપવાની જાહેરાત કરવામાં આવી છે.
- વિકલાંગોએ દર પાંચ વર્ષે વિકલાંગ ઓળખપત્ર રીન્યુ કરાવવું પડે છે તેમાં સુધારો કરીને તેમને હવે કાયમી ધોરણે વિકલાંગઓળખપત્ર આપવામાં આવશે.
- વિકલાંગ વ્યક્તિની આવકમર્યાદાની જોગવાઈ રદ કરવામાં આવી છે.
- વિકલાંગોને હાલ ફક્ત સાદી અને એક્સપ્રેસ બસમાં જ વિનામૂલ્ય મુસાફરીનો લાભ મળે છે તેના બદલે ગુર્જરનગરી,ઈન્ટરસિટી, લક્ઝરી અને વોલ્વો બસ સહિત તમામ પ્રકારની બસોમાં મુસાફરીનો લાભ મળવાપાત્ર થશે.
- ૪૦% કે તેથી વધુ અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને આ યોજનાનો લાભ મળશે તથા ૭૦થી ઓછાબુદ્ધિઆંકવાળી માનસિક પડકારિતા ધરાવતી વિકલાંગ વ્યક્તિને તથા તેના સહાયકને પણ વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળશે.
- હાલ અંધ કે મુક-બધિર વ્યક્તિના કિસ્સામાં ફક્ત ૧૦૦ ટકા અંધત્વ કે ૧૦૦ ટકા મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને જ યોજનાનો લાભ મળે છે, તેમાં સુધારો કરી હવે તીવ્ર વિકલાંગતા ધરાવતી એટલે કે ૮૦ ટકા કે તેથી વધુ અંધત્વ કે ૮૦ ટકા કે તેથી વધુ મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને પણ આ યોજનાનો લાભ મળશે.
- ૮૦ ટકા કે તેથી વધુ દૃષ્ટિ વિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિ તથા તેના સહાયકને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે.
- ૮૦ ટકા કે તેથી વધુ મુક-બધિરપણું ધરાવતી વ્યક્તિને પોતાને વિનામૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. પરંતુ તેના સહાયકને લાભ મળવાપાત્ર રહેશે નહીં.
- ૭પ ટકાથી વધુ અસ્થિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યક્તિને પોતાને વિના મૂલ્ય મુસાફરીનો લાભ મળવાપાત્ર રહેશે. જ્યારે તેના સહાયકને ટિકિટભાડામાં ૫૦ ટકા રાહત મળવાપાત્ર રહેશે.
- નવું ઓળખપત્ર ન મળે ત્યાં સુધી હાલના ઓળખપત્રો ઉપર આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. આ યોજનાનો અમલતા. ૨૧-૪-૨૦૧૬થી કરવામાં આવ્યો છે.
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/28/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.