હોમ પેજ / સમાજ કલ્યાણ / વિકલાંગ કલ્યાણ / દીવ્યાંગો માટેની કલ્યાણકારી યોજનાઓ / અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરીમાં મળતા લાભ:
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરીમાં મળતા લાભ:

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરીમાં મળતા લાભ વિશેની માહિતી

 • વિકલાંગોને લઘુત્તમ દરની ટિકિટથી મુસાફરીનો લાભ
 • શ્રવણમંદ વ્યક્તિઓને પ્રવાસ ભાડામાં ૫૦ ટકા રાહત
 • દષ્ટિહીન વ્યક્તિઓને વિના મૂલ્ય મુસાફરીનો લાભ છે.

અમદાવાદમાં રહેતા સિનિયર સિટીઝનોને AMTSની બસની મુસાફરીમાં મળતો લાભઃ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના વિસ્તારોમાંરહેતા અને ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોને મ્યુનિસિપલ બસ ભાડામાં નીચે મુજબ રાહત આપવામાં આવેછે. આ માટે વડીલોને ફોટા સાથેનું “ઓળખપત્ર આપવામાં આવે છે.

 1. ૭૫ વર્ષથી ઉપરના માટે – વિના મૂલ્ય (ફ્રી) મુસાફરીનો લાભ (૨) ૬૫ વર્ષથી ઉપરના માટે – ૫૦ ટકાની રાહત (પ્રવાસ ભાડામાં). આ માટે લાલ દરવાજા, નહેરૂબ્રિજ પાસે, ઇન્દુલાલ યાજ્ઞિકની પ્રતિમા પાસે આવેલી AMTSની કચેરી પરથી માર્ગદર્શન મેળવવું. ઓળખપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના રહેશે.

(૧) અસલ રેશનકાર્ડ, (૨) ઉંમરના પુરાવા માટે નીચેના પૈકી કોઈ એક આધાર રજૂ કરવાનો રહેશે.

 • જન્મ નોંધણી પ્રમાણપત્ર શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 • મતદાર ઓળખપત્ર
 • સોગંદનામું - જો ઉંમરનો દાખલો ન હોય તો સિવિલ સર્જન પાસેથી મેળવેલો ઉંમરનો દાખલો. આ ઓળખપત્રનો મ્યુનિસિપલ કોર્પોરેશનની નીચેની બસોમાં ઉપયોગ કરી શકાશે નહીં.
  • મનપસંદ પ્રવાસ યોજનાની બસમાં.
  • ધાર્મિક પ્રવાસ યોજનાનીબસમાં
  • લકઝરી બસ સેવામાં
સ્ત્રોત : નિયામક, સમાજ સુરક્ષા
2.90322580645
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top