વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્થળાંત્તર

સ્થળાંત્તર વિષે માહિતી

ભારતમાં ગરીબ મજૂરોનું આંતરિક સ્થળાંતર ખૂબ જ મોટાપાયે થઈ રહ્યુ છે. ગરીબ સ્થળાંતર કરનાર લોકો અસંગઠિત ક્ષેત્રમાં સામાન્ય મજૂરી કરતા હોય છે. આ વસ્તીને રોગનું વધુ જોખમ રહેલુ હોય છે અને આરોગ્ય સેવાઓની ઓછી પ્રાપ્યતા હોય છે. ભારતમાં, વર્ષ 2001ના સેન્સસ સમય દરમિયાન 14.4 મિલિયન લોકોએ દેશમાં આંતરિક રીતે, શહેરોમાં કે આર્થિક પ્રવૃત્તિઓની વધુ સારી શક્યતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર કર્યુ હતુ. 25 લાખ સ્થળાંતરિત લોકો ખેતીવાડી, મજૂરી, ઇંટોના ભટ્ઠા, ક્રોંક્રિટ અને બાંધકામ અને મત્સ્ય ઉદ્યોગમાં રોજગારી મેળવી રહ્યા છે (એનસીઆરએલ, 2001). સ્થળાંતરિત લોકોમાંથી એક મોટો વર્ગ શહેરી અસંગઠિત ક્ષેત્રો જેવા કે, બાંધકામ, સેવાઓ અથવા તો ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને તે ભાર ઊંચકવા, રીક્ષા ખેંચનાર કે લારી ખેંચનાર તરીકે મજૂરી કરી રહ્યા છે. કામના હંગામી પ્રકારને કારણે વારંવાર રહેઠાણ બદલેલા આ લોકોને સાવચેતીની સંભાળ પ્રાપ્ય હોતી નથી અને 26 શહેરોમાં તેમની અસંગઠિત કાર્ય પરિસ્થિતિ તેમને યોગ્ય સાવચેતીની સંભાળની પ્રાપ્યતા થવા દેતી નથી.

સ્થળાંતરિત લોકો જે નબળા અને વધુ જોખમે છે, તેમના માટે આંતરિક સ્થળાંતરિત લોકો શબ્દનો ઉપયોગ જરૂરી છે. ભારતમાં, આંતરિક સ્થળાંતરિત લોકો આશરે 6 લાખ જેટલા (આઈડીએમસી, 2006) છે. આંતરિક સ્થળાંતર જ્ઞાતિગત ઘર્ષણો, ધાર્મિક ઘર્ષણો, રાજકીય કારણો, વિકાસના કાર્યક્રમો, કુદરતી આફતો વગેરેના કારણે ઊભુ થાય છે. આંતરિક સ્થળાંતરિત લોકોને સરકારની સામાજિક સુરક્ષા યોજનાનો લાભની પ્રાપ્યતા નબળી હોય છે.

3.17777777778
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top