অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નવોદિત લેખકોને લલિત સાહિત્યની પ્રથમ કૃતિના પ્રકાશન માટે આર્થિક સહાયની યોજના

નવોદિત લેખકોને લલિત સાહિત્યની પ્રથમ કૃતિના પ્રકાશન માટે આર્થિક સહાયની યોજના

BOOK-POST O.I.G.S Printed Matter

પ્રતિશ્રી, :

ગુજરાત સાહિત્ય અકાદમી

અભિલેખાગાર ભવન,

ગુલાબ ઉદ્યાન સામે,

સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭

ક્રમાંક : ગસઅ / નવોદિત

વિષય : નવોદિત લેખકોને લલિત સાહિત્યની પ્રથમ કૃતિના પ્રકાશન માટે આર્થિક સહાયની યોજના

શ્રીમાન,

આપનો તા. ............ નો પત્ર મળ્યો નવોદિત લેખકોને લલિત સાહિત્યની કૃતિના પ્રકાશનની યોજનાને લગતું નીચેનું સાહિત્ય આપને આ સાથે મોકલ્યું છે.

૧. આાવેદન પત્ર

ર. યોજનાના નિયમો

આવેદનપત્ર અને બીજી સામગ્રી સાથે હસ્તપ્રત મોકલવાની છેલ્લી તારીખ નિયત ..........કરવામાં આવી છે.

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર ગુજરાત ભાષાસાહિત્યના નવોદિત લેખકોને લલિત સાહિત્યની પ્રથમ કૃતિ પ્રગટ માટે આર્થિક સહાયની યોજનાના નિયમો

  1. આ યોજનાનો ઉદ્દેશ ગુજરાત ગુજરાતી ભાષા-સાહિત્યના નવોદિત લેખકોને તેમની પ્રથમ કૃતિ પ્રસિદ્ધ કરવા માટે સહાય કરવાનો છે.

નોંધ :- આ યોજનામાં ‘નવોદિત’ લેખક એટલે જેની કોઈ પણ સાહિત્યકૃતિ કોઈ પણ ભાષામાં અગાઉ પુસ્તકરૂપે પ્રગટ થઈ ન હોય એવા લેખક, એમ ગણવાનું છે. એમની સહલેખક તરીકે પણ કોઈ કૃતિ પ્રગટ થયેલી હોવી ન જોઈએ.

  1. ગુજરાત સાહિત્યના નીચે જણાવેલા કોઈપણ એક સાહિત્યપ્રકારની મૌલિક કૃતિના પ્રકાશન માટે આ યોજના હેઠળ નવોદિત લેખક સહાય મેળવવા પાત્ર બનશે.
    1. નવલકથા (લઘુનવલ સહિત)
    2. ટૂંકી વાર્તાઓનો સંગ્રહ
    3. નાટક (એકાંકી નાટકો અને રેડિયો-ટેલિવિઝન માટેના નાટકો સહિત)
    4. જીવનચરિત્ર
    5. સાહિત્યિક નિબંધ
    6. કાવ્યસંગ્રહ

નોંધ :- ઉપરના સાહિત્યકારોમાં અનુવાદનો સમાવેશ થતો નથી. માત્ર મૌલિક કૃતિઓ રજૂ થઈ શકશે.

  1. કોઈ પણ નવોદિત લેખક નિર્દિષ્ટ સમયની અંદર આ યોજના હેઠળ સહાય મેળવવા માટે અરજી કરી શકશે. ઉપર્યુક્ત અરજી સાથે નીચેની સામગ્રી હોવી જોઈએ. - (ક) જેના પ્રકાશન માટે સહાય માગી હોય તે કૃતિની બે પ્રેસ નકલ (હસ્તપ્રત અથવા ટાઈપ નકલ)
  2. નોંધઃ- આવી કૃતિ કાગળની એક જ બાજુએ વ્યવસ્થિત ફાઈલ કે પુસ્તકરૂપે મોકલવી જરૂરી છે. કૃતિમાં કેટલાં પાનાં છે તે પહેલે પાને અનુક્રમણિકા આપી નોંધવું જરૂરી છે. અવ્યવસ્થિત કે સુવાચ્ય નહીં હોય તેવી પ્રત અસ્વીકાર્ય ગણાશે.

(ખ) લેખકનો ટૂંકો જીવનવિષયક પરિચય આપતી નોંધ.

(ગ) જેના સંદર્ભમાં સહાય માગી હોય તે કૃતિના વિષયનું ટૂંકું વર્ણન.

(ઘ) પ્રગટ કરવા વિચારેલી કૃતિ કે તેના અંશ પુસ્તક સ્વરૂપે અગાઉ પ્રગટ થયા નથી, એવું એકરારનામું.

  • અગાઉના વર્ષોમાં સહાય માટે અસ્વીકૃત થયેલી કૃતિ પ્રકાશન માટે આ યોજના હેઠળ સહાય મેળવવા પાત્ર રહેશે નહિ. બીજી વાર શીર્ષક બદલીને રજૂ કરી શકાશે નહીં.
  • સહાય માટે પાત્ર ઠરેલી હસ્તપ્રત અંગે મંજૂર કરાનાર સહાયની રકમ, હસ્તપ્રતની પOO નકલોના મુદ્રણ અંગે કરેલા ખરેખર ખર્ચના ૭૫ ટકા જેટલી રહેશે. પરંતુ આવી રકમ કોઈ પણ કિસ્સામાં રૂ. ૧૦,૦OO|- થી વધશે નહિ. મંજૂર કરાયેલ સહાયની રકમ કૃતિ પ્રકાશિત કરી તેના મુદ્રણ અંગેના ખર્ચના વાઉચર ગુજરાત સાહિત્ય અકાદમીને રજૂ કરતાં ચૂકવવાપાત્ર થશે. અકાદમીએ નિયત કર્યા મુજબ પ્રકાશન ખર્ચ માટે ફર્મા ક્રાઉન સાઇઝ કાચુંપૂટું રૂા. ૧૩OO|- પાકુંપૂટું રૂ. ૧૪OO|- તેમજ ડેમીસાઈઝ માટે કાચુંપૂટું રૂ. ૧૬OO|- પાકા પૂંઠા માટે રૂ. ૧૭OO|- નક્કી કરેલ છે. જેમાં તમામ પ્રકારના ખર્ચનો સમાવેશ થયેલ છે.
  • સહાયની કોઈ પણ મંજૂરી નીચેની શરતોને આધીન રહેશે :

(ક) હસ્તપ્રતની પ્રગટ કરેલી પુસ્તકની નકલો પ૦૦ કરતાં ઓછી હોવી જોઈએ નહિ.

(ખ) હસ્તપ્રત પ્રગટ કરતા પ્રગટ કૃતિની ૧૫ નકલ વિનામૂલ્ય ગુજરાત સાહિત્ય અકાદમીને આપવાની રહેશે.

(ગ) ‘ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની નાણાકીય સહાયથી પ્રકાશિત’ એવી ઋણસ્વીકારની પંક્તિ મુખપૃષ્ઠની પાછળ સ્પષ્ટ રીતે છાપવાની રહેશે.

(ઘ) પ્રગટ થતી કૃતિમાં કોઈ પણ પ્રકારની જાહેરાત કે કોઈ પ્રકારનો વેપારવિષયક સંદેશો હોવો જોઈએ નહિ.

(ચ) આ યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવી હોય તેવી હસ્તપ્રતમાં ગુજરાત સાહિત્ય અકાદમીની પૂર્વમંજૂરી સિવાય કોઈ સુધારો કરી શકાશે નહિ.

(છ) સહાયના હુકમ થયાની તારીખથી એક વર્ષમાં પુસ્તક પ્રગટ કરવાનું રહેશે. મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી પોતાને તેમ કરવું જરૂરી જણાય તો સહાય મંજૂર કરતા હુકમ હેઠળ ઉપર જણાવેલી શરતોની પૂરક શરતોનું પાલન કરવાનું આવશ્યક બનાવી શકશે.

  • પુસ્તકમાં જોડણી સરકારમાન્ય સાર્થ ગુજરાતી જોડણીકોશ પ્રમાણે રાખવાની રહેશે.
  • જે કૃતિનાં પ્રકાશન માટે આર્થિક સહાયક મંજૂર કરવામાં આવી હોય, તેનો હુકમ થયા બાદ ૧ વર્ષમાં પુસ્તક પ્રગટ કરવાનું રહેશે. આ મુદત દરમિયાન પુસ્તક પ્રકાશિત નહીં કરનારની આર્થિક સહાય આપોઆપ રદ થયેલી ગણાશે.
  • હિસાબો : લેખકને આ યોજના હેઠળ સહાય મંજૂર કરવામાં આવી હોય તે પુસ્તકના મુદ્રણ અંગેના હિસાબો તૈયાર કરી અકાદમી સમક્ષ રજૂ કરશે અને એ અકાદમીના નિરીક્ષણને આધીન રહેશે.
  • આ યોજના હેઠળ લેખકે જે તે વર્ષમાં એક જ હસ્તપ્રત રજૂ કરવાની રહેશે.
  • ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતી કૃતિઓ પસંદગીપાત્ર ગણવામાં આવશે. આ અંગેનો અકાદમીનો નિર્ણય આખરી રહેશે.

 

નવોદિત લેખકોને સર્જનાત્મક-લલિત સાહિત્યની પ્રથમ કૃતિ પ્રગટ કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યની આર્થિક સહાયની યોજના

આવેદનપત્ર

  1. લેખકનું પૂરું નામ અને સરનામું
  2. જે લલિત કૃતિના પ્રકાશન માટે સહાયની અપેક્ષા હોય તે કૃતિનો સાહિત્યપ્રકાર, શીર્ષક અને અંદાજી પૃષ્ઠ સંખ્યા
  3. નિર્ધારિત પ્રકાશનકાર્ય પૂરું કરવા માટેનો અંદાજિત સમય
  4. આ માટે અન્ય કોઈ સ્થળેથી કોઈ સહાય મળવાપાત્ર છે ? હોય તો દર્શાવવી

આથી હું જાહેર કરું છું કે ઉપર જણાવેલ બધી માહિતી સાચી છે. આજ સુધી મારું એક પણ પુસ્તક પ્રકાશિત થયેલું નથી અને આ અરજીથી જે પુસ્તક માટે સહાય માંગી છે તે મારું પ્રથમ પુસ્તક છે. ઉપર આપેલી માહિતી પૈકીની કોઈ પણ બાબત ખોટી હશે તો મંજૂર કરવામાં આવેલ સંપૂર્ણ રકમ વ્યાજ સાથે અકાદમીને પરત કરવાની હું બાંયધરી આપું છું.

સ્થળ

તારીખ :

લેખકની સહી

નોંધ : આ નમૂના સાથે જે માટે સહાય માંગવામાં આવી હોય તે કૃતિની બે પ્રેસનકલ (હસ્તપ્રત કે ટાઈપ નકલ) જોડવી જરૂરી છે.

 

પ્રેષક : (નામ અને પૂરું સરનામું) :-

પ્રતિ ગુજરાત સાહિત્ય અકાદમી અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે,

સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭

વિષય : ગુજરાત સાહિત્યના નવોદિત લેખકોને લલિત સાહિત્યની પ્રથમ કૃતિ પ્રગટ કરવા માટે આર્થિક સહાયની યોજના.

શ્રીમાન

ઉપર્યુંક્ત વિષય અન્વયે આર્થિક સહાય અંગેની વિચારણા અર્થે હું મારી કૃતિ.  .............  ની હસ્તપ્રત (બે નકલમાં) જરૂરી વિગતો અને આવેદનપત્ર સાથે મોકલું છું.

આર્થિક સહાય અંગેના બધા નિયમો મેં બરાબર વાંચ્યા છે અને એ મને બંધનકર્તા રહેશે તે હું સ્વીકારું છું.

મારા પુસ્તકના પ્રકાશન અર્થે ગુજરાત સાહિત્ય અકાદમી સહાયક ગ્રાન્ટ મંજૂર કરશે તો સહાયક ગ્રાન્ટની બધી શરતોનું હું બરાબર પાલન કરીશ અને સહાય સિવાયની બાકીની રકમ અંગે મારી પૂરતી સગવડ છે અને બાકીનું ખર્ચ

ભોગવવા હું બાંયધરી આપું છું. મારી આ સાહિત્યકૃતિ અગાઉ ક્યારેય આ યોજના હેઠળ સહાય માટે રજૂ કરવામાં આવી નથી.

સ્થળ

તારીખ :

લેખકની સહી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate